Vol. 3 No. 310 About   |   Contact   |   Advertise November 9, 2022


 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
ગુજરાતમાં ડિસેમ્બરમાં ચૂંટણી

બે તબક્કે – પહેલી અને પાંચમીએ વોટિંગ, 8મીએ પરિણામ. ભારતના ચૂંટણી પંચે ગયા સપ્તાહે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી હતી. આ જાહેરાત મુજબ રાજ્યમાં પ્રથમ તબક્કાનું 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થશે. પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે. હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર થશે. 10 ડિસેમ્બરના રોજ ચૂંટણીની તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. રાજ્યમાં ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ જતાં તાત્કાલિક અસરથી આચારસંહિતા લાગું પડી ગઈ છે.

Read More...
બ્રેવરમેન અને ભારતીય દૂતની બેઠકમાં માઇગ્રેશન, સુરક્ષાના મુદ્દે ચર્ચાવિચારણા

યુકેના હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેન અને ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી વચ્ચે લંડનમાં મંગળવાર, 2 નવેમ્બરે યોજાયેલી બેઠકમાં માઇગ્રેશન અને સુરક્ષાના મુદ્દાઓ પર સહકાર સાધવા અંગે ચર્ચાવિચારણા થઈ હતી.

Read More...
કેનેડા 3 વર્ષમાં 14.5 લાખ ઇમિગ્રન્ટને પીઆર આપશે

કેનેડામાં હાલમાં તમામ ઈન્ડસ્ટ્રીમાં કામદારોની ભારે અછત હોવાના કારણે તેણે ઈમિગ્રન્ટ્સ માટે દ્રાર ખુલ્લા મુકવામાં આવ્યા છે. આગામી ત્રણ વર્ષમાં કેનેડામાં આશરે 14.5 લાખ લોકોને પર્મેનન્ટ રેસિડન્સી આપવામાં આવશે.

Read More...
ન્યૂ જર્સીમાં સરદાર પટેલની યાદમાં યુનિટી માર્ચ

ન્યૂયોર્ક ખાતેના ઇન્ડિયન કોન્સ્યુલેટે ન્યૂ જર્સીના એડિસનમાં 30 ઓક્ટોબર, 2022એ આયોજિત કરેલી માર્ચ ફોર યુનિટીમાં ઇન્ડિયન કમ્યુનિટીના સંખ્યાબંધ સભ્યોએ ભાગ લીધો હતો.

Read More...
સંતવિભૂતિ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની તડામાર તૈયારીઓ

લોકસેવા, સંસ્કૃતિ પ્રસાર અને અધ્યાત્મના ક્ષેત્રે અનન્ય યોગદાન આપનાર મહાન સંતવિભૂતિ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ આગામી 15 ડિસેમ્બરથી અમદાવાદના આંગણે દેશ-પરદેશના હરિભક્તો અને મહાનુભાવોનો મિનિ-કુમ્ભમેળો યોજાશે.

Read More...
ઇસુદાન ગઢવી ગુજરાતમાં AAPના મુખ્યપ્રધાનપદના ઉમેદવાર

આમ આદમી પાર્ટી (AAP) એ શુક્રવાર, 4 નવેમ્બરે ઇસુદાન ગઢવીને ગુજરાત તેના મુખ્યપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા હતા. ગુજરાતના મુખ્ય પ્રધાન ચહેરો કોણ હોવો જોઈએ કે અંગે આમ આદમી પાર્ટીએ જનતામાં એક સરવે કરાવ્યો હતો

Read More...
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસની 43 ઉમેદવારોની પહેલી યાદી જાહેર

ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે શુક્રવાર રાત્રે પોતાના 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી.

Read More...
‘સેવા’ના સ્થાપક અને પ્રખર ગાંધીવાદી ઇલાબેન ભટ્ટનું અવસાન

સેલ્ફ એમ્પ્લોઇડ વુમેન્સ એસોસિયેશન (SEWA)ના સ્થાપક તેમજ જાણીતા સમાજસેવક ઈલા બહેન ભટ્ટનું બુધવાર, 2 નવેમ્બરે અમદાવાદની હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેઓ 89 વર્ષ હતા.

Read More...
ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા જય નારાયણ વ્યાસનું પક્ષમાંથી રાજીનામું

ગુજરાત ભાજપના અગ્રણી નેતા અને ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન જય નારાયણ વ્યાસે શનિવારે ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું અને હવે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતા છે.

Read More...
ગુજરાતમાં ભાજપ 75 વર્ષથી વધુ ઉંમરના નેતાને ટિકિટ નહીં આપે

ગુજરાતમાં ડિસેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 75 વર્ષથી વધુ ઉંમરના લોકોને તથા ધારાસભ્યો, સાંસદોના સગાઓને ટિકિટ ન આપવાનો નિયમ અમલી બનાવાનો સંકેત આપ્યો છે.

Read More...

  Sports
ભારત દબદબાભેર ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં

પાકિસ્તાન, ન્યૂ ઝીલેન્ડ તથા ઈંગ્લેન્ડ પણ નોકાઉટના જંગમાં, મેજર અપસેટમાં ડીફેન્ડીંગ ચેમ્પિયન, યજમાન ઓસ્ટ્રેલિયા અંતિમ ચારમાંથી આઉટ. ભારતે રવિવારે ટી-20 વર્લ્ડ કપ ક્રિકેટની છેલ્લી સુપર 12 લીગ સ્ટેજ મેચમાં ઝિમ્બાબ્વે સામે 71 રને જંગી વિજય સાથે ગ્રુપ

Read More...
પાકિસ્તાન સેમિ ફાઈનલમાં, દક્ષિણ આફ્રિકા ફરી તક ચૂક્યું

રવિવારે જ (06 નવેમ્બર) દિવસની બીજી મેચમાં બાંગ્લાદેશને પાંચ વિકેટે હરાવી પાકિસ્તાન ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં પહોંચ્યું હતું, તો તે અગાઉની મેચમાં નેધરલેન્ડ્સ સામે પરાજયના પગલે સેમિ ફાઈનલનું મજબૂત દાવેદાર ગણાતું

Read More...
શ્રીલંકન ક્રિકેટર દાનુષ્કા ગુણાથિલકાની રેપના આરોપસર ધરપકડ

ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડ કપ વેળાએ જ શ્રીલંકાના ખેલાડી દાનુષ્કા ગુણાતિલકાની રેપના આરોપસર સિડનીમાં ધરપકડ કરવામાં આવી છે. ત્યાં તેના ઉપર રેપનો કેસ કરાયાના પગલે શ્રીલંકાની ટીમ તેને ઓસ્ટ્રેલિયન પોલીસની કસ્ટડીમાં મુકી પરત ફરી હતી.

Read More...
ચંદરપૌલનું આઈસીસી ક્રિકેટ હોલ ઓફ ફેમમાં સમાવેશ સાથે બહુમાન

વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ કેપ્ટન શિવનારાયણ ચંદ્રપોલનો તાજેતરમાં સિડનીમાં યોજાયેલા એક સમારંભમાં આઇસીસી ક્રિકેટ હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યો હતો.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
નિરંકુશ ફૂગાવાે નાથવા US, UKમાં વ્યાજદરમાં ધરખમ વધારો

નિરંકુશ ફુગાવાને અંકુશમાં લેવા માટે યુરોપ પછી અમેરિકા અને બ્રિટનને પણ વ્યાજદરોમાં ધરખમ વધારો કર્યો હતો. અમેરિકાની ફેડરલ રિઝર્વ 2 નવેમ્બરે વ્યાજદરમાં સળંગ ચોથી વખત 0.75 ટકાનો જંગી વધારો કર્યો હતો. બીજી તરફ બેન્ક ઓફ ઇંગ્લેન્ડે 3 નવેમ્બરમાં વ્યાજદરમાં મોટો વધારો ઝીંકીને રેટને 2.25 ટકાથી વધારીને સીધા 3 ટકા કર્યા હતા, જે 33 વર્ષમાં સૌથી મોટો વધારો છે. બેન્ક ઓફ ઇંગ્લેન્ડે અર્થતંત્રનું ભાવિ પડકારજનક હોવાની ચેતવણી ઉચ્ચારી હતી. અગાઉ યુરોપિયન સેન્ટ્રલ બેન્ક (ઇસીબી)એ 28 ઓક્ટોબરએ વ્યાજદરમાં 0.75 ટકાનો ધરખમ વધારો કર્યો હતો અને આગામી સમયમાં તેમાં વધુ વધારો કરવાનો સંકેત આપ્યો છે.

Read More...
ઇલોન મસ્કે ટ્વીટરના 50% કર્મચારીની છટણી કરી

ખર્ચ ઘટાડવાની કવાયતના ભાગરૂપે નવા માલિક ઇલોન મસ્ક શુક્રવારે ટ્વીટરના આશરે 3,700 કર્મચારીઓમાંથી 50% કર્મચારીઓની છટણી કરી હતી. કંપની એક આંતરિક દસ્તાવેજમાં જણાવાયું છે કે “આશરે 50 ટકા” કર્મચારીઓને અસર થઈ હતી અને તાત્કાલિક ધોરણે કંપનીના કમ્પ્યુટર્સ અને ઇ-મેઇલની ઍક્સેસ નકારવામાં આવ્યા હતા. છટણી પહેલા ટ્વિટરે વિશ્વભરમાં તેની ઓફિસો કર્મચારીઓ માટે બંધ કરી દીધી હતી. કર્મચારીઓને ઈમેલ દ્વારા તેમના ભાવિના સમાચારની રાહ જોવા માટે ઘરે જ રહેવાની સૂચના આપી હતી. કંપનીના વિશ્વભરના કર્મચારીઓને દરવાજો બતાવવામાં આવ્યો હતો.

Read More...
અમદાવાદ એરપોર્ટની યુઝર ડેવલપમેન્ટ ફીમાં જંગી વધારાની દરખાસ્ત

અદાણી એરપોર્ટ દ્વારા સંચાલન કરવામાં આવતા અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટે ડોમેસ્ટિક ડિપાર્ચર માટે યુઝર ડેવલપમેન્ટ ફી (UDF) હાલના રૂ. 100થી વધારીને રૂ.703 કરવાની દરખાસ્ત કરી છે. તેણે આંતરરાષ્ટ્રીય પ્રસ્થાન માટે UDF હાલના રૂ. 703 થી વધારીને રૂ. 1,400 કરવાની પણ દરખાસ્ત કરી છે. એક વર્ષ પૂરું થયા પછી આ તેમાં વધારો થશે. આમ યુઝર ડેવલપમેન્ટ ચાર્ચ (UDF)માં 7થી 14 ગણો વધારો કરવાની દરખાસ્ત છે. આ ચાર્જ આગામી ફેબ્રુઆરીથી વધી શકે છે. આ ચાર્જ પણ દર વર્ષે વધતો જશે.

Read More...
રશિયા ભારતનો સૌથી મોટો ક્રૂડ ઓઇલ સપ્લાયર દેશ બન્યો

યુક્રેન પર આક્રમણને પગલે અમેરિકાની આગેવાની હેઠળ પશ્ચિમ દેશોએ રશિયા પર શ્રેણીબદ્ધ પ્રતિબંધ મૂક્યા હોવા છતાં રશિયા ઓક્ટોબર 2022માં ભારત માટે ક્રૂડ ઓઇલનો સૌથી મોટો સપ્લાય બન્યો હતો. ભારતને ક્રૂડની નિકાસ કરવાના મામલામાં રશિયાએ ઈરાક અને સાઉદી અરેબિયાને બીજા અને ત્રીજા નંબરે ધકેલી દીધા હતી. શિપિંગ ડેટાના આધારે સામે આવેલા માર્કેટ રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી હતી. ભારતમાં દરરોજ 5 મિલિયન પ્રતિ બેરલ તેલની આયાત કરવામાં આવે છે.

Read More...
  Entertainment

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પુત્રીના માતાપિતા બન્યાં

બોલિવૂડ કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે રવિવારે (6 નવેમ્બર) પુત્રીના માતાપિતા બન્યા હતા. આલિયા સવારે 7 વાગ્યે મુંબઈની એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલ પહોંચી હતી અને તેને 12:05 વાગ્યે એક બાળકીને જન્મ આપ્યો હતો. આલિયા ભટ્ટે દીકરીને જન્મ આપ્યા હોવાના સમાચાર સામે આવતા જ સેલેબ્સ તથા ચાહકોએ શુભેચ્છા પાઠવી છે. અક્ષય કુમાર, દીપિકા પાદુકોણ, સોનમ કપૂર, અનુષ્કા શર્મા, માધુરી દીક્ષિત, મૌની રોય સહિતના સેલેબ્સે કપલને શુભેચ્છા પાઠવી હતી.

Read More...

શાહરૂખ ખાને જન્મદિને ‘મન્નત’ની બાલ્કનીમાંથી ચાહકોનું અભિવાદન કર્યું

બોલિવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનને 2 નવેમ્બરે તેમના 57મા જન્મ દિવસની ઉજવણી કરી હતી. જન્મદિનની શુભેચ્છા આપવા ચાહકો તેમના બંગલા મન્નતી બહાર અડધી રાત્રે એકઠા થયા હતા. શાહરરુખ પણ અડધી રાત્રે ચાહકોને મળવા માટે મન્નતના ટેરેસ પર આવી ગયા હતા. તેનો વીડિયો પણ વાયરલ થઈ થયો હતો. 57 વર્ષની ઉંમરે પણ લોકોમાં તેમનો ક્રેઝ ઓછો નથી થયો. તેથી તેમના જન્મ દિવસની શુભેચ્છા આપવા માટે તેમના બંગલા મન્નતી બહાર હજારો લોકોની ભીડ એકઠી થઈ હતી. દરેક વ્યક્તિ તેમના ફેવરિટ સ્ટારની એક ઝલક મેળવવા માટે ઉત્સુક હતા.

Read More...

ફિલ્મ ‘કાંતારા’એ રૂ. 300 કરોડની વર્લ્ડવાઇડ કમાણી કરી

ઋષભ શેટ્ટીની 30 સપ્ટેમ્બરે રીલીઝ કન્નડ ફિલ્મ ‘કાંતારા’ બોક્સ ઓફિસ પર હજુ પણ ધુમ મચાવી રહી છે. રીપોર્ટ મુજબ રૂ.15 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે રૂ.300 કરોડનું વર્લ્ડવાઇડ કલેક્શન કર્યું છે. ઋષભ શેટ્ટી સ્ટારર આ ફિલ્મને હિન્દી ભાષામાં જ રૂ. 50 કરોડ આસપાસનું કલેક્શન કર્યું છે. KGF ચેપ્ટર 2 પછી આ બીજી કન્નડ ફિલ્મ બની છે, જેને રૂ.300 કરોડથી વધુની કમાણી કરી હોય. કન્નડ ભાષામાં ફિલ્મની શાનદાર કમાણી જોઈને નિર્માતાએ તેને 14 ઓક્ટોબરે હિન્દી, તમિળ અને તેલુગુ ભાષાઓમાં પણ રિલીઝ કરી હતી.

Read More...

અભિનેતા સલમાન ખાનને Y+ કેટેગરીનું સુરક્ષા કવચ

મહારાષ્ટ્ર સરકારે મંગળવાર 1 નવેમ્બરે નિર્ણય કર્યો હતો કે કે મુંબઈ પોલીસ હવે અભિનેતા સલમાન ખાનને Y+ ગ્રેડનું સુરક્ષા કવચ પ્રદાન કરશે, જે હાલના સુરક્ષા કવચ કરતા બે સ્તરથી વધુ છે. તાજેતરમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગની કથિત ધમકીઓને પગલે સરકારે આ નિર્ણય કર્યો હોવાનું માનવામાં આવે છે. વાય પ્લસ સુરક્ષા કવચમાં હવે 12 સશસ્ત્ર પોલીસની ટીમમાં કમાન્ડો પણ સામેલ હશે. અભિનેતા અક્ષય કુમાર અને અનુપમ ખેરને ‘X’ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store