Vol. 1 No. 07 About   |   Contact   |   Advertise 28th April 2020


‘ ’
 
 
COVID-19 Update - કોરોનાવાયરસ વિશેષ
 



  UK News
વિકએન્ડ પહેલા લોકડાઉન હળવુ કરવા યોજના જાહેર કરાશે: બોરિસ જ્હોન્સન

ડાઉનિંગ સ્ટ્રીટમાં પ્રવેશના પહેલા જ દિવસે મહત્તમ પારદર્શિતા આપવાનું વચન આપવા સાથે વડા પ્રધાન બોરિસ જ્હોન્સને કહ્યું હતું કે ‘’દેશ હવે કોરોનાવાયરસ સામેના યુદ્ધના બીજા તબક્કાની તૈયારી કરી રહ્યો છે અને સરકાર તેની તમામ વિગતો આપશે. આ અઠવાડિયાના અંત સુધીમાં વડાપ્રધાન લોકડાઉન હળવુ કરવા યોજના જાહેર કરાશે અને મોટોભાગે શાળાઓ જૂન મહિના સુધી બંધ રહેશે. પ્રથમ પગલામાં વાયરસના ફેલાવાને ઘટાડવા માટે કામના સ્થળોએ સામાજિક અંતરનો અમલ કરાવવામાં આવશે અને કર્મચારીઓ નિયમિતપણે તેમના હાથ ધોઈ શકે છે તેની ખાતરી કરાશે.
Read More...
નાના બિઝનેસીસને £50,000 સુધીની લોન અપાશે
નાના બિઝનેસીસ અને ઉદ્યોગોને આવતા અઠવાડિયાથી £50,000 સુધીની લોન આપવામાં આવશે જેનુ પ્રથમ 12 મહિનાનુ વ્યાજ સરકાર ચૂકવશે. મોટા ભાગની કંપનીઓને લોનની મંજૂરી માત્ર 24 કલાકમાં આપવામાં આવશે. નાની કંપનીઓ તેમના વાર્ષિક ટર્નઓવરના 25 ટકા સુધીની રકમ લોન પેટે લઇ શકશે એવી ચાન્સેલર ઋષી સુનકે તા. 27ના રોજ જાહેરાત કરી હતી. તેમણે સ્વીકાર્યું હતું કે કોરોનાવાયરસથી અસરગ્રસ્ત કેટલીક કંપનીઓ ટેકો મેળવવા માટે સંઘર્ષ કરી રહી છે.

Read More...
લોકડાઉન ઉઠાવશો તો લાખ લોકો મરી શકે : પ્રો. ફર્ગ્યુસન
ઇમ્પીરીયલ કોલેજના રોગચાળાના નિષ્ણાત પ્રો. નીલ ફર્ગ્યુસને ચેતવણી આપી છે કે ‘’હાલના લોકડાઉનને ફક્ત “શિલ્ડિંગ” નીતિઓ સાથે જ બદલવું જોઈએ, જો તેમ નહિ થાય તો યુકેમાં વર્ષના અંત સુધીમાં લાખ લોકોના મોત થઈ શકે છે.સરકારની નીતિઓ સમાજનાં સૌથી સંવેદનશીલ લોકોનાં રક્ષણની ઇચ્છા રાખે છે, પરંતુ અન્યને મુક્તપણે ફરવા દેવાશે તો મૃત્યુઆંક ઉંચો થઈ શકે છે.
Read More...
ભારતીય મેડિક્સને કોવિડ-19નુ ઉચ્ચ જોખમ: સર્વે
ભારતીય અને એથનિક માઇનોરીટીના ડોક્ટર્સ અને હેલ્થકેર પ્રોફેશનલ્સને યુકેમાં જીવલેણ કોરોનાવાયરસનું જોખમ સૌથી વધારે છે એમ સૌ પ્રથમ સર્વેમાં બહાર આવ્યુ છે. બ્રિટિશ એસોસિએશન ઑફ ફિઝિશ્યન્સ ઑફ ઈન્ડિયન ઓરિજિન (બાપિઓ)ના રિસર્ચ એન્ડ ઇનોવેશન ફોરમે હેલ્થ કેર પ્રોફેશનલ્સમાં જોખમી પરિબળો અને ઉભરતી ચિંતાઓ નક્કી કરવા માટે તા. 14થી 21 એપ્રિલ દરમિયાન એક સપ્તાહ લાંબો ઑનલાઇન સર્વે હાથ ધર્યો હતો.
Read More...
  international news
વિશ્વમાં 9 ડિસેમ્બર સુધી, ભારતમાં 26 જુલાઈ સુધી કોરોના વાયરસનો ખાતમો થશેઃ સિંગાપોરના નિષ્ણાતોનું રિસર્ચ
કોરોના વાઈરસથી દુનિયા ત્રાસી ગઈ છે. અત્યાર સુધીમાં બે લાખથી વધારે લોકોના મોત થયા છે. 30 લાખથી વધારે લોકોને ઈન્ફેક્શન થયું છે. દુનિયાની અડધી જનતા ઘરમાં કેદ છે. આ દરમિયાન અમુક દેશોમાં લોકડાઉનમાં છૂટ પણ આપવામાં આવી રહી છે. પરંતુ લોકોના મનમાં સતત એ સવાલ છે કે, અંતે આ દુનિયાને કોરોનાથી મુક્તિ ક્યારે મળશે? લોકડાઉન સંપૂર્ણ રીતે ખતમ ક્યારે થશે? આપણે પહેલા જેવું જીવન ક્યારે જીવી શકીશું? આ સવાલોની વચ્ચે સિંગાપોરથી એક આશાવાદી સમાચાર જાણવા મળ્યા છે.
Read More...
કોરોનાથી બચવા 5000 લોકોએ આલ્કોહોલ પીધો હોવાની ઈરાનની સરકારની કબૂલાત
કેટલાક દિવસો પહેલા એવા અહેવાલો આવ્યા હતા કે, કોરોનાથી બચવા માટે ઈરાનામાં લોકોએ એક અફવાથી દોરવાઈને આલ્કોહોલ પી લીધુ હતુ. જેમાં સેંકડો લોકોના મોત થયા હતા.હવે ઈરાનની સરકારે આ વાતની કબૂલાત કરી છે. સરકારે કહ્યુ હતું કે, સોશ્યલ મીડિયામાં ચાલતી અફવાથી ગેરમાર્ગે દોરાઈને 5000 લોકોએ ઉદ્યોગો માટે વપરાતુ આલ્કોહોલ પી લીધુ હતુ.જેનાથી 728 લોકોના મોત થયા છે. ઉપરાંત સેંકડો લોકોએ આંખોની રોશની પણ ગુમાવી છે. જેમાં સંખ્યાબંધ બાળકોનો પણ સમાવેશ થાય છે.ઈરાનના સ્વાસ્થ્ય મંત્રાલયના કહેવા પ્રમાણે અફવા બાદ લોકોએ આલ્કોહોલ શોધવાનુ શરુ કર્યુ હતુ.
Read More...
અમેરિકામાં પોઝિટિવ કેસનો આંકડો 10 લાખને પાર કરી ગયો, 24 કલાકમાં 1303 લોકોનાં મોત
વિશ્વભરમાં કોરોનાના 30.65 લાખ કેસ નોંધાય ચૂક્યા છે. અત્યાર સુધીમાં 2 લાખ 11 હજાર 607 લોકોએ જીવ ગુમાવ્યા છે. 9.22 લાખ લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે. ઈઝરાયલમાં ત્રણ મેથી સ્કૂલો ખૂલશે. ચીન કરતા રશિયામાં પોઝિટિવ કેસ વધી ગયા છે. ટ્રમ્પે કહ્યું છે કે મહામારીને લઈને ચીન ઉપર ગંભીર તપાસ કરી રહ્યા છીએ, જો દોષી સાબિત થશે તો દંડ પણ થશે.
Read More...
 


THIS WEEK
Click Full Screen
BUY NOW
  India news

લોકડાઉનથી ભારતીય અર્થતંત્રને 10 લાખ કરોડનું નુકસાન થવાનો અંદાજ

રેટિંગ એજન્સી ક્રિસિલે ભારતના 2020-21ના આર્થિક વિકાસ દરમાં ઘટાડો કર્યો છે. એજન્સીએ ભારતનો વિકાસ દર 1.8 ટકા રહેશે તેમ જણાવ્યું છે. એજન્સીએ કહ્યું કે, કોરોના વાયરસના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનથી અર્થતંત્રને કુલ મળીને 10 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ છે.
Read More...

ભારતમાં અત્યાર સુધીમાં 29577 કેસ, કુલ 939 લોકોનાં મોત
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 29,572એ પહોંચી છે અને 939 લોકોના મોત થયા છે. સોમવારે મહારાષ્ટ્રમાં 522, ગુજરાતમાં 247, દિલ્હીમાં 190, રાજસ્થાનમાં 77 સહિત 1500થી વધારે લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ આંકડા covid19india.org અને રાજ્ય સરકાર પાસેથી મળેલી માહિતી પ્રમાણે છે.
Read More...

છેલ્લા 7 દિવસોમાં 80 જિલ્લાઓ તથા 28 દિવસમાં 17 જિલ્લાઓમાં એક પણ કેસ નહીંઃ સ્વાસ્થ્ય મંત્રાલય
કોરોના વાયરસને લઈને દેશભરમાં ડરનો માહોલ પેદા થયો છે. આ વચ્ચે સ્વાસ્થય મંત્રાલયે વાયરસની વેક્સીનને લઈને સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી ડો.હર્ષવર્ધન પણ હાજર રહ્યા હતા. ડો. હર્ષવર્ધને કહ્યું કે, ગત 14 દિવસોમાં આપણો ડબલિંગ રેટ 8.7 રહ્યો છે.
Read More...
  Gujarat News
ગુજરાતમાં કોરોનાનો કહેર યથા્વત, કુલ કેસોનો આંકડો 3548 થયો, મૃત્યુઆંક વધીને 162
કોરોનાએ ગુજરાત પર મજબૂત રીતે સકંજો કસ્યો છે તેમાં ય અમદાવાદમાં પરિસ્થિતી વધુ વણસી છે. રાજ્યમાં વધતાં કેસો અને મૃત્યુઆંકને જોતાં કોરોનાએ ભયાવહ રુપ ધારણ કર્યું હોવાનુ ચિત્ર ઉપસ્યુ છે. આખાય રાજ્યમાં માત્ર અમદાવાદમાં જ સૌથી વધુ કેસો અને મૃત્યુ થઇ રહ્યાં છે

Read More...
રેડ ઝોન સંપૂર્ણ સલામત નહી થાય ત્યાં સુધી લોક ડાઉન હટાવાશે નહીં : મુખ્યપ્રધાન રૂપાણી
આગામી ત્રીજી મેએ ગુજરાતમાંથી ગ્રીન ઝોનમાં એટલે કે જ્યાં કોરોના વાઈરસના ચેપના એક પણ કેસ છેલ્લા 14 દિવસમાં ન બહાર આવ્યા હોય તેવા વિસ્તારમાં દરેક આર્થિક પ્રવૃત્તિ શરૂ કરી દેવાની છૂટ આપવામાં આવશે. ગુજરાત સરકાર તબક્કાવાર લૉકડાઉન હળવું કરવાની તેની અત્યારની નીતિને વળગી રહેવા માગે છે તેવી સ્પષ્ટ રજૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની વિડીયો કોન્ફરન્સમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી છે.

Read More...
ગુજરાતમાં કોરોના વાયરસથી થઈ રહેલાં મોતની સંખ્યા કેમ વધી તેનું કારણ જાણવા મળ્યું
આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં તેમણે ગુજરાતમાં કોરોના વાયરસની સ્થિતિને લઇને જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, કોરોના વાયરસના બે પ્રકારના સ્ટેન છે. જેમાં S સ્ટેન જે વધારે ઘાતક નથી.

Read More...
અમદાવાદના 6 કોટ વિસ્તારો રેડ ઝોનમાં બાકીના 42 ઓરેન્જ ઝોનમાંઃ અમદાવાદ કમિશ્નર
શહેરમાં 27 એપ્રિલે કોરોનાના 197 કેસ સામે આવ્યા હતા જ્યારે પાંચના મોત થયા હતા. આ સાથે જ અમદાવાદમાં કોરોનાના કુલ દર્દી 2378 અને મૃત્યુઆંક 109 પર પહોંચ્યો હતો. જ્યારે અત્યાર સુધીમાં 212 દર્દી સાજા થયા છે. કોરોનાનો કહેર કોટ વિસ્તારમાં અને બહેરામપુરા વિસ્તારમાં જે રીતે ફેલાયો છે તેમાં સિનિયર કોર્પોરેટર બદરુદ્દીન શેખ સપડાયા બાદ હવે બહેરામપુરાના જ મહિલા કોર્પોરેટરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

Read More...
 
સંસ્થા સમાચાર
 
gg2   gg2
 
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store