Getty Images)

ફિલ્મ સ્ટાર દીપિકા પદુકોણ અને પ્રિયંકા ચોપરાની મુંબઇ પોલીસ પુછતાછ કરે તેવી શક્યતા છે. રિપોર્ટસના અનુસાર મુંબઇ પોલીસ સોશિયલ મીડિયા પર બોગસ ફોલોઅર્સના મામલે ફિલ્મ પુછતાછ કરે કેવી સંભાવના છે. મુંબઇ પોલીસ સોશિયલ મીડિયા પર બોગસ ફોલોઅર્સ કૌભાંડની તપાસ કરી રહી છે.

આ મામલે દીપિકા અને પ્રિયંકા સાથે લગભગ ૧૭૫ હાઇ પ્રોફાઇલ લોકોના સોશિયલ મીડિયા એકાઉન્ટસની તપાસ અને પુછપરછ થાય તેવી શક્યતા છે.ઉલ્લેખનીય છે કે, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ મળીને દીપિકા પદુકોણના ૭૮ મિલીયનથી પણ વધુ ફોલોઅર્સ છે જ્યારે પ્રિયંકા ચોપરાના બન્ને સોશિયલ મીડિયા પ્લેટફોર્મસ મળીને ૮૧ મીલિયનથી પણ વધુ ફોલોઅર્સ છે.

સોશિયલ મીડિયાના એક પોર્ટલના અનુસાર મુંબઇ પોલીસ પૈસા આપીને અને નકલી ફોલોઅર્સ વધારવાના કૌભાંડની તપાસ કરી રહી છે. આ મામલા માટે ક્રાઇમ બ્રાન્ચ અને સાઇબર સેલની એક વિશેષ ટીમ બનાવામાં આવી છે.

રિપોર્ટમાં મુંબઇ પોલીસના જોઇન્ટ કમિશ્નર વિનય કુમાર ચોબે દ્વારા જણાવામાં આવ્યંો છે કે આ પૂરા મામલામાં ૫૪ અલગ-અલગ કંપની પર પોલીસની નજર છે. આ ઉપરાંત રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે સોશિયલ મીડિયા માર્કેટિંગની આંતરરાષ્ટ્રીય કંપની ફોલોઅર્સકાર્ટ.કોમ પર પણ પોલીસની નજર છે.