Vol. 3 No. 312 About   |   Contact   |   Advertise November 24, 2022


 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
એશિયન રિચ લિસ્ટ 2022માં સુનકની એન્ટ્રી

બ્રિટનના 101 સૌથી ધનિક સાઉથ એશિયનોને દર્શાવતા એશિયન રિચ લિસ્ટ 2022માં £790 મિલિયનની અંદાજિત સંપત્તિ સાથે યાદીમાં 17મા ક્રમે સ્થાન મેળવીને વડા પ્રધાન ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિએ તેમની શરૂઆત કરી છે. આ યાદીમાં 2021 કરતાં એક વધુ મળીને કુલ 16 બિલીયોનેર છે. પાછલા વર્ષોની જેમ જ હિન્દુજા પરિવાર £30.5 બિલિયનની સંપત્તિ સાથે રેન્કિંગમાં સૌથી ટોચ પર છે, ત્યારબાદ લક્ષ્મી મિત્તલ અને તેમના પુત્ર આદિત્ય (£12.8 બિલિયન); શ્રી પ્રકાશ લોહિયા અને પરિવાર (£8.8 બિલિયન) અને નિર્મલ સેઠિયા (£6.5 બિલિયન)નો નંબર આવે છે.

Read More...
પરોપકારી પ્રવૃત્તિમાં અગ્રેસર એશિયન્સ

ઇમિગ્રેશન પરનું વલણ દેશમાં ફરી સખ્ત બની રહ્યું છે ત્યારે એ નોંધવું જરૂરી છે કે એશિયન રિચ લિસ્ટમાંના કેટલાય પરિવારો આફ્રિકાથી બે જોડ કપડા લઇને બ્રિટન આવ્યા હતા.

Read More...
અમેરિકાની મધ્યસત્ર ચૂંટણી: રાજ્યોમાં 16 ઈન્ડિયન અમેરિકન્સ ચૂંટાયા

અમેરિકામાં તાજેતરમાં યોજાયેલી મધ્યસત્ર ચૂંટણીમાં કોંગ્રેસમાં સત્તારૂઢ ડેમોક્રેટિક પાર્ટીના પાંચ ઇન્ડિયન અમેરિકન સભ્યો ચૂંટાયા છે, તો સાથે સાથે દેશની વિવિધ સ્ટેટ લેજિસ્લેચર્સમાં પણ ભારતીય મૂળના

Read More...
ભારત, બ્રિટન સાથે મુક્ત વેપાર સમજૂતીને ઓસ્ટ્રેલિયાની બહાલી

ઓસ્ટ્રેલિયાની સંસદે મંગળવારે ભારત અને બ્રિટન સાથે દ્વિપક્ષીય મુક્ત વેપાર સમજૂતીઓને બહાલી આપી છે. હવે બ્રિટન અને ભારતની સંસદ આ સમજૂતી અંગેના બિલને મંજૂરી આપે તે પછી તે અમલી બનશે.

Read More...
ભારત આવતા વિદેશીઓએ હવે કોવિડનું ફોર્મ ભરવું નહીં પડે

વિદેશથી ભારત જતા લોકોએ મંગળવાર (21-22 નવેમ્બર મધ્યરાત્રિ) થી એર સુવિધા ફોર્મ ભરવાની જરૂર રહેશે નહીં. ફરજિયાત રસીકરણની જરૂર પણ હવે રહેતી નથી

Read More...
ટ્રમ્પ 2024ની અમેરિકાના પ્રેસિડન્ટપદની ચૂંટણી લડશે

અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા સપ્તાહે મંગળવારે 2024ની પ્રેસિડન્ટની ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત વખતે હંમેશની જેમ કોઇ ભપકો, કોઇ ઉત્તેજક ઉપનામો કે ઓકવર્ડ ડાન્સ થયા નહોતા.

Read More...
ભારત–અમેરિકા સંબંધો 2023માં વધુ મજબૂત બનશેઃ વ્હાઇટહાઉસ

ભારત અને અમેરિકાના સંબંધોના ઇતિહાસમાં 2022નું વર્ષ ખૂબજ મહત્ત્વનું રહ્યું અને આગામી વર્ષ તેનાથી પણ વધુ મહત્ત્વનું બની રહેશે, એમ રવિવારે વોશિંગ્ટનમાં ઇન્ડિયન અમેરિકન્સના સમારંભમાં

Read More...
ઇન્ડોનેશિયામાં વિનાશક ભૂકંપઃ 252ના મોત, 377 ઘવાયા

ઇન્ડોનેશિયાના મુખ્ય ટાપુ જાવામાં સોમવાર 21 નવેમ્બરે આવેલા 5.6-તીવ્રતાના વિનાશક ભૂકંપથી ઓછામાં ઓછા 162 લોકોના મોત થયા હતા અને 700થી વધુ લોકો ઘાયલ થયા હતા.

Read More...
સુરત, સૌરાષ્ટ્રમાં મોદીનો ધમાકેદાર ચૂંટણીપ્રચાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લાં બે દિવસ સુરત જિલ્લા અને સૌરાષ્ટ્રમાં વિવિધ જનસભાઓને સંબોધીને ભાજપના ચૂંટણીપ્રચારની આગેવાની લઈ રહ્યાં છે.

Read More...
મોરબી દુર્ઘટનામાં હજુ સુધી ગુનાઇત જવાબદારીનો કેસ કેમ નહીં? દિગ્વિજય સિંહનો સવાલ

ગુજરાતમાં ભાજપ સરકારના વહીવટનું પ્રમાણપત્ર મોરબી દુર્ઘટના છે, સરકાર આ દુર્ઘટના બાબતે જૂઠું બોલે છે અને બનાવની તપાસ માટે કોઈ એસઆઇટીની રચના કરાઈ હોય તો તેનું હજી

Read More...

  Sports
ફિફા વર્લ્ડ કપ 2022નો કતારમાં અનેક વિવાદો વચ્ચે પ્રારંભ

કતારમાં અનેક વિવાદો વચ્ચે ફિફા વર્લ્ડ કપ 2022નો રવિવારથી પ્રારંભ થયો. આ ટુર્નામેન્ટમાં આઠ ગ્રુપમાં મળી કુલ 32 દેશોની ટીમ ભાગ લઈ રહી છે. દરરોજ બે કે ત્રણ મેચ રમાશે.

Read More...
ભારતીય ક્રિકેટ બોર્ડે આખી સિલેક્શન કમિટીને જ ઘરભેગી કરી

ઓસ્ટ્રેલિયામાં રમાયેલા ટી20 વર્લ્ડ કપમાં સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ભારતના નિરાશાજનક દેખાવ અને પરાજય પછી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) એ આખી સિલેક્શન કમિટીને જ ઘરભેગી

Read More...
ન્યૂ ઝીલેન્ડ સામેની ટી-20 સીરીઝમાં ભારતનો 1-0થી વિજય

ભારતીય ક્રિકેટ ટીમ તેના ન્યૂ ઝીલેન્ડ પ્રવાસમાં ત્રણ ટી-20 મેચની સીરીઝમાં મંગળવારે 1-0થી વિજેતા રહી હતી. મંગળવારે નેપિયરની મેચમાં અચાનક વરસાદ ખાબકી પડતાં મેચ અધુરી

Read More...
મેઇડ ઇન ચાઇના ઓલિમ્પિક માસ્કોટ અંગે ફ્રાંસમાં નારાજગી

ફ્રાંસમાં 2024માં યોજાનારી પેરિસ ઓલિપિક્સ વખતે લાલ ફ્રીજીયન કેપનો ‘ઓલિમ્પિક માસ્કોટ’ તરીકે ઉપયોગ તથા માસ્કોટ ચીનમાં બનાવવાના મુદ્દે ચોમેર નારાજગી પ્રવર્તી રહી છે.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
ટાટા ગ્રુપ એર ઈન્ડિયા હેઠળ 4 એરલાઈન્સ મર્જ કરશેઃ રીપોર્ટ

ટાટા ગ્રૂપ તેની ચાર એરલાઇન બ્રાન્ડ્સને એર ઇન્ડિયા હેઠળ મર્જ કરવાની યોજના પર વિચારણા કરી રહ્યું છે. આ રીતે એર ઇન્ડિયા ઉડ્ડયન ક્ષેત્રમાં ફરી સામ્રાજ્યને ઊભું કરી શકશે, એમ સૂત્રોને ટાકીને મીડિયા અહેવાલમાં જણાવાયું હતું. આ એરલાઇન્સમાં એર ઇન્ડિયા, વિસ્તારા, એર ઇન્ડિયા એક્સપ્રેસ અને એરએશિયા એક્સપ્રેસનો સમાવેશ થાય છે. ભારતનું સૌથી મોટું ઔદ્યોગિક જૂથ વિસ્તારા બ્રાન્ડને રદ કરવાનું પણ વિચારી રહ્યું છે. વિસ્તારા બ્રાન્ડ ટાટા સન્સ અને સિંગાપોર એરલાઇન્સ વચ્ચે સંયુક્ત સાહસ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, સિંગાપોર એરલાઇન્સ સંયુક્ત એન્ટિટીમાં કેટલો હિસ્સો લેવો જોઈએ તેનું મૂલ્યાંકન કરી રહી છે.

Read More...
યુકેમાં ફૂગાવો ઉછળી 41 વર્ષની ટોચે

એનર્જી અને ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ઉછાળાને પગલે યુકેમાં ફુગાવો ઉછળીને 41 વર્ષની ટોચે પહોંચ્યો છે. તેનાથી જીવનનિર્વાહના ખર્ચની કટોકટીમાં વધુ વકરી છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ONS)એ બુધવારે જણાવ્યું હતું કે ઓક્ટોબરમાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ વધીને 11.1 ટકા પર પહોંચ્યો હતો, જે 1981 પછીના સર્વોચ્ચ સ્તરે છે. સપ્ટેમ્બરમાં ફુગાવો 10.1 ટકા હતો, જે 40 વર્ષમાં સૌથી વધુ હતો. ફુગાવો સતત વધતા લોકોને રાહત આપવા માટે સરકાર પર દબાણ વધી રહ્યું છે.

Read More...
યુક્રેનમાં ઘઉંના પાકમાં ઘટાડાથી વૈશ્વિક ખાદ્યાન્ન કટોકટી વકરશે

યુદ્ધ, વરસાદ અને આર્થિક મુશ્કેલીઓથી ચાલુ વર્ષે યુક્રેનના ઘઉંના વાવેતરમાં આશરે 40 ટકાનો ઘટાડો થયો છે. વિશ્વના અગ્રણી ઘઉં ઉત્પાદક અને નિકાસકાર દેશોમાં યુક્રેનનો સમાવેશ થાય છે, તેથી ઘઉંના વૈશ્વિક સપ્લાયને વધુ નેગેટિવ અસર થવાની ધારણા છે. વિશ્લેષકોએ જણાવ્યું હતું કે યુક્રેનમાં આ વર્ષે લગભગ 19 મિલિયન ટન ઘઉંના પાકનો અંદાજ છે, જે અગાઉની સિઝનના 33 મિલિયન ટનના રેકોર્ડથી 40% કરતાં ઓછો છે અને 2023 માં ઉત્પાદનમાં વધુ તીવ્ર ઘટાડો થવાની ધારણા છે.

Read More...
2021માં 15 લાખ વિદેશીઓએ ભારતની મુલાકાત લીધી

ભારતમાં ગયા વર્ષે કોરોના વાયરસ અને વિઝા અંગેના નિયંત્રણો હોવા છતાં અમેરિકાના 4.29 લાખ અને બાંગ્લાદેશના 2.4 લાખ નાગરિકો સહિત 15 લાખથી વધુ વિદેશીઓએ દેશની મુલાકાત લીધી હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. ગૃહ મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે 2021 દરમિયાન વિદેશીઓના કુલ આગમનમાં દસ દેશોનો હિસ્સો 74.39 ટકા રહ્યો હતો, જ્યારે 25.61 ટકા વિદેશીઓ બાકીના દેશોમાંથી આવ્યા હતા.

Read More...
  Entertainment

હવે નવા વિષયો પર ફિલ્મ બનાવવાનો સમય આવ્યો છેઃ રાજુકમાર રાવ

રાજકુમાર રાવની મર્ડરમિસ્ટ્રી ફિલ્મ ‘મોનિકા ઓ માય ડાર્લિંગ’ 11 નવેમ્બરે સીધી ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રદર્શિત થઈ છે. દર્શકોએ ફિલ્મ અને રાજકુમારના અભિનયની પ્રશંસા કરી છે. આ વર્ષે અગાઉ, તેની ‘બધાઈ દો’ નામની ફિલ્મ મોટા પડદે રિલીઝ થઈ હતી, પરંતુ ખાસ સફળતા મેળવી શકી ન હતી. રાજકુમારે આ વર્ષે બોલિવૂડ પર લાગેલા ગ્રહણની વાતને સ્વીકારી છે અને નવા વર્ષમાં જોરદાર કમબેક કરવાની આશા વ્યકત કરી છે. રાજકુમારે બોલિવૂડને મળેલી નિષ્ફ્ળતા સ્વીકારતાં કહ્યું હતું કે, આપણે બધા એક જ વાત કરી રહ્યા છીએ કે, જુઓ આ ફિલ્મ ન ચાલી.

Read More...

આદિપુરુષમાં ક્રિતિ સેનન સીતાની ભૂમિકામાં

પ્રભાસની મલ્ટિસ્ટારર ફિલ્મ ‘આદિપુરુષ’ની રિલીઝ પહેલાં જ વિવાદ સર્જાયો છે. ભગવાન હનુમાન અને રાવણ જેવા પાત્રોનું ખોટી રીતે નિરુપણ થયું હોવાનું લાગતાં ફિલ્મને નેટિઝન્સે ખૂબ જ ટ્રોલ કરી છે. આદિપુરુષ માટે બોયકોટ ટ્રેન્ડ શરૂ થતાં જ ફિલ્મ નિર્માતાઓ ચિંતિત છે અને તેમણે વીએફએક્સમાં ફેરફાર શરૂ કર્યો છે. ફિલ્મમાં રાવણની દાઢી દૂર કરવાથી લઇને ભગવાન હનુમાનના દેખાવમાં ફેરફાર કરવા માટે વીએફએક્સની મદદ લેવાશે અને તેના માટે રૂ. ૩૦ કરોડનો ખર્ચ થશે.

Read More...

રાણી મુખરજી લેખિકા બની

ફિલ્મ નિર્માતા આદિત્ય ચોપરા સાથે સંસાર શરૂ કર્યા પછી રાણી મુખરજી હવે પોતાની આત્મકથા લખી રહી છે. આ આત્મકથા આવતાં વર્ષે માર્ચમાં તેના જન્મદિને પ્રકાશિત કરવાનું આયોજન છે. ‘કુછ કુછ હોતા હૈ’, ‘કભી અલવિદા ના કહેના’ તથા ‘વીર ઝારા’ જેવી ફિલ્મોમાં અભિનય આપીને રાણીએ બોલીવૂડમાં પોતાનું સ્થાન જમાવ્યું છે.તેણે બોલીવૂડનાં સૌથી મોટાં બેનર ગણાતાં યશરાજ ફિલ્મ્સના માલિક આદિત્ય ચોપરા સાથે ખૂબ જ ગુપ્ત ઈટલીમાં લગ્ન કર્યાં હતાં તેની પણ બહુ ચર્ચા થઈ હતી. જોકે હવે તે એક બાળકીની માતા પણ છે. રાણીની બંટી ઔર બબલી ફિલ્મ બહુ સફળ ગઈ હતી પરંતુ તેની સિકવલ ફિલ્મ સુપર ફ્લોપ ગઈ હતી.

Read More...

શું હવે કેટરિનાનો વારો છે?

આલિયા ભટ્ટ અને બિપાશા બાસુ તાજેતરમાં જ માતા બન્યા પછી હવે છે. હવે બોલીવૂડમાં કેટરિના કૈફ અને વિકી કૌશલના માતા-પિતા બનવાની ચર્ચા ચાલી રહી છે. વરુણ ધવનની પત્ની નતાશા દલાલ પણ પ્રેગ્નન્ટ હોય એવી ચર્ચા છે. આ તમામની વચ્ચે હવે કેટરિના પણ પ્રેગ્નન્ટ હોવાની વાતો બહાર આવી રહી છે. તેણે ગયા વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કર્યાં હતાં. તેમનાં લગ્નને એક વર્ષ પૂરું થવા આવ્યું છે. તેની નવી ફિલ્મ ‘મેરી ક્રિસમસ’ના સેટ પરનો તેનો એક ફોટો વાઇરલ થયો છે. આ ફોટોમાં તેનું બેબી બમ્પ દેખાઈ રહ્યું હોવાનું અનુમાન તેના ચાહકો લગાવી રહ્યા છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store