(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

2014માં પત્ની સુઝાન સાથે છૂટાછેડા લેનારો રિતિક રોશન તાજેતરમાં મુંબઇની એક રેસ્ટોરાંની બહાર જોવા મળ્યો હતો. રિતિક રેસ્ટોરાંમાંથી બહાર નીકળતો હતો ત્યારે તેની સાથે મિસ્ટ્રી ગર્લ જોવા મળી હતી. રિતિકે તેનો હાથ પકડ્યો હતો અને તેને પોતાની કારમાં બેસાડી હતી. આ સાથે જ રિતિક આ યુવતીને ફોટોગ્રાફરોથી પણ બચાવતો હતો.
બંનેના ચહેરા પર માસ્ક હતા, તેની મિસ્ટ્રી ગર્લ કોણ હતી એ જાણી શકાયું નથી, પણ રિતિકનો મિસ્ટ્રી ગર્લ સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં કેટલાંક યુઝર્સ એવું માની રહ્યા છે કે રિતિક આ યુવતીને ડેટ કરી રહ્યો છે. એક યુઝરે એવી કમેન્ટ કરી હતી કે ‘શું રિતિક ડેટિંગ કરી રહ્યો છે?’ તો અન્ય યુઝરે કહ્યું હતું કે ‘આ કોણ છે?’

ડિવોર્સના નવ વર્ષ પછી રિતિક ડેટિંગ કરતો હોવાની ચર્ચા શરૂ થઇ છે. આ વીડિયોમાં કેટલાંક યુઝર્સે રિતિકની પિતરાઇ બહેન પશ્મીના પણ જોવા મળી હતી. કેટલાંકે આ મિસ્ટ્રી ગર્લને ઓળખીને તેની ઓળખ જાહેર કરતાં જણાવ્યું હતું કે આ યુવતી સબા આઝાદ છે અને તે યુવા મ્યુઝિશિયન છે. તેણે નસીરુદ્દીન શાહના દીકરા ઇમાદ સાથે કામ કર્યું છે. રિતિકે વર્ષ 2000માં સુઝાન ખાન સાથે લગ્ન કર્યા હતા અને તે જ વર્ષે તેણે ‘કહોના પ્યાર હૈ’ ફિલ્મથી બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. તેમને બે સંતાન રેહાન એન રેધાન છે. છૂટાછેડા પછી સુઝાન ખાન ટીવી એક્ટર અલી ગોનાની ભાઇ અર્સલાન ગોનીને ડેટ કરે છે. રિતિક હવે ‘વિક્રમ-વેધા’માં જોવા મળશે, જેમાં તેણે વેધાની ભૂમિકા ભજવી છે. સૈફ અલી ખાન વિક્રમની ભૂમિકા ભજવે છે અને સાથે રાધિકા આપ્ટે પણ છે. આ ફિલ્મ સપ્ટેમ્બરમાં રિલિઝ થશે તેવું જાણવા મળ્યું છે.