પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ભારત સરકારે તાજેતરમાં કેરળ હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે એરલાઈન્સ તેમની સંચાલકીય સદ્ધરતા મુજબ હવાઈ ભાડાં વસૂલવા માટે સંપૂર્ણ સ્વતંત્ર છે અને સરકાર એરલાઈનના વ્યાપારી પાસાઓમાં દખલ કરતી નથી અથવા તેમનું  ભાડું નક્કી કરતી નથી.

એક એફિડેવિટમાં સરકારે જણાવ્યું હતું કે એરલાઇન્સની ડાયનેમિક પ્રાઇસિંગ પોલિસી એક વૈશ્વિક પ્રથા છે. ભાડામાં ફેરફાર અલ્ગોરિધમ્સ પર આધારિત છે, જે હરીફ ભાવ, પુરવઠો અને માંગ તથા અન્ય બાહ્ય પરિબળોને ધ્યાનમાં લે છે.

ઝૈનુઆબિદ્દીન નામની વ્યક્તિએ તહેવારો દરમિયાન ગલ્ફ સેક્ટરમાં કાર્યરત એરલાઇન્સ દ્વારા ભાડામાં વધારાને કોર્ટમાં પડકાર્યો હતો. આ અરજીના જવાબમાં સરકારે એફિડેટિવમાં જણાવ્યું હતું કે એરલાઇન્સ ફ્લાઇટ દીઠ તેમની આવકમાં કેવી રીતે સુધારો કરે છે તે નક્કી કરવામાં ગતિશીલ ભાવ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. એરલાઇન્સે નિયમ 135, એરક્રાફ્ટ રૂલ્સ, 1937ની જોગવાઈ હેઠળ તમામ સંબંધિત પરિબળોને ધ્યાનમાં રાખીને વાજબી  ભાડા નક્કી કરવા પડે છે. તેમાં સંચાલકીય ખર્ચ, સેવાની લાક્ષણિકતાઓ, વાજબી નફો અને પ્રવર્તમાન ટેરિફ જેવા પરિબળો ભાગ ભજવે છે. એરલાઇન્સો ડાયનેમિક પ્રાઇસિંગ પોલિસીનું પાલન કરે છે, જે વૈશ્વિક પ્રથા છે. આ પોલિસીને કારણે સપ્તાહના ચોક્કસ દિવસ, દિવસના ચોક્કસ સમય ફ્લાઇટ પહેલાના દિવસો વગેરેને આધારે ભાડા નક્કી થાય છે.

સરકારના જણાવ્યા અનુસાર મુસાફરીની તારીખની નજીક બુકિંગ કરાવનાર મુસાફરને કદાચ નીચા ભાડાનો લાભ મળશે નહીં, કારણ કે નીચા ભાડા માટે નિર્ધારિત ઇન્વેન્ટરી પહેલેથી જ બુક થઈ ગઈ હશે. જોકે સરકારે ઉમેર્યું હતું કે કટોકટીની સ્થિતિમાં કેન્દ્ર સરકાર મૂકપ્રેક્ષક રહેતી નથી. એરલાઇન ટિકિટની કિંમતો માંગ અને પુરવઠાની થિયરી દ્વારા નક્કી કરવામાં આવે છે અને સ્પર્ધા કાયદા હેઠળ સંચાલિત થાય છે.

LEAVE A REPLY

two × one =