જેફ બેઝો (REUTERS/Rex Curry/File Photo)

અમેરિકાની બહુરાષ્ટ્રીય કંપની એમેઝોન ઇન્કના સ્થાપક જેફ બેઝોએ મંગળવારે સરપ્રાઇઝ આપતા જણાવ્યું હતું કે તેઓ આ વર્ષના અંત ભાગ સુધીમાં કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ)નો હોદ્દો છોડી દેશે અને એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે કામગીરી કરશે. 57 વર્ષીય જેફ બેઝોએ 1994માં તેમના ગેરેજમાં એમેઝોનની સ્થાપના કરી હતી અને હાલમાં એમેઝોન ઓનલાઇન રિટેલની વિશ્વની દિગ્ગજ કંપની છે.

વિશ્વના સૌથી ધનિક વ્યક્તિએ જણાવ્યું હતું કે એમેઝોનના નવા સીઇઓ તરીકે એન્ડી જેસી કામગીરી કરશે. એન્ડી જેસી હાલમાં એમેઝોન વેબ સર્વિસિસના વડા છે. બેઝોએ જણાવ્યું હતું કે મારી પાસે અગાઉ ક્યારેય ન હતી એટલી ઊર્જા છે અને આ નિવૃત્તિ નથી. તેઓ તેમના ડે વન ફંડ અને બેઝો અર્થ ફંડ સહિતની સેવાભાવી સંસ્થાઓ પર ધ્યાન કેન્દ્રીત કરશે.

કંપનીના કર્મચારીઓને લખેલા પત્રમાં જેફ બેઝોસે જણાવ્યું હતું કે હું એ જાહેરાત કરતા ઉત્સાહિત છું કે હું એમેઝોન એક્ઝિક્યુટિવ ચેરમેનની ભૂમિકા નિભાવીશ અને એન્ડી જેસી કંપનીના નવા CEO હશે. જેસી વર્તમાનમાં એમેઝોન વેબ સર્વિસના પ્રમુખ છે. બેઝોસે આ જાહેરાત એવા સમયે કરી છે જ્યારે એમેઝોનના 31 ડિસેમ્બર 2020એ સમાપ્ત પોતાની ચોથા ત્રિમાસિક માટે નાણાકીય પરિણામ જારી કર્યા છે. કંપનીના 2020ના છેલ્લા ત્રણ મહિનામાં 100 બિલિયન ડૉલરનુ વેચાણ કર્યુ હતાં.

જેફ બેઝોસે પોતાના પત્રમાં લખ્યુ છે કે આ યાત્રા લગભગ 27 વર્ષ પહેલા શરૂ થઈ હતી. એમેઝોન માત્ર એક વિચાર હતો અને આનુ કોઈ નામ નહોતુ. તે દરમિયાન સૌથી વધારે વખત મને એ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ઈન્ટરનેટ શુ છે? આજે અમે 1.3 મિલિયન પ્રતિભાશાળી, સમર્પિત લોકોને રોજગાર આપે છે. સેંકડો લાખો ગ્રાહકો અને વ્યવસાયોની સેવા કરે છે અને વ્યાપક રીતે દુનિયામાં સૌથી સફળ કંપનીઓના રૂપમાં ઓળખવામાં આવે છે.બેઝોના બીજા બિઝનેસમાં વર્તમાનપત્ર વોશિંગ્ટન પોસ્ટ અને પ્રાઇવેસ સ્પેસ કંપની બ્લૂ ઓરિજિનનો સમાવેશ થાય છે.