Getty Images)

આઈસીસીએ ગયા સપ્તાહે વર્લ્ડ કપ ટી-10 ક્રિકેટ ટુર્નામેન્ટ આ વર્ષે નહીં યોજવા અને આવતા વર્ષે તેના આયોજનની જાહેરાત કર્યા પછી ધારણા મુજબ ભારતની લોકપ્રિય ક્રિકેટ ટુર્નામેન્ટ આઈપીએલ આખરે સપ્ટેમ્બરમાં યુનાઈટેડ આરબ અમિરાત (યુએઈ)માં યોજાશે એવી માહિતી આઈપીએલના ચેરમેન બ્રિજેશ પટેલે ગયા સપ્તાહે જ આપી હતી.

તેણે જણાવ્યું હતું કે, 19 સપ્ટેમ્બરે સ્પર્ધાનો યુએઈમાં આરંભ થશે અને તેની ફાઇનલ 8 નવેમ્બરે રમાશે. આઇપીએલ ચેરમેન બ્રિજેશ પટેલે શુક્રવારે આ જાણકારી આપી હતી. આપીએલ ગવર્નિંગ કાઉન્સીલની બેઠક આ સપ્તાહે થશે જેમાં તેનો વિગતવાર કાર્યક્રમ મંજૂર કરાશે. જાણવા મળ્યું છે કે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ પોતાની યોજના સાથે ફ્રેંચાઇઝીને માહિતગાર કરી દીધા છે.

ગયા સપ્તાહે શુક્રવારે (24 જુલાઈ) બ્રિજેશ પટેલે કહ્યું કે ‘આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક ટુંસ સમયમાં જ મળશે અને તેમાં કાર્યક્રમને બહાલી અપાશે. જો કે, કાર્યક્રમની રૂપરેખા ઘડાઈ ચૂકી છે, તે મુજબ 19 સપ્ટેમ્બરથી શરૂ થઇ 8 નવેમ્બર સુધીનો 51 દિવસનો કાર્યક્રમ રહેશે.

કોરોનાવાઈરસના રોગચાળાના સંદર્ભમાં સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ સીસ્ટમ (SOP) તૈયાર કરાશે, પ્રેક્ષકોને પરવાનગી આપવી કે નહી તેનો નિર્ણય યુએઈ સરકાર કરશે. યુએઇમાં 3 શહેરોમાં મેદાન છે – દુબઇ, અબુધાબી અને શારજાહ.