Vol. 1 No. 4 About   |   Contact   |   Advertise March 1, 2023


 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
પાકિસ્તાન, ચીનને સહાય બંધ કરવા નિક્કી હેલીનો નિર્ધાર

અમેરિકામાં પ્રેસિડન્ટપદના રીપબ્લિકન પાર્ટીના ઉમેદવાર નિક્કી હેલીએ કહ્યું છે કે તેઓ સત્તા ઉપર આવશે તો અમેરિકા પ્રત્યે નફરત ધરાવતા દેશો માટે વિદેશી સહાયના દરેક સેન્ટમાં કાપ મૂકશે. આવા દેશોમાં ચીન, પાકિસ્તાન તથા અન્ય દેશોનો સમાવેશ થાય છે, ન્યૂ યોર્ક પોસ્ટ માટે એક ઓપેડમાં તેમણે લખ્યું છે કે “જે દેશો અમને નફરત કરે છે તેમની વિદેશી સહાય બંધ કરીશ. એક મજબૂત અમેરિકા ખરાબ લોકોને સહાય આપી શકે નહીં. અમેરિકાના લોકોના મહેનતથી કમાયેલા પૈસા વેડફી શકાય નહીં. આપણા વિશ્વાસને લાયક ફક્ત એવા નેતાઓ છે જે આપણા દુશ્મનોનો સામનો કરે અને આપણા મિત્રોની પડખે ઉભા રહે.

Read More...
ગુજરાતમાં કોઇપણ નવા ટેક્સ વગરનું રૂ.3.01 લાખ કરોડનું બજેટ

ગુજરાત વિધાનસભામાં શુક્રવાર, 24 ફેબ્રુઆરીએ નાણાપ્રધાન કનુભાઈ દેસાઇએ રજૂ કરેલા 2023-24ના નાણાકીય વર્ષના આશરે રૂ.3.01 લાખ કરોડના બજેટમાં કોઇ કોઈ નવા ટેક્સ લાદવામાં આવ્યા નથી.

Read More...
વિવેક રામાસ્વામીએ 2024ની અમેરિકાની પ્રેસિડન્ટની ચૂંટણીમાં ઝુકાવ્યું

ઇન્ડિયન અમેરિકન ટેક આંત્રેપ્રિન્યોર વિવેક રામસ્વામીએ અમેરિકાની 2024ની પ્રેસિડન્ટની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. નિક્કી હેલી પછી રિપબ્લિકન પાર્ટીના પ્રેસિડેન્શિયલ પ્રાઇમરીમાં ઉમેદવારીની

Read More...
અમેરિકામાં ભારે બરફ વર્ષાથી વ્યાપક અંધારપટ, 1550 ફ્લાઇટ રદ

કેલિફોર્નિયાથી લઇને ન્યૂયોર્ક સહિતનું ઉત્તરપૂર્વ અમેરિકામાં મંગળવારે સ્ટોનસ્ટોર્મથી જન જીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. ભયાનક બરફવર્ષાને કારણે લગભગ 450 ફ્લાઇટ રદ કરાઈ હતી અને 500થી

Read More...
વિવેક રામાસ્વામી પ્રેસિડન્ટ બનશેઃ બિલ એકમેનની આગાહી

વિવેક રામાસ્વામીએ પ્રેસિડન્ટની ચુંટણીમાં ઝુકાવવાની જાહેરાત કરી તે પહેલા અમેરિકન ઇન્વેસ્ટર બિલ એકમેને આગાહી કરી હતી કે ભારતીય મૂળના આ ઉદ્યોગસાહસિક પ્રેસિડન્ટની ચૂંટણી લડશે અને વિજયી

Read More...
અમેરિકાના કેટલાક વિસ્તારોમાં ભારે હિમવર્ષા, વાવાઝોડા, પૂરથી હજ્જારોને અસર

સાઉથ કેલિફોર્નિયામાં ગત શક્રવારે ભારે હિમવર્ષા થઈ હતી, અને લોસ એન્જલસની આસપાસના પર્વતીય વિસ્તારોમાં બરફની ચાદર પથરાઈ ગઈ હતી, જ્યારે અન્ય સ્થળોમાં ભારે વરસાદને કારણે પૂરનું જોખમ

Read More...
બળજબરીથી કરાતા લગ્ન રોકવા ઈગ્લેન્ડ, વેલ્સમાં લગ્નની કાનૂની વય 18 વર્ષ

બળજબરીથી કરાતા લગ્નને રોકવા માટે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં લગ્ન કરવાની કાનૂની વય 18 વર્ષ કરવાનો નવો કાયદો સોમવારથી અમલમાં આવ્યો છે. આ કાયદાનો હેતુ નિર્દોષ યુવાન-યુવતોને તેમની

Read More...
મોરબી દુર્ઘટનાકેસમાં મૃતકના પરિવારજનને રૂ.10 લાખ ચૂકવવા ઓરેવાને આદેશ

ગુજરાત હાઇકોર્ટે બુધવારે મોરબી પુલ દુર્ઘટનાના દરેક મૃતકના પરિવારને રૂ.10 લાખ અને ઘાયલ થયેલા લોકોને રૂ.2 લાખનું વચગાળાનું વળતર આપવા ઓરેવા ગ્રૂપને આદેશ આપ્યો હતો.

Read More...
અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સ વસૂલાત ઝુંબેશ, 971 મિલકતોની સીલ કરાઈ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ઘણા વર્ષોથી મિલકત વેરો નહીં ભરનારા પ્રોપર્ટી માલિકો સામે કાર્યવાહી હાથ ધરીને તેમની મિલકતો સીલ કરવાનું શરૂ કર્યું છે.

Read More...
સરકારે ‘એનિમી પ્રોપર્ટી’ વેચી રૂ.3,400 કરોડ ઉભા કર્યાં

સરકારે ‘એનિમી પ્રોપર્ટી’ના વેચાણમાંથી રૂ.૩,૪૦૦ કરોડ મેળવ્યા છે. શેર અને સોના જેવી મોટા ભાગની જંગમ મિલકતોને વેચવામાં આવી છે.

Read More...

  Sports
મહિલા ટી-20 વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત ચેમ્પિયન

રવિવારે સાઉથ આફ્રિકામાં રમાયેલી આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની ટીમે યજમાન દક્ષિણ આફ્રિકાને 19 રને હરાવીને સતત છઠ્ઠી વખત ટાઈટલ મેળવ્યું હતું.

Read More...
ઓસ્ટ્રેલિયાની વન-ડે ટીમમાં 3 ખેલાડીઓની વાપસી

ઓસ્ટ્રેલિયાએ ભારત સામેની આગામી વન-ડે સીરીઝ માટે 16 સભ્યોની ટીમનીં જાહેરાત કરી દીધી છે. મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ અને ઝાય રીચર્ડસનનો લાંબા સમય પછી પુન સમાવેશ કરાયો છે.

Read More...
ભારતના વિદિતે ચેસ વર્લ્ડ ચેમ્પિયન કાર્લ્સનને હરાવ્યો

ભારતના ગ્રાન્ડ માસ્ટર વિદિત ગુજરાતીએ તેની કારકિર્દીના સીમાચિહ્નરૂપ વિજયમાં વર્લ્ડ ચેસ ચેમ્પિયન, નોર્વેના મેગ્નસ કાર્લ્સનને પ્રો ચેસ લીગ રેપિડ ટુર્નામેન્ટમાં હરાવ્યો હતો.

Read More...
શૂટિંગ વર્લ્ડકપ: ભારતના ઐશ્વર્ય પ્રતાપ સિંહને ગોલ્ડ મેડલ

ભારતીય શૂટર ઐશ્વર્ય પ્રતાપ સિંહે ઈજીપ્તના કૈરોમાં યોજાઈ ગયેલી આઇએસએસએફ શૂટિંગ વર્લ્ડ કપમાં પુરુષોની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશનની સ્પર્ધામાં ગયા સપ્તાહે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
ભારતને પાછળ રાખી યુકે વિશ્વનું છઠ્ઠુ સૌથી મોટું શેરબજાર બન્યું

ભારતને પાછળ રાખીને યુકે વિશ્વનું છઠ્ઠા ક્રમનું સૌથી મોટું શેરબજાર બન્યું હતું. નવ મહિનામાં પ્રથમ વખત આવ્યું બન્યું છે. પાઉન્ડમાં નરમાઈથી લંડન શેરબજારમાં હેવીવેઇટ નિકાસકાર કંપનીઓના આકર્ષણમાં વધારો થયો હતો, ત્યારે અદાણી ગ્રૂપની સમસ્યાથી મુંબઈમાં શેરબજારમાં ગાબડુ પડ્યું હતું. બ્લૂમબર્ગના 22 ફેબ્રુઆરીના ડેટા મુજબ ઇટીએફ અને એડીઆર સિવાય યુકેમાં પ્રાયમરી લિસ્ટિંગ ધરાવતી કંપનીઓનું કુલ માર્કેટ કેપ 3.1 ટ્રિલિયન ડોલર થયું હતું, જે ભારતના બજાર કરતાં 5.1 બિલિયન ડોલર વધુ હતું. 29 મે પછી પ્રથમ વખત યુકેના ઈક્વિટી માર્કેટે ભારતને પાછળ છોડી દીધું હતું.

Read More...
વેદાંત-હિન્દુસ્તાન ઝિન્ક સોદાનો સરકારે વિરોધ કરતાં અનિલ અગ્રવાલને ફટકો

વેદાંત રિસોર્સિસ પાસેથી 2.98 બિલિયન ડોલરમાં એસેટ ખરીદવાની હિન્દુસ્તાન ઝિન્કની યોજનાનો ભારત સરકારે વિરોધ કર્યો છે. તેનાથી આ અગ્રણી માઇનિંગ કંપનીના 7.7 બિલિયન ડોલરના ચોખ્ખા દેવામાં ઘટાડો કરવાની બિલિયોનેર અનિલ અગ્રવાલની યોજનાને ફટકો પડ્યો છે. ભારત સરકાર હિન્દુસ્તાન ઝિન્કમાં આશરે 30 ટકા ઇક્વિટી હિસ્સો ધરાવે છે. હિન્દુસ્તાન ઝિન્કે વેદાંત લિમિટેટની આફ્રિકા ખાતેની કેટલીક ઝિન્ક એસેટ ખરીદવાની યોજના બનાવી છે, જેનો સરકારે વિરોધ કર્યો છે. હિન્દુસ્તાન ઝિન્કનો 65 ટકા હિસ્સો વેદાંત પાસે છે.

Read More...
પ્રુડેન્શિયલના CEO તરીકે અનિલ વાધવાણીએ કાર્યભાર સંભાળ્યો

બ્રિટિશ વીમા કંપની પ્રુડેન્શિયલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ) તરીકે અનિલ વાધવાણીની 25 ફેબ્રુઆરીએ કાર્યભાર સંભાળ્યો હતો. બ્રિટનની આ અગ્રણી કંપની એશિયન દેશો પર ફોકસ કરી રહી છે ત્યારે આ નિમણુકનું વિશેષ મહત્ત્વ છે. તેમની નવી ભૂમિકા વિશે બોલતા વાધવાણીએ કહ્યું કે તેઓ કંપનીના એશિયન અને આફ્રિકન કામગીરીના વિકાસમાં શ્રેષ્ઠ સમય દરમિયાન ટીમમાં જોડાવા માટે રોમાંચિત છે અને તેઓ ગ્રાહકો, સહકર્મીઓ, રોકાણકારો અને મુખ્ય હિતધારકોને મળવા આતુર છે. પ્રુડેન્શિયલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વાધવાણી મેન્યુલાઇફ એશિયાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ અને સીઇઓ છે.

Read More...
અમદાવાદની પ્રતિષ્ઠિત IIMના ભૂતપૂર્વ વિદ્યાર્થી અજય બાંગા વર્લ્ડ બેન્કના વડા બનશે

અમદાવાદ ખાતેની વિશ્વપ્રસિદ્ધ આઇઆઇએમના ભૂતપૂર્વ વિદ્યાર્થી અજય બાંગાને અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડનને વર્લ્ડ બેન્કના વડા તરીકે નોમિનેટ કર્યા છે. પરંપરા મુજબ વર્લ્ડ બેન્કના પ્રમુખ તરીકે અમેરિકાની નોમિની જ હોય છે. વિશ્વની આ અગ્રણી નાણાસંસ્થાના આ મહત્વના હોદા પર ભારતવંશીનું નોમિનેશન વિશ્વમાં ભારતનો દબદબો વધી રહ્યો હોવાનો સંકેત આપે છે. વ્હાઇટ હાઉસે બાંગાના નોમિનેશનની જાહેરાત કરી હતી. બાઇડેને એક નિવેદનમાં કહ્યું હતું કે ‘ઇતિહાસની આ મહત્વના ક્ષણે વર્લ્ડ બેન્કને લીડ કરવા માટે અજય એકદમ સજ્જ છે.

Read More...
  Entertainment

કાશ્મીર ફાઈલ્સ શ્રેષ્ઠ ફિલ્મ, રણબીર-આલિયાને ફાળકે એવોર્ડ

દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્ઝ 2022નો સમારંભ તાજેતરમાં મુંબઇમાં આયોજિત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ સમારંભમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. આ ફેસ્ટિવલમાં વિવેક અગ્નિહોત્રીની બહુચર્ચિત ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2023’ના રેડ કાર્પેટ પર બોલિવૂડના સ્ટાર્સનો મેળાવડો જોવા મળ્યો હતો. આ એવોર્ડ શોમાં રેખાથી લઈને આલિયા ભટ્ટ સુધી સિનેમા જગતની હસ્તીઓએ ભાગ લીધો હતો.

Read More...

‘પઠાણ’ ફિલ્મે રચ્યો ઈતિહાસ, રૂ.1000 કરોડની ક્લબમાં સામેલ

બહુચર્ચિત ફિલ્મ ‘પઠાણ’ને એક નવી સિદ્ધિ મળી છે. શાહરૂખ ખાન અભિનિત આ ફિલ્મ અંતે રિલીઝના 27મા દિવસે વિશ્વવ્યાપી રૂ. 1000 કરોડના ક્લબમાં પ્રવેશી ગઈ છે. આ સાથે ‘પઠાણ’ એવી પ્રથમ હિન્દી ફિલ્મ બની છે જેણે તેની રિલીઝના પ્રથમ તબક્કામાં 1000 કરોડનો આંકડો વટાવ્યો છે. જોકે, આમિરખાન અભિનિત ‘દંગલ’ હજુ પણ 2023 કરોડના બિઝનેસ સાથે વિશ્વમાં સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ છે. ‘દંગલ’ પ્રથમવાર 23 ડિસેમ્બર 2016ના રોજ રિલીઝ થઈ હતી.

Read More...

મલાઇકા-અર્જુનના માર્ચમાં લગ્ન?

બોલીવૂડમાં અર્જુન કપૂર અને મલાઈકા અરોરા વચ્ચેના સંબંધો જગજાહેર છે. તેમની સગાઈ અને લગ્નના સમાચાર હંમેશા વાયરલ થતા રહે છે. તેમના ચાહકો આ બંનેને લગ્નના બંધનમાં બંધાયેલ જોવા માટે ઉત્સુક રહે છે. હવે ફરીથી તેમના લગ્ન અને સગાઈની ચર્ચા સોશિયલ મીડિયામાં થાય છે. સૂત્રો કહે છે કે તે માર્ચ મહિનામાં લગ્ન કરશે. તાજેતરમાં બંને સોશિયલ મીડિયા પર સતત એકબીજા સાથે રોમેન્ટિક ફોટો શેર કરી રહ્યાં છે. તેઓ એકબીજા સાથે વિદેશમાં વેકેશન માણતા પણ જોવા મળે છે. હવે તેમના ચાહકો ઈચ્છે છે કે આ બંને હવે લગ્ન કરી લે.

Read More...

11 ફિલ્મો ફ્લોપ થયા પછી અમિતાભ બોલીવૂડ છોડવાના મૂડમાં હતા

બોલીવૂડમાં અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનને આદર્શ યુગલ માનવામાં આવે છે. પોતાની સફળતામાં જયા બચ્ચનની મહત્ત્વની ભૂમિકા હોવાનું પણ અમિતાભ બચ્ચને અગાઉ સ્વીકાર્યું છે. જાણીતા ફિલ્મ લેખક અને સલમાન ખાનના પિતા સલીમ ખાને જણાવ્યું હતું કે, 11 ફ્લોપ ફિલ્મો પછી અમિતાભ બચ્ચન ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડવાની તૈયારીમાં હતા. આ દરમિયાન તેમનાં પત્ની જયા ભાદુરીએ ઝંઝીર ફિલ્મ સ્વીકારી અને એંગ્રી

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store