ગુજરાતમાં જે રીતે કોરોના મૃત્યુ આંક ઝડપી વધી રહ્યો છે તે બાદ હવે રાજય સરકાર દ્વારા ટુંક સમયમાં જ કોરોનાથી મૃત્યુના કારણોનો ગહન અભ્યાસ-સંશોધન કરવા માટે અમદાવાદમાં પેથોલોજી એન્ડ ડીસીસી પ્રોગેશન લેબ સ્થાપવા આગળ વધી રહી છે.

રાજયની હાઈપાવર રીસર્ચ કમીટી જેના અધ્યક્ષપદે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની એક બેઠક ગઈકાલે મળી હતી.આ કમીટીમાં સિનીયર તબીબોનો પણ સમાવેશ કરાયો છે. જે કોરોના જેવી મહામારી સમયે એક નિર્ધારીત કામકાજની પ્રક્રિયા આગોતરા પગલા અને જે ઈન્ફ્રાસ્ટ્રકચર જરૂરી અને તેની ચિંતા કરે છે.

જેણે હવે કોરોનાનાં મૃતકોની પેથોલોજીકલ ઓટોપ્સી પણ કરવા માટે નિર્ણય લીધો છે. કોરોનાનાં રોગચાળામાં મૃત્યુની સંખ્યા અંગે વિવિધ તબીબોનાં અભિપ્રાયો અલગ પડી જાય છે. અમદાવાદની વી.જે.મેડીકલ કોલેજનાં સીનીયર તબીબો દ્વારા ઓટોપ્સી પ્રક્રિયા અંગે એક ગાઈડલાઈન નિશ્ચિત કરશે.

દેશમાં આ પ્રકારની પ્રક્રિયા કરનાર ગુજરાત દેશમાં તે પ્રથમ હશે જેણે મેડીકો લીગલ કેસમાં જેમાં કોઈ વ્યકિતના મૃત્યુનું ખાસ કારણ શોધવા માટે ફોરેન્સીક પોસ્ટમોર્ટમ થાય છે જે આ પ્રકારનાં અંકુશથી મોતમાં તારણ આપે છે તેમ આ પેથોલોજીસ્ટ ઓટોપ્સીએ ચોકકસ રીતે શા માટે શારીરક ક્ષતિ કે તેમાં કોઈ ઉણપ, ખોટી પ્રક્રિયા જુના રોગ સાથેના મિશ્રણ વિ.થી મૃત્યુ પામ્યો છે તે નિશ્ચિત કરી ગુજરાત સરકાર અત્યાર સુધી કોરોના દર્દીઓનાં વધુ મોત અંગે જે તે વ્યકિતને અન્ય બિમારી હતી તેને સતત આગળ ધરે છે.

ડીરેકટર ઓફ આઈઆઈપીએસ-7 ના ડીરેકટર તે દિલીપ માલવંકર કહે છે કે જયારે કોઈ નવી બિમારીથી વ્યકિતનું મોત થાય તો તેમાં ઓટોપ્સી જરૂરી બને છે.પણ કોરોનાનાં દર્દીનાં મોતમાં જો ઓટોપ્સી કરવી હોય તો તે અત્યંત સંભાળપુર્વક અને તે પ્રક્રિયા કરનારને સંક્રમણની અસર ન થાય તેની ચિંતા કરવી જોઈએ.