Vol. 3 No. 278 About   |   Contact   |   Advertise 17th February 2022


‘ ’
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
પોલીસતંત્રમાં ‘કવર અપનું કલ્ચર’ બંધ કરો

ઈંગ્લેન્ડ અને વેલ્સની દરેક પોલીસ સેવામાં રેસિઝમ, પૌરૂષત્ત્વના મિથ્યાભિમાન અને ઈસ્લામોફોબીઆના કલ્ચર વિષે તમામ સ્તર અને વિગતોને આવરી લેતી વ્યાપક તપાસ હાથ ધરાવી જોઈએ. આવી માંગણી હાલમાં સેવારત અને નિવૃત્ત પોલીસ અધિકારીઓ, સાઉથ એશિયન સમુદાયના અને બ્લેક સમુદાયના સાંસદોએ કરી છે. ગરવી ગુજરાત સાથેની વાતચિતમાં તેઓએ કહ્યું છે કે, તેઓ માને છે કે, આવી સમસ્યા ફક્ત મેટ્રોપોલિટન પોલીસમાં જ નથી.

Read More...
પોસ્ટ ઓફિસ કૌભાંડે લોકોના જીવન બરબાદ કર્યા: તપાસ શરૂ

700 થી વધુ સબ-પોસ્ટમાસ્ટર પર ચોરી, છેતરપિંડી અને ખોટા એકાઉન્ટિંગનો ખોટો આરોપ મૂકી ઘણાં બધા સબ-પોસ્ટમાસ્ટર્સને ખોટી રીતે દોષિત ઠેરવી તેમના જીવન અને પ્રતિષ્ઠાને બરબાદ કરનાર પોસ્ટ ઓફિસ કૌભાંડ – ફિયાસ્કોની લાંબા સમયથી રાહ જોવાતી તપાસ આખરે શરૂ થઇ ચૂકી છે.

Read More...
બ્રિટિશ એશિયન ટ્રસ્ટના નવા અધ્યક્ષ તરીકે લોર્ડ ગઢિયાની નિમણૂક

બ્રિટિશ મ્યુઝિયમ ખાતે 9 ફેબ્રુઆરીના રોજ યોજાયેલા બ્રિટિશ એશિયન ટ્રસ્ટના વાર્ષિક ડીનરમાં ભારતીય મૂળના અગ્રણી બિઝનેસ, રાજકીય અને સમુદાયના નેતાઓની હાજરીમાં ચેરિટીના નવા અધ્યક્ષ તરીકે લોર્ડ જીતેશ ગઢિયાની નિમણૂક કરવામાં આવી હતી.

Read More...
અમેરિકા ફરી ભારતીય વિદ્યાર્થીઓમાં ઉચ્ચ અભ્યાસ માટેની નં. 1 પસંદગી

એક નવા સર્વેના તારણો મુજબ અમેરિકા ફરી ભારતીય વિદ્યાર્થીઓની ઉચ્ચ અભ્યાસ માટેની પસંદગીનો નં. 1 દેશ બન્યો છે. ચારમાંથી ત્રણ જેટલા ભારતીય વિદ્યાર્થીઓ ઓમિક્રોનના ઉછાળા વચ્ચે પણ હાઇબ્રિડ અભ્યાસ કાર્યક્રમોની પસંદગી કરીને પણ અમેરિકા આવવાની મહેચ્છા ધરાવે છે.

Read More...
ભારતે વિદેશી મુસાફરો માટેના કોરોના અંગેના નિયમો હળવા કર્યા

ભારતે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે કોરોના ગાઇડલાઇનમાં ગત ગુરુવારે સુધારો કર્યો હતો.કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટે દેખા દીધી ત્યારે અમલી બનેલી આવેલી’એટ રિસ્ક’કેટેગરીને દૂર કરવામાં આવી છે.

Read More...
ગુજરાતના રમખાણોનો મુદ્દો યુકેની સંસદમાં ચમક્યો, એમપીએ ત્રણ બ્રિટિશ નાગરિકોના મૃતદેહ પરત કરવાની માગ કરી

20 વર્ષ અગાઉના ગુજરાતના કોમી રમખાણોની એનિવર્સરી નિમિત્તે યુકેની પાર્લામેન્ટમાં ચર્ચા દરમિયાન, લેબર પાર્ટીના એમપીએ તે વખતે રમખાણોનો ભોગ બનેલા ત્રણ બ્રિટિશ નાગરિકોના મૃતદેહો પરત લાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

Read More...
કર્ણાટકના હિજાબ વિવાદના દેશ વિદેશમાં પડઘા

કર્ણાટકમાં હિજાબ વિવાદના પડઘા દેશ-વિદેશમાં પડ્યા હતા તથા તેને ધાર્મિક અને રાજકીય રંગ પણ લાગ્યો હતો. પાકિસ્તાનને શિક્ષણ સંસ્થાઓમાં હિજાબ પર પ્રતિબંધને મુદ્દે ભારતની ટીકા કરી હતી.

Read More...
જાણીતા ઉદ્યોગપતિ રાહુલ બજાજનું નિધન

દેશના જાણીતા ઉદ્યોગપતિ અને બજાજ ગ્રૂપના ભૂતપૂર્વ ચેરમેન રાહુલ બજાજનું ટૂંકી માંદગી બાદ શનિવારે પૂણે ખાતેના તેમના નિવાસસ્થાને અવસાન થયું હતું. તેમની ઉંમર 83 વર્ષ હતી.

Read More...
વિદેશ લઇ જવાની લાલચ આપી ગુજરાતના પરિવારોને બંધક બનાવી કરોડો રૂપિયા ખંખેરાયા

ગુજરાત પોલીસે દિલ્હી પોલીસની મદદથી વિદેશ જવા ઈચ્છુક લોકોને દિલ્હી અને કોલકતામાં ગોંધી રાખી રૂપિયા પડાવતી ગેંગનો પર્દાફાશ કરીને મહેસાણા અને અમદાવાદના નવયુવાન દંપતીઓને એજન્ટોની ચૂંગાલમાંથી છોડાવ્યા હતા.

Read More...
ગુજરાતમાં કોરોના નિયંત્રણો હળવા કરાયા, 19 શહેરોમાંથી નાઇટ કર્ફ્યુ ઉઠાવી લેવાયો

ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં ઘટાડાને પગલે રાજ્ય સરકારે ગુરુવાર (10ફેબ્રુઆરી)એ નાઇટ કર્ફ્યુ સહિતના નિયંત્રણોને હળવા બનાવ્યા હતા. સરકારે રાજ્યના 19 શહેરોમાંથી નાઇટ કર્ફ્યુ ઉઠાવી લીધો છે.

Read More...
સુરતમાં એકતરફી પ્રેમમાં યુવકે જાહેરમાં યુવતીનું ગળુ કાપી હત્યા કરી

સુરતના પાસોદરા વિસ્તારમાં એકતરફી પ્રેમમાં પાગલ 22 વર્ષના કોલેજ વિદ્યાર્થીએ શનિવારે સ્કૂલમાં ભણતી યુવતીનું પરિવારજનોની હાજરીમાં છરી વડે ગળુ કાપીને કરપીણ હત્યા કરી હતી.

Read More...
ગુજરાત સ્થિત ABG શિપયાર્ડમાં $3.03 બિલિયનનું મેગા કૌભાંડ

સીબીઆઇએ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની આગેવાની હેઠળના બેન્કોના કોન્સોર્ટિયમ સાથે આશરે રૂ.22,842 કરોડ (આશરે 3.03 બિલિયન ડોલર)ની કથિત છેતરપિંડી કરવા બદલ ગુજરાત સ્થિત એબીજી શીપયાર્ડ,

Read More...

  Sports
આઇપીએલની હરાજીમાં 10 ટીમે રુ. 551.7 કરોડમાં 204 ખેલાડી લીધા

બેંગ્લોરમાં શનિવારે અને રવિવારે (12 અને 13 ફેબ્રુઆરી) ઈન્ડિયન પ્રીમિયર લીગની હાઈપ્રોફાઈલ હરાજીમાં 10 ફ્રેન્ચાઈઝે 204 ખેલાડીઓ માટે રૂ. 551.7 કરોડની બોલી લગાવી હતી, તો 90 જેટલા ખેલાડીઓ માટે એકપણ ટીમે રસ નહીં દાખવતા તેમના ભાગે હાલમાં તો નિરાશા જ છે.

Read More...
સુરેશ રૈના સહિત આ દિગ્ગજોને કોઈએ ન ખરીદ્યા

આઈપીએલ મેગા ઓક્શનમાં આ વખતે કેટલાક એક સમયના ધૂરંધરોને કોઈ ટીમે ખરીદ્યા નહોતા, જેનાથી ચાહકો આશ્ચર્યચકિત થયા હતા. કોઈ લેવાલ ના હોય તેવા 22 ખેલાડીઓ તો હાઈપ્રોફાઈલ હતા.

Read More...
ભારતે વન-ડે સીરીઝમાં વેસ્ટ ઈન્ડિઝને 3-0થી ધરાશાયી કર્યું

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ગયા સપ્તાહે અમદાવાદમાં રમાઈ ગયેલી ત્રણ વનડે મેચની સીરીઝમાં પ્રવાસી ટીમને 3-0થી ધરાશાયી કરી હતી. શુક્રવારે (11 ફેબ્રુઆરી) ત્રીજી મેચ વન-ડેમાં ભારતે 96 રને વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું હતું.

Read More...
મેન્સ હોકીમાં ભારતે સા. આફ્રિકાને ૧૦-૨થી હરાવ્યું

ભારતની પુરૂષોની હોકી ટીમે સાઉથ આફ્રિકાને એફઆઇએચ હોકી પ્રો લીગમાં ૧૦-૨થી હરાવી આ સ્પર્ધામાં ગયા સપ્તાહે ગુરૂવારે (10 ફેબ્રુઆરી) સતત બીજો વિજય મેળવ્યો હતો. ભારત એ અગાઉ ફ્રાન્સ સામે ૫-૦થી વિજેતા રહ્યું હતું.

Read More...
 
THIS WEEK
Click Full Screen
CLICK HERE
 
Click Full Screen
 
  Business
એર ઇન્ડિયાના CEO તરીકે તર્કિશ એરલાઇન્સના ઇલ્કર આયસીની નિમણૂક

એર ઇન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ) અને મેનેજિંગ ડિરેક્ટર (એમડી) તરીકે તર્કિશ એરલાઇન્સના ભૂતપૂર્વ ચેરમેન ઇલ્કર આયસીની નિયુક્તી કરવામાં આવી છે. આ અંગેની સોમવારે જાહેરાત કરતા ટાટા ગ્રૂપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સે જણાવ્યું હતું કે બોર્ડે પૂરતી ચર્ચાવિચારણા પછી એર ઇન્ડિયાના સીઇઓ અને એમડી તરીકે ઇલ્કર આયસીની નિમણૂકને બહાલી આપી છે. તેઓ પહેલી એપ્રિલ 2022ના રોજ અથવા તે પહેલા એર ઇન્ડિયાના વડાનો હવાલો સંભાળશે. ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરનને જણાવ્યું હતું કે ઇલ્કર એવિયેશન ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે અને તેમના કાર્યકાળમાં તર્કિશ એરલાઇન્સને સફળતા હાંસલ કરી હતી.

Read More...
અંબાણી અને અદાણી વચ્ચે એશિયાના નંબર વન ધનિક બનવાની સ્પર્ધા

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણીને પાછળ રાખીને ફરી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. ગોતમ અદાણીની સંપત્તિ વધીને હવે 88.5 અબજ ડોલર થઈ છે અને વિશ્વના ટોચના દસ ધનિકોમાં તેમનો સમાવેશ થાય છે. મુકેશ અંબાણી સંપત્તિ કરતાં ગૌતમ અદાણીની સંપત્તિ 60 કરોડ ડોલર વધુ છે, એમ બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સમાં જણાવાયું છે. ચાલુ વર્ષે અત્યાર સુધી ગૌતમ અદાણીની સંપત્તિમાં આશરે 12 અબજ ડોલરનો વધારો થયો છે, જ્યારે મુકેશ અંબાણીની સંપત્તિમાં ચાલુ વર્ષે અત્યાર સુધી 2.07 અબજ ડોલરનો ઘટાડો થયો છે.

Read More...
ટાટા ગ્રુપના વડા તરીકે એન. ચંદ્રશેખરનની ફરી વરણી

ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે એન ચંદ્રશેખરનની શુક્રવાર, 11 ફેબ્રુઆરી 2022ના રોજ ફરી વરણી કરવામાં આવી હતી. કંપનીના બોર્ડના સભ્યોએ એક્ઝિક્યુટિવ ચેરમેનની કામગીરીની પ્રશંસા કરી હતી અને આગામી પાંચ વર્ષ માટે તેમની ફરી નિયુક્તીને સર્વસંમતીથી બહાલી આપી હતી, એમ ટાટા સન્સે જણાવ્યું હતું. કંપનીના બોર્ડની બેઠકમાં વિશેષ આમંત્રિત તરીકે રતન ટાટા ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે પણ ચંદ્રશેખરનના વડપણ હેઠળ ટાટા ગ્રૂપની પ્રગતિ અને કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.

Read More...
મહામારીથી દેશના અર્થતંત્રને રૂ.9.57 લાખ કરોડનો ફટકો

નાણાપ્રધાન નિર્મલા સીતારમણએ ગુરુવારે જણાવ્યું હતું કે કોવિડ-19 મહામારીની મારથી નાણાકીય વર્ષ 2020-21માં દેશના જીડીપીમાં 9.57 લાખ કરોડ રૂપિયાનો ભારે ઘટાડો આવ્યો. સીતારમણે નાણાકીય વર્ષ 2022-23ના બજેટ પર લોકસભામાં ચાલેલી ચર્ચાનો જવાબ આપતા આ માહિતી આપી હતી. સીતારમણે કહ્યું કે, ‘અમૃતકાળ’ની તરફ વધવા માટે નરેન્દ્ર મોદી સરકારએ ઘણા પગલાં ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, ‘આજે જનધન યોજનાના કારણે બધા ભારતીય નાણાકીય વ્યવસ્થાઓ સાથે જોડાયા છે

Read More...
  Entertainment

રિતિકનું કોની સાથે ઇલુ ઇલુ?

2014માં પત્ની સુઝાન સાથે છૂટાછેડા લેનારો રિતિક રોશન તાજેતરમાં મુંબઇની એક રેસ્ટોરાંની બહાર જોવા મળ્યો હતો. રિતિક રેસ્ટોરાંમાંથી બહાર નીકળતો હતો ત્યારે તેની સાથે મિસ્ટ્રી ગર્લ જોવા મળી હતી. રિતિકે તેનો હાથ પકડ્યો હતો અને તેને પોતાની કારમાં બેસાડી હતી. આ સાથે જ રિતિક આ યુવતીને ફોટોગ્રાફરોથી પણ બચાવતો હતો. બંનેના ચહેરા પર માસ્ક હતા, તેની મિસ્ટ્રી ગર્લ કોણ હતી એ જાણી શકાયું નથી, પણ રિતિકનો મિસ્ટ્રી ગર્લ સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં કેટલાંક યુઝર્સ એવું માની રહ્યા છે કે રિતિક આ યુવતીને ડેટ કરી રહ્યો છે. એક યુઝરે એવી કમેન્ટ કરી હતી કે ‘શું રિતિક ડેટિંગ કરી રહ્યો છે?’ તો અન્ય યુઝરે કહ્યું હતું કે ‘આ કોણ છે?’

Read More...

અક્ષયકુમારે ખરીદ્યો મોંઘેરો ફલેટ

અક્ષયકુમારે મુંબઇમાં એક મોંઘેરો ફ્લેટ ખરીદ્યો હોવાનું જાણવા મળ્યું છે. ખાર વિસ્તારમાં આવેલી એક બિલ્ડિંગમાં 19મા માળે આ ફ્લેટ 1878 ચોરસ ફૂટનો છે. જોય લીજન્ડ બિલ્ડિંગમાં આ વૈભવી ફ્લેટની કિંમત અંદાજે આઠ કરોડ છે. આ ફ્લેટ સાથે અક્ષયને ચાર કારનું પાર્કિંગ પણ આપવામાં આવ્યું છે. કહેવાય છે કે, અક્ષયકુમારે પોતાની એક જુની પ્રોપર્ટી વેચીને તેના સ્થાને નવા ફ્લેટમાં રોકાણ કર્યું છે. ગત વર્ષે ડિસેમ્બરમાં અંધેરી વેસ્ટમાં અક્ષયે પોતાની એક ઓફિસ રૂપિયા નવ કરોડમાં વેચી હતી. એ પછી તેણે ખારમાં વૈભવી ફ્લેટ ખરીદ્યો છે. અત્યારે અક્ષય જ્યાં રહે છે તે ફ્લેટ સી ફેસિંગ હોવાનું કહેવાય છે. ગોવા અને મોરેસિયશમાં પણ અક્ષય કુમાર પાસે કરોડોની પ્રોપર્ટી છે. બોલીવૂડમાં અક્ષયની ગણતરી સૌથી વધુ ફી લેનારા અભિનેતા તરીકે થાય છે.

Read More...

રાકેશ શર્માની બાયોપિકમાં ફરહાન અખ્તર

ભારતીય અવકાશયાત્રી રાકેશ શર્મા પર બાયોપિક બનવાની તૈયારી થઇ રહી છે. આ ફિલ્મનું નિર્માણ સિદ્ધાર્થ રોય કપૂર દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મની સ્ટારકાસ્ટ અત્યાર સુધી ઘણી વખત બદલાઇ ચુકી છે. આ ફિલ્મ સાથે ભૂતકાળમાં ઘણા ટોચના નામ જોડાયા છે. શાહરૂખ ખાન અને વિક્કી કૌશલના નામ ચર્ચામાં હતા અને હવે વધુ એક નવું નામ જોડાયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાકેશ શર્માની બાયોપિક ‘સેલ્યુટઃ સારે જહાં સે અચ્છા’માં હવે ફરહાન અખ્તર મુખ્ય ભૂમિકા ભજવશે. ફિલ્મના પ્રોડયુસરે સિદ્ધાર્થ રોયે જણાવ્યું હતું કે, અમે શૂટિંગની શરૂઆત કરીશું ત્યારે હું આ વાતની જાહેરાત કરીશ. જોકે, કપૂરે એ વાતને સમર્થન આપ્યું નથી કે, શાહરૂખ અને વિક્કી નીકળી ગયા છે અને ફરહાન આ ફિલ્મમાં કામ કરશે.

Read More...

ઉર્વશી રૌતેલાએ પહેર્યું 40 કરોડનું ગાઉન

યુવા અભિનેત્રી ઉર્વશી રતૌલા મોટેભાગે પોતાના પોષાકના કારણે ચર્ચામાં રહેતી હોય છે. આ વખતે પણ તે આ જ કારણે ચર્ચામાં છે. ઉર્વશી તાજેતરમાં અરબ ફેશન વીકનો હિસ્સો બની હતી જેમાં તેણે હાઇ થાઇ સ્લિટ ગોલ્ડન ગાઉન પહેર્યો હતો. આ સાથે તે અરબ ફેશન વીકમાં બબ્બે વખત હિસ્સો લેનારી પ્રથમ ભારતીય બની છે. હીરા ઝવેરાતથી આ ગાઉનને તૈયાર કરવામાં આવ્યો હતો. જેની કિંમત રૂપિયા 40 કરોડ હોવાનું કહેવાય છે. ભૂતપૂર્વ મિસ યુનિવર્સ રહી ચુકેલી ઉર્વશી પોતાના લૂક અને પોષાકને કારણે દેશ-વિદેશમાં જાણીતી છે. અભિનેત્રીએ પોતાના ફોટોશૂટના વીડિયોઝ પણ સોશયલ મીડિયા પર શેર કર્યા હતા. જેમાં લખ્યું હતું કે, આજે મારું દિલ મારા દેશ માટે કૃતજ્ઞતા અને ભાવનાઓથી ભરાઇ ગયું છે.મને પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ ફેશન વીકમાં બે વખત શો સ્ટોપર તરીકે હિસ્સો આપવા માટે આભાર માનું છું.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store