Vol. 1 No. 39 About   |   Contact   |   Advertise November 23, 2023


 
 
 
અમેરિકામાં ફરી કોરોના વકર્યો,14 રાજ્યોની હોસ્પિટલમાં દર્દીઓ વધ્યા

અમેરિકામાં શિયાળાનું આગમન થતાં જ હોસ્પિટલોમાં કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જણાઈ રહ્યો છે. સીડીસીના આંકડા અનુસાર 11 નવેમ્બરે પૂર્ણ થયેલા સપ્તાહ સુધીમાં દેશમાં આ વધારો 8.6 ટકા નોંધાયો હતો અને હોસ્પિટલોમાં નવા 16, 239 દર્દીઓ દાખલ થયા હતા. દેશના મધ્ય-પશ્ચિમ, સાઉથ આટલાન્ટિક અને દક્ષિણના પર્વતીય વિસ્તારોમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધુ હતી. આરોગ્ય અધિકારીઓની અપેક્ષા મુજબ આ વધારો નોંધાયો હતો અને વાઇરસના ફેલાવા માટે ઠંડીનું વાતાવરણ જવાબદાર મનાય છે. ઠંડા વાતાવરણના કારણે વાઇરસ તથા અન્ય ઇન્ફેશન્સનો વધારે ફેલાવો થયો હતો. 2020ના એક અભ્યાસમાં સૂચવ્યા મુજબ, કોવિડ વાઇરસ ઠંડા અને સૂકા વાતાવરણમાં લાંબા સમય સુધી ફેલાય છે. હોસ્પિટલોમાં જુન મહિનાથી દર્દીઓની સંખ્યામાં સ્થિર વધારો જોવા મળ્યો હતો અને તે સપ્ટેમ્બરની શરૂઆતમાં ઉચ્ચ સ્તરે હતો. જો કે, ઓક્ટોબર અને નવેમ્બરમાં 15 હજાર દર્દીઓ સાથે તેમાં સ્થિરતા જણાઇ હતી.

Read More...
અમેરિકાની રાજ્ય સેનેટ, સ્થાનિક સંસ્થાઓમાં ઈન્ડિયન અમેરિકનો વિજેતા

અમેરિકામાં તાજેતરમાં યોજાઈ ગયેલી રાજ્યોની સેનેટની તથા સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં ઓછામાં ઓછા 10 ઇન્ડિયન અમેરિકન્સ ચૂંટાયા હતા, તેમાંથી મોટાભાગના ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારો હતા.

Read More...
અમેરિકામાં હવે રીપબ્લિકન્સે હિન્દુ કોકસની સ્થાપના કરી

અમેરિકામાં રીપબ્લિકન સાંસદોએ તાજેતરમાં એક વધુ કોંગ્રેસનલ હિન્દુ કોકસનો પ્રારંભ કર્યો હતો. આ કોકસ હિન્દુ અમેરિકનો સંબંધિત મુદ્દાઓના સમર્થન માટેનો બીજો, પણ સૌથી મોટો મંચ હશે.

Read More...
અમેરિકામાં દેશ દીઠ ગ્રીન કાર્ડના ક્વોટાને તબક્કાવાર કાઢવા કોંગ્રેસમાં કાયદો આવશે

અમેરિકામાં ટોચના સેનેટરોએ ગ્રીન કાર્ડ્સ માટેના દેશ દીઠ ક્વોટાને તબક્કાવાર નાબૂદ કરવા અને ડોકટરો તેમ જ નર્સો માટેના વાર્ષિક ગ્રીન કાર્ડના ક્વોટામાંથી બિનઉપયોગી વિઝાને પરત લેવા માટે કાયદો લાવવાની તાજેતરમાં જાહેરાત કરી હતી.

Read More...
‘હું હિન્દુ છું, ભગવાનમાં માનું છું’ રામાસ્વામી

અમેરિકામાં આવતા વર્ષે યોજાનારી પ્રેસિડેન્ટ પદની ચૂંટણી માટેના રીપબ્લિકન દાવેદાર વિવેક રામાસ્વામીએ પોતાના હિન્દુ ધર્મ અંગે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે ગત સપ્તાહે ધ ડેઇલી સિગ્નલ દ્વારા આયોજિત કાર્યક્રમ- ‘ધ ફેમિલી લીડર’માં જણાવ્યું હતું કે, હિન્દુ ધર્મે મને આઝાદી આપી છે,

Read More...
અમેરિકન મિલિયોનેર નેવિલ રોય સિંઘમને ભારતની તપાસ એજન્સીનું સમન્સ

અમેરિકન મિલિયોનેર નેવિલ રોય સિંઘમને ન્યૂઝક્લિક કેસ સાથે જોડાયેલ મની લોન્ડરિંગ તપાસમાં ભારતની તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે, એમ સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમાં ગુરુવારે જણાવવામાં આવ્યું હતું.

Read More...
કેનેડામાં ગેંગવોરમાં શીખ પિતા-પુત્રની ગોળી મારી હત્યા

કેનેડાના એડમોન્ટન શહેરમાં ગુરુવારે ગેંગવોરમાં ભારતીય મૂળના એક શીખ અને તેના 11 વર્ષના પુત્રની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ શીખ કેનેડામાં સંગઠિત અપરાધમાં મોટું નામ હતું. એડમોન્ટન પોલીસ અધિકારી કોલિન ડર્કસેને શુક્રવારે મીડિયાને જણાવ્યું હતું કે 41

Read More...
અયોધ્યામાં 22.23 લાખ દીવાઓ સાથે ભવ્ય દીપોત્સવની ઉજવણી

​​ઉત્તર પ્રદેશના અયોધ્યામાં દિવાળીની પૂર્વ સંધ્યાએ 51 ઘાટ પર 24 લાખ દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા અને આ ઉત્સવને બીજી વાર ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં સ્થાન મળ્યું હતું. આ કાર્યક્રમ બપોરે 3 વાગ્યે શરૂ થયો હતો અને તેનું ઉદ્ઘાટન મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ કર્યું હતું.

Read More...
ડેવિડ બેકહામે ગુજરાતમાં બાળકો સાથે ક્રિકેટનો આનંદ માણ્યો

ઇંગ્લિશ ફૂટબોલ સ્ટાર ડેવિડ બેકહામે યુનિસેફના ગુડવિલ એમ્બેસેડર તરીકેની તેમની ભૂમિકામાં ભારતની મુલાકાત દરમિયાન ગુજરાતમાં બાળકો સાથે ક્રિકેટ રમવાનો આનંદદાયક સમય પસાર કર્યો હતો.

Read More...
ગાંધીનગરમાં 2 ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીના કેમ્પસનો પ્રારંભ

ભારતના શિક્ષણ અને કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને તાજેતરમાં ગાંધીનગરની ગિફ્ટ સિટી ખાતે’આરંભ (ધ બિગિનિંગ): ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટી કેમ્પસીસ ઇન ઇન્ડિયા’નો પ્રારંભ કરાવ્યો હતો.

Read More...

  Sports
વન-ડે ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ચેમ્પિયન

રવિવારે (19 નવેમ્બર) અમદાવાદમાં રમાયેલી વન-ડે વર્લ્ડ કપ ક્રિકેટની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને છ વિકેટે હરાવી છઠ્ઠીવાર વર્લ્ડ કપનો તાજ પ્રાપ્ત કર્યો હતો.

Read More...
વિરાટ કોહલી વર્લ્ડ કપનો ‘પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ’

વર્લ્ડ કપમાં સૌથી સારો દેખાવ કરવા બદલ ભારતના વિરાટ કોહલીને ‘પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ’ નો એવોર્ડ અપાયો હતો. કોહલીએ આ વર્લ્ડ કપમાં 765 રન કરી બીજા પણ કેટલાક રેકોર્ડ પોતાના નામે કર્યા હતા.

Read More...
ભારતનો મોહમ્મદ શામી વર્લ્ડ કપનો નં. 1 બોલર

રવિવારે અમદાવાદમાં વર્લ્ડ કપ ટુર્નામેન્ટ પુરી થઈ તેમાં ભારતનો ઝડપી બોલર મોહમ્મદ શામી સૌથી વધુ સફળ, વધુ ઘાતક બોલર તરીકે નિવડ્યો હતો. તેની સફળતા વધુ મહત્ત્વની એ દ્રષ્ટિએ બની રહે છે કે, સ્પર્ધાની પહેલી ચાર મેચમાં તો તે રમ્યો જ નહોતો.

Read More...
ફાઈનલમાં હાર્યા પછી મોદીએ ટીમને આશ્વાસન આપ્યું

રવિવારે વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતીય ટીમનું ચેમ્પિયન બનવાનું સપનું રોળાયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં ગયા હતા અને સુકાની રોહિત શર્મા, મોહમ્મદ શામી સહિતના ખેલાડીરઓને, સમગ્ર ટીમને આશ્વાસન આપ્યું હતું.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
Click Full Screen
 
  Business
વિમાન ભાડાં એરલાઇન્સ નક્કી કરે છે, સરકારનો અંકુશ નથીઃ કેન્દ્ર

ભારત સરકારે તાજેતરમાં કેરળ હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે એરલાઈન્સ તેમની સંચાલકીય સદ્ધરતા મુજબ હવાઈ ભાડાં વસૂલવા માટે સંપૂર્ણ સ્વતંત્ર છે અને સરકાર એરલાઈનના વ્યાપારી પાસાઓમાં દખલ કરતી નથી અથવા તેમનું ભાડું નક્કી કરતી નથી. એક એફિડેવિટમાં સરકારે જણાવ્યું હતું કે એરલાઇન્સની ડાયનેમિક પ્રાઇસિંગ પોલિસી એક વૈશ્વિક પ્રથા છે.

Read More...
સહારા ગ્રુપના સ્થાપક સુબ્રતો રોયનું લાંબી બીમારી પછી અવસાન

સહારા ગ્રૂપના સ્થાપક અને ચેરમેન સુબ્રત રોયનું બુધવાર, 15 નવેમ્બરે મુંબઈની એક હોસ્પિટલમાં લાંબી બીમારી પછી અવસાન થયું હતું, એમ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું. તેઓ 75 વર્ષના હતાં. સુબ્રત રોયના પરિવારમાં પત્ની સ્વપ્ના રોય અને બે પુત્રો, સુશાંતો રોય અને સીમંતો રોય છે, જેઓ વિદેશમાં રહે છે.

Read More...
હોટેલ જગતના માંધાતા પીઆરએસ ઓબેરોયનું નિધન

ભારતીય હોસ્પિટાલિટી જગતના માંધાતા અને ઓબેરોય ગ્રૂપના ચેરમેન એમેરિટસ પૃથ્વી રાજ સિંહ ઓબેરોય ઉર્ફે ‘બીકી’નું મંગળવાર, 14 નવેમ્બરે અવસાન થયું હતું, એમ ઓબેરોય ગ્રૂપના પ્રવક્તાએ જણાવ્યું હતું. તેઓ 94 વર્ષના હતાં.

Read More...
બિઝનેસમેન ગૌતમ સિંઘાનિયા 32 વર્ષે પત્નીથી અલગ થયાં

ભારતના જાણીતા ટેક્સટાઇલ ગ્રૂપ રેમન્ડ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર ગૌતમ હરિ સિંઘાનિયાએ સોમવારે પત્ની નવાઝ મોદી સિંઘાનિયા સાથે લગ્નજીવનનો અંત આણવાની સોમવારે જાહેરાત કરી હતી.

Read More...
AAHOA ચેરમેને યુએસ વાઇસ પ્રેસિડેન્ટ સાથે દિવાળીની ઉજવણી કરી

AAHOAના અધ્યક્ષ ભરત પટેલે આ સપ્તાહના અંતે વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસના નિવાસસ્થાને દિવાળીની ઉજવણી કરી હતી. અંધકારને હરાવી પ્રકાશની દિવાળી થીમ હેઠળ અન્ય સેલિબ્રિટીઓ અને કોંગ્રેસના સભ્યો ત્યાં તેમની સાથે જોડાયા હતા.

Read More...
બાયર્ડ/એસટીઆર ઇન્ડેક્સ ઓક્ટોબરમાં 2.4 ટકા ઘટ્યો

BAIRD/STR HOTEL સ્ટોક ઇન્ડેક્સ 2.4 ટકા ઘટીને 5,600 થયો હતો, જે રિયલ એસ્ટેટ શેરો અને રોકાણકારોના સેન્ટિમેન્ટ બંનેને અસર કરતા વ્યાજદરમાં વધારો થવાથી પ્રભાવિત થયો હતો. વધુમાં, અમેરિકન હોટેલની માંગમાં ઓક્ટોબરમાં 1.3

Read More...
થેંક્સગિવિંગ ડેએ 55.4 મિલિયન અમેરિકનો મુસાફરી કરે તેવી શક્યતાઃ AAA

AAA મુજબ અંદાજે 55.4 મિલિયન યુ.એસ. પ્રવાસીઓએ થેંક્સગિવીંગ હોલીડે દરમિયાન ઘરેથી 50 માઈલ કે તેથી વધુ મુસાફરી કરવાની અપેક્ષા છે, જે ગયા વર્ષ કરતાં 2.3 ટકાનો વધારો દર્શાવે છે.

Read More...
  Entertainment

બર્મિંગહામ સિટી યુનિવર્સિટી દ્વારા પ્રીટિ ઝિન્ટાને અનોખું સન્માન

એક સમયે બોલીવૂડમાં ખૂબ જ ચર્ચામાં રહેલી યુવા અભિનેત્રી પ્રીટિ ઝિન્ટાને યુકેની બર્મિંગહામ સિટી યુનિવર્સિટી દ્વારા માનદ ડોક્ટરેટની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. પ્રીટિએ મનોરંજન અને બિઝનેસના ક્ષેત્રે આપેલા યોગદાનને ધ્યાનમાં લઇને તેને આ સન્માન આપવામાં આવ્યું હતું.

Read More...

શાહરુખની જવાન ફિલ્મે ઇતિહાસ રચ્યો

બોલીવૂડના બાદશાહ-બાજિગર શાહરુખ ખાનની ફિલ્મ જવાન બોક્સ ઓફિસ પર સુપરહિટ ગઇ છે. વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર આ ફિલ્મ રેકોર્ડ બ્રેક કમાણી કરી રહી છે ત્યારે તેણે દુબઇ એક નવો ઇતિહાસ રચ્યો છે.

Read More...

અમર અકબર એન્થની ફિલ્મ ફરીથી બનાવવા લંડનના મેયરની અપીલ

લંડનના મેયરે એક અનોખી માગણી કરીને ભારતીયોને ચોંકાવ્યા છે. મેયર સાદિક ખાને બોલીવૂડની જુની સુપર હિટ ફિલ્મ ‘અમર અકબર એન્થની’ ફરી બનાવવા માટે આગ્રહ કર્યો હતો.

Read More...

‘ધૂમ’ ફેમ ડાયરેક્ટર સંજય ગઢવીનું અવસાન

હિન્દી ફિલ્મ ધૂમના દિગ્દર્શક સંજય ગઢવીનું રવિવારે સવારે મુંબઈમાં તેમના નિવાસસ્થાને અવસાન થયું હતું, એમ તેમની મોટી પુત્રી સંજીનાએ જણાવ્યું હતું. તેઓ 56 વર્ષના હતાં. સંજીના ઉપરાંત, ગઢવીના પરિવારમાં તેમની પત્ની અને બીજી પુત્રી છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store