Vol. 3 No. 317 About   |   Contact   |   Advertise January 5, 2023


 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
2023 માટે એશિયન અગ્રણીઓની આશાઓ અને અરમાનો

2022માં દેશના પ્રથમ એશિયન અને હિન્દુ વડા પ્રધાન બનનાર કોવ્ઝર્વેટીવ નેતા ઋષિ સુનકના “સીમાચિહ્ન” વારસાની પ્રશંસા કરતા અગ્રણી એશિયન નેતાઓએ મોંઘવારી, NHS અને આરોગ્ય સમસ્યાઓ, રેસીઝમ, માનસિક સુખાકારી સહિતના વિવિધ પ્રશ્નો અને મુશ્કેલીઓ બાબતે આગામી વર્ષમાં બ્રિટનના લોકો અને ખાસ કરીને લઘુમતી સમુદાયોના લોકોની આશાઓ, મહત્વાકાંક્ષાઓ અને પડકારોને જાહેર કર્યા છે. વિતેલા 12 મહિના યુકે માટે ભારે તોફાની અને મુશ્કેલ રહ્યા છે, જેની શરૂઆત યુક્રેન પર રશિયાના આક્રમણથી થઈ હતી અને ત્યારબાદ મહારાણીનું મૃત્યુ, બે વડા પ્રધાનો બોરિસ જૉન્સન અને લિઝ ટ્રસના રાજીનામાં અને છેલ્લે કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસીસે જનતાને પરેશાન કરી મૂકી છે.

Read More...
ઉત્તરાખંડમાં ઠંડીએ 30 વર્ષનો રેકોર્ડ તોડયો, પહલગામમાં તાપમાન -7.4 ડિગ્રી

હાલ અનેક રાજ્યોમાં રેકોર્ડ તોડતી ઠંડી પડી રહી છે. ઉત્તરાખંડમાં ઠંડીએ ૩૦ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. બર્ફીલી હવાઓ વચ્ચે ઉત્તરાખંડના હરિદ્વારમાં લઘુતમ તાપમાન ૦.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

Read More...
ભારતમાં 5 દેશોના વિમાન મુસાફરો માટે RT-PCR નેગેટિવ ટેસ્ટ ફરજિયાત

વિશ્વમાં અને ખાસ કરીને ચીનમાં કોરોનાના કેસોમાં ઉછાળાને પગલે ભારતે પહેલી જાન્યુઆરીથી પાંચ દેશોના વિમાન મુસાફરો માટે નેગેટિવ કોરોના ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે.

Read More...
એક વર્ષમાં ભારતીય કોલ સેન્ટરોએ ફ્રોડ દ્વારા અમેરિકન લોકો પાસેથી 10 બિલિયન ડોલર્સ ખંખેર્યા

ભારતીય ઇન્ફર્મેશન ટેકનોલોજી, આઉટસોર્સિંગ અને કોલ સેન્ટર વિશ્વમાં સૌથી અવ્વલ ક્રમના છે, તો આ કોલ સેન્ટરો સાથે ભારતનું નામ વૈશ્વિક સ્તરે ખરડાય એવા જંગી કૌભાંડ પણ ચાલી રહ્યા છે.

Read More...
વિનાશક સ્નોસ્ટોર્મથી અમેરિકાના 12 રાજ્યોમાં 60થી વધુનાં મોત

અમેરિકમાં ક્રિસ્મસના આરંભ અગાઉથી લઈને તેના શરૂઆતના દિવસોમાં આવેલા હાડ થિજાવી દેતા વિનાશક સ્નોસ્ટોર્મના પગલે આઠ રાજ્યોમાં 60થી વધુ લોકોના મોત થયાના અહેવાલો મળ્યા છે.

Read More...
ભારતમાં બેરોજગારીનો દર વધી 16 મહિનાની ટોચે

ભારતમાં ડિસેમ્બર 2022માં બેરોજગારીનો દર વધીને 16 મહિનાના ઊંચા સ્તરે પહોંચ્યો હતો. ડિસેમ્બર 2022માં બેરોજગારીનો દર વધીને 8.30 ટકા થયો હતો, જે નવેમ્બરમાં 8.00

Read More...
મેક્સિકો સરહદે ટ્રમ્પ વોલ કુદવાના પ્રયાસમાં ગુજરાતી પરિવારના ત્રણ સભ્યો નીચે પટકાયા, પિતાનું મોત

અમેરિકા-મેક્સિકો વચ્ચેની દિવાલ કુદવાના પ્રયાસમાં ગાંધીનગર જિલ્લાના એક વ્યક્તિના કથિત મોતની ગુજરાત પોલીસે તપાસ કરી છે. આ વ્યક્તિએ ટ્રમ્પ વોલ તરીકે ઓળખાતી દિવાલ કુદીને અમેરિકામાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો.

Read More...
કેનેડામાં વિદેશીઓ બે વર્ષ સુધી ઘર ખરીદી શકશે નહીં

કેનેડામાં રહેણાંક મિલકત ખરીદવા પર વિદેશીઓ પરનો પ્રતિબંધ રવિવાર, 1 જાન્યુઆરી 2023થી અમલમાં આવ્યો છે. આ નિર્ણયનો હેતુ મકાનની તંગીનો સામનો કરી રહેલા સ્થાનિકો લોકો માટે વધુ ઘરો ઉપલબ્ધ કરાવવાનો છે.

Read More...
વડાપ્રધાન મોદીના શતાયુ માતા હીરાબાનું અવસાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું શુક્રવાર, 30 ડિસેમ્બરના રોજ વહેલી સવારે 3.39 કલાકે અમદાવાદની હોસ્પિટલમાં નિધન થયું હતું. હીરાબા મોદી 99 વર્ષના હતા.

Read More...
પ્રમુખસ્વામી મહારાજ “શતાબ્દી મહાપુરુષ” અને “યુગપુરુષ” હતાઃ પૂ. મુનિજી

ઋષિકેશના પરમાર્થનિકેતન આશ્રમના વડા પૂ. ચિદાનંદ સરસ્વતી, મુનિજીએ ગત 25 ડિસેમ્બરના રોજ અનેક સંતો સાથે અમદાવાદમાં પ્રમુખસ્વામીનગર ખાતે પ.

Read More...

  Sports
શ્રીલંકા સામેની વન-ડે, ટી-20 સીરીઝમાં જાડેજા નહીં રમે

ભારતીય ક્રિકેટ બોર્ડે શ્રીલંકા સામેની આ મહિનામાં રમાનારી ત્રણ ટી-20 અને પછી ત્રણ વન-ડે ઈન્ટરનેશનલ મેચની સીરીઝમાં સુકાનીપદ બે અલગ-અલગ ખેલાડીઓને સોંપ્યું છે

Read More...
ઋષભ પંતની સ્થિતિમાં સુધારો, ક્યારે રમી શકશે તે કહેવું મુશ્કેલ

ભારતીય ક્રિકેટ ટીમનો આકર્ષક, આક્રમક બેટ્સમેન ઋષભ પંત શુક્રવારે (30 ડીસેમ્બર) કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો, તેને દહેરાદૂનની હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી

Read More...
મહાન ફૂટબોલર પેલેનું 82 વર્ષની ઉંમરે નિધન

બ્રાઝિલના મહાન ફૂટબોલર પેલેનું 82 વર્ષની વયે 30 ડિસેમ્બરે નિધન થયું હતું. પેલેની ગણના દુનિયાના સૌથી શ્રેષ્ઠ ફૂટબોલરોમાં થાય છે. 20મી સદીના મહાન ફૂટબોલર પેલેને કોલન કેન્સર હતું.

Read More...
ભારતમાં આ વર્ષે પહેલીવાર સ્વતંત્ર રીતે વન-ડે વર્લ્ડ કપ રમાશે

ક્રિકેટ ચાહકો માટે 2023ના વન-ડે વર્લ્ડ કપનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ વર્ષે પહેલીવાર, ભારતમાં સ્વતંત્ર રીતે, એકલા ભારતમાં જ સમગ્ર સ્પર્ધા રમાશે. વન-ડે વર્લ્ડ કપ આગામી

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
2022માં ગૌતમ અદાણીએ પાકિસ્તાનના શેરબજારના કુલ મૂલ્ય કરતાં વધુ કમાણી કરી

એશિયાના સૌથી ધનિક ગૌતમ અદાણની સંપત્તિમાં 2022ના વર્ષમાં પાકિસ્તાનના શેરબજારના કુલ માર્કેટ કેપ કરતાં વધુ વધારો થયો હતો. બ્લૂમબર્ગ બિલિયોનર્સના આંકડા પ્રમાણે ગૌતમ અદાણીએ 2022માં 33.80 બિલિયન ડોલરની સંપત્તિનું સર્જન કર્યું છે. આની સામે 26 ડિસેમ્બર 2022ના રોજ પાકિસ્તાનના શેરબજારનું કુલ માર્કેટકેપ આશરે 28.1 બિલિયન ડોલર હતું. 2022માં અદાણીની સંપત્તિમાં 44.2 ટકાનો વધારો થયો છે. ગૌતમ અદાણીને એક દેશ તરીકે જોવામાં આવે તો તેઓ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF)ના વર્ષ 2021ના અંદાજ પ્રમાણે નોમિનલ GDPની બાબતમાં વિશ્વના 64માં

Read More...
ધુમ્મસના કિસ્સામાં એરઇન્ડિયામાં ફ્લાઇટ રિશિડ્યૂલનો વિકલ્પ મળશે

ધુમ્મસને કારણે ફ્લાઇટ્સ ખોરવાઇ જવાથી મુસાફરોને થતી અસરને ઓછી કરવા માટે એર ઇન્ડિયાએ ‘ફોગ કેર’ નામની એક પહેલ કરી છે. આ યોજના હેઠળ કંપની મુસાફરોને તેમની અસરગ્રસ્ત ફ્લાઇટ્સને કોઇપણ વધારાના ચાર્જ વગર રિશિડ્યૂલ કરવાનો અથવા કેન્સલ કરવાનો વિકલ્પ આપશે. ટાટા ગ્રૂપની માલિકીની કંપનીની આ યોજનાનો શરૂઆતમાં દિલ્હી એરપોર્ટથી ઉપડતી અને આવતી ફ્લાઇટ્સ માટે અમલ થશે.

Read More...
મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટની સગાઇ

ગુજરાતના બિલિયોનેર ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટના પુત્રી રાધિકા મર્ચન્ટને પરણશે તેવી જાહેરાત અંબાણી પરિવારે ગુરુવારે કરી હતી. જોકે અંબાણી પરિવારે જારી કરેલા એક નિવેદનમાં અનંત અને રાધિકાના લગ્ન ક્યારે થશે તે અંગે જાહેરાત કરાઇ નથી. રાજસ્થાનના નાથદ્વારામાં શ્રીનાથજી મંદિર ખાતે પરિવારના સભ્યો અને મિત્રોની હાજરીમાં બન્નેની સગાઇની વિધિ યોજવામાં આવી હતી.

Read More...
ICICI બેન્કના ચંદા કોચર, વીડિયોકોન ગ્રુપના વેણુગોપાલ ધૂતની ધરપકડ

લોન કૌભાંડમાં ભારતની અગ્રણી ખાનગી બેન્ક ICICI બેન્કના ભૂતપૂર્વ CEO ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરની ધરપકડ થયા પછી કેન્દ્રી તપાસ એજન્સી સીબીઆઈએ હવે વીડિયોકોન ગ્રૂપના વડા વેણુગોપાલ ધૂતની સોમવાર, 26 ડિસેમ્બરે ધરપકડ કરી હતી. વીડિયોગ્રૂપને આઇસીઆઇસીઆઇ બેન્ક દ્વારા આપવામાં આવેલી આશરે રૂ.3000 કરોડની લોન સંદર્ભમાં આ ધરપકડ કરવામાં આવી હતી. ICICI બેન્ક સાથે થયેલી કથિત છેતરપિંડીના કેસમાં આ ધરપકડો કરવામાં આવી હતી..CBIનો આરોપ છે કે ચંદા કોચરે પોતાના હોદ્દાનો દુરુપયોગ કર્યો હતો અને વીડિયોકોનના પ્રમોટર વેણુગોપાલ ધૂતને 2009

Read More...
  Entertainment

ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માનો ગળે ફાંસો ખાઇ આપઘાત, કો-એક્ટરની ધરપકડ

ફિલ્મ અને ટીવીની 21 વર્ષીય અભિનેત્રી 21 વર્ષીય તુનિષા શર્માએ શનિવાર, 24 ડિસેમ્બરે મુંબઈમાં ટીવી સિરિયલના સેટ પર કથિત રીતે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આત્મહત્યા માટે ઉશ્કેરણી કરવા બદલ પોલીસે 26 ડિસેમ્બરે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં 27 વર્ષીય સહ-અભિનેતા શીઝાન ખાનની ધરપકડ કરી હતી. ઊભરતી ટીવી એક્ટ્રેસની કથિક આત્મહત્યાથી લવ જેહાદનો પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે તુનિષા શર્મા અને તેના બોયફ્રેન્ડ શીઝાન ખાન વચ્ચે હાલમાં થયેલું બ્રેકઅપ તેના જીવન ટૂંકાવવા પાછળનું એક કારણ હોઈ શકે છે, પોલીસે રવિવારે શીઝાનની (27)

Read More...

શાહરૂખની ફિલ્મ પઠાણમાં કેટલાંક ફેરફાર કરવા સેન્સર બોર્ડની સલાહ

બોલિવુડ અભિનેતા શાહરુખ ખાનની ચાર વર્ષ બાદ 23 જાન્યુઆરીએ રીલિઝ થઈ રહેલી પઠાણ ફિલ્મ વધુ એક મુશ્કેલીમાં સપડાઈ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (સીબીએફસી)એ ફિલ્મમાં કેટલાંક ફેરફાર કરવાની સલાહ આપી છે. અગાઉ આ ફિલ્મ તેના ગીત ‘બેશરમ રંગ’માં એક્ટ્રેસે પહેરેલી ભગવી બિકીનીને કારણે વિવાદમાં સપડાઈ હતી. તેનો સામાન્ય પબ્લિકથી લઈને કેટલાક સાધુસંતોએ પણ વાંધો ઉઠાવી લાગણીઓને ઠેસ પહોંચાડી હોવાનું કહ્યું હતું.

Read More...

સર્કસ પણ નિષ્ફળ રહેતા રણવીરની ફ્લોપ ફિલ્મની હેટ્રિક

રણવીર સિંહની 23 ડિસેમ્બર 2022એ રીલિઝ થયેલી ફિલ્મ સર્કસ પણ નિષ્ફળ રહેતા આ એક્ટરે ફ્લોપ ફિલ્મોની હેટ્રીક કરી છે. અગાઉ 13 મે 2022માં રીલિઝ થયેલી ફિલ્મ જયેશભાઇ જોરદાર અને 23 ડિસેમ્બર 2021ના રોજ રીલિઝ થયેલી ફિલ્મ “83” ફ્લોપ રહી હતી. જયેશભાઇ જોરદારે રૂ.15.59 કરોડની કમાણી કરી હતી, જ્યારે ક્રિકેટ આધારિત “83”એ રૂ.109.02 કરોડની કમાણી કરી હતી. લગભગ રૂપિયા 120 કરોડના બજેટમાં બનેલી ફિલ્મ સર્કલ માત્ર રૂ.29 કરોડની કમાણી કરી શકી હતી.

Read More...

લેખિકા તસ્લીમાની ટ્વીટના અભિષેકે આપેલા જવાબે સૌના દિલ જીત લીધા

બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીના એક ટ્વીટના અભિષેક બચ્ચને આપેલા જવાબ સૌના દિલ જીતી લીધા હતા. તસ્લીમાએ તાજેતરમાં એક ટ્વીટમાં કહ્યું હતું કે અભિષેક બચ્ચન તેના પિતા અમિતાભ બચ્ચન જેટલો ટેલેન્ટેડ નથી. આ ટ્વીટના જવાબમાં અભિષેકે કહ્યું હતું કે તસ્લીમાએ જે પણ કહ્યું તે એકદમ સાચું છે, કારણ કે ટેલેન્ટ કે અન્ય કોઈ પણ બાબતમાં તેના પિતાની આસપાસ કોઈ નથી. તે બેસ્ટ છે અને બેસ્ટ જ રહેશે. અભિષેકના આ મેચ્યોર રિપ્લાયની સોશિયલ મીડિયા યુઝર્સે પ્રશંસા કરી હતી.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store