Vol. 3 No. 309 About   |   Contact   |   Advertise November 3, 2022


 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડ્યો, 134થી વધુનાં મોતથી હાહાકાર

મોરબીમાં ગત રવિવારે, 30 ઓક્ટોબરે મચ્છુ નદી ઉપરનો ઝુલતો પુલ વચ્ચેથી કડડભૂસ થઇ જતાં 134થી પણ વધુ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને સંખ્યાબંધ લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાને પગલે ઈ.સ.૧૯૭૯ની સાલમાં સર્જાયેલી મચ્છુ હોનારતની દુઃસ્વપ્ન સમી યાદ તાજી થઇ હતી. ઘટનાથી સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઇ હતી. નદીમાં પડેલા અને ઘાયલ થયેલા લોકો માટે તંત્ર દ્વારા રવિવારે મોડે સુધી અને પછી સોમવારે પણ બચાવ અને રાહત કામગીરી હાથ ધરાઈ હતી. સાત મહિનાથી રીપેરીંગ માટે બંધ રખાયેલો ઝુલતો પુલ હજુ પાંચ દિવસ પહેલા જ ૨૦૭૯ના બેસતા વર્ષના દિવસે જાહેર પ્રજા માટે ખુલ્લો મુકાયો હતો ત્યારે રવિવારની રજાના કારણે સાંજે પુલ ઉપર ચિક્કાર

Read More...
સુનક પ્રથમ એશિયન બ્રિટિશર વડાપ્રધાન

ઐતિહાસિક નેતૃત્વની દોડમાં કન્ઝર્વેટિવ પાર્ટીના નવા નેતા તરીકે ચૂંટાયાના એક દિવસ પછી, કિંગ ચાર્લ્સ III સાથેના ઓડીયન્સ બાદ તાજેતરની “ભૂલો” સુધારવાના વચન સાથે ઋષિ સુનકે મંગળવારે તા.

Read More...
વડા પ્રધાન ઋષિ સુનકની નવી કેબિનેટ

વડા પ્રધાન ઋષિ સુનકે “અખંડિતતા” સાથે શાસન કરવાનું વચન આપ્યું છે અને તેમની ટોચની કેબિનેટ – ટીમમાં પક્ષની વિવિધ પાંખના લોકોને સામેલ કરીને કન્ઝર્વેટિવ્સને એક કરવાનો પ્રયાસ કર્યો છે.

Read More...
આપણા દેશને શબ્દોથી નહીં, પરંતુ કાર્યથી એક કરીશ: સુનક

યુકેના વડા પ્રધાન તરીકે ઋષિ સુનકે 10 ડાઉનિંગ સ્ટ્રીટના પગથિયાં પરથી વડા પ્રધાન તરીકે દેશને કરેલા પ્રથમ સંબોધનમાં જણાવ્યું હતું કે ‘’ સરકારના એજન્ડાના કેન્દ્રમાં આર્થિક સ્થિરતા અને વિશ્વાસને સ્થાન આપીશ.

Read More...
બ્રિટનને વધુ સારું બનાવવા બદલ એશિયન્સનો આભાર માનતા સ્ટાર્મર

સાઉથ એશિયન સમુદાયો માટે વધુ કરવાનું વચન આપતા લેબર નેતા. લેબર નેતા સર કેર સ્ટાર્મરે ગરવી ગુજરાતને આપેલા એક એક્સક્લુસિવ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘’લેબર પાર્ટી સાઉથ એશિયન્સના મતોને

Read More...
શ્રીલંકાના લેખક શેહાન કરુણાતિલાકાને 2022નું બુકર પ્રાઇઝ

આયોજકોએ સમારંભમાં આવવા માટે વિમાન ભાડુ આપવું પડ્યું. આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહેલા શ્રીલંકાના લેખક શેહાન કરુણાતિલાકાને સોમવારે તેમની બીજી એડલ્ટ નવલકથા ‘ધ

Read More...
વિશ્વના અનેક દેશોમાં દિવાળીની ધામધૂમથી ઉજવણી

અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા સહિતના વિશ્વના સંખ્યાબંધ દેશોમાં દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. વ્હાઇટ હાઉસમાં સોમવારે દિવાળીની ઉજવણીના સૌથી મોટા કાર્યક્રમનું આયોજન થયું હતું.

Read More...
ન્યૂ યોર્ક સિટીમાં આગામી વર્ષથી દિવાળીએ સ્કૂલોમાં જાહેર રજા

ન્યૂયોર્ક સિટીમાં 2023થી દિવાળીએ સ્કૂલોમાં સાર્વજનિક રજા હશે. મેયર એરિક એડમ્સે જણાવ્યું હતું કે આ નિર્ણય શહેરની સર્વસમાવેશિતાના મહત્વ વિશે સંદેશ આપે છે અને “લાંબા સમયથી પેન્ડિંગ”

Read More...
ચૂંટણીમાં માધવસિંહનો રેકોર્ડ તોડવા અમિત શાહની હાકલ

ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વિધાનસભાની ચૂંટણીમાં માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડવા માટે ભાજપના કાર્યકરોને હાકલ કરી હતી.

Read More...
ગુજરાતમાં ઇમ્પેક્ટ ફી ભરી ગેરકાયદે બાંધકામ કાયદેસર કરી શકાશે

ગુજરાત સરકારે વિધાનસભાની ચૂંટણી પહેલા ગેરકાયદેસરના બાંધકામોને ઇમ્પેક્ટ ફી વસૂલ કરી ગેરકાયદેસર કરવાનો મહત્ત્વનો નિર્ણય કર્યો છે. મંગળવાર 18 ઓક્ટોબરે લીધેલા આ નિર્ણયથી મહાનગરપાલિકાઓ

Read More...
મોદીએ મોરબીમાં દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી, ઘાયલોને મળ્યા

મોરબી દુર્ઘટનાના ત્રીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવાર, 1 નવેમ્બરે મોરબીમાં દુર્ઘટનાના સ્થળની મુલાકાત લીધી હતી અને હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા હતા.

Read More...
કેનેડાના ફેક વિઝા ઇશ્યૂ કરવા બદલ ગુજરાતમાં ચારની ધરપકડ

કેનેડામાં જવા માગતા લોકોને નકલી વિઝા આપીને છેતરપિંડી કરવા બદલ ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) ફોજદારી કેસમાં જેલની સજા ભોગવી ચૂકેલા એક વ્યક્તિ સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી

Read More...

  Sports
ભારતનો ટી-20 વર્લ્ડ કપમાં પહેલો પરાજય, પાકિસ્તાનનો પહેલો વિજય

ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી ટી-20 ક્રિકેટ વર્લ્ડ કપ ક્રિકેટ ટુર્નામમેન્ટમાં રવિવારે (30 ઓક્ટોબર) ભારતે બે મેચમાં વિજય પછી પરાજયનો પહેલો સ્વાદ ચાખ્યો હતો, તો એ જ ગ્રુપમાં રહેલા પાકિસ્તાને

Read More...
ભારતમાં પુરુષ-મહિલા ક્રિકેટર્સને એક સરખી મેચ ફી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ગુરુવારે સ્ત્રી પુરુષ સમાનતાનું એક ઐતિહાસિક પગલું લઈને મહિલા ક્રિકેટરોને પણ પુરુષ ક્રિકેટરો જેટલી જ મેચફી આપવાની જાહેરાત કરી હતી.

Read More...
પર્થમાં પોતાની હોટેલ રૂમનો વીડિયો લીક થતાં વિરાટ કોહલી નારાજ

વિરાટ કોહલી પર્થની જે હોટેલમાં રોકાયો હતો તે રૂમમાં કોઇએ ઘૂસીને વીડિયો ઉતારી તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેર કરતા વિવાદ ઊભો થયો હતો.

Read More...
ભારત જોહોર કપ જુનિયર મેન્સ હોકીમાં ચેમ્પિયન

મલેશિયામાં ગયા સપ્તાહે રમાઈ ગયેલી જોહોર કપ જુનિયર્સ હોકી ટુર્નામેન્ટમાં ભારતે ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને શૂટઆઉટમાં ૫-૪થી ઓસ્ટ્રેલિયાને હરાવી ટાઈટલ હાંસલ કર્યું હતું.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
અક્ષતા મૂર્તિને 2022માં ઇન્ફોસિસમાંથી $15.3 મિલિયનની ડિવિડન્ડ કમાણી

ભારતની બીજા ક્રમની સૌથી મોટી આઇટી કંપની ઇન્ફોસિસમાં શેરહોલ્ડિંગને કારણે બ્રિટનના નવા વડા પ્રધાન ઋષિ સુનકના પત્ની અક્ષતા મૂર્તિને 2022માં ડિવિડન્ડ પેટે રૂ.126.61 કરોડ ($15.3 મિલિયન)ની કમાણી થઈ છે. ભારતના શેરબજારોને આપેલી નિયમનકારી માહિતી અનુસાર ઈન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિની પુત્રી અક્ષતા મૂર્તિ સપ્ટેમ્બરના અંત સુધીમાં ઈન્ફોસિસના 3.89 કરોડ શેર અથવા 0.93 ટકા ઇક્વિટી હિસ્સો ધરાવતા હતા. ઇન્ફોસિસના શેરના રૂ.1,527.40ના ભાવે આ ઇક્વિટી હિસ્સાનું મૂલ્ય રૂ.5,956 કરોડ (લગભગ $721 મિલિયન) થાય છે. કંપનીના સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગ અનુસાર ઇન્ફોસિસે આ વર્ષે 31 મેના રોજ 2021-22 નાણાકીય વર્ષ માટે શેર દીઠ રૂ.16 અંતિમ ડિવિડન્ડ ચૂકવ્યું હતું. ચાલુ વર્ષ માટે કંપનીએ આ મહિને રૂ. 16.5ના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી હતી.

Read More...
મોદીએ વડોદરામાં ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટના પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરમાં રવિવારે ભારતીય એરફોર્સ માટે યુરોપિયન સી-295 પરિવહન વિમાન માટે ઉત્પાદન સુવિધાનો શિલાન્યાસ કર્યા પછી જણાવ્યું હતું કે ભારત હવે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું મુખ્ય ઉત્પાદક બનશે. શિલાન્યાસ સમારોહમાં નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા અને ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. વડા પ્રધાને કહ્યું કે ભારત એક મુખ્ય ઉત્પાદન કેન્દ્ર બની ગયું છે અને દેશમાં આર્થિક સુધારાની નવી ગાથા લખાઈ રહી છે, કારણ કે તેમની સરકારની નીતિઓ “સ્થિર, અનુમાનિત અને ભવિષ્યવાદી” છે. તેમણે ગુજરાતના આ શહેરમાં યોજાયેલા સમારોહમાં તેમના સંબોધનમાં કહ્યું કે “આજે ભારત નવી માનસિકતા અને નવી કાર્ય સંસ્કૃતિ સાથે કામ કરી રહ્યું છે.”

Read More...
મસ્ક ટ્વીટરના માલિક બન્યા, CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

છ મહિના સુધીના જાહેર અને કાનૂની વિવાદ બાદ ઇલોન મસ્કે ટ્વીટરને હસ્તગત કરવાનો 44 બિલિયન ડોલરનો સોદો ગુરુવાર (27 ઓક્ટોબર)એ પૂરો કર્યો હતો અને તરત આ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મના ભારતીય મૂળના સીઇઓ પરાગ અગ્રવાલ સહિતના ટોચના એક્ઝિક્યુટિવની હકાલપટ્ટી કરી હતી. વિશ્વના આ સૌથી ધનિક વ્યક્તિએ ટ્વીટરના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસલ નેડ સેગલ અને કાનૂની બાબતો અને પોલિસી વેડ વિજય ગડ્ડેને પણ તેમના હોદ્દા પરથી દૂર કર્યા હતા. રોઇટર્સના અહેવાલ મુજબ આ ડીલની કામગીરી પૂરી થઈ ત્યારે પરાગ અગ્રવાલ અને સેગલ ટ્વીટરના સાન ફ્રાન્સિસ્કો ખાતેના હેડક્વાર્ટરમાં હતા અને તેમને ઓફિસની બહાર કાઢવામાં આવ્યા હતા.

Read More...
વિક્રમ સંવત ૨૦૭૮માં ડોલર સામે રૂપિયો ૧૦ ટકા તૂટયો

અમેરિકામાં ફેડ દ્વારા વ્યાજદરમાં વધારો, રશિયા અને યુક્રેન યુદ્ધ જેવા નેગેટિવ પરિબળોને કારણે વિક્રમ સંવત ૨૦૭૮માં ડોલર સામે રૂપિયો ૧૦ ટકા તૂટયો હતો. ગયા વર્ષમાં રૂપિયો ૮૩.૨૯ની ઐતિહાસિક નીચી સપાટીએ સ્પર્શ્યો હતો. જોકે બીજા દેશોની સરખામણીમાં ભારતીય કરન્સીનો દેખાવ ડોલર સામે મજબૂત રહ્યો છે.નાણાંકીય વર્ષ ૨૩માં (૨૭ સપ્ટેમ્બર સુધી) વિશ્વના મુખ્ય કરન્સી સામે ડોલર ૧૬.૧ ટકા વધ્યો હતો. આની સામે ડોલર સામે રૂપિયો ૬.૮ ટકા તૂટયો છે, જે વિકસિત અને ઉભરતી અર્થવ્યવસ્થાની તુલનામાં ભારતીય કરન્સીએ સારી કામગીરી દર્શાવે છે. 19 ઓક્ટોબરએ અમેરિકાના ડોલર સામે ભારતનો રૂપિયો 60 પૈસા તૂટીને પ્રથમ વખત 83થી નીચી સપાટીથી નીચે ગબડ્યો હતો.

Read More...
  Entertainment

માધુરીએ ખરીદ્યો મોંઘેરો ફ્લેટ

એક સમયની બોલીવૂડની ધક ધક ગર્લ તરીકે જાણીતી માધુરી દીક્ષિતે મુંબઇના વૈભવી એરિયા વરલીમાં તાજેતરમાં એક મોંઘરો ફ્લેટ ખરીદ્યો હોવાનું કહેવાય છે. તેણે અંદાજે રૂ. 48 કરોડમાં 53મા માળે આલિશાન ફ્લેટ ખરીદ્યો છે. આ ફ્લેટમાંથી સમુદ્રનો સુંદર નઝારો માણી શકાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ માધુરીએ 5384 ચોરસ ફૂટના ઘર માટે પ્રતિ સ્કે. ફૂટ રૂ. 90,000 ચૂકવ્યા હતા. તેને આ ફ્લેટ સાથે સાત કારનું પાર્કિંગ થઇ શકે તેટલી જગ્યા ફાળવવામાં આવી છે. આ સોસાયટીમાં ફૂટબોલ, ક્રિકેટ પીચ, સ્વિમિંગ પુલ સહિતની વૈભવી સવલતો ઉપલબ્ધ છે. કહેવાય છે કે, આ જ સોસાયટીમાં માધુરી અત્યારે ભાડાના એક ઘરમાં રહેતી હતી અને તે પણ સી વ્યૂ અપાર્ટમેન્ટ હતો, જેનું ભાડું મહિને 12 લાખ રૂપિયા હતું અને તે 5500 ચોરસ ફૂટ જગ્યામાં હતો.

Read More...

સિદ્ધાર્થ – કિયારાને પૈણ ચઢ્યું?

બોલીવૂડની જાણીતી યુવા જોડી- સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી નજીકના ભવિષ્યમાં લગ્ન કરે તેવી ચર્ચા થઇ રહી છે. આમ તો તે બંને પોતાના સબંધો પર જાહેરમાં ઓછી જ વાત કરે છે પણ તેઓ વારંવાર સાથે જોવા મળે છે. તે બંને એક બીજા સાથે ગાઢ સંબંધમાં હોવાનું પણ કહેવાય છે. ચર્ચા તો એવી પણ છે કે, આવનારા છ મહિનામાં સિદ્ધાર્થ અને કિયારા લગ્ન કરશે. તેઓ એપ્રિલ-2023માં લગ્ન કરશે અને તેઓ માત્ર નજીકના મિત્રો અને પરિવારના સભ્યોની હાજરીમાં લગ્ન કરવાની યોજના બનાવી રહ્યા છે. ત્યારપછી તેઓ મુંબઈમાં એક ભવ્ય રિસેપ્શન સમારોહનું આયોજન કરશે. સિદ્ધાર્થ અને કિયારા પ્રથમવાર શેરશાહ ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા.

Read More...

આયુષમાન ખુરાનાએ ફી કેમ ઘટાડી?

બોલીવૂડમાં સફળતાનો સ્વાદ ચાખી ચૂકેલો અભિનેતા આયુષમાન ખુરાના આજકાલ થોડો નિરાશ છે. તેની છેલ્લી બે ફિલ્મો ‘અનેક’ અને ‘ચંદીગઢ કરે આશિકી’ નિષ્ફળ જતાં આયુષમાને પોતાની ફીમાં ધરખમ ઘટાડો કરી નાખ્યો છે. કહેવાય છે કે અત્યાર સુધી ફિલ્મ દીઠ 25 કરોડ રૂપિયા જેવી ધરખમ રકમ લેતાં આયુષમાને હવે પોતાની ફી ઘટાડીને 15 કરોડ કરી નાખી છે. આયુષમાન અભિનેતા ઉપરાંત સારો ગાયક પણ છે. ‘ડૉ.જી’ ફિલ્મ માટે તેણે હમણાં ‘ઓ સ્વીટી સ્વીટી…’ મુખડાવાળું ગીત ગાયું, જેને કંપોઝ અમિત ત્રિવેદીએ કર્યું છે. આયુષ્યમાન કહે છે, ‘હું તો પહેલેથી જ સંગીતનો ચાહક રહ્યો છું. મેં અને અમિતે ‘અંધાધૂંધ’માં પણ સાથે કામ કર્યું હતું.’

Read More...

સુષ્મિતા સેન દેખાશે પડકારરૂપ ભૂમિકામાં

સુષ્મિતા સેન હોટસ્ટારની વેબસિરીઝ ‘આર્યા’માં દમદાર અભિનય આપ્યા પછી ફરીથી સુષ્મિતા સેન હવે એક નવી વેબ સીરિઝમાં દેખાશે. હવે આવનારી વેબ સીરિઝ માટેનો તેનો પહેલો લૂક તાજેતરમાં જાહેર કર્યો છે. સુષ્મિતા સેનનો આ લૂક જોઈને સ્પષ્ટ જણાય છે કે તે ટ્રાન્સજેન્ડરનો રોલ કરશે. આવું પ્રથમવાર બનશે કે, કોઇ મિસ યુનિવર્સ ટ્રાન્સજેન્ડરની ભૂમિકા ભજવશે. કહેવાય છે કે, સુષ્મિતા સેન તેની નવી વેબસિરીઝમાં જાણીતી ટ્રાન્સજેન્ડર ગૌરી સાવંતનો રોલ કરશે. આ વેબસિરીઝ દ્વારા એક્ટિવિસ્ટ ગૌરી સાવંતના જીવનને દુનિયાની સામે લાવશે. ગૌરી સાવંતે ફક્ત ટ્રાન્સજેન્ડરના સમુદાયની સામે અવાજ ઉઠાવ્યો પણ સમાજમાં તેમને ઈજ્જત અને સન્માન મળે તે માટે ઘણું કામ કર્યું.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store