Getty Images)

તાપસી પન્નું એ નવી ટ્વીટ કરી કંગના રનૌત પર જોરદાર પ્રહાર કર્યા છે, પણ એમાં તેના નામનો ઉલ્લેખ નથી કર્યો કંગનાએ નેપોટિઝમ અંગે જે કહ્યું છે, હું આ વીડિયો તેને બતાવવા માગું છું અને તેને પૂછવા માગું છું કે કરણ જોહર અને તારા વચ્ચે શું તફાવત છે ? જો તું દિગ્દર્શકને કહી તારા સહકલાકારના રોલ ટુંકાવતી હોય તો પછી તું આવા નિર્ણ? માટે કરણ જોહર પર શા માટે આવું આળ મૂકે છે ?

તાપસીએ ટ્વિટરમાં જણાવ્યું છે કે કોઇ ફિલ્મ ‘સોલો’ હોતી નથી. કોઇ કલાકાર નાનો-મોટો હોતો નથી. કોઇ પણ ફિલ્મ એક ટીમ-એફર્ટ હોય છે અને દરેક ડિપાર્ટમેન્ટની ફિલ્મ હોય છે, દરેક કલાકારની ફિલ્મ હોય છે. સ્પોર્ટિવ કાસ્ટ વિના પણ કશું થતું નથી. રિસ્પેક્ટ મેળવવાની હોય છે. તે કમાન્ડથી નથી મેળવી શખતી.

દરમિયાન પટકથાલેખક કણિકા ધિલ્લોને પણ તેના ટ્વિટનો જવાબ આપ્યો છે. એ પણ તેના વેરિફાઇડ કરેલા એકાઉન્ટ પરથી કણિકાએ મંગળવારે જણાવ્યું હતું, તાપસીની પ્રશંસા કરું છું. તાપસી સાથે ફિલ્મવર્લ્ડ અન્ય કલાકારો પણ સામેલ થયા છે અને તેને કંગના સામેના ‘યુદ્ધ’માં ટેકો આપ્યો છે.

જોકે ફિલ્મવર્લ્ડમાં એવી વાતો વહેતી થઇ છે કે આ બે અભિનેત્રીઓ વચ્ચેનો સંઘર્ષ કેટલો આગળ વધે છે જો કે આવા સંઘર્ષ ફિલ્મજગત માટે તો નકામા જ છે.