Getty Images)

અમદાવાદમાં કોરોનાનો પ્રકોપ યથાવત ચાલુ રહેવા પામ્યો છે. જોકે છેલ્લા 4 દિવસથી મૃત્યુઆંક 20ની અંદર થઈ ગયો છે, તે બાબત સારી છે.  એક જ દિવસમાં મ્યુનિ.ની હદમાં 230 અને ગ્રામ્ય વિસ્તારમાં વધુ 5 દર્દીઓ નોંધાયા છે, જ્યારે સારવાર દરમ્યાન કોર્પોરેશની હદમાં 13 અને જીલ્લામાં 2 દર્દીના કરૂણ મૃત્યુ થયા છે.

આ સાથે જીલ્લા રહીત કુલ દર્દીઓની સંખ્યા 19386ની થઈ ગઈ છે, તેમજ કુલ મૃત્યુઆંક 3463ના આંકડાને આંબી ગયો છે. દરમ્યાનમાં સાજા થયેલા 235 લોકોને હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી છે. અમદાવાદમાં કોરોનાનો પ્રારંભ નવા પશ્ચિમ અને પશ્ચિમઝોનના વિસ્તારમાંથી થયો હતો, પણ વકર્યો હતો.

મધ્યઝોન અને દક્ષિણઝોનના વિસ્તારોમાં સૌથી વધુ દર્દીઓ અને મૃત્યુ આ વિસ્તારોમાં રોજરોજ નોંધાતા હતા. આ હોટસ્પોટમાં દર્દીઓની સંખ્યા હવે સારી એવી ઘટી ગઈ છે અને પશ્ચિમ તેમજ નવાપશ્ચિમના વિસ્તારો રેડઝોન તરફ જઈ રહ્યાં છે. ગઈકાલે સૌથી વધુ 71 દર્દી, સૌથી વધુ મૃત્યુ 5 અને બાકીના વિસ્તારોથી વધુ 673 એકટિવ દર્દીઓ નોંધાયા છે.

પાલડી, વાસણા, નવરંગપુરા, નારણપુરા, નવાવાડજ, સ્ટેડિયમ, રાણીપ, સાબરમતી વગેરે વિસ્તારોમાં કેસો રોજેરોજ વધી રહ્યાં છે. જ્યારે ઉત્તર પશ્ચિમઝોન અને દક્ષિણ પશ્ચિમઝોનમાં 58 કેસ નોંધાતા, નદીના પશ્ચિમ કિનારે કુલ દર્દી 129, અને મૃત્યુ 8 થયા છે. જ્યારે ઉત્તરઝોનમાં 44, પૂર્વઝોનમાં 49, દક્ષિણ ઝોનમાં 41 અને મધ્યઝોનમાં 25 દર્દીઓ નોંધાયા છે. બીજી તરફ 390 દર્દીઓ જુદી જુદી હોસ્પિટલોમાંથી ડિસ્ચાર્જ થયા છે.

બીજી તરફ અગાઉના રેડઝોન, કેસરીઝોન, બફરઝોન વગેરે ટર્મિનોલોજીમાં આરોગ્ય સેતુ એપ બાદ ફેરફાર કરાયો છે. હવે પીંકઝોન અને એંવરઝોન જેવા શબ્દપ્રયોગો થવા માંડયા છે. કોરોના પોઝીટિવ આવેલો દર્દી ક્યાં ક્યાં વધુ ફર્યો હતો, ક્યાં વધુ રોકાયો હતો તે બાબત મોબાઈલ ટાવરના આધારે નક્કી થાય છે. વધુ દર્દી હોય કે આવવાની શક્યતા હોય તેને પીંકઝોન કહે છે. અમદાવાદના મોટાભાગના વિસ્તારો આ ઝોન હેઠળ છે, જ્યારે ઓછા જોખમી વિસ્તારને એંવરઝોનમાં મુકી દેવામાં આવે છે.