property tax

ડિજિટલ પેમેન્ટસ જાયન્ટ ફોનપેનાના શેરધારકોએ ભારતમાં હેડક્વાર્ટર શિફ્ટ કરવાના નિર્ણયને અને તેને પગલે વેલ્યુએશનમાં થયેલા વધારાને કારણે ભારત સરકારને ટેક્સમાં $1 બિલિયન ચૂકવવા પડશે. ડિજિટલ પેમેન્ટ કંપનીએ તેનું હેડક્વાર્ટર ભારતમાં શિફ્ટ કરતા પેરેન્ટ કંપની વોલમાર્ટે આ ટેક્સ ચૂકવવાનો આવ્યો છે.

વોલમાર્ટે ફ્લિપકાર્ટને હસ્તગત કર્યા પછી ફોનપે પ્રાઇવેટ લિમિટેડને તેનાથી અલગ કર્યુ છે. તેનું મુખ્યમથક પણ સિંગાપોરથી ભારતમાં લાવ્યા છે. આ ફિનટેક કંપની જનરલ એટલાન્ટિકકતાર ઇન્વેસ્ટમેન્ટ વગેરે  પાસેથી 12 બિલિયન ડોલરના વેલ્યુએશન સાથે ભંડોળ મેળવી રહી છે. તેનાથી ટાઇગર ગ્લોબલ મેનેજમેન્ટે નવા ભાવે દેશમાં ફોનપેના શેર ખરીદ્યા છે. તેનાથી હાલના શેરહોલ્ડર્સ માટે ટેક્સ બિલમાં રૂ.8,000 કરોડનો વધારો થયો છે.  

બ્લૂમબર્ગે સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે વોલમાર્ટ  અને ફોનપેના અન્ય શેરહોલ્ડરોએ ફોનપેનાના સ્થાનાંતરણ અને મૂલ્યમાં વધારા કારણે નાણાં ખર્ચવા પડશે, 

LEAVE A REPLY

4 × two =