Vol. 3 No. 190 About   |   Contact   |   Advertise 05th March 2020


‘ ’
 
 
  news :       ગરવી ગુજરાત વિશેષ
તંત્રીશ્રી રમણિકલાલ સોલંકીની જીવનયાત્રા

રમણિકલાલ સોલંકી મુળ દક્ષિણ ગુજરાતમાં રાંદેર ખાતે માતા ઈચ્છાબેન અને પિતા છગનલાલના પરિવારમાં જન્મ્યા હતાં. તેમનો જન્મ ઈ.સ. 12મી જુલાઈ 1931ના રોજ થયો હતો. રમણિકલાલના પિતા રાંદેરમાં સ્થાનિક જીનિંગ મીલમાં નોકરી કરતાં હતાં. તેમના પત્ની અને રમણિકલાલના માતા ઈચ્છાબેન ઘર અને પરિવારની કાળજીપૂર્વક સંભાળ લેનારા ગૃહિણી હતાં. રમણિકલાલ તેમના ભાઈબહેનોમાં સૌથી મોટાં છે. તેમણે શાળાનો અભ્યાસ સુરતની આઈરિશ પ્રેસ્બિટેરિયન નામની શાળામાં મેળવ્યો હતો. તેમણે શાળાની લાઈબ્રેરીમાં રહેલા તમામ પુસ્તકો વાંચી નાંખ્યાં હતાં.
Read More...
યુકેમાં ગુજરાતી પત્રકારત્વના ભીષ્મપિતામહ રમણિકલાલ સોલંકીની ચિરવિદાય
ગુજરાતી પત્રકારત્વના ભીષ્મપિતામહ અને બ્રિટિશ એશિયન મીડિયાના અગ્રણી પ્રણેતા રમણિકલાલ સોલંકીનું રવિવાર, 1 માર્ચે અમદાવાદ ખાતે ટુંકી માંદગી બાદ અવસાન થયું છે. તેઓ 88 વર્ષના હતા. શ્રી સોલંકીને સ્ટ્રોકનો હુમલો આવતા ગયા સપ્તાહે અમદાવાદની એક હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.રવિવારે પરિવારજનોની ઉપસ્થિતિમાં તેમણે શાંતિમય રીતે દેહ છોડ્યો હતો.
Read More...
મારા પિતાઃ તંત્રીના ય તંત્રી
આ એક એવી શ્રદ્ધાંજલિ છે કે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે તે મારે લખવાની આવશે અને મારી એ લખવાની ઈચ્છા પણ સ્હેજે નહોતી. આ સૌથી વધુ કપરી કામગીરીઓમાંની એક છે, જો કે મારા પિતા એવી કામગીરીમાંથી પણ ક્યારેય પાછીપાની કરતા નહીં.મારા ભાઈ કલ્પેશ, બહેન સાધના, સ્વર્ગસ્થ બહેન સ્મિતા તથા મારા માટે, રમણિકલાલ સોલંકી ફક્ત અમારા પિતા નહોતા, તેઓ અમારા મેન્ટોર, મિત્ર અને માર્ગદર્શક પણ હતા.
Read More...
પ. પૂ. સંતો સાથે રમણિકલાલ સોલંકીના સંભારણા
‘ગરવી ગુજરાત’ ન્યૂઝવીકલીના સ્થાપક તંત્રી રમણિકલાલ સોલંકીને તેમના સુદીર્ઘ કારકિર્દી દરમિયાન વિવિધ ધર્મો અને ધાર્મિક સંપ્રદાયોના અનેક વરિષ્ઠ સંતોના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા. રમણિકલાલ સોલંકીએ આ સંતો સાથે તેમના સંબંધો આજીવન જાળવી રાખ્યા હતા. જ્યારે પણ લંડનમાં કોઇ સંત આવે ત્યારે તેમની સાથે અચૂક મુલાકાત થાય અને તેમના આશીર્વચન પણ તેમને મળે. આ પરમ પૂજ્ય સંતો-મહંતો રમણિકલાલ સોલંકી અને ‘ગરવી ગુજરાત’ પરિવાર માટે અપાર સ્નેહ ધરાવે છે. Read More...
રમણિકલાલ સોલંકીએ ‘ઓનર કિલિંગ’નો એક કેસ 1971માં લંડનમાં હિંમતભેર સોલ્વ કર્યો હતો
પત્રકારત્વના નવા આયામોની ખોજ કરવા પ્રતિબદ્ધ, યુકેમાં અને લંડનમાં અસ્સલ ગુજરાતી સાહસિકની અદાથી કામ કરવા કૃતનિશ્ચયી, ‘ગરવી ગુજરાત’ના યુવાન તંત્રી રમણિકલાલ સોલંકી એ દિવસે તો થોડા ડરેલા, લાગણીશીલ જેવી માનસિક સ્થિતિમાં લાગતા હતા. તેઓ લંડનના એક પરાવિસ્તાર, બ્રિક્સટન સ્ટેશને ટ્રેનમાંથી ઉતર્યા હતા. આ વિસ્તાર કાયદો – વ્યવસ્થાની દ્રષ્ટિએ બહુ સલામત નહોતો ગણાતો.
Read More...
તંત્રીશ્રી રમણિકલાલ સોલંકીને મહાનુભાવોની શ્રદ્ધાંજલિ
ગુજરાતી પત્રકારત્વના ભીષ્મપિતામહ અને બ્રિટિશ એશિયન મીડિયાના અગ્રણી પ્રણેતા રમણિકલાલ સોલંકીનું રવિવાર, 1 માર્ચે અમદાવાદ ખાતે ટુંકી માંદગી બાદ અવસાન થયું છે. તેઓ 88 વર્ષના હતા. શ્રી સોલંકીને સ્ટ્રોકનો હુમલો આવતા ગયા સપ્તાહે અમદાવાદની એક હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રવિવારે પરિવારજનોની ઉપસ્થિતિમાં તેમણે શાંતિમય રીતે દેહ છોડ્યો હતો.
Read More...
સંશયવાદ અને નિખાલસતાઃ યોગ્ય સંતુલન કયું?
પ્રશ્નકર્તા – નમસ્કાર, સદ્્ગુરુ, મે તમને એમ કહેતા સાંભળ્યા છે કે જેનો આપણને અનુભવ ના હોય તેવી વાતને માનવી કે ના માનવી તે કેવી રીતે મહત્વનું હોય છે. આવી વાત એેક યા બીજા માર્ગે જઇ શકે, સાચું કે ખોટું. સાથો સાથ તમે કહેલી ઘણી બધી બાબતો મારા જીવનમાં સાચી ઠરી હોવાના કારણે મને ઘણો બધો વિશ્વાસ બેસી ગયો છે ત્યારે સંશય કે નિખાલસતામાં હું સમતુલા કઇ રીતે જાળવી શકું?
Read More...
  sports

ન્યૂઝીલેન્ડે ટેસ્ટ સીરિઝમાં ભારતને 2-0થી હરાવ્યું
ક્રાઇસ્ટચર્ચમાં યજમાન ન્યૂઝીલેન્ડે બીજી અને અંતિમ ટેસ્ટમાં ભારતને સાત વિકેટે હરાવીને 2-0થી સીરિઝ જીતી લીધી છે. વેલિંગ્ટનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં પણ ભારત 10 વિકેટે હાર્યું હતું. ભારતે બીજી ટેસ્ટ મેચમાં ટોસ હારીને પ્રથમ દાવમાં 242 રન કર્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડે 235 રન જ કર્યા હતા.
Read More...

મહિલા ટી-20 વર્લ્ડ કપઃ ભારત સેમિફાઇનલમાં, ચારેય મેચમાં અજેય
ઓસ્ટ્રેલિયામાં રમાઇ રહેલી મહિલા ટી-20 વર્લ્ડ કપની ચોથી ગ્રુપ મેચમાં શ્રીલંકાને 7 વિકેટે હરાવી ભારત અજેય રહ્યું હતું. સેમિફાઇનલમાં તો ટીમે પોતાનું સ્થાન ત્રીજી મેચમાં વિજય સાથે જ નિશ્ચિત કર્યું હતું. શ્રીલંકાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા નવ વિકેટે 113 રન કર્યા હતા. કેપ્ટન ચમારી અટ્ટાપટ્ટુએ સૌથી વધુ 33 રન અને કવિશા દિલ્હારીએ 25 રન કર્યા હતા.
Read More...

 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business

સતત ખોટના પગલે HSBC 35,000 કર્મચારીઓને છૂટાં કરશે

હોંગકોંગ શાંઘાઈ બેન્કિંગ કોર્પોરેશને (HSBC) પોતાના કારોબારનું તર્કસંગત પુનઃગઠન કરવાની જાહેરાત કરી છે. આ માટે કંપની લગભગ ૩૫,૦૦૦ લોકોને નોકરીમાંથી છૂટા કરશે. છેલ્લા ત્રણ વર્ષથી HSBCનો નફો ઘટી રહ્યો છે અને સામે પક્ષે ખોટમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી કંપનીને તર્કસંગત પુનઃગઠન કરવાની નોબત આવી છે. HSBCએ એક નિવેદન બહાર પાડતાં એવું જણાવ્યું કે HSBCની યુરોપ અને અમેરિકાની શાખાઓમાં કારોબારનો વ્યાપ ઘટાડવામાં આવશે. અમેરિકા અને ચીન વચ્ચેના વેપારયુદ્ધ તથા બ્રિટનના યુરોપીય સંઘમાં બહાર જવાના નિર્ણય અને ચીનમાં ફેલાયેલા ખતરનાક કોરોના વાઇરસને કારણે બેન્ક અનિશ્ચિતતાનો સામનો કરી રહી છે.
Read More...

અમેરિકન હેજ ફંડે સુભાષ ચંદ્રાને ઝી લર્નમાંની હિસ્સેદારી ઘટાડવા જણાવ્યું
અમેરિકન હેજ ફંડે ઝી ટીવીના સુભાષ ચંદ્રાને ઝી ગ્રુપની શૈક્ષણિક કંપનીમાંથી પોતાનું શેરહોલ્ડિંગ વેચવા જણાવ્યું છે. આ ઘટનાક્રમ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર મેનેજમેન્ટમાં ફેરફાર કરવા માટે ચંદ્રાને પોતાની હિસ્સેદારી ઘટાડવાનું જણાવવામાં આવ્યું છે. મૂન કેપિટલ મેનેજમેન્ટે ચંદ્રાને ઝી લર્ન લિમિટેડમાંથી પોતાની અને એસ્સેલ ગ્રુપની હિસ્સેદારી ઘટાડવા જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૫થી મૂન કેપિટલ ઝી લર્નના શેહોલ્ડર છે. ડિસેમ્બર, ૨૦૧૯ના અંતે ઝી લર્નિંગમાં ચંદ્રા અને તેમના જૂથની હિસ્સેદારી ૫૭ ટકા હતી.ચંદ્રા દેવું ઘટાડવા માટે એસ્સેલ ગ્રુપની મિલકતો વેચી રહ્યાં છે.
Read More...

કોરોના વાઇરસની અસરઃ અમદાવાદમાં સોનું રૂ. 42,900ને પાર
સેફહેવન બુલિયન માર્કેટમાં લાંબા સમય બાદ તોફાની તેજી જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1600 ડોલરની સપાટી કુદાવતા અમદાવાદ ખાતે ગયા સપ્તાહે સોનું પ્રતિ 10 ગ્રામ રૂ.500ના સુધારા સાથે રેકોર્ડ 42900 બોલાઇ ગયું હતું. જ્યારે ચાંદીમાં ઝડપી 1200નો સુધારો થઇ 48500 ક્વોટ થતી હતી. સોના-ચાંદીમાં તેજીનું મુખ્ય કારણ કોરોના વાયરસ અને ચીને વ્યાજદરમાં ઘટાડો કરતા ફંડામેન્ટલ મજબૂત બન્યાં છે.
Read More...
  Entertainment

શ્રદ્ધાને ટાઇગર શ્રોફ સાથે કોમેડી ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા

શ્રદ્ધા કપૂર અને ટાઇગર શ્રોફ ફરી રૂપેરી પડદે સાથે દેખાવાના છે. સાજિદ નડિયાદવાળાની પ્રોડકશન હેઠળ બનનારી ફિલ્મ એકશનપેક્ડ ફિલ્મ હશે. બાગીની ત્રીજી સીરિઝમાં ટાઇગર પોતાના ભાઇને અપહરણકર્તાઓ પાસેથી છોડાવના તમામ પ્રયાસ કરતો દર્શાવવામાં આવશે.આ ફિલ્મમાં શ્રદ્ધા એર હોસ્ટેસનું પાત્ર ભજવી રહી છે.શ્રદ્ધાને ટાઇગર સાથે કામ કરવાની ફાવટ છે. તેણેટાઇગર સાથે કોમેડી ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા દર્શાવી હતી.
Read More...

આયુષ્‍માન ખુરાના આગામી ફિલ્મમાં ગાયનેકોલોજીસ્ટ બનશે
બોલીવુડ સુપરસ્ટાર આયુષ્માન ખુરાના હાલ પોતાની ફિલ્મ ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’ની સફળતાની ઉજવણી કરવામાં આવી રહી છે. ફિલ્મમાં આયુષ્માને એક ગે છોકરાનું પાત્ર ભજવ્યું છે. આ પહેલાં તે એક સમયે સ્પર્મ ડોનર, આંધળા મ્યૂઝિશિયન, તો ક્યારેક લેડી કોલર તો ક્યારેક ટકલાના રૂપમાં દિલ જીતી ચૂક્યા છે.તો બીજી તરફ સમાચાર આવ્યા છે કે આયુષ્માન ખુરાના એક નવા પ્રકારનું પાત્ર ભજવવા માટે તૈયાર છે.
Read More...

બ્રહ્માસ્ત્ર ફિલ્મ માટે મુંબઈમાં જ આખા હિમાલય પર્વતનો સેટ બનાવાયો
અમિતાભ બચ્ચન અને રણબીર કપૂરે બ્રહાસ્ત્રના અંતિમ તબક્કાના શૂટિંગની શરૂઆત મુંબઈમાં કરી દીધી છે. અયાન મુખર્જી નિર્દેશિત આ ફિલ્મમાં આલિયા ભટ્ટ પણ મહત્ત્વની ભૂમિકામાં છે. શૂટિંગ માટે મુંબઈના સ્ટુડિયોમાં અદલોઅદલ હિમાલય પર્વત જેવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે.
Read More...

કંગના રણોટ અજય દેવગણ અને અક્ષય કુમારની હરોળમાં પહોંચી ગઈ
તામિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ જયલલિતાના જીવન પર બની રહેલી ફિલ્મ ‘થલાઇવી’ તેની શરૂઆતથી જ ચર્ચામાં છે. તેમાં ટાઇટલ રોલ બૉલીવૂડની અભિનેત્રી કંગના રણોટ નિભાવી રહી છે. તે તેની આ ફિલ્મ માટે બહુ ઉત્સાહિત છે.
Read More...
 
 
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]