Vol. 1 No. 15 About   |   Contact   |   Advertise 12th May 2020


‘ ’
 
 
COVID-19 Update - કોરોનાવાયરસ વિશેષ
 





  UK News
સરકાર એશિયન સમુદાયના લોકોના મૃત્યુથી ચિંતીત – અમે પગલા લઇશુ : ગ્રાન્ટ શેપ્સ

‘’અમે માઇનોરીટી અને ખાસ કરીના સાઉથ એશિયન સમુદાયના લોકોના મૃત્યુથી ઘણાં ચિંતીત છીએ અને સાઉથ એશિયન સમુદાયના લોકોના મૃત્યુને નિવારવા અમે બનતા બધા પગલા લઇશું. કન્વીનીયન્સ સ્ટોર્સ અને ફાર્મસીમાં કામ કરતા તમામ લોકોને અમે ફ્રન્ટલાઇન પર કામ કરતા કી વર્કર જેટલા જ સમાન ગણીએ છીએ અને તેઓ અકલ્પ્ય સમયમાં આ દેશના ચલાવી રહ્યા છે. અમે ખાતરી રાખીશુ કે તે બધા સમાન રહે અને તે સૌને સાચી સુરક્ષા મળે’’ એમ 10 ડાઉનીંગ સ્ટ્રીટ ખાતે ડેઇલી પ્રેસ બ્રિફીંગમાં ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શેપ્સે ‘ગરવી ગુજરાત’ના એક્ઝીક્યુટીવ એડિટર શ્રી શૈલેષ સોલંકીના પ્રશ્નનો ઉત્તર આપતાં જણાવ્યું હતું.
Read More...
ઋષિ સુનકે ફર્લો યોજનાને ઓક્ટોબર સુધી લંબાવી: 80 ટકા પગાર ચૂકવાશે
ચાન્સેલર ઋષિ સુનકે માર્ચ મહિનામાં શરૂ કરાયેલી મલ્ટિ-બિલિયન પાઉન્ડની ફર્લો યોજનાને ઓક્ટોબર સુધી લંબાવી ફર્લો કરાયેલા તમામ કર્મચારીઓને 80 ટકા પગાર ચૂકવવાની જેહારાત કરી હતી. આ યોજના અંતર્ગત હાલમાં દર મહિને મહત્તમ £2,500 સુધી વેતનના 80% રકમની ચૂકવણી કરાય છે.
Read More...
કોરોનાવાયરસથી બચવા માટે નવી સલાહ
કોરોનાવાયરસ કોરોનાવાયરસનો ચેપ ન લાગે તે માટે અને બચવા માટે જાહેર જનતાને સામ-સામે વાત કરવાનું ટાળવા, નિયમિત કપડાં ધોઈ લેવા અને ઘરની બારીઓ ખુલ્લી રાખવા જણવાયુ છે. વાયરસ કેટલાક દિવસો સુધી કાપડ પર ટકી શકે છે તેથી કપડા દ્વારા તે ચહેરાને સ્પર્શે તો ચેપ લાગી શકે છે.
Read More...
બીબીસી પત્રકાર સીમા કોટેચા સાથે રેસીસ્ટ દુર્વ્યવહાર કરનાર સામે આરોપ મૂકાયો
બીબીસીના રિપોર્ટર સિમા કોટેચા લેસ્ટરમાં જીવંત પ્રસારણની તૈયારી કરતા હતા ત્યારે લેસ્ટરના ગ્લેનફિલ્ડ રોડના 50 વર્ષીય રસેલ રાઓલિંગ્સને તેમને ધમકી આપી અપમાનજનક વર્તન કરી રેસીસ્ટ દુર્વ્યવહાર કરતા તેની સામે કોર્ટમાં આરોપ મૂકાયો હતો.

Read More...
  international news
અમેરિકામાં પોઝિટિવ કેસ 13.86 લાખ, મૃત્યુઆંક 82 હજારની નજીક
વિશ્વભરમાં કોરોના વાઈરસના 42.56 લાખ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 2.87 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. 1.27 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. અમેરિકામાં 13.86 લાખ કેસ નોંધાય છે. જ્યારે 81 હજાર 795 લોકોએ જીવ ગુમાવ્યા છે. અમેરિકામાં 96.20 લાખ લોકોના ટેસ્ટ કરાયા છે.
Read More...
કોરોના વેક્સિન બનાવવામાં 7 થી 8 ઉમેદવારો ઝડપી કામ કરી રહ્યા છે : WHO
WHOના ચીફ ટેડરોસ અધનોમ ગેબ્રેયેસસે સોમવારે યૂએન ઇકોનૉમિક અને સોશિયલ કાઉન્સિલની વીડિયો કૉન્ફરન્સમાં કહ્યુ કે કોરોના વાયરસ સામે લડવા માટે વેક્સીનના લગભગ 7-8 ટૉપ ઉમેદવાર છે જે વેક્સિન બનાવવામાં ઝડપી કામ કરી રહ્યા છે.

Read More...
વુહાનમાં 6 નવા કેસ નોંધાતા ચીનની સરકાર શહેરના બધા જ નાગરિકોની ટેસ્ટિંગ કરશે
કોરોના વાયરસના સંક્રમણનું કેન્દ્ર રહેલા ચીનના વુહાન શહેરમાં હવે તમામ નાગરિકોની તપાસ કરવામાં આવશે. હાલમાંજ વુહાનમાં કોરોના વાયરસના 6 નવા કેસ નોંધાયા છે. ત્યારબાદ ચીનની સરકારમાં ઉથલ પુથલનો માહોલ છે. વુહાનમાં નવા કેસ સામે આવ્યા બાદ સરકારે શહેરના તમામ નાગરિકોના ટેસ્ટ કરાવવાની તૈયારી કરી રહી છે.
Read More...
 


THIS WEEK
Click Full Screen
BUY NOW
  India news

ભારતમાં આજથી 15 રૂટ પર 30 ટ્રેન દોડશે, 54 હજાર યાત્રિઓએ રિઝર્વેશન કરાવ્યું

દેશમાં 51 દિવસ પછી મંગળવારે પેસેન્જર ટ્રેન આજે ફરીથી દોડશે. લોકડાઉનના કારણે 22 માર્ચથી આ તમામ ટ્રેન બંધ હતી. રેલવેએ હવે દિલ્હીથી 15 રૂટ પર ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. અપ અને ડાઉનને ધ્યાનમાં રાખીને આ ટ્રેનની સંખ્યા 30 હશે. રેલવેએ સોમવારે મોડી રાતે જણાવ્યું કે આ ટ્રેન માટે રાતે 9.15 સુધી 30 હજાર પીએનઆર નંબર જનરેટ થયા હતા. જેના દ્વારા 54 હજાર યાત્રિઓનું રિઝર્વેશન કરાયું છે. Read More...

ભારતમાં કોરોના કેસનો આંકડો 70,768 પહોચ્યો, કુલ 2,294 લોકોનાં મોત
દેશમાં અત્યાર સુધી 70,768 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. અને 2,294 લોકોના મોત થયા છે. આ સાથે જ અત્યાર સુધી 22,549 લોકો સારવાર બાદ કોરોનાને હરાવી ચુક્યા છે. મહારાષ્ટ્રમાં દિવસને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે અત્યાર સુધી અહીંયા દેશભરમાં સૌથી વધારે 23,401 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.
Read More...

એર ઈન્ડિયાના પાંચ પાયલટનો રીપોર્ટ પહેલાં પોઝિટીવ આવ્યો પછી બીજો નેગેટિવ આવ્યો
એર ઈન્ડિયાના પાંચ પાયલટ કોરોના નેગેટિવ છે. આ પુષ્ટી ફરી કરાયેલા ટેસ્ટ બાદ કરાઈ છે. એક ટેક્નીશિયન અને એક ડ્રાઈવર સાથે આ પાંચ પાયલટનો કોરોના રિપોર્ટ શનિવારે પોઝિટિવ આવ્યો હતો. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ કહેવાઈ રહ્યું છે કે તેમની ટેસ્ટ કીટ ખરાબ હતી.
Read More...
  Gujarat News
ગુજરાતમાં કોરોનાના કુલ 8544 પોઝિટીવ કેસ, મૃત્યુઆંક 500નો આંકડો પાર કરી ગયો
રાજ્યમાં અત્યારસુધીમાં 2780 દર્દીઓને સાજા થતા રજા આપવામાં આવી છે. વિદેશમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ખાસ વિમાની સેવા દ્વારા ભારત પરત લાવવામાં આવી રહ્યાં છે. જેના ભાગરૂપે મનિલામાં ફસાયેલા ગુજરાતના 139 વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવ્યા છે.
Read More...
વિદેશમાં ફસાયેલા 215 ગુજરાતી વિદ્યાર્થીઓ વતન પરત ફર્યાં
કોરોના મહામારી વચ્ચે વિદેશમાં અભ્યાસ અર્થે ગયેલા ગુજરાતી વિદ્યાર્થીઓને એર ઇન્ડિયાની સ્પેશિયલ ફ્લાઇટ આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર પહોંચી હતી. એર ઇન્ડિયાની પહેલી ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટ પર સવારે 5.30 વાગ્યે પહોંચી હતી,
Read More...
ગુજરાતમાં મે માસના પ્રથમ 11 દિવસ ઘાતક: 290 લોકોના કોરોનાથી મોત થયા
ગુજરાતમાં કોરોનાના વધતા કેસ સાથે મૃત્યુનુ પ્રમાણ જે રીતે વધ્યુ છે તે ચિંતાજનક છે. મે માસનું પ્રથમ સપ્તાહ રાજય માટે “ઘાતક” પુરવાર થયુ છે રાજયમાં તા.1 થી 7 વચ્ચે કુલ 211 લોકો મૃત્યુ પામ્યા જે રાજયનાં કુલ કોરોના મૃત્યુ આંકના 50 ટકા છે ગુજરાતમાં કુલ 425 મૃત્યુ થયા છે.

Read More...
ગુજરાતમાં કોરોનાનો ઉંચો મૃત્યુ આંક ચિંતાજનક: હવે મૃતકની ઓટોપ્સી થશે
ગુજરાતમાં જે રીતે કોરોના મૃત્યુ આંક ઝડપી વધી રહ્યો છે તે બાદ હવે રાજય સરકાર દ્વારા ટુંક સમયમાં જ કોરોનાથી મૃત્યુના કારણોનો ગહન અભ્યાસ-સંશોધન કરવા માટે અમદાવાદમાં પેથોલોજી એન્ડ ડીસીસી પ્રોગેશન લેબ સ્થાપવા આગળ વધી રહી છે.

Read More...
 
સંસ્થા સમાચાર   અવસાન નોંધ
 
gg2   gg2
 
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store