‘’અમે માઇનોરીટી અને ખાસ કરીના સાઉથ એશિયન સમુદાયના લોકોના મૃત્યુથી ઘણાં ચિંતીત છીએ અને સાઉથ એશિયન સમુદાયના લોકોના મૃત્યુને નિવારવા અમે બનતા બધા પગલા લઇશું. કન્વીનીયન્સ સ્ટોર્સ અને ફાર્મસીમાં કામ કરતા તમામ લોકોને અમે ફ્રન્ટલાઇન પર કામ કરતા કી વર્કર જેટલા જ સમાન ગણીએ છીએ અને તેઓ અકલ્પ્ય સમયમાં આ દેશના ચલાવી રહ્યા છે. અમે ખાતરી રાખીશુ કે  તે બધા સમાન રહે અને તે સૌને સાચી સુરક્ષા મળે’’ એમ 10 ડાઉનીંગ સ્ટ્રીટ ખાતે ડેઇલી પ્રેસ બ્રિફીંગમાં ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શેપ્સે ‘ગરવી ગુજરાત’ના એક્ઝીક્યુટીવ એડિટર શ્રી શૈલેષ સોલંકીના પ્રશ્નનો ઉત્તર આપતાં જણાવ્યું હતું.

ગરવી ગુજરાતના એક્ઝીક્યુટીવ એડિટર શ્રી શૈલેષ સોલંકીએ વડાપ્રધાનની ઓફિસ ખાતે તા. 9મી મે’ના રોજ યોજાયેલા કોરોનાવાયરસ પ્રેસ બ્રિફીંગમાં પ્રશ્ન પૂછતાં જણાવ્યું હતુ કે ‘’તાજેતરના ઓએનએસ આંકડા દર્શાવે છે કે બ્લેક અને દક્ષિણ એશિયન સમુદાયોના સભ્યો કોરોનાવાયરસથી નોંધપાત્ર પ્રમાણમાં મોટી સંખ્યામાં મરી રહ્યા છે. તેમાંના મોટાભાગના લોકો વિસ્તૃત પરિવારોમાં રહે છે અને તેઓ કી વર્કર્સ છે. સરકારી તપાસ મે મહિનાના અંતે અહેવાલ આપશે. પરંતુ વચગાળાના સમય દરમિયાન, સરકારે સાઉથ એશિયન લોકો, કી વર્કર અને તેમના પરિવારોના રક્ષણ માટે કયા વ્યવહારિક પગલાં લીધાં છે?

સાથે સાથે શ્રી શૈલેષ સોલંકીએ બીજો પ્રશ્ન પૂછતાં જણાવ્યું હતુ કે ‘’અમારા અન્ય પ્રકાશનો ‘એશિયન ટ્રેડર્સ’ અને ‘ફાર્મસી બિઝનેસ’ દ્વારા અમે જાણીએ છીએ કે રાષ્ટ્રીય સ્તરે તમામ કન્વીનીયન્સ સ્ટોર્સમાંથી 75 ટકા અને કોમ્યુનિટી ફાર્મસીઓઓ પૈકી 50 ટકા એશિયન સમુદાયની માલિકીની છે. આપણે જાણીએ છીએ કે ફાર્માસિસ્ટ કી વર્કર છે પરંતુ શું સરકાર કન્વીનીયન્સ રિટેલરોને પણ કી વર્કર તરીકે સમાવિષ્ટ કરશે અને તેમને અને ફાર્માસિસ્ટ્સને સારી ગુણવત્તાની પી.પી.ઇ. પ્રદાન કરશે જેથી તેઓ દેશની સેવા કરવાનું ચાલુ રાખી શકે. અથવા અમારા કેટલાક વાચકોએ સૂચવ્યું છે કે શું સરકાર કન્વીનીયન્સ સ્ટોર્સ અને કોમ્યુનિટી ફાર્મસીઓને બંધ થતી જોશે કે તે જીવંત રહે તે જોશે?

10 ડાઉનીંગ સ્ટ્રીટ ખાતેથી ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શેપ્સે ‘ગરવી ગુજરાત’ના એક્ઝીક્યુટીવ એડિટર શ્રી શૈલેષ સોલંકીના પ્રશ્નનો ઉત્તર આપતાં જણાવ્યું હતુ કે ‘’અમે માઇનોરીટી અને ખાસ કરીના સાઉથ એશિયન સમુદાયના લોકોના મૃત્યુથી ઘણાં ચિંતીત છીએ. સાઉથ એશિયન સમુદાયના લોકોના મૃત્યુ જ શા માટે થાય છે તે સમજવામાં અમને ખૂબ જ રસ છે. આ તબક્કે અમે અચોક્કસ છીએ કે આ મોત બીજા કોઇ કારણે થઇ રહ્યા છે કે પછી BAMEના લોકો વધુ પ્રમાણમાં હેલ્થ એન્ડ સોશ્યલ કેર ક્ષેત્રમાં છે માટે તેઓ કુદરતી રીતે વધુ પ્રમાણમાં હોવાથી તેઓ વાયરસનો વધુ ભોગ બને છે કે પછી કોઇ બીજુ જ કારણ છે અને તે ઘણી વિસ્તૃત બાબત બની જાય છે. પુરૂષોમાં વધુ મોટો મૃત્યુ દર છે અથવા તો ઓબીસીટીના કારણે પણ ઘણું બધુ થઇ શકે છે. આમ, હવે અમે પબ્લિક હેલ્થ ઇંગ્લ્ન્ડના પ્રો. ફેન્ટનને આ કેસમાં તાત્કાલિક અભ્યાસ કરવા જણાવ્યુ છે અને તેના પરિણામ આ મહિનાના અંતમાં જાહેર થઇ શકે છે. જેમ તમે કહ્યુ તેમ તેના પરિણામો મે માસના અંતમાં આવનાર છે. હું માનું છું કે તેના પછી આપણે બહુ સારી રીતે આ મુદ્દાને સમજી શકીશુ કે શું થઇ રહ્યુ છે. પણ તેમાં એવી કોઇ શંકા રાખવાની જરૂર નથી, ત્યાં જે થઇ રહ્યુ છે તે બાબતે અમે મક્કમ છીએ અને તેની પૂરેપૂરી સમજ મેળવીશુ.’’

શેપ્સે જણાવ્યું હતુ કે ‘’તમારા સ્ટોર્સ, ફાર્મસીની માલીકીના બીજા પ્રશ્ન બાબતે જણાવું તો ફ્રન્ટલાઇન પર કામ કરતા તમામ લોકો કી વર્કર છે અને તેઓ આ માની ન શકાય તેવા કપરા સમયમાં આ દેશના ચલાવી રહ્યા છે. જે વીવીધ સેક્ટરના લોકોને અસર કરી રહ્યુ છે. અમે ખાતરી રાખીશુ કે  તે બધા સમાન રહે અને તે સૌને સાચી સુરક્ષા મળે. આપણે જાણીએ છીએ કે હેલ્થ સેટીંગમાં પીપીઇની જરૂરીયત અલગ સ્તરે હોય છે. મારા માટે બેસ્ટ હશે કે મેડિકલને લગતા આ પ્રશ્નનો જવાબ જોનાથન આપે.’’

ડેપ્યુટી ચિફ મેડિકલ ઓફિસર પ્રોફેસર જોનાથન વાન-ટેમે જણાવ્યુ હતુ કે ‘’આ પ્રશ્નને હુ બ્લેક, એશીયન, માઇનોરીટી અને એથનિક ગૃપના ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટીક્સના (ONS) રીપોર્ટ સાથે સાંકળુ છુ. મેં તે રીપોર્ટ વાંચ્યો છે અને તેને હુ ખરેખર બહુ ગંભીરતાથી લઉં છુ અને તેમાં બહુ મેડિકલ એડવાઇઝરી ફંકશનમાં છે તે માટે બહુ નિર્ધાર કરાયો છે અને સરકાર તેના મૂળમાં જવા માટે કટીબધ્ધ છે. આથી જ આજે તે માટે હું આજે અહી કોઇ જેવો તેવો – ઉતાવળીયો જવાબ આપવા માંગતો નથી. આ બહુ જટીલ મુશ્કેલી છે અને તે માટે વ્યક્તિની વય, જાતી, એકથી વધુ મુશ્કેલીઓ, અન્ય બીમારીઓ, મેદસ્વીતાના પ્રશ્નો વગેરે જવાબદાર છે. આ ઉપરાંત હું સંપૂર્ણ પણ સ્પષ્ટ છું કે તેની પાછળ બ્લેક, એશીયન, માઇનોરીટી અને એથનિક ગૃપના લક્ષણો પણ જવાબદાર છે.’’

પ્રોફેસર જોનાથને જણાવ્યુ હતું કે ‘’આ સમસ્યામાં કોઇ ઢાંકવાની વૃત્તી ધરાવતુ નથી કે તેવુ કશુ નથી. પણ ખરેખર આ બહુ મુશ્કેલ છે અને તમને આ તબક્કે હું કોઇ ચોક્કસ આઇડીયા કે કોઇ નિષ્કર્ષ આપી શકુ નહી કે કોના પર જોખમ છે. ચાહે તે બ્લેક, એશીયન, માઇનોરીટી અને એથનિક ગૃપના લોકો હોય કે પછી તે 50 વર્ષથી ઉપરની વયના હોય કે તેઓ નિયમીત હાફ મેરાથોનના દોડવીર હોય, સારૂ ખાતા હોય કે પછી સામે છેડે કોઇ શ્વેત ગૃપના 32 વર્ષના હોય, બહુ બધુ વજન ધરાવતા હોય, કસરત ન કરતા હોય, ડાયાબેટીક કે અસ્થમા વગેરે બીમારી ધરાવતા હોય. તેઓ તો માત્ર ઉદાહરણો છે પરંતુ આ ઉપરથી આપને સમજ આવશે કે વ્યક્તિ મુજબ જોખમ શું હોય છે. આથી કોઇ ચોક્કસ નિર્ણય પર આવી ન શકાય કે, તેથી હું તમારો જવાબ આપી શકતો નથી. તેના બદલે હું જણાવીશ કે અમે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઇ રહ્યા છીએ અને અમે તેના મૂળમાં ઉંડાણથી, વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક રીતે જઇશુ.’’

શેપ્સે જણાવ્યું હતુ કે ‘’હુ જોનાથને જે જણાવ્યુ છે તેને સંપૂર્ણ સમર્થન આપુ છું. સાયન્સ જે કહે છે તેને હું સંપૂર્ણપણે સમર્થન આપુ છુ અને તપાસ કરીશું કે શું થઇ રહ્યુ  છે અને અમે જે લોકો પોતાની જાતને ફ્રન્ટલાઇનમાં મૂકી છે તેમના ઋણી છીએ.’’

શ્રી શૈલેષ સોલંકીએ પ્રશ્ન પૂછતાં જણાવ્યું હતુ કે ‘’એપ્રિલ માસમાં તપાસ શરૂ કરવાના આદેશ અને મે માસના અંતમાં તેના અહેવાલની પ્રતિક્ષા વચ્ચે હાલમાં જે રીતે નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે તેના માટે સરકારે કોઇ સુયોગ્ય પગલા લીધા છે? કારણ કે લોકોમાં આ અંગે બહુ મોટી ચિંતા છે?

ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શેપ્સે જણાવ્યુ હતુ કે ‘’હા, પણ આપણે તે હકિકતને સમજવાની જરૂર છે, પણ આ રોગથી બચવા માટેની સલાહ સૌ કોઇ માટે એક જ છે. જેમ કે નિયમીત રીતે વ્યવસ્થિત હાથ ધોવા, યોગ્ય પીપીઇનો વપરાશ કરવો વગેરે.  તમારા બીજા પ્રશ્નનો જવાબ આપુ તો જેમ મેં સાફ જણાવ્યુ છે તેમ પ્રો. ફેન્ટનના ફાઇન્ડીંગ્સની રાહ જોવી રહી.‘’