Vol. 3 No. 325 About   |   Contact   |   Advertise March 2, 2023


 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
નવું બ્રેક્ઝિટ ડીલ કરી ઋષિ સુનક છવાયા

વડા પ્રધાન ઋષિ સુનકે સોમવાર તા. 27 ફેબ્રુઆરીના રોજ નોર્ધર્ન આયર્લૅન્ડ સાથે બ્રેક્ઝિટ પછીનાે સંબંધિત વેપાર વિવાદ ઉકેલવા માટે યુરોપિયન યુનિયન (EU) સાથે નવું ડીલ કરીને “નિર્ણાયક સફળતા” મેળવી છે. આ ડીલ હાલને તબક્કે આર્થિક વિપદાઓમાં ફસાયેલા બ્રિટન માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. આ ડીલમાં મળેલી સફળતાને પગલે ઋષિ સુનકનું સ્થાન બ્રિટનના રાજકારણમાં મજબૂત બનશે અને આગામી ચૂંટણીઓ વખતે તેમને લાભ કરાવશે. વડા પ્રધાન ઋષિ સુનકે નોર્ધર્ન આયર્લૅન્ડ માટે બ્રેક્ઝિટ પછીની ટ્રેડિંગ વ્યવસ્થા પરના તેમના સોદાને “નિર્ણાયક સફળતા” ગણાવી છે.

Read More...
બળજબરીથી કરાતા લગ્ન રોકવા ઈગ્લેન્ડ, વેલ્સમાં લગ્નની કાનૂની વય 18 વર્ષ

બળજબરીથી કરાતા લગ્નને રોકવા માટે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં લગ્ન કરવાની કાનૂની વય 18 વર્ષ કરવાનો નવો કાયદો સોમવારથી અમલમાં આવ્યો છે. આ કાયદાનો હેતુ નિર્દોષ યુવાન-યુવતોને

Read More...
લલિત મોદી વિરુદ્ધ લંડનમાં ઈન્ડિયન બ્રિટિશર મોડેલનો નુકસાનનો દાવો

ક્રિકેટ રસિકોમાં જાણીતી ઈન્ડિયન પ્રીમિયર લીગ – આઈપીએલનો પ્રારંભ કરનાર બિઝનેસમેન લલિત મોદી સામે લંડન હાઈકોર્ટમાં ‘છેતરપિંડી’નો કેસ હારી જનારી ઈન્ડિયન બ્રિટિશર ભૂતપૂર્વ મોડેલે કોર્ટ

Read More...
યુકેમાં 2022માં ભારતીયોને સૌથી વધારે વર્કવીઝા મળ્યા

બ્રિટને 2020માં ભારતીયોને સૌથી વધારે વર્કવીઝા (મહામારી પૂર્વે કરતાં બમણા) આપ્યા છે. વઘુ ને વધુ ભારતીયો કામ અને અભ્યાસ માટે બ્રિટન આવ્યાનું જણાવાયું હતું.

Read More...
પાકિસ્તાન, ચીનને સહાય બંધ કરવા નિક્કી હેલીનો નિર્ધાર

અમેરિકામાં પ્રેસિડન્ટપદના રીપબ્લિકન પાર્ટીના ઉમેદવાર નિક્કી હેલીએ કહ્યું છે કે તેઓ સત્તા ઉપર આવશે તો અમેરિકા પ્રત્યે નફરત ધરાવતા દેશો માટે વિદેશી સહાયના દરેક સેન્ટમાં કાપ મૂકશે.

Read More...
ગુજરાતમાં કોઇપણ નવા ટેક્સ વગરનું રૂ.3.01 લાખ કરોડનું બજેટ

ગુજરાત વિધાનસભામાં શુક્રવાર, 24 ફેબ્રુઆરીએ નાણાપ્રધાન કનુભાઈ દેસાઇએ રજૂ કરેલા 2023-24ના નાણાકીય વર્ષના આશરે રૂ.3.01 લાખ કરોડના બજેટમાં કોઇ કોઈ નવા ટેક્સ લાદવામાં આવ્યા નથી.

Read More...
વિવેક રામાસ્વામીએ 2024ની અમેરિકાની પ્રેસિડન્ટની ચૂંટણીમાં ઝુકાવ્યું

ઇન્ડિયન અમેરિકન ટેક આંત્રેપ્રિન્યોર વિવેક રામસ્વામીએ અમેરિકાની 2024ની પ્રેસિડન્ટની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. નિક્કી હેલી પછી રિપબ્લિકન પાર્ટીના પ્રેસિડેન્શિયલ પ્રાઇમરીમાં ઉમેદવારીની

Read More...
મોરબી દુર્ઘટનાકેસમાં મૃતકના પરિવારજનને રૂ.10 લાખ ચૂકવવા ઓરેવાને આદેશ

ગુજરાત હાઇકોર્ટે બુધવારે મોરબી પુલ દુર્ઘટનાના દરેક મૃતકના પરિવારને રૂ.10 લાખ અને ઘાયલ થયેલા લોકોને રૂ.2 લાખનું વચગાળાનું વળતર આપવા ઓરેવા ગ્રૂપને આદેશ આપ્યો હતો.

Read More...
અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સ વસૂલાત ઝુંબેશ, 971 મિલકતોની સીલ કરાઈ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ઘણા વર્ષોથી મિલકત વેરો નહીં ભરનારા પ્રોપર્ટી માલિકો સામે કાર્યવાહી હાથ ધરીને તેમની મિલકતો સીલ કરવાનું શરૂ કર્યું છે.

Read More...
સરકારે ‘એનિમી પ્રોપર્ટી’ વેચી રૂ.3,400 કરોડ ઉભા કર્યાં

સરકારે ‘એનિમી પ્રોપર્ટી’ના વેચાણમાંથી રૂ.૩,૪૦૦ કરોડ મેળવ્યા છે. શેર અને સોના જેવી મોટા ભાગની જંગમ મિલકતોને વેચવામાં આવી છે. ૧૯૬૨ અને ૧૯૬૫ના યુદ્ધ પછી ભારત છોડી પાકિસ્તાન

Read More...

  Sports
મહિલા ટી-20 વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત ચેમ્પિયન

રવિવારે સાઉથ આફ્રિકામાં રમાયેલી આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની ટીમે યજમાન દક્ષિણ આફ્રિકાને 19 રને હરાવીને સતત છઠ્ઠી વખત ટાઈટલ મેળવ્યું હતું.

Read More...
ઓસ્ટ્રેલિયાની વન-ડે ટીમમાં 3 ખેલાડીઓની વાપસી

ઓસ્ટ્રેલિયાએ ભારત સામેની આગામી વન-ડે સીરીઝ માટે 16 સભ્યોની ટીમનીં જાહેરાત કરી દીધી છે. મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ અને ઝાય રીચર્ડસનનો લાંબા સમય પછી પુન સમાવેશ કરાયો છે.

Read More...
ભારતના વિદિતે ચેસ વર્લ્ડ ચેમ્પિયન કાર્લ્સનને હરાવ્યો

ભારતના ગ્રાન્ડ માસ્ટર વિદિત ગુજરાતીએ તેની કારકિર્દીના સીમાચિહ્નરૂપ વિજયમાં વર્લ્ડ ચેસ ચેમ્પિયન, નોર્વેના મેગ્નસ કાર્લ્સનને પ્રો ચેસ લીગ રેપિડ ટુર્નામેન્ટમાં હરાવ્યો હતો.

Read More...
શૂટિંગ વર્લ્ડકપ: ભારતના ઐશ્વર્ય પ્રતાપ સિંહને ગોલ્ડ મેડલ

ભારતીય શૂટર ઐશ્વર્ય પ્રતાપ સિંહે ઈજીપ્તના કૈરોમાં યોજાઈ ગયેલી આઇએસએસએફ શૂટિંગ વર્લ્ડ કપમાં પુરુષોની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશનની સ્પર્ધામાં ગયા સપ્તાહે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
ભારતને પાછળ રાખી યુકે વિશ્વનું છઠ્ઠુ સૌથી મોટું શેરબજાર બન્યું

ભારતને પાછળ રાખીને યુકે વિશ્વનું છઠ્ઠા ક્રમનું સૌથી મોટું શેરબજાર બન્યું હતું. નવ મહિનામાં પ્રથમ વખત આવ્યું બન્યું છે. પાઉન્ડમાં નરમાઈથી લંડન શેરબજારમાં હેવીવેઇટ નિકાસકાર કંપનીઓના આકર્ષણમાં વધારો થયો હતો, ત્યારે અદાણી ગ્રૂપની સમસ્યાથી મુંબઈમાં શેરબજારમાં ગાબડુ પડ્યું હતું. બ્લૂમબર્ગના 22 ફેબ્રુઆરીના ડેટા મુજબ ઇટીએફ અને એડીઆર સિવાય યુકેમાં પ્રાયમરી લિસ્ટિંગ ધરાવતી કંપનીઓનું કુલ માર્કેટ કેપ 3.1 ટ્રિલિયન ડોલર થયું હતું, જે ભારતના બજાર કરતાં 5.1 બિલિયન ડોલર વધુ હતું.

Read More...
વેદાંત-હિન્દુસ્તાન ઝિન્ક સોદાનો સરકારે વિરોધ કરતાં અનિલ અગ્રવાલને ફટકો

વેદાંત રિસોર્સિસ પાસેથી 2.98 બિલિયન ડોલરમાં એસેટ ખરીદવાની હિન્દુસ્તાન ઝિન્કની યોજનાનો ભારત સરકારે વિરોધ કર્યો છે. તેનાથી આ અગ્રણી માઇનિંગ કંપનીના 7.7 બિલિયન ડોલરના ચોખ્ખા દેવામાં ઘટાડો કરવાની બિલિયોનેર અનિલ અગ્રવાલની યોજનાને ફટકો પડ્યો છે. ભારત સરકાર હિન્દુસ્તાન ઝિન્કમાં આશરે 30 ટકા ઇક્વિટી હિસ્સો ધરાવે છે. હિન્દુસ્તાન ઝિન્કે વેદાંત લિમિટેટની આફ્રિકા ખાતેની કેટલીક ઝિન્ક એસેટ ખરીદવાની યોજના બનાવી છે, જેનો સરકારે વિરોધ કર્યો છે. હિન્દુસ્તાન ઝિન્કનો 65 ટકા હિસ્સો વેદાંત પાસે છે. સરકારે તેને રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન ગણાવ્યું છે.

Read More...
પ્રુડેન્શિયલના CEO તરીકે અનિલ વાધવાણીએ કાર્યભાર સંભાળ્યો

બ્રિટિશ વીમા કંપની પ્રુડેન્શિયલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ) તરીકે અનિલ વાધવાણીની 25 ફેબ્રુઆરીએ કાર્યભાર સંભાળ્યો હતો. બ્રિટનની આ અગ્રણી કંપની એશિયન દેશો પર ફોકસ કરી રહી છે ત્યારે આ નિમણુકનું વિશેષ મહત્ત્વ છે. તેમની નવી ભૂમિકા વિશે બોલતા વાધવાણીએ કહ્યું કે તેઓ કંપનીના એશિયન અને આફ્રિકન કામગીરીના વિકાસમાં શ્રેષ્ઠ સમય દરમિયાન ટીમમાં જોડાવા માટે રોમાંચિત છે અને તેઓ ગ્રાહકો, સહકર્મીઓ, રોકાણકારો અને મુખ્ય હિતધારકોને મળવા આતુર છે.

Read More...
અમદાવાદની પ્રતિષ્ઠિત IIMના ભૂતપૂર્વ વિદ્યાર્થી અજય બાંગા વર્લ્ડ બેન્કના વડા બનશે

અમદાવાદ ખાતેની વિશ્વપ્રસિદ્ધ આઇઆઇએમના ભૂતપૂર્વ વિદ્યાર્થી અજય બાંગાને અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડનને વર્લ્ડ બેન્કના વડા તરીકે નોમિનેટ કર્યા છે. પરંપરા મુજબ વર્લ્ડ બેન્કના પ્રમુખ તરીકે અમેરિકાની નોમિની જ હોય છે. વિશ્વની આ અગ્રણી નાણાસંસ્થાના આ મહત્વના હોદા પર ભારતવંશીનું નોમિનેશન વિશ્વમાં ભારતનો દબદબો વધી રહ્યો હોવાનો સંકેત આપે છે. વ્હાઇટ હાઉસે બાંગાના નોમિનેશનની જાહેરાત કરી હતી. બાઇડેને એક નિવેદનમાં કહ્યું હતું કે ‘ઇતિહાસની આ મહત્વના ક્ષણે વર્લ્ડ બેન્કને લીડ કરવા માટે અજય એકદમ સજ્જ છે.

Read More...
  Entertainment

કાશ્મીર ફાઈલ્સ શ્રેષ્ઠ ફિલ્મ, રણબીર-આલિયાને ફાળકે એવોર્ડ

દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્ઝ 2022નો સમારંભ તાજેતરમાં મુંબઇમાં આયોજિત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ સમારંભમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. આ ફેસ્ટિવલમાં વિવેક અગ્નિહોત્રીની બહુચર્ચિત ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2023’ના રેડ કાર્પેટ પર બોલિવૂડના સ્ટાર્સનો મેળાવડો જોવા મળ્યો હતો. આ એવોર્ડ શોમાં રેખાથી લઈને આલિયા ભટ્ટ સુધી સિનેમા જગતની હસ્તીઓએ ભાગ લીધો હતો.

Read More...

‘પઠાણ’ ફિલ્મે રચ્યો ઈતિહાસ, રૂ.1000 કરોડની ક્લબમાં સામેલ

બહુચર્ચિત ફિલ્મ ‘પઠાણ’ને એક નવી સિદ્ધિ મળી છે. શાહરૂખ ખાન અભિનિત આ ફિલ્મ અંતે રિલીઝના 27મા દિવસે વિશ્વવ્યાપી રૂ. 1000 કરોડના ક્લબમાં પ્રવેશી ગઈ છે. આ સાથે ‘પઠાણ’ એવી પ્રથમ હિન્દી ફિલ્મ બની છે જેણે તેની રિલીઝના પ્રથમ તબક્કામાં 1000 કરોડનો આંકડો વટાવ્યો છે. જોકે, આમિરખાન અભિનિત ‘દંગલ’ હજુ પણ 2023 કરોડના બિઝનેસ સાથે વિશ્વમાં સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ છે.

Read More...

મલાઇકા-અર્જુનના માર્ચમાં લગ્ન?

બોલીવૂડમાં અર્જુન કપૂર અને મલાઈકા અરોરા વચ્ચેના સંબંધો જગજાહેર છે. તેમની સગાઈ અને લગ્નના સમાચાર હંમેશા વાયરલ થતા રહે છે. તેમના ચાહકો આ બંનેને લગ્નના બંધનમાં બંધાયેલ જોવા માટે ઉત્સુક રહે છે. હવે ફરીથી તેમના લગ્ન અને સગાઈની ચર્ચા સોશિયલ મીડિયામાં થાય છે. સૂત્રો કહે છે કે તે માર્ચ મહિનામાં લગ્ન કરશે. તાજેતરમાં બંને સોશિયલ મીડિયા પર સતત એકબીજા સાથે રોમેન્ટિક ફોટો શેર કરી રહ્યાં છે. તેઓ એકબીજા સાથે વિદેશમાં વેકેશન માણતા પણ જોવા મળે છે. હવે તેમના ચાહકો ઈચ્છે છે કે આ બંને હવે લગ્ન કરી લે.

Read More...

11 ફિલ્મો ફ્લોપ થયા પછી અમિતાભ બોલીવૂડ છોડવાના મૂડમાં હતા

બોલીવૂડમાં અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનને આદર્શ યુગલ માનવામાં આવે છે. પોતાની સફળતામાં જયા બચ્ચનની મહત્ત્વની ભૂમિકા હોવાનું પણ અમિતાભ બચ્ચને અગાઉ સ્વીકાર્યું છે. જાણીતા ફિલ્મ લેખક અને સલમાન ખાનના પિતા સલીમ ખાને જણાવ્યું હતું કે, 11 ફ્લોપ ફિલ્મો પછી અમિતાભ બચ્ચન ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડવાની તૈયારીમાં હતા. આ દરમિયાન તેમનાં પત્ની જયા ભાદુરીએ ઝંઝીર ફિલ્મ સ્વીકારી અને એંગ્રી યંગ મેનનો ઉદભવ થયો ઝંઝીર હિટ થઈ તે પહેલાં અમિતાભ બચ્ચનની 11 ફિલ્મો ફ્લોપ ગઇ હતી. કોઈ નિર્માતા તેમની સાથે કામ કરવા તૈયાર ન હતા.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store