ગુજરાતમાં કોરોનાના વધતા કેસ સાથે મૃત્યુનુ પ્રમાણ જે રીતે વધ્યુ છે તે ચિંતાજનક છે. મે માસનું પ્રથમ સપ્તાહ રાજય માટે “ઘાતક” પુરવાર થયુ છે રાજયમાં તા.1 થી 7 વચ્ચે કુલ 211 લોકો મૃત્યુ પામ્યા જે રાજયનાં કુલ કોરોના મૃત્યુ આંકના 50 ટકા છે ગુજરાતમાં કુલ 425 મૃત્યુ થયા છે.

ગઈકાલે (છેલ્લા 24 કલાક્માં) 20 લોકોએ કોરોનાના કારણે જીવન ગુમાવ્યા હતા. જેના કારણે રાજયમાં તા. 11 મેનાં રોજની સ્થિતિમાં 513 લોકોનાં મૃત્યુ થયા છે. જયારે પોઝીટીવ કેસની સંખ્યા 8542 થઈ છે.આમ છેલ્લા 11 દિવસમાં રાજયમાં કુલ મૃત્યુનાં 58 ટકા મોત થયા છે.

તા.30 એપ્રિલ સુધીમાં ગુજરાતમાં 214 લોકોનાં મોત થયા હતા. જયારે છેલ્લા 11 દિવસમાં 299 વધુ મૃત્યુ થયા છે. રાજયમાં છેલ્લા 4 દિવસમાં 100 લોકોના મૃત્યુ થયા છે જેમાં અમદાવાદમાં 251 મૃત્યુ થયા છે. રાજયમાં કોરોના સૌથી ચિંતાજનક બની રહેલા અમદાવાદમાં કોરોના પોઝીટીવની સંખ્યા 3000 ને પાર થઈ છે. જે મુંબઈ (14251) અને દિલ્હી (7233) બાદ ત્રીજા ક્રમે છે અમદાવાદ સીટીમાં 397 લોકોના મૃત્યુ થયા છે. જયારે જીલ્લામાં કુલ 400 લોકોના મૃત્યુ થયા છે.