બેંગ્લોરમાં શનિવારે અને રવિવારે (12 અને 13 ફેબ્રુઆરી) ઈન્ડિયન પ્રીમિયર લીગની હાઈપ્રોફાઈલ હરાજીમાં 10 ફ્રેન્ચાઈઝે 204 ખેલાડીઓ માટે રૂ. 551.7 કરોડની બોલી લગાવી હતી, તો 90 જેટલા ખેલાડીઓ માટે એકપણ ટીમે રસ નહીં દાખવતા તેમના ભાગે હાલમાં તો નિરાશા જ છે.

શનિવારે પહેલા દિવસે ૭૪ ખેલાડીઓ માટે રૂ. ૩૮૮.૧ કરોડની બોલી લાગી હતી, તો બીજા દિવસની હરાજીમાં વધુ ૧૩૦ ખેલાડીઓની પસંદગી થઈ હતી. ઈંગ્લેન્ડનો લિએમ લિવિંગસ્ટન બીજા દિવસની હરાજીનો સૌથી મોંઘો ખેલાડી રહ્યો હતો, પંજાબ કિંગ્સે તેના માટે રૂ. ૧૧.૫ કરોડની બોલી લગાવી હતી. સિંગાપોરના ટીમ ડેવિડ માટે મુંબઈ ઈન્ડિયન્સે ૮.૨૫ કરોડની ઓફર કરી હતી.

10 ટીમે કરારબદ્ધ કરેલા કુલ ૨૦૪ ખેલાડીઓમાંથી ૧૩૭ ખેલાડીઓ ભારતીયો અને બાકીના ૬૭ વિદેશી ખેલાડીઓ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂક્યા હોય તેવા ૧૦૭ ખેલાડીઓ અને ૯૭ અનકેપ્ડ એટલે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા ન હોય તેવા ખેલાડીઓને વિશ્વની સૌથી ધનાઢ્ય લીગમાં તક મળી છે.

10 ટીમના તમામ ખેલાડીઓ આ મુજબ છેઃ

દિલ્હી કેપિટલ્સઃ રીષભ પંત, અક્ષર પટેલ, પૃથ્વી શો, એનરિક નોર્ત્જે, ડેવિડ વોર્નર, અશ્વિન હેબ્બર, સરફરાઝ ખાન, કે. એસ. ભરત, મનદીપ સિંહ, રોવમેન પોવેલ, ટીમ સેઇફર્ટ, મુસ્તફિઝુર રહેમાન, કુલદીપ યાદવ, ખલીલ એહમદ, ચેતન સાકરિયા,  મિચેલ માર્શ, શાર્દુલ ઠાકુર, કમલેશ નાગરકોટી, લલિત યાદવ, રીપલ પટેલ, યશ ધુલ, પ્રવીણ દુબે, વિક્કી ઓસ્તવાલ, લંગી એન્ગિડી.

ચેન્નઈ સુપર કિંગ્સઃ મહેન્દ્ર સિંહ ધોની, રવિન્દ્ર જાડેજા, ઋતુરાજ ગાયકવાડ, રોબિન ઉથપ્પા, અંબાતી રાયડુ, ડેવોન કોનવે, સુભ્રાંશુ સેનાપતિ, સી. હરી નિશાંત, એન જગદીસન, દીપક ચાહર, કે. એમ. આસિફ, તુષાર દેશપાંડે, મહેશ તીક્ષ્ણા, સિમરજીત સિંહ, એડન મિલ્ને, મુકેશ ચૌધરી, ડ્વેઈન બ્રાવો, શિવમ દુબે, રાજવર્ધન હંગરગેકર, ડ્વેઇન પ્રિટોરિયસ, મિચેલ સેન્ટનર, પ્રશાંત સોલંકી, ક્રિસ જોર્ડન, મોઈન અલી, કે. ભગથ વર્મા.

રોયલ ચેલેન્જર્સ બેંગલોરઃ વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ, મોહમ્મદ સિરાજ, ફાફ ડુ પ્લેસિસ, દિનેશ કાર્તિક, અનુજ રાવત, ફિન એલેન, આકાશદીપ, જોશ હેઝલવુડ, જેસન બેહરનડોર્ફ, ચમા મિલિંદ, કરણ શર્મા, હર્ષલ પટેલ, વાનિન્દુ હસરંગા, શાહબાઝ અહમદ, મહિપાલ લોમરોર, શેરફેન રુધરફોર્ડ, સુયશ પ્રભુદેસાઈ, અનીશ્વર ગૌતમ, સિદ્ધાર્થ કૌલ, ડેવિડ વિલી, લવનિથ સિસોદિયા,

કોલકત્તા નાઇટ રાઇડર્સઃ આંદ્રે રસેલ, વરૂણ ચક્રવર્તી, વેંકટેશ અય્યર, સુનીલ નરેન, શ્રેયસ અય્યર, શેલ્ડન જેક્સન, અજિંક્ય રહાણે, રિંકુ સિંહ, બાબા ઇન્દ્રજીત, અભિજીત તોમર, સેમ બિલિંગ્સ, એલેક્સ હેલ્સ, રાસિખ દાર, અશોક શર્મા, ટિમ સાઉદી, પેટ કમિન્સ, નીતિશ રાણા, શિવમ માવી, અનુકૂલ રોય, ચમિકા કરૂણારત્ને, પ્રથમ સિંહ, રમેશ કુમાર, મોહમ્મદ નબી, ઉમેશ યાદવ, ઉમન ખાન.

મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ, કૈરોન પોલાર્ડ, ઈશાન કિશન, ડેવાલ્ડ બ્રેવિસ, અનમોલપ્રીત સિંહ, રાહુલ બુદ્ધી, બેસિલ થમ્પી, મુરુગન અશ્વિન, ટાઇમલ મિલ્સ, રાયલી મેરીડિથ, તિલક વર્મા, સંજય યાદવ, જોફ્રા આર્ચર, ડેનિયલ સેમ્સ, ટિમ ડેવિડ, મોહમ્મદ અર્શદ ખાન, રમણદીપ સિંહ, રિતિક શોકીન, અર્જુન તેંડુલકર, ફેબિયન એલન, આર્યન જુયાલ, જયદેવ ઉનડકટ, મયંક માર્કંડે.

રાજસ્થાન રોયલ્સઃ સંજૂ સેમસન, જોસ બટલર, યશસ્વી જાયસવાલ, શિમરોન હેટમાયર, દેવદત્ત પડિક્કલ, કરૂણ નાયર, ધ્રુવ જુરેલ, ટ્રેન્ટ બોલ્ટ, પ્રસિદ્ધ ક્રિષ્ણા, યુજવેન્દ્ર ચહલ, કે. સી. કરિઅપ્પા, નવદીપ સૈની, ઓબેડ મેકાય, કુલદીપ સેન, તેજસ બારોકા, કુલદીપ યાદવ, રવિચન્દ્રન અશ્વિન, રીયાન પરાગ, શુભમ ગઢવાલ, જેમ્સ નીશામ, નાથન કુલ્ટર નાઇલ, રાસી વાન ડર ડુસેન, ડેરિલ મિચેલ.

પંજાબ કિંગ્સઃ મયંક અગ્રવાલ, અર્શદીપ સિંહ, શિખર ધવન, જોની બેયરસ્ટો, પ્રભસિમરન સિંહ, જિતેશ શર્મા, ભાનુકા રાજપક્ષે, કાગિસો રબાડા, રાહુલ ચાહર, ઈશાન પોરેલ, સંદીપ શર્મા, વૈભવ અરોડા, શાહરૂખ ખાન, હરપ્રીત બરાર, લિયામ લિવિંગસ્ટોન, ઓડીઅન સ્મિથ, રાજ બાવા, રિષિ ધવન, પ્રેરક માંકડ, રિતિક ચેટર્જી, બલતેજ ઢંડા, અંશ પટેલ, અથર્વ ટૈડે, બેની હોવેલ, નાથન એલિસ.

સનરાઇઝર્સ હૈદરાબાદઃ કેન વિલિયમસન, અબ્દુલ સમદ, ઉમરાન મલિક, નિકોલસ પૂરન, પ્રિયમ ગર્ગ, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરમ, આર સમર્થ, વિષ્ણુ વિનોદ, ગ્લેન ફિલિપ્સ, ટી નટરાજન, ભુવનેશ્વર કુમાર, કાર્તિક ત્યાગી, શ્રેયસ ગોપાલ, જે સુચિથ, ફઝલહક ફારૂકી, વોશિંગટન સુંદર, અભિષેક શર્મા, માર્કો જાનસેન, રોમારીઓ શેફર્ડ, સીન એબોટ, શશાંક સિંહ, સૌરભ દુબે, અબ્દુલ સમદ,

લખનઉ સુપર જાયટન્સઃ કે. એલ. રાહુલ, માર્કસ સ્ટોયનિસ, રવિ બિશ્નોઈ, ક્વિન્ટન ડિ કોક, મનીષ પાંડે, ઇવિન લુઈસ, માર્ક વુડ, અવેશ ખાન, અંકિત રાજપૂત, દુશ્મંથ ચમીરા, શાહબાઝ નદીમ, મોહસીન ખાન, જેસન હોલ્ડર, દીપક હુડ્ડા, ક્રૃણાલ પંડ્યા, કે. ગૌતમ, આયુષ બદોની, કાયલ માયેર્સ, કરણ શર્મા, મયંક યાદવ.

ગુજરાત ટાઈટન્સઃ હાર્દિક પંડ્યા, રાશિદ ખાન, શુભમન ગિલ, જેસન રોય, અભિનવ મનોહર, ડેવિડ મિલર, રિદ્ધિમાન સાહા, મેથ્યૂ વેડ, મોહમ્મદ શમી, લોકી ફર્ગ્યુસન, નૂર અહમદ, આર સાંઈ કિશોર, યશ દયાલ, અલ્ઝારી જોસેફ, પ્રદીપ સાંગવાન, વરૂણ આરોન, રાહુલ તેવતિયા, ડોમિનિક ડ્રેક્સ, જયંત યાદવ, વિજય શંકર, દર્શન નાલકંડે, ગુરકીરત સિંહ બી સાઈ સુદર્શન.

આઇપીએલના સૌથી મોંઘા સ્ટાર્સ

ઇશાન કિશન          મુંબઈ         રૂ. ૧૫.૨૫ કરોડ

દીપક ચાહર          ચેન્નાઈ         રૂ. ૧૪.૦૦ કરોડ .

શ્રેયસ ઐયર          કોલકાતા       રૂ. ૧૨.૨૫ કરોડ

લિએમ લિવિંગસ્ટન   પંજાબ         રૂ. ૧૧.૫૦ કરોડ

હર્ષલ પટેલ          બેંગ્લોર         રૂ. ૧૦.૭૫ કરોડ

હસારંગા              બેંગ્લોર         રૂ. ૧૦.૭૫ કરોડ

નિકોલસ પૂરણ       હૈદરાબાદ        રૂ. ૧૦.૭૫ કરોડ

શાર્દુલ ઠાકુર         દિલ્હી           રૂ. ૧૦.૭૫ કરોડ

પ્રસિધ ક્રિશ્ના         રાજસ્થાન        રૂ. ૧૦.૦૦ કરોડ

ફર્ગ્યુસન             ગુજરાત          રૂ. ૧૦.૦૦ કરોડ

અવેશ ખાન          લખનઉ         રૂ. ૧૦.૦૦ કરોડ

વેસ્ટ ઈન્ડિઝના 11 ખેલાડીઓને તક મળી

ઈન્ડિયન પ્રીમિયર લીગની હરાજીમાં વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓનો દબદબો રહ્યો છે. હરાજીમાં કુલ 11 કેરેબિયન ખેલાડીઓને કરારબદ્ધ કરાયા હતા, જ્યારે ત્રણ ખેલાડી માટે કોઈ લેવાલ નહોતા.

1- શિમરોન હેટમાયર – રૂ. 8.50 કરોડ (રાજસ્થાન)

2- ડ્વેઈન બ્રાવો – રૂ. 4.40 કરોડ (ચેન્નાઈ)

3- જેસન હોલ્ડર – રૂ. 8.75 કરોડ (લખનૌ)

4- નિકોલસ પૂરન – રૂ. 10.75 કરોડ (હૈદરાબાદ)

5- ડોમિનિક ડ્રેકસ-  રૂ. 1.10 કરોડ (ગુજરાત)

6- રોવમેન પોવેલ- રૂ 2.80 કરોડ (દિલ્હી)

7- રોમારીઓ શેફર્ડ – રૂ. 7.75 કરોડ (હૈદરાબાદ)

8- ઓબેદ મેકોય- રૂ. 75 લાખ (રાજસ્થાન)

9- ઓડિયન સ્મિથ – રૂ. 6 કરોડ (પંજાબ)

10- અલઝારી જોસેફ – રૂ. 2.40 કરોડ (ગુજરાત)

11- શેરફેન રધરફોર્ડ – રૂ. 1 કરોડ (બેંગલોર)