Foreigners coming to India will no longer have to fill the Kovid form
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

વિદેશથી ભારત જતા લોકોએ મંગળવાર (21-22 નવેમ્બર મધ્યરાત્રિથી એર સુવિધા ફોર્મ ભરવાની જરૂર રહેશે નહીં. ફરજિયાત રસીકરણની જરૂર પણ હવે રહેતી નથી, જો કે પ્રવાસીઓએ રસી લીધેલી હોય તે આવકારદાયક રહેશે. સરકારે સોમવારે આંતરરાષ્ટ્રીય મુસાફરોના આગમન માટે માર્ગદર્શિકામાં સુધારો કર્યો હતો. કોરોના મહામારીની સ્થિતિમાં વ્યાપક સુધારો અને રસીકરણમાં વધારાને કારણે સરકારે હવે મોટા ભાગના નિયંત્રણો હટાવી દીધા છે.

આ ઉપરાંત ઇન્ટરનેશનલ પેસેન્જર્સ માટે રસીકરણનું સર્ટિફિકેટ પણ હવે ફરજિયાત નથીજો કે તે આવકારદાયક છે. ભારત સરકારે વિમાનમાં અને એરપોર્ટ પર પ્રવાસીઓ માટે માસ્ક વૈકલ્પિક બનાવ્યાના થોડા દિવસોમાં આ નિયમોને વધુ ઉદાર બનાવ્યા છે.

ઇન્ટરનેશનલ પેસેન્જર્સ માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે જારી કરેલી સુધારેલી માર્ગદર્શિકા મુજબ તમામ પ્રવાસીઓ તેમના દેશમાં કોવિડ –19 માટે મંજૂર પ્રાથમિક શિડ્યૂલ મુજબ સંપૂર્ણ વેક્સિનેટેડ હોય તે આવકાર્ય છે. હાલની કોરોના મહામારી અંગે ઇન-ફ્લાઇટ એનાઉન્સમેન્ટ ફ્લાઇટ-ટ્રાવેલ અને તમામ એન્ટ્રી પોઇન્ટ્સ પર કરવાનું રહેશે. તેમાં માસ્કના વૈકલ્પિક ઉપયોગ અને ફિઝિકલ ડિસ્ટન્સિંગ જેવા સાવચેતીના પગલાંનો સમાવેશ થાય છે. મુસાફરી દરમિયાન કોવિડ-19ના લક્ષણો ધરાવતા કોઈપણ મુસાફરને સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ મુજબ આઇસોલેટ કરાશે. આવા મુસાફરોએ માસ્ક પહેરવું જોઈએ. તેમને ફ્લાઇટ/મુસાફરીમાં અન્ય મુસાફરોથી અલગ રાખવા જોઈએ અને પછીથી ફોલો-અપ સારવાર માટે આઈસોલેશન સુવિધામાં શિફ્ટ કરવા જોઈએ.

મંગળવારથી ભારતમાં આગમન સમયે લાગુ થતા નિયમોમાં જણાવાયું છે કે “ફિઝિકલ ડિસ્ટન્સિંગ સુનિશ્ચિત કરીને વિમાનમાંથી મુસાફરોને નીચે ઉતારવાના રહેશે. એન્ટ્રી પોઇન્ટ્સ પર હાજર આરોગ્ય અધિકારીઓએ તમામ મુસાફરોનું થર્મલ સ્ક્રીનીંગ કરવું જોઈએ. સ્ક્રિનિંગ દરમિયાન લક્ષણો જોવા મળે તો તે મુસાફરોને તરત જ આઇસોલેટ કરી દેવામાં આવશે. તેમને આરોગ્ય પ્રોટોકોલ મુજબ નિયુક્ત મેડિકલ ફેસિલિટીમાં લઈ જવાશે. તમામ પ્રવાસીઓએ આગમન પછી તેમના આરોગ્યનું સેલ્ફ મોનિટરિંગ કરવું પડશે. કોવિડના લક્ષણો હોય તો નજીકની હેલ્થ ફેસિલિટીને જાણ કરવી જોઈએ અથવા રાષ્ટ્રીય હેલ્પલાઈન નંબર (1075) / રાજ્ય હેલ્પલાઈન નંબર પર કૉલ કરવો પડશે.

ભારત અને વિશ્વ બંનેમાં કોરોનાના કેસોમાં ઘટાડાનો ટ્રેન્ડ અને વેક્સિનેશનમાં વધારાને કારણે ગાઇડલાઇન્સમાં આ સુધારો કરાયો છે.

ગયા બુધવારે ભારતે ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સના સંદર્ભમાં મુસાફરો માટે માસ્ક પહેરવાનું વૈકલ્પિક બનાવ્યું હતું. ફેસ માસ્કનો ઉપયોગ ઇચ્છનીય રહેશે, પણ તે ફરજિયાત નથી. માસ્ક નહીં પહેરવા બદલ હવેથી દંડ પણ કરાશે નહીં.

LEAVE A REPLY

fourteen + four =