Vol. 1 No. 39 About   |   Contact   |   Advertise 24th June 2020


‘ ’
 
 
COVID-19 Update - કોરોનાવાયરસ વિશેષ
 

  UK News
યુકેમાં લૉકડાઉનમાં વ્યાપક રાહતો

વડાપ્રધાન બોરિસ જ્હોન્સને આજે મંગળવારે તા. 23ના રોજ લૉકડાઉનમાં વ્યાપક રાહતો આપી હતી. નવા નિયમો મુજબ તા. 4 જુલાઈથી લોકો એકબીજાના ઘરે જઇ શકશે અને ઓવરનાઇટ રહી શકશે. તા. 4 જુલાઇથી સિનેમાઘરો, સંગ્રહાલયો, આર્ટ ગેલેરીઝ સહિતના ઇન્ડોર સ્થળો, પબ, હેરડ્રેસર્સ, રેસ્ટૉરન્ટ્સ, કાફે, બાર્સ, પબ્સ, હોટલો, બેડ એન્ડ બ્રેકફાસ્ટ, હોલીડે હોમ્સ, કેમ્પસાઇટ્સ અને કેરેવાન પાર્ક, ધર્મસ્થાનો, પુસ્તકાલયો, સમુદાય કેન્દ્રો, કેન્ટીન, બિન્ગો હોલ, થિયેટરો અને કોન્સર્ટ હોલ, બાર્બર અને સલુન્સ, આઉટડોર રમતનાં મેદાનો, આઉટડોર જીમ, ફનફેર, થીમ પાર્ક અને એડવેન્ચર પાર્ક્સ અને પ્રવૃત્તિઓ, એમ્યુઝમેન્ટ આર્કેડ્સ, ઇન્ડોર લીઝર સેન્ટર્સ અને ઇન્ડોર ગેમિંગ સહિતની સુવિધાઓ, સોશ્યલ ક્લબ, મોડેલ વિલેજ, માછલીઘર, ઝૂ અને સફારી પાર્ક્સ તથા વન્યપ્રાણી કેન્દ્રો ખોલવા દેવાશે.
Read More...
સ્ટ્રક્ચરલ રેસીઝમમાં હોમાતી વધુ એક પેઢી
સરકાર બીજા રેસ કમિશનની રચના કરી ચૂકી છે ત્યારે ભૂતપૂર્વ પ્રોસિક્યુટર્સ, જજીસ અને સાંસદોએ સરકારને અસમાનતા પર ‘પકડ’ મેળવવા આગ્રહ કરી ચેતવણી આપી છે કે અગાઉની રેસ ઇન્કવાયરીની સેંકડો ભલામણોને જો ધ્યાનમાં લેવામાં નહિં આવે તો સ્ટ્રક્ચરલ રેસીઝમ અને અસમાનતામાં વધુ એક પેઢી હોમાઇ જશે.
Read More...
કોરોનાવાયરસ ફોન એપ્લિકેશન નિષ્ફળ
કોવિડ -19 ના પ્રસાર પર નજર રાખવા અને તેને ટ્રેક કરવા માટેની સ્માર્ટફોન એપ્લિકેશન ક્યારેય પણ લોકો સુધી પહોંચી શકશે નહીં અને પોતાનું ખુદનું સંસ્કરણ બનાવવાનો ત્રણ મહિનાનો પ્રયાસ છોડી દીધો હતો એવી મિનીસ્ટર્સે કબુલાત કરી હતી.
Read More...

ડોમિનિક રાબને ઘૂંટણીયે પડવાનું ‘પરાજયના પ્રતીક’ જેવું લાગે છે
બ્લેક લાઇવ્સ મેટર આંદોલનને સમર્થન આપતા લોકો ઘૂંટણીયે પડે (Kneeling on one knee) છે તે ગેમ ઑફ થ્રોન્સ દ્વારા પ્રેરિત “પરવશ અને પરાધીનતાનું પ્રતીક” હોવાનો દાવો કરીને ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબે તેની આલોચના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓ બે વ્યક્તિ સામે જ ઘુટણીયે પડી શકે છે એક મહારાણી અને બીજે તેમના પત્ની, જેને તેમણે લગ્ન માટે પ્રપોઝ કર્યું હતુ.
Read More...

  international news
વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના 93.69 કેસ, 4.80 લાખ લોકોના મોત
વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના 93.69 કેસ નોંધાયા છે. 4.80 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. 50.61 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. લેટિન અમેરિકા અને કેરેબિયન દેશમાં 1 લાખથી વધારે મોત થયા છે અને સંક્રમણનો આંકડો 20 લાખથી વધારે નોંધાયો છે.બ્રાઝીલ એકલામાં 11.51 લાખ લોકો સંક્રમિત છે અને 52 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે.અમેરિકામાં અત્યાર સુધીમાં 24.24 લાખ કેસ નોંધાયા છે.
Read More...

ટેનિસ સ્ટાર યોકોવિચ અને તેની પત્નીને કોરોનાનો ચેપ લાગ્યો
વર્લ્ડ નંબર વન સર્બિયન ટેનિસ સ્ટાર યોકોવિચ અને તેની પત્ની યેલેનાને કોરોના મહામારીનો ચેપ લાગ્યો છે. યોકોવિચે જ કોરોના મહામારી છતાં કેટલાક સાથી ખેલાડીઓની જોડે મળીને ચેરિટી ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતુ, જેમાં કોરોનાને લગતી સાવચેતીના પગલાંની ઘોર ઉપેક્ષા કરવામાં આવી હતી અને તેના પગલે ડિમિટ્રોવ અને કોરિક જેવા ખેલાડીઓ બાદ હવે ખુદ યોકોવિચને ચેપ લાગ્યો છે.
Read More...

ટેસ્ટિંગ વધવાથી કોરોનાના કેસોની સંખ્યા વધવાની વાત ખોટી: WHO
દરરોજ કોવિડ-19ના દર્દીઓની સંખ્યામાં વિક્રમસર્જક વધારો થઇ રહ્યો છે તેનું કારણ એ છે કે કોરોના મહામારી મોટા દેશોમાં તેની પરાકાાએ પહોંચી ગઇ છે તેની સાથે સાથે દુનિયાના વિવિધ દેશોની પ્રવૃત્તિમાં થયેલાં ફેરફારની અસર પણ વાઇરસનો ચેપ ધરાવનારાની સંખ્યા પર પડી છે.
Read More...
 



THIS WEEK
Click Full Screen
BUY NOW
  India news

ભારતમાં લોકડાઉન પછીના અનલોકમાં કોરોના કેસ 4.50 લાખની નજીક

કોરોના સંક્રમણને રોકવા માટે લોકડાઉનનો અમલમાં થયો પરંતુ તેમાં ઢીલ મુકીને અન લોક કર્યા પછી કોરોના સંક્રમણના કેસ દેશમાં સતત વધતા જાય છે. અનલોક -1ને હજુ 20 દિવસ પણ નથી થયા ત્યારે કોરોના સંક્રમિત કેસોની સંખ્યા દેશમાં 440215 કેસ જોવા મળે છે. આ આંકડો એક બે દિવસમાં જ 4.50 લાખને વટાવી જાય તેવી શકયતા છે. Read More...

દેશમાં કોરોનાથી એક લાખની વસતીએ 1 જ મોત, વિશ્વમાં સૌથી નીચો મૃત્યુદર
ભારતમાં કોરોના વાઈરસથી કુલ મૃત્યુઆંક 14,400થી વધુ થયો છે અને કુલ મૃત્યુના સંદર્ભમાં ભારત વિશ્વમાં આઠમા ક્રમે છે ત્યારે કેન્દ્ર સરકારે દાવો કર્યો હતો કે ભારતમાં પ્રતિ એક લાખની વસતીએ કોરોનાથી માત્ર એક વ્યક્તિનું મોત થાય છે અને ભારતમાં કોરોનાથી મૃત્યુદર સૌથી નીચો છે જ્યારે વિશ્વમાં કોરોનાનો મૃત્યુદર સરેરાશ 6.04 છે.
Read More...

કોવિડ-19ના કારણે ભારતીયો આ વર્ષે હજ માટે જઇ શકશે નહીં : મુખતાર અબ્બાસ નકવી
કોરોના વાઇરસની મહામારીના કારણે ચાલુ વર્ષે ભારતમાંથી કોઇ પણ વ્યક્તિને હજ માટે મોકલતા નહીં એવો સંદેશો મળતા ભારત સરકારે હજ 2020 માટે એક પણ મુસ્લિમને સાઉદી એરેબિયા નહીં મોકલવા નિર્ણય કર્યો હતો, એમ લઘુમતી બાબતોના મંત્રી મુખતાર અબ્બાસ નકવીએ કહ્યું હતું.
Read More...
  Gujarat News
ગુજરાતમાં કોરોનાના વધુ 549 સાથે કુલ કેસનો આંક 28 હજારને પાર
ગુજરાતમાં કોરોના વાયરસના દરરોજ સતત 500થી વધુ કેસ નોંધાવવાનો ક્રમ 11માં દિવસે આગળ ધપ્યો છે. છેલ્લા 24 કલાકમાં 27 જિલ્લામાંથી વધુ 549 કેસ સાથે ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક 28 હજારને પાર થઇને 28429 થઇ ગયો છે. કોરોનાથી વધુ 26 વ્યક્તિના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક હવે 1711 થયો છે. માત્ર જૂન માસમાં જ 672 વ્યક્તિને કોરોના ભરખી ગયો છે.
Read More...

ગુજરાતમાં જુલાઈ મહિનામાં કોરોના વાયરસના પ0 હજારથી વધુ કેસ હોવાનો ભય
એમ઼.એસ.યુનિવર્સિટીનાં સ્ટેટસ્ટીક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા અનુમાન લગાવવામાં આવી ૨હ્યું છે કે જુલાઈ માસમાં દેશમાં કોરોનાના કેસ ૧૦.૬૪ લાખે પહોંચશે જયારે મૃત્યુઆંક ૩૨ હજા૨નો આંક પા૨ કરે તેવી શક્યતા સેવાઈ ૨હી છે. ઓટો રિગ્રેસીવ ઈન્ટીગ્રેટેડ મુવિંગ એવરેજ(ARIMA ) મોડલમાં ઉપયોગ દ્વારા આ અભ્યાસ હાથ ધ૨વામાં આવ્યો હતો. જે અંતર્ગત જુલાઈમાં ગુજરાતમાં કેસનો આંક ૪૮,૭૯૬ જયારે મૃત્યુઆંક ૨,૬૯પ અને રીક્વરી કેસની સંખ્યા ૩૦,૩૧૦ થશે.
Read More...

અમદાવાદમા કોરોનાએ વધુ 230 લોકોને ઝપટમાં લીધા, 13નાં મૃત્યુ
અમદાવાદમાં કોરોનાનો પ્રકોપ યથાવત ચાલુ રહેવા પામ્યો છે. જોકે છેલ્લા 4 દિવસથી મૃત્યુઆંક 20ની અંદર થઈ ગયો છે, તે બાબત સારી છે. એક જ દિવસમાં મ્યુનિ.ની હદમાં 230 અને ગ્રામ્ય વિસ્તારમાં વધુ 5 દર્દીઓ નોંધાયા છે, જ્યારે સારવાર દરમ્યાન કોર્પોરેશની હદમાં 13 અને જીલ્લામાં 2 દર્દીના કરૂણ મૃત્યુ થયા છે.
Read More...

રાજકોટમાં સાયલન્ટ કેરિયરથી કોરોના પ્રસરી રહ્યો છે
રાજકોટ શહે૨માં સમયાંતરે કોરોનાના નવા કેસ આવવાનું ચાલુ ૨હ્યું છે પરંતુ હવે ચેપની પેટર્ન બદલાતી હોય તેમ બહા૨ગામથી લોકોને અવ૨જવ૨ ક૨વાની સંપૂર્ણ છુટછાટ હોય, અનેક લોકો બહા૨ગામથી કે શહે૨માંથી પણ અલગ અલગ વિસ્તા૨માં કોરોના કેરીય૨ બની ૨હ્યાનો અંદાજ નીકળી ૨હ્યો છે.
Read More...

gg2   gg2
 
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store