ANI Photo)

બોલીવૂડના બાદશાહ-બાજિગર શાહરુખ ખાનની ફિલ્મ જવાન બોક્સ ઓફિસ પર સુપરહિટ ગઇ છે. વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર આ ફિલ્મ રેકોર્ડ બ્રેક કમાણી કરી રહી છે ત્યારે તેણે દુબઇ એક નવો ઇતિહાસ રચ્યો છે. આ ફિલ્મે એક એવી કેટેગરીમાં સ્થાન મેળવ્યું છે જેમાં આજ સુધી ભારતની એક પણ ફિલ્મને સ્થાન મળ્યું નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ યુએઇમાં આ ફિલ્મ હાઇએસ્ટ ગ્રોસર ફિલ્મ સાબિત થઇ છે. ત્યાં શાહરુખના ચાહકોની સંખ્યા ખૂબ જ મોટી છે. તેથી યુએઇ બોક્સ ઓફિસ પર આ ફિલ્મે હાઇએસ્ટ ગ્રોસર ફિલ્મોની યાદીમાં સ્થાન મેળવીને 75 કરોડથી વધુની કમાણી કરી હતી.

યુએઇના હાઇએસ્ટ ગ્રોસર ફિલ્મની યાદીમાં અવતાર-2, એવેન્જર એન્ડગેમ, સ્પાઇડરમેન: નો વે હોમ, ફ્યૂરિયસ 7, ધ ફેટ ઓફ ધ ફ્યૂરિયસ, અલાદીન, ટોપગન: મ્હેવરિક, ધ લાયન કિંગ આ ફિલ્મોનું નામ સામેલ છે જેમાં જવાન ફિલ્મનો પણ સમાવેશ થયો છે.

આ ફિલ્મ 2 નવેમ્બરે શાહરૂખના જન્મ દિને OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઇ હતી. ભારતીય બોક્સ ઓફિસ પર જવાન ફિલ્મ રૂ. 640 કરોડથી વધુની કમાણી કરી હોવાનું કહેવાય છે. જ્યારે અન્ય દેશોમાં આ ફિલ્મે 11 કરોડની કમાણી કરી છે.

LEAVE A REPLY

18 − five =