પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ન્યૂયોર્ક સિટીમાં 2023થી દિવાળીએ સ્કૂલોમાં સાર્વજનિક રજા હશે. મેયર એરિક એડમ્સે જણાવ્યું હતું કે આ નિર્ણય શહેરની સર્વસમાવેશિતાના મહત્વ વિશે સંદેશ આપે છે અને “લાંબા સમયથી પેન્ડિંગ” પગલું બાળકોને પ્રકાશના તહેવાર વિશે શીખવા માટે પ્રોત્સાહિત કરશે.

ન્યૂ યોર્ક એસેમ્બલી મેમ્બર જેનિફર રાજકુમાર અને ન્યૂ યોર્ક સિટી સ્કૂલના ચાન્સેલર ડેવિડ બેન્ક્સ સાથે એડમ્સે ગુરુવારે જણાવ્યું હતું કે પ્રચાર અભિયાન દરમિયાન તેઓ દિવાળી અને પ્રકાશના તહેવારનું મહત્ત્વ શું છે તે વિશે “ઘણું બધું શીખ્યા” હતાં.

તેમણે ન્યૂયોર્ક શહેરની જાહેર શાળાઓમાં દિવાળીની રજા જાહેર કરતાં કહ્યું હતું “અમે અસંખ્ય લોકોને એક મોટો અને સ્પષ્ટ સંદેશ મોકલવા માગીએ છીએ, જેઓ ઉજવણીના આ સમયનું મહત્ત્વ સ્વીકારે છે.

તેમણે જણાવ્યું હતું કે “આની સાથે આ એક શૈક્ષણિક ક્ષણ છે, કારણ કે આપણે દિવાળીનું મહત્ત્વ સ્વીકારીએ છીએ, ત્યારે આપણે બાળકોને દિવાળી વિશે શીખવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. અમે તેઓને પ્રકાશના તહેવારની ઉજવણી શું છે અને કેવી રીતે કરવી તે વિશે વાત કરવાનું શરૂ કરીશું.”

ન્યૂયોર્ક ખાતેના ભારતના કોન્સલ જનરલ રણધીર જયસ્વાલે દિવાળીએ શાળામાં રજા જાહેર કરવા બદલ એડમ્સનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે “ભારતીય-અમેરિકન સમુદાયની આ લાંબા સમયથી પડતર માંગણી હતી. આ નિર્ણય ન્યુ યોર્ક સિટીની વિવિધતા અને બહુલવાદને ગહન બનાવે છે. તે જીવનના તમામ ક્ષેત્રના લોકોને ભારતીય નૈતિકતા અને વારસાનો અનુભવ, ઉજવણી અને આનંદ માણવાની મંજૂરી આપે છે.”

ન્યૂયોર્કમાં સ્ટેટ ઓફિસમાં ચૂંટાયેલા પ્રથમ સાઉથ એશિયન-અમેરિકન મહિલા રાજકુમારે કહ્યું હતું કે, “આપણો સમય આવી ગયો છે. દિવાળી એટલે પ્રકાશના તહેવારની ઉજવણી કરે છે તેવા હિંદુ, બૌદ્ધ, શીખ અને જૈન ધર્મના 2,00,000 થી વધુ ન્યૂ યોર્કવાસીઓના બહુમાનનો સમય આવી ગયો છે.”

એડમ્સે કહ્યું હતું “આપણે આપણી આસપાસના અંધકારનો સામનો કરીએ છીએ, ત્યારે આપણે આપણી આસપાસ રહેલા પ્રકાશને સમજવામાં નિષ્ફળ જઈએ છીએ. આપણે દિવાળીનું મહત્ત્વ સ્વીકારીએ છીએ ત્યારે આપણે આપણી અંદર રહેલા પ્રકાશનુ મહત્ત્વ સ્વીકારીએ છીએ. આ પ્રકાશ સ્પષ્ટપણે અંધકારને દૂર કરી શકે છે અને તેથી જ આ આટલું નોંધપાત્ર છે.”

એડમ્સે ઉમેર્યું હતું કે શહેરે ઇદ અને લુનાર ન્યૂયર માટે પણ જાહેર રજાઓ જાહેર કરેલી છે.
વર્ષોથી હિંદુ સમુદાય દિવાળીને શાળામાં રજા જાહેર કરવા માટેના માગણી કરી રહ્યાં હતા, કારણ કે આ વિસ્તારમાં હજારોની સંખ્યામાં ભારતીયો રહે છે. કાયદો પસાર થઈ ગયા પછી આગામી વર્ષથી દિવાળીના દિવસે ન્યૂયોર્ક શહેરમાં શાળાની રજા રહેશે.

LEAVE A REPLY

4 × 1 =