India now has the largest share of ICC earnings
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ક્રિકેટ ચાહકો માટે 2023ના વન-ડે વર્લ્ડ કપનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ વર્ષે પહેલીવાર, ભારતમાં સ્વતંત્ર રીતે, એકલા ભારતમાં જ સમગ્ર સ્પર્ધા રમાશે. વન-ડે વર્લ્ડ કપ આગામી ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં રમાશે, જો કે હજી તેનું તારીખો અને સ્થળો સાથેનું શિડ્યુલ જાહેર કરાયું નથી.

ભારતમાં આ અગાઉ પણ વન-ડે વર્લ્ડ કપ ક્રિકેટ સ્પર્ધા રમાઈ ચૂકી છે, પણ તેનું આયોજન એકથી વધુ દેશો વચ્ચે સંયુક્ત રીતે કરાયું હતું. આગામી વન-ડે વર્લ્ડ કપમાં કુલ 10 ટીમો સ્પર્ધામાં હશે અને 2019ના વર્લ્ડકપથી અલગ, કોઈ ગ્રુપ નહીં હોય. તમામ ટીમો એકબીજા સામે રમશે અને ટોપ-4 ટીમ સેમિફાઇનલમાં પહોંચશે. આ સ્પર્ધામાં ભારત અને પાકિસ્તાનનો મુકાબલો થઈ શકે છે. આ સ્પર્ધા માટે અત્યાર સુધીમાં 7 ટીમો ક્વોલિફાય થઈ ચૂકી છે. આ અગાઉ ભારતમાં 1987 ભારત અને પાકિસ્તાન સંયુક્ત રીતે, 1996માં ભારત, પાકિસ્તાન અને શ્રીલંકામાં આ સ્પર્ધા રમાઈ હતી, તો 2011માં ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશમાં સયુક્ત રીતે વર્લ્ડ કપનું આયોજન કરાયું હતું. ભારત છેલ્લે 2011માં વન-ડે વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યું હતું.

LEAVE A REPLY

twenty − eleven =