Bollywood Badshah is a great artist

શાહરુખ ખાનના ચાહકો વિશ્વભરમાં ફેલાયેલા છે. માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ તેમની ફિલ્મોની આતુરતાથી રાહ જોવાતી હોય છે. શાહરુખ ખાનની લોકપ્રિયતાનો અંદાજ એના પરથી લગાવી શકાય છે કે, તેમને જાણીતા ફેમસ મેગેઝીન એમ્પાયરે વિશ્વના 50 મહાન કલાકારોની યાદીમાં સ્થાન આપ્યું છે.

આ યાદીમાં બોલિવૂડમાંથી સામેલ થનાર એકમાત્ર અભિનેતા શાહરુખ ખાન છે. હોલીવુડમાંથી અભિનેતા ડેનજેલ વોશિંગટન, ટોમ હૈંક્સ, એન્થની માર્લન બ્રૈંડો, મેરિલ સ્ટ્રીપ, જૈક નિકોલસન સહિત અનેક કલાકોરના નામનો સમાવેશ થાય છે. મેગેઝીને જણાવ્યું હતું કે ખાનની કારકિર્દી હવે ચાર દાયકા સુધી વિસ્તરેલી છે “અનબ્રોકન હિટની નજીક છે, અને તેના ચાહકોની સંખ્યા બિલિયન્સમાં છે”. વધુમાં મેગેઝીને કહ્યું કે તમે કોઈપણ ચમત્કાર અને પોતાના કામમાં મહારત મેળવ્યા વગર આવું કરી શકતા નથી. તે લગભગ દરેક ક્ષેત્રમાં અનુકૂળ છે, એવું કંઈ જ નથી જે તે ના કરી શકતા હોય. મેગેઝીનમાં શાહરૂખની કેટલીક ફિલ્મોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ પૈકી, સંજય લીલા ભણસાલી દ્વારા દિગ્દર્શિત “દેવદાસ”, કરણ જોહર દ્વારા “માય નેમ ઈઝ ખાન” અને “કુછ કુછ હોતા હૈ” અને આશુતોષ ગોવારિકર દ્વારા દિગ્દર્શિત “સ્વદેશ”માં ખાનના પાત્રનો સમાવેશ થાય છે. 2012 ની ફિલ્મ “જબ તક હૈ જાન” ના તેમના સંવાદ – “જિંદગી તો હર રોજ જાન લેતી હૈ… બમ તો સિર્ફ એક બાર લેગા” ને તેની કારકિર્દીના “પ્રતિષ્ઠિત સંવાદ” તરીકે ઓળખવામાં આવે છે. ાહરુખ ખાનની નવી ફિલ્મ `પઠાન` 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે. સિદ્ધાર્થ આનંદ દ્વારા દિગ્દર્શિત ફિલ્મમાં જોન અબ્રાહમ અને દીપિકા પાદુકોણ પણ છે. આ ઉપરાંત તે વધુ બે ફિલ્મોમાં જોવા મળશે. જેમાંની એક `જવાન` છે અને બીજી રાજકુમાર હિરાનીની ફિલ્મ ડંકી છે.

LEAVE A REPLY

seventeen − six =