(ANI Photo)

સિક્કિમમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડનો મૃત્યુઆંક રવિવારે વધીને 82 થયો હતો અને હજુ ઓછામાં ઓછા 140 લાપતા છે. સિક્કિમમાંથી અત્યાર સુધીમાં 32 મૃતદેહો મળી આવ્યા છે અને છેક પશ્ચિમ બંગાળમાં તિસ્તા નદીના બેસિનમાંથી 42 મૃતદેહો મળી આવ્યા છે.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે સિક્કિમમાં આવેલા અચાનક પૂરના કારણે ગુમ થયેલા સૈનિકોમાંથી આઠ સૈનિકોના મૃતદેહો મળી આવ્યાં છે. બુધવારે વાદળ ફાટ્યા પછી તિસ્તા નદીમાં અચાનક ભયાનક પૂર આવ્યું હતું. તેનાથી 23 સૈનિકો લાપતા બન્યાં હતા. એક સૈનિકને બચાવી લેવાયા હતાં. બાકીના 14 સૈનિકો અને ગુમ થયેલા નાગરિકોને બચાવવા માટે સર્ચ ઓપરેશન ચાલી છે.

આર્મીના ઈસ્ટર્ન કમાન્ડના એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે લાચેન ખીણમાં કેટલાક સૈનિક મથકો પ્રભાવિત થયા છે. ચુંગથાંગ ડેમમાંથી પાણી છોડવાને કારણે ડાઉનસ્ટ્રીમમાં 15-20 ફૂટ ઊંચાઈ સુધી પાણીની સપાટીમાં અચાનક વધારો થયો હતો. તેના કારણે સિંગતમ નજીક બરડાંગમાં પાર્ક કરાયેલા આર્મી વાહનોને અસર થઈ છે. 23 જવાનો ગુમ થયાના અહેવાલ છે.આ દરમિયાન રાજ્યના મુખ્યપ્રધાન પ્રેમ સિંહ તમંગે સિંગતમમાં પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

LEAVE A REPLY

3 + eleven =