Getty Images)

હાલમાં વિશ્વમાં લોકડાઉન વચ્ચે ચાલી રહેલી ઓનલાઈન ચેસ ટુર્નામેન્ટ – લેજન્ડ્સ ઓફ ચેસ સ્પર્ધામાં શ્રેણીબદ્ધ પરાજયો પછી આખરે સોમવારે રાત્રે (27 જુલાઈ) ભારતના વિશ્વનાથન આનંદે ઈઝરાયેલના બોરિસ ગેલફાન્ડને સાતમા રાઉન્ડમાં 2.5 વિરૂદ્ધ 0.5થી હરાવી આ સ્પર્ધામાં પોતાનો પહેલો વિજય મેળવ્યો હતો.

આનંદે 45 ચાલ પછી વિજય મેળવ્યો હતો, તો બીજી ગેમમાં 49 ચાલમાં વિજય મેળવ્યો હતો, જ્યારે ત્રીજી ગેમમાં 46 ચાલ પછી ડ્રો સ્વિકાર્યો હતો. મેગ્નસ કાર્લસન ટુરમાં આનંદ પહેલીવાર ભાગ લઈ રહ્યો છે. જર્મનીની વતન પરત ફર્યા બાદ આનંદ પહેલી વખત આંતરરાષ્ટ્રીય ચેસ ટુર્નામેન્ટમાં ઓનલાઈન ભાગ લેવાનો છે.

અગાઉ તે જ્યારે જર્મનીમાં હતો, ત્યારે તેણે ઓનલાઈન નેશન્સ કપમાં ભાગ લીધો હતો. લેજન્ડ્સ ચેસસ એ મેગ્નસ કાર્લસનની ચેસ ટુરનો એક ભાગ લેછે. જેમાં વિજેતા ખેલાડીઓ ૯ ઓગસ્ટથી ૨૦ ઓગસ્ટ સુધી ચાલનારી ગ્રાન્ડ ફાઈનલમાં ક્વોલિફાય થશે અને તેને ત્રણ લાખ અમેરિકી ડોલર્સ જીતવાની તક મળશે.