Gujarat BJP president CR Patil hinted at early elections

ગુજરાતમાં ડિસેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 75 વર્ષથી વધુ ઉંમરના લોકોને તથા ધારાસભ્યો, સાંસદોના સગાઓને ટિકિટ ન આપવાનો નિયમ અમલી બનાવાનો સંકેત આપ્યો છે.

આ નિયમનો ઉલ્લેખ કરતાં ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કહ્યું છે કે, કોઇ નેતા કે જનપ્રતિનિધિઓના સગાને ટિકિટ આપવામાં આવશે નહીં. જયનારાયણ વ્યાસે પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું કારણ તેઓ 75 વર્ષને વટાવી ગયા છે અને વિધાનસભાની ચૂંટણીમાં તેમને ટિકિટ મળવાની ન હતી.

કમલમ્ ખાતે પત્રકારોના પ્રશ્નોના ઉત્તરમાં પ્રદેશ પ્રમુખ પાટીલે સ્પષ્ટ કર્યું કે, ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા અને તેમની પુત્રી તેમજ પાટણમાં ભરતસિંહ ડાભીએ તેમના ભાઇ માટે ટિકિટ માગી હતી. આ બન્ને સહિત તથા અન્ય નેતાઓ જે ટિકિટ માટેના ઇચ્છુક કે દાવેદારો હશે એમને ટિકિટ મળશે નહીં. પાર્ટીએ નક્કી કરેલું છે કે ધારાસભ્ય, સાંસદના સંતાનો, પરિવારના સભ્યોને ટિકિટ આપવામાં આવશે નહીં.

LEAVE A REPLY

sixteen + five =