વિશ્વભરમાં કોરોનાના 30.65 લાખ કેસ નોંધાય ચૂક્યા છે. અત્યાર સુધીમાં 2 લાખ 11 હજાર 607 લોકોએ જીવ ગુમાવ્યા છે. 9.22 લાખ લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે. ઈઝરાયલમાં ત્રણ મેથી સ્કૂલો ખૂલશે. ચીન કરતા રશિયામાં પોઝિટિવ કેસ વધી ગયા છે. ટ્રમ્પે કહ્યું છે કે મહામારીને લઈને ચીન ઉપર ગંભીર તપાસ કરી રહ્યા છીએ, જો દોષી સાબિત થશે તો દંડ પણ થશે.

અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 1303 લોકોએ જીવ ગુમાવ્યા છે. અહીં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 56 હજાર 803 થઈ ગયો છે, જ્યારે કુલ પોઝિટિવ કેસ 10 લાખ 10 હજાર 507 નોંધાયા છે. અમેરિકામાં 57 લાખ લોકોએ કોરોના ટેસ્ટ કરાવ્યો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમે ચીનથી ખુશ નથી. ચીન કોરોનાને વિશ્વમાં ફેલાતો પહેલા જ રોકી શક્યું હોત. તેઓ ચીન પાસેથી નુકસાન માંગી શકે છે. જર્મનીએ ચીન પાસે જેટલી રકમ માંગી છે તેનાથી વધારે અમે માગી શકીએ છીએ. તેમણે કહ્યું છે કે મહામારીને લઈને ચીન ઉપર ગંભીર તપાસ કરી રહ્યા છીએ, જો દોષી સાબિત થશે તો દંડ પણ થશે.

અમેરિકન કોંગ્રેસની સમિતિએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)ના ફંડિંગને રોકવાના નિર્ણયની તપાસ શરૂ કરી છે. કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ઈલિયોટ એન્જલે વિદેશ મંત્રાલય પાસેથી આ નિર્ણય સંબંધમાં જરૂરી સૂચના અને દસ્તાવેજો ચાર મે સુધી સમિતિને આપવાની માંગ કરી છે. કોરોના મહામારીમાં WHOથી ઘણી ભૂલો થઈ હોવાની વાત કહીને અમેરિકાએ ફંડને રોક્યું હતું.