તા. 2 ઑક્ટોબરના રોજ સોમવારે ઈન્ડિયા હાઉસની બહાર વિરોધ પ્રદર્શન દરમિયાન ઉપસ્થિત રહેલ ખાલિસ્તાન તરફી વ્યક્તિની ગત 19 માર્ચના રોજ ભારતીય હાઇ કમિશન પર કરાયેલા હુમલા સંબંધે “હિંસક અવ્યવસ્થા”ની શંકાના આધારે ધરપકડ કરવામાં આવી હતી. તેને વધુ પૂછપરછ બાકી હોવાથી જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે.

ભારતમાં વોન્ટેડ આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાબતે યુકે સરકારને હસ્તક્ષેપની માંગ કરવા તા. 2ના રોજ યોજાયેલા વિરોધ દરમિયાન પોલીસ અધિકારીઓએ એક બ્રિટિશ શીખની ધરપકડ કરી હતી. જેની મેટ પોલીસે એક નિવેદનમાં માહિતી આપી હતી. આ વ્યક્તિનું નામ તેના પર આરોપ મૂકાયા બાદ જ જાહેર કરી શકાશે. જો કે સોસ્યલ મિડીયા પર આ વ્યક્તિને લઇ જવાતી હોય તેવો વિડીયો રજૂ કરાયો હતો અને તેનું નામ ગુરચરણ સિંઘ હોવાનું જણાવાય છે. દાવો કરાય છે કે તેણે જ લંડનના એક ગુરૂદ્વારામાં લંગરમાં પ્રસાદ લેવા ગયેલા હિન્દુ વૃધ્ધને ધમકાવ્યા હતા. જેને પગલે શીખ સમાજમાં પણ આક્રોશ ફેલાયો હતો.

માનવામાં આવે છે કે ધરપકડ કરાયેલ વ્યક્તિ ભારતની નેશનલ ઇન્વેસ્ટીગેટીંગ એજન્સી (NIA) દ્વારા 19 માર્ચના રોજ ભારતના હાઈ કમિશન પર કરાયેલા હુમલા માટે જવાબદાર એક ડઝનથી વધુ વ્યક્તિઓમાંનો એક હોવાનું માનવામાં આવે છે. તે વખતે પ્રો-ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ ભારતીય રાષ્ટ્રધ્વજને નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. બિલ્ડીંગ પર પથ્થરો અને બોટલ્સ ફેંકાતા બારીઓના કાચ તૂટી ગયા હતા અને ઓછામાં ઓછા એક અધિકારીને ઈજા થઈ હતી. જૂનમાં, NIA એ હિંસક વિરોધમાં સંડોવાયેલા મનાતા શંકાસ્પદોના ફોટોગ્રાફ્સ જાહેર કર્યા હતા અને ભારતીય ગૃહ મંત્રાલયના અધિકારીઓએ યુકેના સમકક્ષ પ્રતિનિધિઓને મળ્યા પછી કેન્દ્રીય એજન્સીએ તપાસ હાથ ધરી હતી.

LEAVE A REPLY

two × three =