પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ભારતના ગ્રાન્ડ માસ્ટર વિદિત ગુજરાતીએ તેની કારકિર્દીના સીમાચિહ્નરૂપ વિજયમાં વર્લ્ડ ચેસ ચેમ્પિયન, નોર્વેના મેગ્નસ કાર્લ્સનને પ્રો ચેસ લીગ રેપિડ ટુર્નામેન્ટમાં હરાવ્યો હતો.

આ ઓનલાઇન ટુર્નામેન્ટમાં ૧૬ ટીમ રેપિડ ચેસ રમે છે. કાર્લ્સન પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂક્યો છે અને વર્તમાન ચેમ્પિયન છે. વિદિતે ઈન્ડિયન યોગીસ ટીમ તરફથી રમતાં કેનેડા ચેસબ્રાહ્સ ટીમના કાર્લ્સનને હરાવ્યો હતો. ઈન્ડિયન યોગીસ ટીમમાં વિદિત ઉપરાંત વૈશાલીરોનક અને આરોન્યક હતા. તો કેનેડાની ટીમમાં કાર્લ્સનની સાથે આર્યન ટારીરાઝવાન પ્રેઓટુ અને જેનીફર યુ હતા.

વિજય પછી વિદિતે ટ્વિટ કર્યું હતું કે, ‘જસ્ટ ડીફીટેડ ગ્રેટ ઓફ ઓલટાઇમ. આ સાથે ૨૮ વર્ષનો વિદિત કાર્લ્સનને હરાવનારો ચોથો ખેલાડી બન્યો છે. આ અગાઉ પ્રજ્ઞાનંદગુકેશ અને અર્જુન એરિગેઇસી પણ કાર્લ્સન સામે વિજેતા બની ચૂક્યા છે. ભારતના ત્રણ ખેલાડીઓએ કાર્લસનને ૨૦૨૨ના એક જ વર્ષમાં હરાવ્યો હતો.

LEAVE A REPLY

twenty + 1 =