પ્રશ્નકર્તા – નમસ્કાર, સદ્્ગુરુ, મે તમને એમ કહેતા સાંભળ્યા છે કે જેનો આપણને અનુભવ ના હોય તેવી વાતને માનવી કે ના માનવી તે કેવી રીતે મહત્વનું હોય છે. આવી વાત એેક યા બીજા માર્ગે જઇ શકે, સાચું કે ખોટું. સાથો સાથ તમે કહેલી ઘણી બધી બાબતો મારા જીવનમાં સાચી ઠરી હોવાના કારણે મને ઘણો બધો વિશ્વાસ બેસી ગયો છે ત્યારે સંશય કે નિખાલસતામાં હું સમતુલા કઇ રીતે જાળવી શકું?
સદ્્ગુરુ ઃ આ વાતના બે પાસાં છે એકને વ્હેમ કહે છે અને બીજાને શંકા કહે છે. શંકા એ એક પ્રકારની બિમારી છે. કારણ કે તમે કશુંક ખોટું જ થવાનું છે. તેમ માની લો છો શંકાશીલ માનસએ બિમાર માનસ છે. વ્હેમ એ અલગ વાત છે જેમાં તમે જે તે વાસ્તવિક્તા કે હકીકતથી અજાણ હોઇ શકો અને અજાણ કે અજ્ઞાનતા એ ગુનો નથી. જો કોઇ તમને કોઇ કાંઇ કહે અને જો તમને તે વ્યક્તિમાં વિશ્વાસ હોય તો તમે કાંઇ તમારો સમય, શક્તિ અને સાધનસ્ત્રોત કામે લગાડી શકો છો.
પરંતુ જો તમને તે વ્યક્તિમાં વિશ્વાસ જ ના હોય તો તમે તમારો સમય અને શક્તિ વેડફી ના શકો કારણ કે સમય અને શક્તિ એ મર્યાદિત હોય છે.
મૂળભૂત રીતે કહીએ આપણું જીવન એ ચોક્કસ પ્રમાણનો સમય અને શક્તિ જ છે. જો જુઠાણાં માટે તમારો સમય અને શક્તિને કામે લગાડશો તો તે જીવનને વેડફવા સમાન છે. આ સંદર્ભમાં તમારે વિશ્વાસની જરૂર છે. પરંતુ તમારે વિશ્વાસ કે અવિશ્વાસ માટે પ્રયાસ કરવાનો નથી. આ વિશ્વાસ કેવી રીતે આવે છે. કે બેસે છે? એક વાત છે કે જો તેનાથી (વિશ્વાસ) તમને કાંઇ સમજ કે ભાન આવે છે. બીજી બાબત તે છે કે જો તે તમારા માટે કારગત નીવડ્યું હોય. જો તમારા માટે કાંઇક કારગત ના નીવડ્યું હોય પરંતુ તમારી આજુબાજુના અન્યો માટે તે કારગત નીવડ્યું હોય તો તમે તે કારગત નીવડ્યું હોય તો તમે તેને નહીં કેમ માનવંુ તે જાણવા થોડો સમય ફાળવી શકો છો આવશ્યક જીજ્ઞાસા અને આતુરતાથી તમે જો તે જાણી શકો તો તમે પણ તેને પામશો. આથી જ વિશ્વાસને છોડી અવિશ્વાસ કે માન્યતાથી અમાન્યતા તરફ આંધળો કૂદકો ના મારવો.
જો તમે ઇનર એંજીનીયરિંગ પ્રોગ્રામમાં આવશો તો તમે બધું જ સહજભાવે જ પામી શકશો કારણ કે આ પ્રોગ્રામનું સ્વરૂપ જ તેવા પ્રકારનું છે. જો તમે ભવસ્પંદન પ્રોગ્રામમાં છો તો તમને કશું જ સહજ સ્પંદનરૂપ નથી લાગતું પરંતુ જો તમે સાચા અર્થમાં તમારી જાતને આ ત્રણ દિવસોને સમર્પિત કરશો તો તેનાથી તમે કોઇ અલગ જ અલૌકિક દુનિયામાં ફેંકાઇ જાશ.ે અને જો તેમ ના થાય અને કાંઇ સમજ ના પડે પરંતુ તમારી આસપાસના લોકો ફંગોળાયાનો ભાવ અનુભવતા હોય ત્યારે તમે તમારી જાતને તેને સમર્પિત કરવી કે ના કરવી તેમ વિચારવામાં જ પ્રવૃત છો.
જો તમે સમયમ પ્રોગ્રામ માટે આવો અને તમે ધ્યાન મગ્ન બનો તો તમે મને ભગવાન પણ માનશો કારણ કે તે અવસ્થામાં તમારા ઉદ્દભવેલી ઉર્જા અને તમારી અનુભૂતિથી આમ બની શકે ધારો કે અંતમાં તમે ધ્યાન મગ્ન ના થઇ શક્યા તો અંતમાં તમારા જકડાયેલા પગ અને થાકેલી પીઠ અને તે સમયે મારા વિષે કયા શબ્દો બોલશો તે મારે બોલવા નથી પરંતુ આમાં કરવું શું? હું તો તમારા માટે એક તક જ ઝડપું છું.
હું માનવા કે નહીં માનવાના આધારે કાંઇ જ કરતો નથી. હું તો તેવું જ કરું છું જે મારા માટે કારગત નીવડ્યું હોય. જો તે અત્યારે તમારા માટે કાગરત ના નીવડ્યું હોય તો તેનો સાદો અર્થ તે માટે હજુ વધારે તૈયારી જરૂરી હોવાનો કહેવાય. જો તમે એવું વિચારો કે કદાચ તે તમારા માટે કારગત નીવડ્યું હોત પરંતુ હું અલગ જ બન્યો છું. હું તમને કહી શકું કે સદનશીબે તમે અલગ જ નથી બનેલા માનવમાત્ર માટે મૂળભૂત સંરચના એક સરખી જ હોય છે. સપાટી ઉપર જોઇએ તો આપણી પસંદગી ના પસંદગી અલગ હોઇ શકે, આપણી જાગૃત સ્મૃતિ અલગ હોઇ શકે પરંતુ આપણી મૂળભૂત આંતરિક સંરચના અલગ નથી.
જે અહિંયા કહેવાયું હોય તે તમે ધ્યાનથી ના સાંભળ્યું હોય તો તે તમારા માટે કારગત ના પણ નીડવે અને તે શક્ય પણ છે. પોતે ધ્યાન નહોતું આપ્યું કે ખોટી સૂચના સાંભળી હતી તેવું સમજતા ઘણા લોકોને ઘણા વર્ષો લાગી જતા હોય છે. ઘણી વખત એવું પણ બને કે થોડી વધારે તૈયારીની જરૂર હોય ગમે તે હોય કે તમારા માટે સહેજ પણ કારગત ના નીવડ્યું કારણ કે મારા માટે કારગત નીવડ્ુયં છે.
તાજેતરમાં કોઇએ કોઇએ બે ચિમ્પાન્ઝી મુક્તિ માટે ન્યુયોર્ક ડીસ્ટ્રીક્ટ કોર્ટમાં હેબિયસ કોર્પસ કેસ દાખલ કર્યો કારણ કે એક યુનિવર્સિટી કેટલાક પ્રયોગોમાં આ ચિમ્પાન્ઝીઅોનો ઉપયોગ કરતી હતી. કોઇ વ્યક્તિને ગેરકાયદે રીતે અટકાયતમાં લેવાયો હોય કે કારાવાસમાં રખાયો હોય તો તેની મૂક્તિ માટે હેબિયસ કોર્પસ કેસ દાખલ કરી શકાતો હોય છે. ચિમ્પાન્ઝીઅોની મુક્તિ માંગનારાઅોએ કોર્ટમાં દલીલ કરી કે ચિમ્પાન્ઝીઅો પણ માનવમાત્ર જેવી લાગણી અને વિચારો ધરાવતા હોવાથી તેમને મુક્ત કરવા જોઇએ. કોર્ટ સમક્ષ આવો કેસ પહેલી જ વખત આવ્યો હોવાથી મૂંઝવણ અનુભવાઇ રહી છે.
તમે અલગ જ છો તેવો દાવો કરશો નહીં. તમે તમારી જાત સાથે કામ પાર પાડવા ઇચ્છુક નથી. તમારે ત્વરિત પરિણામ જોઇએ છીએ. તમને ત્વરિત પરિણામ મળી પણ શકે પરંતુ તે લાંબુ ટકશે નહીં. આપણે બધાને ક્ષણિક અનુભવમાં ઉડાડી શકીએ. પરંતુ તેમાં ઉછરવું તે જ શ્રેષ્ઠ છે. આ માટે થોડો સમય લાગશે પરંતુ જો તમે તેમાં ઉછર્યા હશો તો કોઇ તેને તમારી પાસેથી છીનવી શકશે નહીં જો અમે તમારામાં કશાકને ફેંકીએ કે ઉડાડીએ તો તમે તેને અદર બહાર કર્યા કરશો.
પરંતુ જો તમારે તેને દીર્ધકાલિન પામવું હોય તો વધારે નક્કરતા અને સહનશક્તિની જરૂર પડવાની હું તો એટલું જાણું છું કે જે મારા માટે કારગત છે તે માનવામાત્ર માટે કારગત નીવડે છે. કારણ કે મૂળભૂત માનવીય સંરચના તો એકસમાન જ છે.
– Isha Foundation