Vol. 3 No. 357 About   |   Contact   |   Advertise October 13, 2023


 
 
રોબિન્સવિલેમાં અક્ષરધામનું ભવ્યાતિભવ્ય ઉદ્દઘાટન

અમેરિકામાં ન્યૂ જર્સીના રોબિન્સવિલેમાં BAPS સ્વામિનારાયણ અક્ષરધામનું રવિવારે, આઠ ઓક્ટોબરે ભવ્ય ઉદઘાટન કરાયું હતું. આ સમારોહમાં ભારતથી 50થી વધુ ધર્મગુરૂઓ અને અન્ય ધર્મના ગુરૂઓ તથા પ્રતિનિધિઓ સહિત 100થી વધુ વિશેષ અતિથિ ઉપસ્થિત રહ્યા હતા. અક્ષરધામ મંદિર 12,500થી વધુ સ્વયંસેવકોએ દ્વારા બનાવ્યું છે. આ મંદિર પ્રાચીન હિન્દુ ધર્મગ્રંથો અનુસાર ડીઝાઇન કરવામાં આવ્યું છે. તેમાં 10 હજાર મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે. આ ઉપરાંત ભારતીય સંગીત વાદ્યો અને નૃત્યકલાનું નકશીકામ આ મંદિરની પ્રાચીન ભારતીય સંસ્કૃતિની ડીઝાઇનમાં સામેલ છે.

Read More...
વેસ્ટ મિડલેન્ડ્સથી માન્ચેસ્ટર સુધીની HS2 રેલવે લાઇન સુનકે રદ કરી

વડા પ્રધાન ઋષિ સુનકે માચેંસ્ટરમાં તા. 4ના રોજ યોજાયેલી કન્ઝર્વેટિવ પાર્ટી કોન્ફરન્સના ભાષણ દરમિયાન વેસ્ટ મિડલેન્ડ્સથી માન્ચેસ્ટર સુધીની HS2 હાઇ-સ્પીડ રેલ લાઇનને રદ કરી £36 બિલિયનની થનારી બચતને નોર્થ ઇંગ્લેન્ડ,

Read More...
હિંદુઓ વિરુદ્ધ વપરાતી દ્વેષપૂર્ણ ભાષામાં વધારો: કોલિન બ્લૂમ

સરકારી સલાહકાર અને “ધ બ્લૂમ રિવ્યુ”ના લેખક કોલિન બ્લૂમે એક ખાલિસ્તાની ઉગ્રવાદી ભારતના રાષ્ટ્રધ્વજને ભારતીય હાઇ કમિશનની બહાર જમીન પર ફંગોળીને તેના પર બોટલમાંથી દારૂ કે બીયર ઢોળતો હોવાનો વિડીયો પોસ્ટ કર્યો હતો.

Read More...
ઇઝરાયેલ સંઘર્ષ બાદ લંડનમાં જોરદાર પોલીસ પેટ્રોલીંગ

યુકેમાં ઇઝરાયલ સંઘર્ષ અંગે સોસ્યલ મિડીયામાં શેર કરેલા સંદેશાઓ અને ફોટો વિડીયો ફેલાવાની સંખ્યાબંધ ઘટનાઓ બાદ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે યુકે પોલીસે અને ખાસ કરીને લંડનમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવાયું છે.

Read More...
ભારતીય હાઇ કમિશન પર કરાયેલા હુમલા અંગે ખાલિસ્તાની વ્યક્તિની ધરપકડ

તા. 2 ઑક્ટોબરના રોજ સોમવારે ઈન્ડિયા હાઉસની બહાર વિરોધ પ્રદર્શન દરમિયાન ઉપસ્થિત રહેલ ખાલિસ્તાન તરફી વ્યક્તિની ગત 19 માર્ચના રોજ ભારતીય હાઇ કમિશન પર કરાયેલા હુમલા સંબંધે “હિંસક અવ્યવસ્થા”ની શંકાના આધારે ધરપકડ કરવામાં આવી હતી.

Read More...
સિક્કિમમાં પૂરનો મૃત્યુઆંક 82, 140 હજી લાપતા

સિક્કિમમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડનો મૃત્યુઆંક રવિવારે વધીને 82 થયો હતો અને હજુ ઓછામાં ઓછા 140 લાપતા છે. સિક્કિમમાંથી અત્યાર સુધીમાં 32 મૃતદેહો મળી આવ્યા છે અને છેક પશ્ચિમ બંગાળમાં તિસ્તા નદીના બેસિનમાંથી 42 મૃતદેહો મળી આવ્યા છે.

Read More...
ઇઝરાયેલ–હમાસના ભીષણ યુદ્ધમાં 1,800થી વધુના મોત

ગાઝા પટ્ટી ઉપર વર્ચસ્વ ધરાવતા ત્રાસવાદી જૂથ હમાસે શનિવારે સવારે ઇઝરાયેલ ઉપર કરેલા ઓચિંતા, ચોંકાવનારા ભીષણ હુમલામાં પછી ચાલુ થયેલા જંગમાં મંગળવાર સુધી મૃત્યુઆંક 1,800થી વધુનો થયો હતો અને સંખ્યાબંધ લોકો ઘાયલ થયાં હતાં.

Read More...
ઈરાનની જેલમાં કેદ મહિલા કાર્યકર નરગિસ મોહમ્મદીને શાંતિનો નોબેલ પુરસ્કાર

ઇરાનની જેલમાં બંધ મહિલા અધિકાર કાર્યકર્તા નરગીસ મોહમ્મદીનું શુક્રવારે શાંતિના નોબેલ પુરસ્કારથી સન્માન કરવાની એકેડમીએ જાહેરાત કરી હતી.

Read More...
ગુજરાતમાં પણ જ્ઞાતિ આધારિત વસતિ ગણતરીની કોંગ્રેસની માગણી

તાજેતરમાં જ બિહારની સરકારે જ્ઞાતિ આધારિત વસતી ગણતરીના આંકડા જાહેર કર્યા હતાં. હવે ગુજરાતમાં પણ કોંગ્રેસ દ્વારા જ્ઞાતિ આધારિત વસતિ ગણતરી કરવાની માંગ કરવામાં આવી છે.

Read More...
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે દિલ્હીમાં 119 દેશોના રાજદ્વારીઓ સમક્ષ ગુજરાતની વિકાસગાથા રજૂ કરી

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગત સપ્તાહે નવી દિલ્હીમાં દુનિયાના ૧૧૯ જેટલા દેશોના રાજદ્વારીઓ સમક્ષ ગુજરાતની વૈશ્વિક વિકાસગાથા રજૂ કરી હતી.તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ઉત્તરોત્તર

Read More...

  Sports
એશિયન ગેમ્સમાં ભારતનો 107 મેડલ સાથે જ્વલંત દેખાવ

ગયા સપ્તાહે શનિવારે ચીનના હાંગઝાઉમાં પુરી થયેલી એશિયન ગેમ્સમાં ભારતે આ સ્પર્ધાઓમાં તેના અત્યારસુધીના સૌથી શાનદાર દેખાવ સાથે 107 મેડલ પ્રાપ્ત કર્યા હતા. તેમાં 28 ગોલ્ડ, 38 સિલ્વર અને 41 બ્રોંઝ મેડલ્સનો સમાવેશ થાય છે.

Read More...
ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું

ચેન્નાઇમાં રવિવારે રમાયેલી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને છ વિકેટે હરાવીને વિશ્વકપમાં શાનદાર શરૂઆત કરી હતી. વિરાટ કોહલી અને રાહુલની ધમાકેદાર બેટીંગને પગલે ઓસ્ટ્રેલિયાના 49.3 ઓવરમાં 199 રનના જવાબમાં ભારતે 41.2

Read More...
ઈંગ્લેન્ડનો પહેલી મેચ હાર્યા પછી બીજીમાં વિજય

વર્લ્ડ કપની પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ગયા સપ્તાહે ગુરૂવારે 9 વિકેટે હારી ગયા પછી ઈંગ્લેન્ડે મંગળવારે (10 ઓક્ટોબર) બીજી મેચમાં બાંગ્લાદેશને 137 રનના જંગી માર્જીનથી હરાવ્યું હતું. ધરમસાલામાં બાંગ્લાદેશ સામે પહેલા બેટિંગ કરતાં ઈંગ્લેન્ડે 9 વિકેટે 364

Read More...
એશિયન ગેમ્સ હોકીમાં જાપાનને હરાવી ભારત ચેમ્પિયન

એશિયન ગેમ્સમાં ભારતની પુરૂષોની હોકી ટીમે ફાઈનલમાં જાપાનને 5-1થી હરાવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. મેન્સ હોકીમાં ભારતનો આ રેકોર્ડ 16મો મેડલ છે, તેમાંથી 4 ગોલ્ડ મેડલ છે. ભારતે ગ્રુપ રાઉન્ડમાં પણ જાપાનને 4-2 અને પાકિસ્તાનને 10-2થી હરાવ્યું હતું.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
રિલાયન્સ યુકેની સુપરડ્રાયના દક્ષિણ એશિયન લાઇસન્સ ખરીદશે

ભારતની સૌથી મોટી રિટેલર રિલાયન્સ રિટેલ વેન્ચર્સ યુકે સ્થિત ફેશન રિટેલર સુપરડ્રાઈના એશિયાના ત્રણ દેશો ખાતેના લાઇસન્સ અને બ્રાન્ડ એસેટ હસ્તગત કરશે. મુકેશ અંબાણીની કંપની ભારત, બાંગ્લાદેશ અને શ્રીલંકા ખાતેની કંપનીની આ એસેટ આશરે 40 મિલિયન પાઉન્ડ ($48 મિલિયન)માં હસ્તગત કરશે. આનાથી વિદેશી બ્રાન્ડ સાથે રિલાયન્સનું જોડાણ મજબૂત બનશે. બીજી તરફ મુશ્કેલીનો સામનો કરી રહેલી સુપરડ્રાયને ખૂબ જ જરૂરી ભંડોળ મળશે. ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશને આવરી લેતી સુપરડ્રાય બ્રાન્ડ, તેના ટ્રેડમાર્ક્સ અને અન્ય બૌદ્ધિક સંપદા અસ્કયામતો એક અલગ એકમમાં ટ્રાન્સફર કરવામાં આવશે.

Read More...
દેશની સૌથી મોટી કાર કંપની મારુતિને રૂ.2,160 કરોડ ટેક્સ નોટિસ

દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકીને આવકવેરા વિભાગે રૂ.2,160 કરોડ ટેક્સ નોટિસ આપી હતી. આઈટી વિભાગની ડ્રાફ્ટ નોટિસ પ્રમાણે મારુતિ સુઝુકીએ વર્ષ 2019-20ના ગાળા માટે 2160 કરોડનો ટેક્સ ચુકવવાનો બાકી છે. આ અંગેની માહિતી આપતા મારુતિ સુઝુકીએ શેરબજારને જણાવ્યું કે કંપનીને નાણાકીય વર્ષ 2019-20 માટે ડ્રાફ્ટ એસેસમેન્ટ ઓર્ડર મળ્યો છે. આ અંગે કંપની વાંધો ઉઠાવશે અને ડિસ્પ્યુટ રિઝોલ્યુશન પેનલ સમક્ષ તેના વાંધા રજુ કરશે. કંપનીએ ખાતરી આપી છે કે આ ડ્રાફ્ટ એસેસમેન્ટ નોટિસથી તેના ફાઈનાન્સ, ઓપરેશન્સ અથવા કંપનીને લગતી બીજી કામગીરી પર કોઈ અસર નહીં પડે.

Read More...
ભારત વિશ્વમાં બીજા ક્રમે સૌથી મોટો મોબાઇલ ફોન ઉત્પાદક દેશ બન્યો

ઓરિજિનલ ઈક્વિપમેન્ટ ઉત્પાદકો, મૂળ ડિઝાઈન ઉત્પાદકો અને પાર્ટસ એન્ડ કમ્પોનન્ટ કંપનીઓના ભારે રોકાણને કારણે ભારત હવે મોબાઈલ ફોન માટે બીજા ક્રમનું સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ હબ બન્યું છે, એમ મંગળવારે એક અહેવાલમાં જણાવાયું હતું. કાઉન્ટરપોઈન્ટ રિસર્ચના રીપોર્ટ અનુસાર, 2023માં ભારત તેના કુલ એસેમ્બલ મોબાઈલ ફોનના લગભગ 22 ટકા નિકાસ કરે તેવી અપેક્ષા છે. જોકે, ચીનની મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય ચેઇન હજુ પણ લાંબા ગાળે તેની અગ્રણી ભૂમિકા જાળવી રાખશે,એમ વરિષ્ઠ સંશોધન વિશ્લેષક ઇવાન લેમે જણાવ્યું હતું.

Read More...
ક્રિકેટ વર્લ્ડ કપથી ભારતીય અર્થતંત્રને ₹22,000 કરોડનો વેગ મળશેઃ રીપોર્ટ

ક્રિકેટ વર્લ્ડ કપથી યજમાન દેશ ભારતના અર્થતંત્રમાં રૂ.22,000 કરોડ (2.6 બિલિયન ડોલર)નો વેગ મળવાનો અંદાજ છે. એમ બેન્ક ઓફ બરોડાના રીપોર્ટમાં જણાવાયું હતું. ગુરુવારે ચાલુ થયેલી અને મધ્ય નવેમ્બર સુધી ચાલનારી આ ટુર્નામેન્ટથી દેશ વિદેશના ચાહકો આવશે. ક્રિકેટ વિશ્વની આ સૌથી મોટી ટુર્નામેન્ટથી ટ્રાવેલ, હોટેલ, એન્ટરટેઇમેન્ટ, ટુરિઝમ સહિતના ક્ષેત્રોને લાભ થશે. અર્થશાસ્ત્રીઓ જાહ્નવી પ્રભાકર અને અદિતિ ગુપ્તાએ બુધવારે એક નોંધમાં લખ્યું હતું કે, 10 શહેરોમાં મેચો રમાશે. તેનાથી ટ્રાવેલ અને હોસ્પિટાલિટી ક્ષેત્રને લાભ થશે. 2011 પછી ભારતમાં પ્રથમ વખત આયોજિત કરવામાં આવી રહેલી આ ઇવેન્ટની સાથે ત્રણ મહિનાની તહેવારોની સિઝન પણ ચાલુ થઈ છે.

Read More...
  Entertainment

ડિજિટલ પ્લેટફોર્મ પર સૌથી મોંઘી અભિનેત્રી કોણ છે?

આ વર્ષે બોલીવૂડની ઘણી અભિનેત્રીઓની અનેક ફિલ્મો અને વેબસીરિઝો પ્રદર્શિત થઈ છે. આ વેબસીરિઝનું રેટિંગ પણ સારું છે. અહીં એવી અગ્રણી અભિનેત્રી અંગે માહિતી રજૂ કરવામાં આવી છે જે ફિલ્મોની સાથે વેબસીરિઝમાં પણ ઇચ્છિત ફી મેળવી રહી છે. તમન્ના ભાટિયા લસ્ટ સ્ટોરીઝ માટે ચાર કરોડ ફી લીધી લસ્ટ સ્ટોરીઝમાં વિજય વર્મા સાથે રોમેન્ટિક સીન્સ આપીને ચર્ચા જગાવનાર તમન્ના ભાટિયાએ આ વેબસીરિઝ માટે ફી પેટે ચાર કરોડ લીધા હોવાનું કહેવાય છે. કાજોલ ધ ટ્રાયલ માટે 2 કરોડ લીધા કાજોલની વેબસીરિઝ ધ ટ્રાયલ પણ આ વર્ષે રિલીઝ થઈ હતી. કહેવાય છે કે તેને આ વેબસીરિઝના નિર્માતા તરફથી એક એપિસોડ માટે રૂ. 20થી 25 લાખ ચૂકવવામાં આવ્યા હતા. એટલે કે આઠ એપિસોડની આ સીરિઝ માટે તેને રૂ. 1.6 કરોડથી 2 કરોડ મળ્યા હતા.

Read More...

બોની કપૂરે પાંચ વર્ષે ખોલ્યું શ્રીદેવીના મૃત્યુનું રહસ્ય

ભારતીય સિનેમાના પ્રથમ મહિલા સુપરસ્ટાર શ્રીદેવીનું 2018માં અકાળે અવસાન થયું હતું. શ્રીદેવીના મોત પછી તેમના પતિ અને ફિલ્મમેકર બોની કપૂરે આ મુદ્દે મૌન રહ્યા હતા. જોકે, શ્રીદેવીના મૃત્યુના પાંચ વર્ષ પછી બોની કપૂરે આ મુદ્દે કેટલીક સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું હતું કે, શ્રીદેવી ખૂબ જ સ્ટ્રિક્ટ ડાયટ લેતા હતા. તેઓ મીઠા (નમક) વગરનું ભોજન કરતા હતા. ક્રેશ ડાયટિંગના લીધે શ્રીદેવીને બ્લેકઆઉટ્સ થતાં હતા એટલે કે તેઓ થોડા વખત માટે બેભાન થઈ જતાં હતા. બોની કપૂરે નાગાર્જુન સાથેની ફિલ્મની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો છે. નાગાર્જુન સાથે ફિલ્મ કરી રહેલા શ્રીદેવી બેભાન થઈ ગયા હતા અને તેના કારણે તેમનો દાંત પણ તૂટી ગયો હતો.

Read More...

અનિલ કપૂરને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ડર લાગ્યો?

અત્યારે આધુનિક ટેકનોલોજીના જમાનામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની વધી રહેલી અસરથી સામાન્ય નાગરિકો પણ બાકાત રહી શક્યા નથી. આવી ટેકનોલોજીનો ઉપયોગના કારણે સેલિબ્રિટીઝ માટે ઘણીવાર અનેક સમસ્યાઓ પણ સર્જાય છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી મોટી હસ્તીઓના અવાજ અને ફોટોગ્રાફને મોર્ફ કરવાની પ્રવૃત્તિ સોશિયલ મીડિયા પર વ્યાપક રીતે જોવા મળે છે. કેટલાક લોકો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ એટલી ચાલાકીથી કરે છે કે, ઓરિજિનલ અને ફેઇક વચ્ચેનો તફાવત ઓળખવો મુશ્કેલ બની જાય છે.

Read More...

અભિનેતા શાહરૂખ ખાનને Y+ સુરક્ષા કવચ

મહારાષ્ટ્ર પોલીસે બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને તેના જીવન માટે સામે સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને Y+ સુરક્ષા કવચ પૂરું પાડ્યું છે, એમ એક અધિકારીએ સોમવારે જણાવ્યું હતું. Y+ સુરક્ષા કવરમાં છ કમાન્ડો સહિત 11 સુરક્ષા કર્મચારીઓ અને પોલીસ એસ્કોર્ટ વાહનનો સમાવેશ થાય છે. અધિકારીએ જણાવ્યું કે 57 વર્ષના શાહરુખને તેની નવી ફિલ્મ “જવાન”ની રિલીઝ પછી ધમકીઓ મળી રહી છે. આ સુરક્ષા કવચ ચુકવણીના આધારે આપવામાં આવે છે. ખાને તેમની સુરક્ષા માટે ચૂકવણી કરવી પડશે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store