Vol. 3 No. 211 About   |   Contact   |   Advertise 30th July 2020


‘ ’
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
લેસ્ટરના લોકડાઉનમાં રાજકારણનો સરકાર સામે મેયરનો આક્ષેપ

લેસ્ટરના મેયર સર પીટર સોલસ્બીએ સરકાર પર ‘અસંગત અને સ્કેચી ડેટા’ના આધારે તેમના શહેરમાં લોકડાઉન લાદવા, જનજીવન અને આજીવિકા સાથે રાજરમત કરવાનો આરોપ લગાવ્યો છે. મેયરે સ્થાનિક ઉદ્યોગોને મદદ કરવા સરકારના નાણાંના £13 મિલિયન ખર્ચવાની મંજૂરી માંગતા બે પત્રો મિનિસ્ટર્સને મોકલ્યા છે પરંતુ તેઓ હજી બે અઠવાડિયા પછી પણ જવાબની રાહ જુએ છે. 2011ની વસ્તી ગણતરી અનુસાર, લેસ્ટરના લગભગ 40 ટકા લોકો એશિયન બ્રિટિશર્સ છે.

Read More...
ભારતીયોને અમેરિકામાં ગ્રીન કાર્ડ માટે ૧૯૫ વર્ષ રાહ જોવી પડે

એક ભારતીય નાગરિક માટે અમેરિકામાં સ્થાયી નિવાસ અથવા ગ્રીન કાર્ડ મૅળવવા માટેનો બેકલોગ ૧૯૫ વર્ષથી વધારેનો છે. ટોચના રીપબ્લિકન સેનેટર માઇક લીએ પોતાના સેનેટ સહયોગીઓને આ સમસ્યાના ઉકેલ એક લેજિસ્લેટિવ ઠરાવ પસાર કરવાની અપીલ કરી છે.

Read More...
હૈદરાબાદના નિઝામના વારસા ઉપર “એક્સટેન્ડેડ ફેમિલીનો ક્લેઇમ” લંડન કોર્ટે ફગાવ્યો

ભારતના શાહી પરિવારના એક ભૂતપૂર્વ સભ્યે યુકે બેન્ક એકાઉન્ટમાં પડેલા નાણા અંગેના દાયકા જૂના કાનૂની જંગમાંથી છૂટકારો માંગ્યો છે. હૈદ્રાબાદના આઠમા નિઝામના પદવીધારક પ્રિન્સ મુકર્રમ જાએ ગત વર્ષે હાઇકોર્ટના આદેશ બાદ 4 લાખ પાઉન્ડમાંથી પોતાનો હિસ્સો જતો કર્યો હતો.

Read More...
યુકેમાં દુકાન, સુપરમાર્કેટ્સ, શૉપિંગ સેન્ટર્સ અને ટ્રાન્સસ્પોર્ટ હબ્સમાં માસ્ક પહેરવા ફરજિયાત બન્યા

કોરોના વાઈરસનો ફેલાવો રોકવા અને રાષ્ટ્રવ્યાપી નિયંત્રણો હળવા કરવા માટેના વધુ પગલાં તરીકે આ શુક્રવાર તા. 24થી ઇંગ્લેન્ડમાં દુકાનો, સુપરમાર્કેટ્સ, શૉપિંગ સેન્ટર્સ, બેંકો, હાઉસિંગ સોસાયટીઝ, પોસ્ટ ઑફિસ અને ટ્રાન્સસ્પોર્ટ હબ્સ જેવા કે ઇન્ડોર ટ્રેન સ્ટેશન, ટર્મિનલ્સ, એરપોર્ટ્સ, દરિયાઇ બંદરો, ઇન્ડોર બસ અને કોચ સ્ટેશન જેવી બંધ જાહેર જગ્યાઓમાં ચહેરો ઢંકાય તેવા માસ્ક પહેરવા કે ચહેરો ઢાંકી રાખવાનું ફરજીયાત બની ગયું છે.

Read More...
ટ્રમ્પે કોરોનાના પગલે ફ્લોરિડામાં રીપબ્લિકન નેશનલ કન્વેન્શન રદ્દ કર્યું

અમેરિકામાં કોરોનાવાઇરસનો ફેલાવો વધતા પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્લોરિડાના જેક્સનવિલેમાં આયોજિત રીપબ્લિકન નેશનલ કન્વેન્શન રદ્ કર્યું છે. તાજેતરમાં કોરોના અંગે પ્રેસિડેન્ટ ટ્રમ્પના વલણમાં પરિવર્તન થયું છે. કોરોનાવાઈરસના રોગચાળાના સમયમાં સભા-સંમેલનો માટે ઉત્સાહ દાખવનારા ટ્રમ્પે હવે કન્વેન્શન રદ કરવા અંગે જણાવ્યું હતું કે, ફ્લોરિડામાં કોરોનાનો ફેલાવો ઝડપથી વધી રહ્યો છે. કન્વેન્શન માટે આ યોગ્ય સમય નથી. તેમણે આયોજનની મુદ્દતમાં વધારો કર્યો છે. તેમણે આ અંગે ફ્લોરિડાના ગવર્નર રોન ડેસેંટિસ અને અન્ય રાજ્ય તેમ જ સ્થાનિક અધિકારીઓને આ નિર્ણયની માહિતી આપી છે.

Read More...
ટેક્સાસમાં હન્ના વાવાઝોડું ત્રાટકતાં ભારે તારાજી

અમેરિકામાં કોરોના મહામારીના પ્રકોપ વચ્ચે રવિવાર, 26 જુલાઇ અને સોમવારે, 27 જુલાઇએ વાવાઝોડાને પણ તબાહી મચાવી છે. અમેરિકાના ટેક્સાસમાં ખાસ કરીને સમુદ્રી વિસ્તારોમાં હન્ના નામના વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે. જેને પગલે ટેક્સાસમાં અનેક લોકો અંધારપટમાં ફસાયા છે અને વાહન વ્યવહાર થંભી ગયો છે. અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડયો હતો.

Read More...
અન્યો સાથે તમારી જાતની સરખામણી

સદગુરુ – આપણા જીવનના ચોક્કસ ક્ષેત્રો એવા છે કે, જ્યાં શીખવાની તમામ પ્રક્રિયા ભૂતકાળમાં બની ગયેલી ઘટનાઓ આધારિત હોય છે. તમે એબીસી લખો છો કારણ કે ભૂતકાળમાં કોઇકે એબીસી લખ્યું હોય છે. તમે તમારી જાતે એબીસી લખ્યું ના હોત. આથી જ તમે તમારા પોતાનામાંથી જે બહાર નથી આવી શકતું તે જ તમે કરી શકો. તમે માનવીય અનુભવમાંથી બહાર આવતું હોય તે જ કરી શકો છો. એબીસી લખવાનું હજારો માનવ પેઢીના ભાષાકીય અનુભવના નિચોડ સમાન હોઇ તે તમે કરી શકો છો.

Read More...

  Sports
IPL સપ્ટેમ્બરથી નવેમ્બર દરમિયાન યુએઇમાં રમાશે

આઈસીસીએ ગયા સપ્તાહે વર્લ્ડ કપ ટી-10 ક્રિકેટ ટુર્નામેન્ટ આ વર્ષે નહીં યોજવા અને આવતા વર્ષે તેના આયોજનની જાહેરાત કર્યા પછી ધારણા મુજબ ભારતની લોકપ્રિય ક્રિકેટ ટુર્નામેન્ટ આઈપીએલ આખરે સપ્ટેમ્બરમાં યુનાઈટેડ આરબ અમિરાત (યુએઈ)માં યોજાશે એવી માહિતી આઈપીએલના ચેરમેન બ્રિજેશ પટેલે ગયા સપ્તાહે જ આપી હતી.

Read More...
લેજેન્ડ્સ ઓફ ચેસમાં વિશ્વનાથન આનંદનો સાત મુકાબલામાં પહેલો વિજય

હાલમાં વિશ્વમાં લોકડાઉન વચ્ચે ચાલી રહેલી ઓનલાઈન ચેસ ટુર્નામેન્ટ – લેજન્ડ્સ ઓફ ચેસ સ્પર્ધામાં શ્રેણીબદ્ધ પરાજયો પછી આખરે સોમવારે રાત્રે (27 જુલાઈ) ભારતના વિશ્વનાથન આનંદે ઈઝરાયેલના બોરિસ ગેલફાન્ડને સાતમા રાઉન્ડમાં 2.5 વિરૂદ્ધ 0.5થી હરાવી આ સ્પર્ધામાં પોતાનો પહેલો વિજય મેળવ્યો હતો.

Read More...
ઓસ્ટ્રેલિયન ઓપન ટે‌નિસ બાયો-સીક્યોર માહોલમાં રમાશે

આવતા વર્ષની પ્રથમ ગ્રાન્ડસ્લેમ ટેનિસ સ્પર્ધા – ઓસ્ટ્રેલિયન ઓપનના આયોજકો તે બાયો-સિક્યોર)માં ઓછા દર્શકોની હાજરીમાં યોજવાની તૈયારી કરી રહ્યા છે. ટેનિસ ઓસ્ટ્રેલિયાના મુખ્ય કાર્યકારી ક્રેગ ટીલેએ આ માહિતી આપતાં કહ્યું હતું કે, 2021ની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટ માટે જરૂરી યોજના બનાવવામાં મદદ માટે યુએસ ઓપન અને ફ્રેન્ચ ઓપન રમાય ત્યારે અમે તેના ઉપર ખાસ બારિક નજર રાખીશું. જાન્યુઆરીમાં રમાનારી આ ટૂર્નામેન્ટનું માળખુ તો તૈયાર કરી જ લીધુ છે.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business
સંપત્તિના મુદ્દે મુકેશ અંબાણી માર્ક ઝુકરબર્ગની નજીક પહોંચ્યા

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ(RIL) ના ચેરમેન મુકેશ અંબાણીની સંપત્તિમાં એકવાર ફરી વધારો થયો છે અને આ સાથે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં 5માં નંબરે પહોંચ્યા છે. ફોર્બ્સની રિયલ ટાઇમ નેટવર્થ મુજબ મુકેશ અંબાણી 75 બિલિયન ડોલર(લગભગ 5.57 લાખ કરોડ રૂપિયા) ની સંપત્તિ સાથે 5માં ક્રમાંકે પહોંચ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ સંપત્તિના મામલે મુકેશ અંબાણી હવે ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગ(89 બિલિયન ડોલર) ની નજીક પહોંચ્યા છે.

Read More...
એમિરેટ્સ એરલાઇન્સના પેસેન્જર્સને કોરોના સામે વીમા સુરક્ષા

મધ્યપૂર્વની સૌથી મોટી એરલાઇન એમિરેટ્સ તેના કસ્ટમરોમાં “ટ્રાવેલ કોન્ફીડન્સ” વધારવા કોરોના સંબંધિત ખર્ચનું વીમા કવર ઓફર કરશે.સંયુક્ત આરબ અમીરાતથી વિશ્વભરમાં આવનજાવન કરનારા પ્રવાસીઓને કોરોના સંબંધિત ખર્ચની વીમા સુરક્ષા મફત અપાશે. 270 વિમાનોનો કાફલો ધરાવતી દુબઇ સ્થિત એરલાઇન્સના ઉડ્ડયનો માર્ચના અંત ભાગથી બંધ છે.

Read More...
અમદાવાદમાં સોનાના ભાવોએ રૂ. 54300નો નવો વિક્રમ રચ્યો

વિવિધ પ્રતિકૂળ અહેવાલો પાછળ વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓમાં સેફહેવન રૂપી લેવાલીનું પ્રમાણ વધતા ત્યાં સોના- ચાંદી સહિતની અન્ય કિંમતી ધાતુઓ ઉછળતા સ્થાનિક બજાર પર તેની સાનુકૂળ અસર જોવા મળી હતી. અત્રે અમદાવાદ સોના- ચાંદી બજાર ખાતે સોના-ચાંદીમાં તેજીનો ચળકાટ વધી રહ્યો છે.

Read More...
  Entertainment

ફિલ્મ કલાકારોના પાકિસ્તાની જાસૂસ સાથેના કનેક્શનની ચર્ચા

પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI એજન્ટ હોવાનો જેમના પર આરોપ લાગ્યો છે તે ટોની અશાઇ સાથે બોલિવુડ સ્ટાર્સના સબંધોનો ખુલાસો થયો છે. ટોની અશાઇનો જન્મ શ્રીનગરમાં થયો છે અને તેઓ ચંદીગઢમાંથી આર્કિટેક્ચરનો અભ્યાસ કરી બાદમાં યુએસ શિફ્ટ થઇ ગયા હતા. પાકિસ્તાનના નેતાઓ અને મોટા લોકો સાથેના તેઓના સબંધો જગજાહેર છે.
કાશ્મીરમાં આતંકવાદનું સમર્થન કરનારાઓની સાથે બોલિવૂડ સ્ટાર્સ શાહરૂખ ખાન અને ગૌરી ખાનના વ્યાવસાયીક સંબંધ હોવાનું માનવામાં આવી રહ્યું છે. અમેરિકાના કેલિફોર્નિયામાં રહેતા આર્કિટેક્ટ ટોની અશાઈ અવારનવાર કાશ્મીર મુદ્દે ભડકાઉ નિવેદનો આપતા રહે છે.

Read More...

એમી જેક્સન ભારતને મિસ કરે છે

અભિનેત્રી અમી જેકશન ફિલ્મોમાં કામ કરતી હતી, એને થોડા વર્ષો થઇ ગયા ૨૦૧૮માં તેની છેલ્લી ફિલ્મ -શંકર અને રજનીકાંતની ‘૨.૦’ રિલિઝ થઇ હતી, અભિનેત્રી સ્વીકારે છે કે તે ભારતને મિસ કરે છે અને જળહળતી લાઇનો મુકાબલો કરવા ઉતાવળી બની છે.
તેણે તેની આઠ વર્ષ લાંબી કારર્કિદીમાં હિન્દી, તમિળ, તેલુગુ અને કન્નડ ફિલ્મોદ્યોગના કેટલાક મોટા કલાકારો સાથે કામ કર્યું છે. જો ત્યાં કશુંક કામ મળી રહે તો શું એ તેના કેરિયર-ગ્રાફને બદલવાનો પ્રયત્ન કરશે એવું પૂછવામાં આવતા તેણે જણાવ્યું હતું કે હું એક એવી વ્યક્તિઓમાં અલગ છું જે હું મારા હૃદય અને પૂરેપૂરી ખેવનાથી કરવા તૈયાર છું.

Read More...

તાપસી પન્નુ અને કંગના વચ્ચે ટ્વિટર વોર

તાપસી પન્નું એ નવી ટ્વીટ કરી કંગના રનૌત પર જોરદાર પ્રહાર કર્યા છે, પણ એમાં તેના નામનો ઉલ્લેખ નથી કર્યો કંગનાએ નેપોટિઝમ અંગે જે કહ્યું છે, હું આ વીડિયો તેને બતાવવા માગું છું અને તેને પૂછવા માગું છું કે કરણ જોહર અને તારા વચ્ચે શું તફાવત છે ? જો તું દિગ્દર્શકને કહી તારા સહકલાકારના રોલ ટુંકાવતી હોય તો પછી તું આવા નિર્ણ? માટે કરણ જોહર પર શા માટે આવું આળ મૂકે છે ?
તાપસીએ ટ્વિટરમાં જણાવ્યું છે કે કોઇ ફિલ્મ ‘સોલો’ હોતી નથી. કોઇ કલાકાર નાનો-મોટો હોતો નથી. કોઇ પણ ફિલ્મ એક ટીમ-એફર્ટ હોય છે અને દરેક ડિપાર્ટમેન્ટની ફિલ્મ હોય છે, દરેક કલાકારની ફિલ્મ હોય છે. સ્પોર્ટિવ કાસ્ટ વિના પણ કશું થતું નથી. રિસ્પેક્ટ મેળવવાની હોય છે. તે કમાન્ડથી નથી મેળવી શખતી.

Read More...

સોશિયલ મીડિયા ફોલોઅર્સ મુદ્દે દીપિકા-પ્રિયંકાની પૂછપરછની શક્યતા

ફિલ્મ સ્ટાર દીપિકા પદુકોણ અને પ્રિયંકા ચોપરાની મુંબઇ પોલીસ પુછતાછ કરે તેવી શક્યતા છે. રિપોર્ટસના અનુસાર મુંબઇ પોલીસ સોશિયલ મીડિયા પર બોગસ ફોલોઅર્સના મામલે ફિલ્મ પુછતાછ કરે કેવી સંભાવના છે. મુંબઇ પોલીસ સોશિયલ મીડિયા પર બોગસ ફોલોઅર્સ કૌભાંડની તપાસ કરી રહી છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store