Vol. 3 No. 318 About   |   Contact   |   Advertise January 12, 2022


 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
પ્રિન્સ હેરીએ પરિવારની આબરૂના ધજાગરા ઉડાડ્યા

બ્રિટનના શાહિ પરિવારના રાજકુમાર અને ડ્યુક ઓફ સસેક્સ પ્રિન્સ હેરીએ પોતાના સંસ્મરણો રજૂ કરતા પુસ્તક ‘સ્પેર’ અને શ્રેણીબધ્ધ બોમ્બશેલ્સ ટીવી ઇન્ટરવ્યુમાં પોતાના પિતા કિંગ ચાર્લ્સ ત્રીજા, પોતાના સગા ભાઇ પ્રિન્સ વિલિયમ, ભાભી કેટ, શાહી પરિવાર સહિત અન્યો પર કરેલા સનસનાટીભર્યા દાવાઓ અને આક્ષેપો કરી બ્રિટનના શાહી પરિવારની આબરૂના ધજાગરા ઉડાવ્યા છે અને શાહી પરિવારનૂ હાલત આખી દુનિયામાં શરમજનક બનાવી દીધી છે. પ્રિન્સ હેરીએ કરેલા આક્ષેપો એટલા જોરદાર છે કે પ્રિન્સ હેરી સાથે શાહી પરિવારના સૌ સદસ્યો બાકી રહેલા સંબંધોનો પણ અંત લાવી દેશે અને રોયલ ફેમિલીમાં ફરિયાદો અને કડવાશને જન્મ આપશે.

Read More...
પ.પૂ. પ્રમુખસ્વામી માટે દરેક વ્યક્તિ મૂલ્યવાન હતીઃ બેરી ગાર્ડિનર

લંડનના નોર્થ બ્રેન્ટના એમપી બેરી ગાર્ડિનર ગયા સપ્તાહે ઈન્ડિયા, ગુજરાતના પ્રવાસે ગયા હતા. ત્યાં તેમણે અમદાવાદમાં પ્રમુખસ્વામી જન્મ શતાબ્દિ મહોત્સવની,

Read More...
કેલિફોર્નિયામાં પરિવાર સાથેની ટેસ્લા ખીણમાં ધકેલવા બદલ ગુજરાતી ડોક્ટરની ધરપકડ

અમેરિકાના કેલિફોર્નિયામાં હત્યાના પ્રયાસ અને બાળ દુર્વ્યવહારની શંકાના આધારે ગુજરાતી મૂળના 41 વર્ષના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.

Read More...
પ્રવાસી ભારતીયો ભારતના “બ્રાંડ એમ્બેસડર્સ” છેઃ મોદી

મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં સોમવાર, 9 જાન્યુઆરી 2023એ 17મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રવાસી ભારતીયોને વિદેશની ધરતી પર ભારતના

Read More...
જૈન સમુદાયનો વિજયઃ સમેત શિખર પ્રવાસન સ્થળ નહીં બને, તીર્થધામ જ રહેશે

છેલ્લાં કેટલાંક દિવસોથી જૈન સમુદાયના દેશભરમાં ઉગ્ર દેખાવોને પગલે મોદી સરકારે ગુરુવાર, 5 જાન્યુઆરીએ પારસનાથ ટેકરી પર તમામ પર્યટન પ્રવૃત્તિઓ પર રોક લગાવી દીધી હતી અને ઝારખંડ

Read More...
પ્રિન્સ હેરીનો શાહી ‘મૌન’ પર હુમલો

ડ્યુક ઓફ સસેક્સ પ્રિન્સ હેરીએ એક ITV ઇન્ટરવ્યુમાં ટોમ બ્રેડબી સમક્ષ રોયલ ફેમિલી પર આરોપ મૂક્યો છે કે જેરેમી ક્લાર્કસનની ગયા મહિને ‘સન’માં છપાયેલ અખબારી કોલમના વિવાદમાં તેની પત્ની

Read More...
25 અફઘાન તાલિબાનને મારી નાખ્યા હોવાનો હેરીનો દાવો

પ્રિન્સ હેરીએ અફઘાનિસ્તાનમાં 2012-13માં હેલિકોપ્ટર પાઇલટ તરીકે સેવા આપતી વખતે 25 તાલિબાન લડવૈયાઓને મારી નાખ્યા હોવાનો અને છ મિશનમાં ભાગ લીધો હોવાનો દાવો કર્યો હતો.

Read More...
પૌરાણિક શહેર જોશીમઠનુ અસ્તિત્વ જોખમમાં, 600 મકાનોમાં તિરાડો

ઉત્તરાખંડમાં આવેલા પ્રાચીન નગર અને પવિત્ર યાત્રાધામ જોશીમઠ નેસ્તનાબૂદ થવાના આરે આવી ગયું છે. સમગ્ર શહેરની જમીન ખસી રહી હોવાથી ભૂસ્ખલન થઈ રહ્યો છે અને 600 મકાનમાં તિરાડો પડી ગઈ છે.

Read More...
અમૂલના MD સોઢીની હકાલપટ્ટી, જયેન મહેતાની વરણી

અમૂલ બ્રાન્ડ હેઠળ મિલ્ક પ્રોડક્ટસનું વેચાણ કરતાં ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના મેનેજિંગ ડિરેક્ટર (એમડી) તરીકે આર એસ સોઢીને દૂર કરવામાં આવ્યા હતા અને તેમની

Read More...
અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્વનો પ્રારંભ

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રવિવાર, 8 જાન્યુઆરીથી આઠ દિવસ લાંબા ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ 2023 પ્રારંભ થયો હતો. આ વખતે કાઈટ ફેસ્ટિવલની થીમ G20 સમિટ આધારિત છે.

Read More...

  Sports
સૂર્યકુમારનો ઝંઝાવાત, ભારતે ટી-20 સીરીઝમાં શ્રીલંકાને 2-1થી હરાવ્યું

શનિવારે (7 જાન્યુઆરી) રાજકોટમાં અનેક નવા રેકોર્ડ્સ નોંધાયા હતા અને ભારતે શ્રીલંકા સામે ઘરઆંગણે સીરીઝ નહીં હારવાનો પોતાનો વર્ષોનો રેકોર્ડ પણ 91 રને ધમાકેદાર વિજય સાથે જાળવી રાખ્યો હતો.

Read More...
સાનિયા મિર્ઝા દુબઈની ટુર્નામેન્ટ પછી નિવૃત્તિ લેશે

પાકિસ્તાની ક્રિકેટર પતિ શોએબ મલિક સાથેના તલાકની અટકળો – અનુમાનો વચ્ચે ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ પ્રોફેસનલ ટેનિસ ખેલાડી તરીકે નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે.

Read More...
બુમરાહ શ્રીલંકા સામેની વન-ડે સીરીઝમાં પણ નહીં રમે

ભારતીય ક્રિકેટ બોર્ડે ટીમના મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ વિષેનો નિર્ણય ફરી બદલ્યો છે. શ્રીલંકા સામેની બન્ને સીરીઝની ટીમની જાહેરાત કરાઈ ત્યારે તેનો સમાવેશ નહોતો કરાયો, એ પછી અચાનક ગયા

Read More...
ઉનડકટનો રણજી ટ્રોફીની પહેલી જ ઓવરમાં હેટટ્રિકનો ઐતિહાસિક રેકોર્ડ

સૌરાષ્ટ્રના ફાસ્ટ બોલર અને ભારતીય ટીમ વતી પણ કેટલીક મેચ રમી ચૂકેલા જયદેવ ઉનડકટે 2023નો ધમાકેદાર આરંભ કરી રણજી ટ્રોફીના ઈતિહાસમાં મેચની પહેલી જ ઓવરમાં હેટટ્રિક ઝડપી એક ઐતિહાસિક

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
જાન્યુઆરી ટેક કર્મચારીઓ માટે સૌથી ભયાનક બનશે?

ફેસબૂક, એમેઝોન, સ્નેપડીલ, ઇન્ટેલ, નેટફ્લિક્સ અને અન્ય દિગ્ગજ ટેકનોલોજી કંપનીઓએ 2022માં નોકરીઓમાં કાપ મૂક્યો હતો. કેટલીક કંપનીઓએ કોરોના મહામારીની અસરોને ટાંકીને અને અન્ય કંપનીઓએ ઝડપી વૃદ્ધિના સમયગાળા દરમિયાન ઓવરહાયરિંગ જેવા કારણો આપ્યા હતા. ક્રંચબેઝ ટેલી અનુસાર, વર્ષ 2022 દરમિયાન યુએસ ટેક સેક્ટરમાં 91,000 થી વધુ કામદારોએ તેમની નોકરી ગુમાવી છે. જોકે હવે હોલિડે સિઝન પછી ટૂંકસમયમાં વધુ છટણીઓ થવાની આશંકા છે અને ટેક કંપનીઓની આગેવાની હેઠળની તમામ ક્ષેત્રોની ઘણી કંપનીઓ જાન્યુઆરીથીતાં હજારો કર્મચારીઓની છટણી કરવા તૈયાર છે.

Read More...
ભારતનો વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રનો દરજ્જો જોખમમાં

ભારતનું અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષમાં માત્ર સાત ટકાની વૃદ્ધિ નોંધાવશે તો ભારત વિશ્વમાં સૌથી વધુ ઝડપથી વિકસતા અર્થતંત્રનો પ્રતિષ્ઠાભર્યો દરજ્જો ગુમાવી શકે છે. ખાડી દેશ સાઉદી અરેબિયાનું અર્થતંત્ર ચાલુ વર્ષે 7.6 ટકા વૃદ્ધિ નોંધાવે તેવો અંદાજ છે, જે ભારત કરતાં વધુ હશે. હકીકતમાં ભારતની જીડીપી વૃદ્ધિ ચાલુ નાણાકીય વર્ષના જુલાઈ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 6.3 ટકા રહી હતી, જે સાઉદી અરેબિયાના 8.7 ટકા વૃદ્ધિ કરતાં ઘણી નીચી છે.

Read More...
ભારતમાં વોલમાર્ટ સહિતના ઇન્વેસ્ટર્સે $1 બિલિયનો ટેક્સ ભરવો પડશે

ડિજિટલ પેમેન્ટસ જાયન્ટ ફોનપેનાના શેરધારકોએ ભારતમાં હેડક્વાર્ટર શિફ્ટ કરવાના નિર્ણયને અને તેને પગલે વેલ્યુએશનમાં થયેલા વધારાને કારણે ભારત સરકારને ટેક્સમાં $1 બિલિયન ચૂકવવા પડશે. ડિજિટલ પેમેન્ટ કંપનીએ તેનું હેડક્વાર્ટર ભારતમાં શિફ્ટ કરતા પેરેન્ટ કંપની વોલમાર્ટે આ ટેક્સ ચૂકવવાનો આવ્યો છે. વોલમાર્ટે ફ્લિપકાર્ટને હસ્તગત કર્યા પછી ફોનપે પ્રાઇવેટ લિમિટેડને તેનાથી અલગ કર્યુ છે. તેનું મુખ્યમથક પણ સિંગાપોરથી ભારતમાં લાવ્યા છે.

Read More...
ચાલુ વર્ષે ભારતની GDP વૃદ્ધિ ઘટી 7% થવાનો અંદાજ

વિશ્વના અર્થતંત્રો હાલમાં મંદીનો સામનો કરી રહ્યા છે, ત્યારે ભારતના અર્થતંત્રમાં પણ નરમાઈના સંકેત મળી રહ્યા છે. અર્થતંત્રમાં ઘટતી જતી માંગ તથા માઇનિંગ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના નબળા દેખાવને કારણે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતના જીડીપીમાં ગયા વર્ષની સરખામણીમાં મોટો ઘટાડો થવાનો સરકારે અંદાજ રજૂ કર્યો છે. બજેટ પહેલા સરકારે જારી કરેલા ડેટા મુજબ ભારતીય અર્થતંત્ર 2022-23ના નાણાકીય વર્ષમાં 7 ટકાની વૃદ્ધિ નોંધાવશે. આની સામે દેશની જીડીપીમાં ગયા નાણાકીય વર્ષમાં 8.7 ટકાની વૃદ્ધિ થઈ હતી. ચાલુ વર્ષે જીડીપીમાં ઘટાડાને કારણે ભારત વિશ્વમાં સૌથી વધુ ઝડપથી વિકસતા અર્થતંત્રનો દરજ્જો ગુમાવે તેવી ધારણા છે.

Read More...
  Entertainment

બોયકોટ બોલિવૂડ ટ્રેન્ડ વચ્ચે મુંબઈમાં યોગીની બોલિવૂડ હસ્તીઓ સાથે બેઠક

હિન્દુ વિરોધી ચિત્રણોને પગલે ભારતમાં છેલ્લાં કેટલાંક સમયથી બોયકોટ બોલિવૂડ ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને મોટાભાગની હિન્દી ફિલ્મો ફ્લોપ બની રહી છે. બીજી તરફ સાઉથ ઇન્ડિયાની ફિલ્મો જંગી કમાણી કરી રહી છે. બોલિવૂડની આ તમામ ચિંતાઓએ વચ્ચે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન અને હિન્દુવાદી નેતા યોગી આદિત્યનાથે તેમના રાજ્ય બોલિવૂડને આમંત્રણ આપવા માટે મુંબઈમાં બોલિવૂડ હસ્તીઓ સાથે બેઠક કરી હતી. ઉત્તર પ્રદેશ ફિલ્મ સીટીના પ્રમોશન અને પ્લાનિંગ અંતર્ગત યોજાયેલી આ બેઠકમાં અભિનેતા સુનિલ શેટ્ટીએ યોગી આદિત્યનાથને ‘બોયકોટ બોલિવૂડ’ ટ્રેન્ડ બંધ કરાવવા માટે રિકવેસ્ટ કરી હતી.

Read More...

‘પઠાણ’માં દીપિકાના ઉત્તેજક ક્લોઝ-અપ પર સેન્સર બોર્ડની કાતર

સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એ શાહરૂખ ખાનની આગામી ફિલ્મ પઠાણના ગીત બેશરમ રંગમાં મુખ્ય ત્રણ ફેરફારોની ભલામણ કરી છે. જો કે, તેમાંના કોઈપણ ફેરફારોમાં ભગવી બિકીની સંબંધિત ન હોવાનું માનવામાં આવે છે. અહીં ઉલ્લેખનીય છે કે ભગવી બિકીને કારણે આ ફિલ્મ વિવાદમાં ફસાઈ હતી અને તેનો બહિષ્કાર કરવાનો ટ્રેન્ડ ચાલ્યો હતો. સેન્સર બોર્ડ દ્વારા 10 થી વધુ કટની ભલામણ કરવામાં આવી છે,

Read More...

સર્કસ પણ નિષ્ફળ રહેતા રણવીરની ફ્લોપ ફિલ્મની હેટ્રિક

રણવીર સિંહની 23 ડિસેમ્બર 2022એ રીલિઝ થયેલી ફિલ્મ સર્કસ પણ નિષ્ફળ રહેતા આ એક્ટરે ફ્લોપ ફિલ્મોની હેટ્રીક કરી છે. અગાઉ 13 મે 2022માં રીલિઝ થયેલી ફિલ્મ જયેશભાઇ જોરદાર અને 23 ડિસેમ્બર 2021ના રોજ રીલિઝ થયેલી ફિલ્મ “83” ફ્લોપ રહી હતી. જયેશભાઇ જોરદારે રૂ.15.59 કરોડની કમાણી કરી હતી, જ્યારે ક્રિકેટ આધારિત “83”એ રૂ.109.02 કરોડની કમાણી કરી હતી. લગભગ રૂપિયા 120 કરોડના બજેટમાં બનેલી ફિલ્મ સર્કલ માત્ર રૂ.29 કરોડની કમાણી કરી શકી હતી.

Read More...

બોલીવૂડ બાદશાહ છે ગ્રેટ આર્ટિસ્ટ

શાહરુખ ખાનના ચાહકો વિશ્વભરમાં ફેલાયેલા છે. માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ તેમની ફિલ્મોની આતુરતાથી રાહ જોવાતી હોય છે. શાહરુખ ખાનની લોકપ્રિયતાનો અંદાજ એના પરથી લગાવી શકાય છે કે, તેમને જાણીતા ફેમસ મેગેઝીન એમ્પાયરે વિશ્વના 50 મહાન કલાકારોની યાદીમાં સ્થાન આપ્યું છે. આ યાદીમાં બોલિવૂડમાંથી સામેલ થનાર એકમાત્ર અભિનેતા શાહરુખ ખાન છે. હોલીવુડમાંથી અભિનેતા ડેનજેલ વોશિંગટન, ટોમ હૈંક્સ, એન્થની માર્લન બ્રૈંડો, મેરિલ સ્ટ્રીપ, જૈક નિકોલસન સહિત અનેક કલાકોરના નામનો સમાવેશ થાય છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store