Vol. 3 No. 235 About   |   Contact   |   Advertise 11th February 2021


‘ ’
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
નવા કોવિડ વેરિયન્ટ્સ સામે યુકેને સુરક્ષિત રાખવા સરહદ પર આકરા પ્રતિબંધો લદાયા

કોરોનાવાયરસ સામે ઑક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકા દ્વારા બનાવવામાં આવેલી કોરોનાવાયરસ સામે રક્ષણ આપતી રસી પૂરતી અસરકારક નથી તેવા અભ્યાસના પરિણામો અને સાઉથ આફ્રિકન વેરિયન્ટના વધતા જતા વ્યાપને લક્ષમાં રાખીને યુકેને સુરક્ષિત રાખવા સરહદ પર આકરા પ્રતિબંધો લાદવાનો સરકારે નિર્ણય કર્યો છે.

Read More...
બ્લેક, એશિયન્સને કોવિડની સૌથી વધુ અસરના કારણો વિષે નવી રીસર્ચ થશે

યુકેમાં બ્લેક, એશિયન તેમજ લઘુમતી વંશિય સમુદાયોને કોરોના વાઈરસના રોગચાળાની અપ્રમાણસર વધારે અસર શા માટે થઈ રહી છે તે વિષે ચાર નવા રીસર્ચ પ્રોજેક્ટ્સની જાહેરાત કરવામાં આવી છે.

Read More...
11 મિલિયન ગેરકાયદે માઇગ્રન્ટન્સને અમેરિકન સિટિઝનશિપની બાઈડેનની દરખાસ્ત

અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઈડેને 11 મિલિયન ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને સિટિઝનશિપની દરખાસ્તની જાહેરાત કરી છે. જો કે, સેન્ટ્રલ અમેરિકાથી નવા ધસારાની ચેતવણીની વચ્ચે સમીક્ષા દરમિયાન તેમના પુરોગામીની કેટલીક કડક સરહદી નીતિઓ યથાવત રાખવામાં આવી છે.

Read More...
ભારતના ઉત્તરાખંડમાં ગ્લેશિયર ફાટતાં ડેમ ધોવાઈ ગયોઃ 31નાં મોત, 175 લાપતા

ભારતમાં ઉત્તરાખંડ રાજ્યમાં રવિવારે સવારે એક ગ્લેશિયર (હિમનદી) ફાટતાં અલકનંદા અને ધૌલીગંગા નદીમાં અચાનક વિનાશક પૂર આવતાં વ્યાપક વિનાશ વેરાયો હતો.

Read More...
નીરવ મોદી પ્રત્યાર્પણ કેસનો ચુકાદો 25 ફેબ્રુઆરીએ, રીમાન્ડ લંબાવાયા

ભારતના ભાગેડુ ડાયમંડ ટ્રેડર નીરવ મોદીના રીમાન્ડ શુક્રવારે વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં સુનાવણી દરમિયાન લંડનની જેલમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા હાજર થયા હતા. કોર્ટે તેના રીમાંડ 25 ફેબ્રુઆરી સુધી લંબાવ્યા છે અને તેના પ્રત્યાર્પણ કેસનો ચૂકાદો પણ એ જ દિવસે અપાશે

Read More...
ઓક્સફર્ડની કોરોના રસી ચેપનો ફેલાવો, રોગની ગંભીરતા ઘટાડે છે

ઓક્સફર્ડ – એસ્ટ્રાઝેનેકાની કોરોના રસી ચેપનો ફેલાવો ઘટાડે છે. આ રસીના એક ડોઝ પછી પણ સુરક્ષાત્મક અસર સાંપડતી હોવાનું આરોગ્ય પ્રધાન મેટ હેન્કોકે જણાવ્યું હતું. હેન્કોકે જણાવ્યું હતું કે, એસ્ટ્રાઝેનેકાની રસીની વૃદ્ધો ઉપર અસરકારકતા અંગેની ચર્ચા વચ્ચે ઓક્સફર્ડ યુનિવર્સિટીના અભ્યાસમાં રસીની અસરકાકરતા જણાઈ છે.

Read More...
યુકેમાં 13 મિલિયન લોકોને કોવિડ-19 રસીનો પ્રથમ ડોઝ અપાયો

બ્રિટનના ઇતિહાસના સૌથી મોટા રસીકરણ કાર્યક્રમ માટેના મહત્વના લક્ષ્યાંક તરીકે NHS દ્વારા ગત તા. 8 ડિસેમ્બરથી તા. 2 ફેબ્રુઆરી દરમિયાન કુલ 13,058,298 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 519,553 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે.

Read More...
બાઇડનની ફોન પર મોદી સાથે વાતચીતઃ દ્વિપક્ષીય સહયોગનો મહત્ત્વકાંક્ષી એજન્ડા

અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ટેલિફોન પર વાતચીત કરીને કોરોના મહામારીને મહાત આપવાની, વૈશ્વિક અર્થતંત્રના નવસર્જનની અને વૈશ્વિક ત્રાસવાદ સામે સંયુક્ત લડાઈ લડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

Read More...
પોપ સ્ટાર રિહાના સહિતની ઇન્ટરનેશનલ સેલિબ્રિટીઓનો કિસાન આંદોલનને ટેકો

ભારતમાં બે મહિનાથી ચાલતાં કિસાન આંદોલનની હવે સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે. પહેલા જ કેટલાક દેશોમાં કિસાન આંદોલન ચર્ચાનો મુદ્દો બની ચૂક્યું છે. હવે અમેરિકાની પૉપ સ્ટાર રિહાનાએ પણ આ આંદોલનને ટેકો આપ્યો છે.

Read More...
ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો માટેની ચૂંટણી પહેલી માર્ચે યોજાશે

રાજ્યસભા સાંસદ અહેમદ પટેલ અને અભય ભારદ્વાજના અવસાનને કારણે ખાલી પડેલી તેમની બેઠકો પર પહેલી માર્ચના રોજ ચૂંટણી યોજાશે એવી ચૂંટણી પંચ ગુરુવારે જાહેરાત કરી હતી.

Read More...

  Sports
ભારત સામે ઈંગ્લેન્ડનો પ્રથમ ટેસ્ટમાં 227 રને વિજય

ભારત સામેની ટેસ્ટ સીરીઝના આરંભે જ ઈંગ્લેન્ડે વિજય મેળવી ભારતને ઘરઆંગણે દબાણમાં લાવી દીધું હતું. મંગળવારે (9 ફેબ્રુઆરી) પુરી થયેલી ચેન્નાઈ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડનો 227 રને વિજય થયો હતો.

Read More...
બીબીસી ઇન્ડિયન સ્પોર્ટસવુમન ઓફ યર એવોર્ડ માટે રાની રામપાલ, કોનેરુ હમ્પી, માનુ ભાકેરના નોમિનેશન

ભારતની હોકી ટીમની કેપ્ટન રાની રામપાલ, ચેસ ખેલાડી કોનુરુ હમ્પી અને શૂટર મનુ ભાકેર બીસીસી ઇન્ડિયન સ્પોર્ટસવુમન ઓફ યર એવોર્ડ માટે નોમિનેટ થયા છે.

Read More...
ઇશાંત શર્મા 300 વિકેટ ઝડપનારો ભારતનો છઠ્ઠો બોલર

ભારતના પીઢ ફાસ્ટ બોલર ઇશાંત શર્માએ ઇંગ્લેન્ડ સામેની પહેલી ટેસ્ટના ચોથા દિવસે ૩૦૦ વિકેટ લેવાની સિદ્ધિ મેળવી હતી. તેણે ૯૮મી ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી છે. તેની સાથે તે ૩૦૦ વિકેટ ઝડપનારો ભારતનો છઠ્ઠો બોલર અને ત્રીજો ફાસ્ટ બોલર બન્યો છે.

Read More...
અશ્વિનનો ભારત માટે અનોખો રેકોર્ડઃ ઈનિંગના પહેલા જ બોલે સ્પિનરે વિકેટ ખેરવી

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટના ચોથા દિવસે ઓફ સ્પિનર અશ્વિને ૧૦૦ વર્ષ કરતાં પણ વધુ જૂના એક અનોખા રેકોર્ડની બરોબરી કરી છે.

Read More...
જો રૂટનો કેપ્ટન તરીકે સળંગ ત્રણ વખત દોઢ સદીનો રેકોર્ડ

ઇંગ્લેન્ડના કેપ્ટન રુટે ભારત સામેની પ્રથમ ટેસ્ટમાં બેવડી સદી કરતી વખતે કેપ્ટન તરીકે સળંગ ત્રણ વખત ૧૫૦ થી વધુ રન કરવામાં ઓસ્ટ્રેલિયાના મહાન બેટ્સમેન ડોન બ્રેડમેનની બરોબરી કરી હતી. રુટે ભારત સામે ૨૧૮ રન કર્યા તે પહેલા શ્રીલંકા સામે ૨૨૮ અને ૧૮૬ રન કર્યા હતા.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business
ફ્યુચર-રિલાયન્સ ડીલને હાઇકોર્ટની મંજૂરીઃ એમેઝોનની પીછેહઠ

ફ્યુચર ગ્રૂપ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચેની 3.4 બિલિયન ડોલરની ડીલને અટકાવતા સિંગલ જજના આદેશને સોમવારે દિલ્હી હાઇ કોર્ટે ઉઠાવી લીધો હતો. કોર્ટના આદેશથી આ ડીલને અટકાવવાના એમેઝોનના પ્રયાસને ફટકો પડ્યો હતો. દિલ્હી હાઇ કોર્ટના આદેશ પગલે ફ્યુચર ગ્રૂપ હવે તેનો રિટેલ બિઝનેસ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને વેચી શકે છે. આ કેસની રોજિંદી સુનાવણી 26 ફેબ્રુઆરીથી ચાલુ થશે. જોકે એમેઝોન દિલ્હી હાઇ કોર્ટના આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકે છે.

Read More...
સેબીએ ફ્યુચર ગ્રુપના સીઈઓ કિશોર બિયાની પર એક વર્ષનો પ્રતિબંધ મૂક્યો

ભારતની મૂડીબજારની નિયમનકારી સંસ્થા સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ કંપનીના શેરોમાં શંકાસ્પદ લેવડ-દેવડ માટે કિશોર બિયાની અને ફ્યુચર રિટેલ લિ. (FRL)ના કેટલાક અન્ય પ્રમોટર્સ પર મૂડીબજારમાં કામકાજ કરવા પર બુધવારે એક વર્ષનો પ્રતિબંધ મૂક્યો હતો. કિશોર બિયાની અને અનિલ બિયાની દ્વારા માર્ચ અને એપ્રિલ 2017 વચ્ચે કરેલા કથિત ઈનસાઈડર ટ્રેડિંગની તપાસ બાદ સેબીએ આ આદેશ આપ્યો હતો.

Read More...
જેફ બેઝોસ એમેઝોનના CEO પદ પરથી રાજીનામુ આપશેઃ એન્ડી જેસી નવા વડા બનશે

અમેરિકાની બહુરાષ્ટ્રીય કંપની એમેઝોન ઇન્કના સ્થાપક જેફ બેઝોએ મંગળવારે સરપ્રાઇઝ આપતા જણાવ્યું હતું કે તેઓ આ વર્ષના અંત ભાગ સુધીમાં કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ)નો હોદ્દો છોડી દેશે અને એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે કામગીરી કરશે. 57 વર્ષીય જેફ બેઝોએ 1994માં તેમના ગેરેજમાં એમેઝોનની સ્થાપના કરી હતી અને હાલમાં એમેઝોન ઓનલાઇન રિટેલની વિશ્વની દિગ્ગજ કંપની છે.

Read More...
પેપાલ પહેલી એપ્રિલથી ભારતમાં ડોમેસ્ટિક પેમેન્ટ સર્વિસિસ બંધ કરશે

ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન પ્રોવાઇડર પેપાલે શુક્રવારે જાહેરાત કરી હતી કે તે પહેલી એપ્રિલથી ભારતમાં ડોમેસ્ટિક પેમેન્ટ સર્વિસિસ બંધ કરશે. આની જગ્યાએ અમેરિકા ખાતેની કંપની ભારતીય બિઝનેસ માટે વધુ ઇન્ટરનેશનલ સેલ પર ફોકસ કરશે. આનો અર્થ એવો થાય છે કે ગ્લોબલ કસ્ટમર આ સર્વિસિસનો ઉપયોગ કરીને ભારતીય મર્ચન્ટને ચુકવણી કરી શકશે.

Read More...
રિલાયન્સે 250 મિલિયન ડોલરમાં પેન્સિલવેનિયા શેલ એસેટ વેચી

બિલિયોનેર મુકેશ અંબાણીના વડપણ હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે અમેરિકા ખાતેની શેલ ગેસ એસેટમાંથી તેનો હિસ્સો 250 મિલિયન ડોલરમાં નોર્ધન ઓઇલ એન્ડ ગેસ ઇન્કને વેચ્યો છે, એમ કંપનીએ ગુરુવારે જણાવ્યું હતું.
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની રિલાયન્સ માર્સેલસ (RMLLC)એ દક્ષિણ-પશ્ચિમ પેન્સિલ્વેનિયાના માર્સેલસ શેલ એસેટની કેટલીક અપસ્ટ્રીમ એસેટ્સમાં પોતાનો સંપૂર્ણ હિસ્સો વેચી દેવા માટેની સમજૂતી કરી છે.

Read More...
  Entertainment

કંગના બનશે ઇન્દિરા

બોલીવૂડમાં હંમેશા વિવાદમાં રહેતી કંગના રનૌતને પોતાની નવી ફિલ્મની જાહેરાત કરી છે. અગાઉ તામિલનાડુનાં મુખ્ય પ્રધાનની ભૂમિકા ભજવ્યા પછી તે હવે ભારતનાં પ્રથમ મહિલા વડાંપ્રધાન સ્વ.ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવશે.
તેણે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, તે કાશ્મીરની પ્રથમ મહિલા શાસક વિદ્યા પર ફિલ્મ બનાવશે. હવે તેણે જાહેરાત કરી છે કે તે સ્વ. ઇન્દિરા ગાંધીના જીવન પર ફિલ્મ બનાવશે.

Read More...

શિલ્પા શેટ્ટી ફરીથી ફિલ્મોમાં

ઘણા વર્ષથી બોલીવૂડથી દૂર રહેલી શિલ્પા શેટ્ટીએ હવે ફરીથી બોલીવૂડમાં કામ કરવાનું મન બનાવ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હંગામા-ટુ ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે અને ફિલ્મનું શૂટિંગ પણ ફરીથી શરૂ થઇ ગયું છે. શિલ્પા સિવાય આ ફિલ્મમાં પરેશ રાવલ, મિજાન જાફરી અને પ્રણિતા સુભાષ પણ જોવા મળશે.
આ તમામે ફિલ્મના ટાઇટલ સોંગ માટેના શૂટિંગમાં ભાગ લીધો હતો. વર્ષ ૨૦૦૩માં આવેલી આ ફિલ્મ સુપરહિટ થઇ હતી અને હવે તેની સિક્વલનું નિર્માણ થઇ રહ્યું છે.

Read More...

સુશાંતસિંહ રાજપૂત અપમૃત્યુઃ CBIમાં કેસની સ્થિતિ જાણવા અરજી

બોલીવૂડના યુવા અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુને ઘણો લાંબો સમય થઇ ગયો છે. તેની આત્મહત્યાના કેસની તપાસ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા કરવામાં આવી રહી છે. આ કેસની તપાસ ક્યાં સુધી પહોંચી તે સ્થિતિ જાણવા માટે સુપ્રીમ કોર્ટમાં તાજેતરમાં એક અરજી થઇ હતી. જે અંગેની સુનાવણીમાં મુખ્ય ન્યાયમૂર્તિ એસએસ બોબડેએ જણાવ્યું હતું કે, અમે આ અરજી પર વિચાર નહીં કરીએ, તેને ફગાવવામાં આવે છે.

Read More...

બોબી દેઓલ હવે દક્ષિણ ભારત ભણી….

ઘણા સમયથી બોલીવૂડ ફિલ્મોમાંથી બહાર રહેલ બોબી દેઓલે હવે વેબ સીરીઝને રાહ પકડી છે. પ્રકાશ ઝાની વેબ સીરીઝ આશ્રમમાં તેના અભિનયની પ્રશંસા થઇ હતી. જોકે આ ફિલ્મનો વિવાદ થતાં તે ચર્ચાને પાત્ર પણ બન્યો હતો. તેની કારકિર્દી હવે ફરી પાટે ચડી રહી હોવાના સંકેત મળી રહ્યા છે.

Read More...

આલિયાની ફિલ્મનાં ડિજિટલ રાઇટ્સનો મોંઘો સોદો

સંજય લીલા ભણશાળીના ડાયરેક્શનમાં નિર્મિત આલિયા ભટ્ટની ફિલ્મ ‘ગંગૂબાઇ કાઠિયાવાડી’ના ડિજિટલ રાઇટ્સ અંગે મહત્ત્વની બાબત સામે આવી છે. આ ફિલ્મના ડીજિટલ રાઇટસ ઓટીટી પ્લેટફોર્મ- નેટફિલકસે મોંઘા ભાવે ખરીદી લીધા હોવાનું સૂત્રો કહે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નેટફિલકસે રૂ. ૭૦ કરોડમાં આ રાઇટ્સ ખરીદ્યા છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store