(istockphoto.com)

ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન પ્રોવાઇડર પેપાલે શુક્રવારે જાહેરાત કરી હતી કે તે પહેલી એપ્રિલથી ભારતમાં ડોમેસ્ટિક પેમેન્ટ સર્વિસિસ બંધ કરશે. આની જગ્યાએ અમેરિકા ખાતેની કંપની ભારતીય બિઝનેસ માટે વધુ ઇન્ટરનેશનલ સેલ પર ફોકસ કરશે. આનો અર્થ એવો થાય છે કે ગ્લોબલ કસ્ટમર આ સર્વિસિસનો ઉપયોગ કરીને ભારતીય મર્ચન્ટને ચુકવણી કરી શકશે.

કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમે એવી પ્રોડક્ટ્સના વિકાસ પર રોકાણ કરીશું કે જેનાથી ભારતીય બિઝનેસને વિશ્વમાં પેપાલના આશરે 350 મિલિયન કસ્ટમર્સ સુધી પહોંચવામાં મદદ મળશે. તેનાથી ઇન્ટરનેશનલ સેલમાં વધારો થશે અને ભારતના અર્થતંત્રમાં રિકવરીને મદદ મળશે. કંપનીએ જણાવ્યું હતું કે કંપનીએ ગયા વર્ષે ભારતમાં આશરે 3.6 લાખ મર્ચન્ટ માટે આશરે 1.4 બિલિયન ડોલરના ઇન્ટરનેશનલ સેલને પ્રોસેસ કર્યું હતું. મેકમાય ટ્રિપ, બુક માય શો, સ્વિગી જેવી ભારતની ઘણી ઓનલાઇન એપ્સ માટે પેપાલ પેમેન્ટ સર્વિસ ઓફર કરે છે.