Vol. 1 No. 8 About   |   Contact   |   Advertise March 31, 2023


 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
બદનક્ષી કેસમાં જેલની સજા થતાં રાહુલ ગાંધી સાંસદપદે ગેરલાયક

સુરતની એક કોર્ટે ગત સપ્તાહે 2019ના ગુનાહિત બદનક્ષીના કેસમાં દોષિત ગણીને કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને બે વર્ષની કેદની સજા ફરમાવ્યા પછી રાહુલને સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી લોકસભામાં ચૂંટાઈ આવ્યા હતા. કેટલાક કાનૂની નિષ્ણાતોએ કહ્યું હતું કે રાહુલ ગાંધી બદનક્ષી કેસમાં દોષિત ઠર્યા, તેની સાથે જ “આપોઆપ” ગેરલાયક ઠરે છે. રાહુલ ગાંધીનું સંસદસભ્યપદ રદ કરવાની કાર્યવાહી સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરાઈ છે.

Read More...
કેલિફોર્નિયામાં જ્ઞાતિવાદી ભેદભાવ નાબુદ કરવા નવા કાયદાની દરખાસ્ત

કેલિફોર્નીઆમાં એક નવા કાયદાનો ખરડો (બિલ) રજૂ કરાયો છે, જેનો ધ્યેય દક્ષિણ એશિયાથી અહીં આવી વસેલા લોકોને જ્ઞાતિવાદી ભેદભાવ સામે રક્ષણ આપવાનો છે.

Read More...
લ્યુમેન્ટમ ઇન્સાઇડર ટ્રેડિંગના કેસમાં ભારતીય અમેરિકન દોષિત

લ્યુમેન્ટમ હોલ્ડિંગ્સ ઇન્ક.ના ભૂતપૂર્વ ચીફ ઇન્ફર્મેશન સિક્યુરિટી ઓફિસર અમિત ભારદ્વાજને ઇન્સાઇડર ટ્રેડિંગના કેસના 13 ગુનામાં દોષિત ઠેરવવામાં આવેલો હોવાની જાહેરાત યુએસ

Read More...
બિઝનેસ કે ટુરિસ્ટ વિઝા પર અમેરિકામાં નવી નોકરીની અરજી કરી શકશે

બિઝનેસ અથવા ટૂરિસ્ટ વિઝા (B-1, B-2) પર અમેરિકાની મુસાફરી કરનાર વ્યક્તિ નવી નોકરી માટે અરજી કરી શકશે અને ઇન્ટરવ્યુમાં પણ હાજર શકશે. જોકે અરજદારોએ નવી નોકરી કરતાં

Read More...
મિસિસિપીમાં વિનાશકારી વંટોળિયાના તોફાનથી 26ના મોત, ભારે તબાહી

અમેરિકાના મિસિસિપી રાજ્યમાં શુક્રવારની રાત્રે ત્રાટકેલા વિનાશકારી ચક્રવાતી તોફાનથી ઓછામાં ઓછા 26 લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા.

Read More...
શીખોના વિરોધી દેખાવોઃ ભારતે કેનેડાના રાજદૂતને બોલાવીને વિરોધ નોંધાવ્યો

કેનેડામાં ભારતીય હાઇકમિશનનની બહાર શીખોના એક જૂથે વિરોધી દેખાવો કર્યા પછી ભારતે રવિવાર (26 માર્ચે)એ કેનેડાના રાજદૂતને સમન્સ કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

Read More...
ટ્રમ્પ સામેના પોર્નસ્ટાર કેસ અંગે ન્યૂયોર્કવાસીઓ ઉચાટમાં

અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સામે પોર્નસ્ટાર કેસમાં કોર્ટમાં આરોપનામુ ઘડવાની તૈયારી ચાલે છે ત્યારે ન્યૂયોર્કના લોકો ઉચાટમાં છે. કેટલાંક લોકો માને છે કે સરકારી એજન્સીઓ

Read More...
ચૈત્રી નવરાત્રીમાં મંદિરોમાં ભક્તો ઉમટી પડ્યા

ગત બુધવારથી શરૂ થયેલી ચૈત્રી નવરાત્રીમાં રાજ્યમાં અંબાજી, પાવાગઢ, ચોટીલા, બહુચરાજી, ભાવનગર અને વરાણા ખોડિયાર માં, ભૂજના આશાપુરા, અમદાવાદનું મા ભદ્રનું મંદિર સહિતના

Read More...
મહાઠગ કિરણ પટેલ કેસમાં મુખ્યપ્રધાન કાર્યાલયના સિનિયર અધિકારીનું રાજીનામું

મહાઠગ કિરણ પટેલના કેસમાં પોતાના પુત્રનું નામ બહાર આવતા ગુજરાતના મુખ્યપ્રધાન કાર્યાલયના અધિક જનસંપર્ક અધિકારી (એડિશનલ પીઆરઓ) હિતેશ પંડ્યાએ 24 માર્ચે પોતાના

Read More...
બિલ્કીસ બાનો કેસમાં દોષિતોને વહેલા જેલ મુક્ત કરવાના મુદ્દે રાજ્ય-કેન્દ્ર સરકારને સુપ્રીમની નોટિસ

ગોધરા રમખાણો દરમિયાન બિલ્કીસ બાનુ પર ગેંગરેપ અને તેના પરિવારના સભ્યોની હત્યાને “ભયાનક” કૃત્ય ગણાવતા સુપ્રીમ કોર્ટે સોમવારે ગુજરાત સરકારને સવાલ કર્યો હતો કે અન્ય કેસોની

Read More...

  Sports
ઓસ્ટ્રેલિયા સામે ત્રીજી વન-ડે, સીરીઝમાં ભારતનો પરાજય

ભારતના પ્રવાસે ગયેલી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમે બોર્ડર – ગાવસ્કર ટેસ્ટ મેચ સીરીઝની ટ્રોફી ગુમાવ્યા પછી ત્રણ વન-ડેની સીરીઝની ત્રીજી અને છેલ્લી વન-ડેમાં ગયા સપ્તાહે બુધવારે ચેન્નાઈ

Read More...
મહિલા આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ ચેમ્પિયન

મહિલા પ્રીમિયર લીગ (વીમેન્સ પ્રીમિયર લીગ – ડબ્લ્યુપીએલ)ની પ્રથમ સીઝનમાં રવિવારે મુંબઈ ઈન્ડિયન્સે ફાઈનલમાં દિલ્હી કેપિટલ્સને 7 વિકેટે હરાવી પહેલા મહિલા ચેમ્પિયનનો તાજ હાંસલ કર્યો હતો.

Read More...
મહિલા વર્લ્ડ બોક્સિંગમાં ભારતને ચાર ગોલ્ડ મેડલ

રવિવારે (26 માર્ચ) દિલ્હીમાં ભારતની નિખટ ઝરિન તથા લવલિના બોર્ગોહેઈને મહિલા વર્લ્ડ બોક્સિંગની ફાઈનલ્સમાં બે ગોલ્ડ મેડલ હાંસલ કરતાં કુલ ચાર ગોલ્ડ સાથે ભારત માટે આ વખતની

Read More...
જાડેજા-હાર્દિકને ફાયદો, ક્રિકેટ બોર્ડના વાર્ષિક કોન્ટ્રાક્ટ્સમાં રાહુલની પડતી

ભારતીય ક્રિકેટ બોર્ડે દેશના ખેલાડીઓ માટેના ઓક્ટોબર – 2022 થી સપ્ટેમ્બર 2023 માટેના વાર્ષિક કોન્ટ્રાક્ટ્સની જાહેરાત રવિવારે (26 માર્ચ) કરી હતી, જેમાં સ્પિનર ઓલરાઉન્ડર

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
બેન્કિંગ સંકટ છતાં US, UKમાં વ્યાજદરમાં 0.25% વધારો

અમેરિકાની બે બેન્કોના પતન પછી પણ અમેરિકાની ફેડરલ રિઝર્વે બુધવાર, 22 માર્ચે વ્યાજદરમાં 0.25 ટકાનો વધારો કર્યો હતો, પરંતુ હવે તે નજીકના ભવિષ્યમાં વ્યાજદરમાં વધારા પર પૂર્ણવિરામ મૂકશે તેવો સંકેત આપ્યો છે. બીજી તરફ બેન્ક ઓફ ઇંગ્લેન્ડ(BoE)ને પણ ગુરુવારે વ્યાજદરમાં 0.25 ટકાનો વધારો કર્યો હતો. દેશની ધીમી આર્થિક વૃદ્ધિ અંગેના ભાવિ અંગે વધુ આશાવાદ વ્યક્ત કરીને સેન્ટ્રલ બેન્કની નવ સભ્યોની સમિતિએ બેન્ક રેટને વધારીને 4.25 ટકા કરવા માટે 7-2ની તરફેણમાં નિર્ણય કર્યો હતો. ડિસેમ્બર 2021માં વ્યાજદરમાં વધારો શરૂ કર્યા પછી આ 11મો વધારો છે. જોકે ગયા વર્ષના જૂન પછીથી સૌથી નાનો રેટહાઇક છે.

Read More...
હિન્દુસ્તાન ઝિન્કના $1.3 બિલિયનના ડિવિડન્ડથી અનિલ અગ્રવાલને મોટી રાહત

હિન્દુસ્તાન ઝિન્કે તેના શેરહોલ્ડર્સને 1.3 બિલિયન ડોલર (રૂ.109.9 બિલિયન)નું ડિવિડન્ડ જાહેર કર્યું હોવાથી બિલિયોનેર અનિલ અગ્રવાલને માલિક કંપનીના દેવાની ચુકવણી કરવામાં મદદ મળશે. હિન્દુસ્તાન ઝિન્કે આ વર્ષે આ ચોથું ડિવિડન્ડ જાહેર કર્યું હતું. મંગળવારે શેરબજારને આપેલી માહિતી મુજબ રાજસ્થાન સ્થિત આ માઇનિંગ કંપની શેરદીઠ રૂ.26નું જંગી વચગાળાનું ડિવિડન્ડ ચુકવશે. આ ડિવિડન્ડની મુખ્ય લાભાર્થી અનિલ અગ્રવાલની વેદાંત લિમિટેડ છે.

Read More...
NRI થાપણો બમણાથી પણ વધુ વધી

બિનનિવાસી ભારતીયો (NRI)ના બેન્ક એકાઉન્ટમાં એપ્રિલ 2022થી જાન્યુઆરી 2023 દરમિયાન 5.95 બિલિયન ડોલરનો નાણાપ્રવાહ આવ્યો હતો, જે ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં બમણા કરતાં વધુ હતો. ગયા વર્ષના આ ગાળામાં 2.7 બિલિયન ડોલરનો નાણાપ્રવાહ આવ્યો હતો. ભારતીય રિઝર્વ બેન્કના ડેટા મુજબ જાન્યુઆરી 2023ના અંતે NRI ડિપોઝિટ વધી 136.81 બિલિયન ડોલર થઈ હતી, જે ડિસેમ્બર 2022માં 134.48 બિલિયન ડોલર હતી.

Read More...
આઇટી કંપની એક્સેન્ચર 19,000 નોકરીમાં કાપ મૂકશે

વૈશ્વિક આર્થિક સ્થિતિ ખરાબ થઈ હોવાથી આઇટી સર્વિસ પરના ખર્ચમાં કાપ મૂકાઈ રહ્યો હોવાના વધુ સંકેત મળ્યા છે. એક્સેન્ચર ગુરુવાર, 23 માર્ચે તેની વાર્ષિક આવક અને નફાના અંદાજમાં કાપ મૂક્યો હતો અને કર્મચારીમાં આશરે 2.5 ટકાનો કાપ મૂકવાની જાહેરાત કરી હતી. કંપની નોન બિલેબલ કોર્પોરેટ ફંક્શન ડિવિઝનમાં આશરે 19,000 નોકરીમાં કાપ મૂકશે. ઊંચા ફુગાવા અને વ્યાજદરમાં વધારા વચ્ચે ગયા વર્ષના અંતિમ ભાગથી વિશ્વની દિગ્ગજ ટેકનોલોજી કંપનીઓ મોટાપાયે કર્મચારીઓની છટણી કરી રહી છે.

Read More...
  Entertainment

વિદ્યુત જામવાલ-નંદિતાનું બ્રેકઅપ થયું

બોલિવુડ એકશન સ્ટાર અને ફિટનેસ આઇકોન વિદ્યુત જામવાલ અને ફેશન ડિઝાઇનર નંદિતા મહતાની છેલ્લા ઘણા સમયથી ડેટ કરી રહ્યા હતા. પ્રેમના પ્રતીક એવા તાજમહેલની સામે વર્ષ 2021માં બંનેએ સગાઇ કરી હતી. પરંતુ હવે આ કપલે અલગ થવાનો નિર્ણય લીધો છે. સગાઇના બે વર્ષ બાદ બંનેનું બ્રેકઅપ થઇ ગયું છે. તાજેતરમાં વિદ્યુત અને નંદિતા ડિયાન પાંડેયની પુત્રી અલાનાના લગ્નમાં સાથે જોવા મળ્યા હતા. જોકે, આ દરમિયાન બંનેએ એકબીજાથી અંતર જાળવી રાખ્યું હતું.

Read More...

હવે જમાનો પર્ફોર્મન્સનો છેઃ આયેશા ઝુલ્કા

વીતેલા જમાનાની અભિનેત્રી આયેશા ઝુલ્કા ઘણા સમયથી ગ્લેમર જગતથી દૂર હતી. પણ વર્ષો પછી તેણે સ્ક્રીન પર પુનરાગમન કર્યું છે. 2022માં આવેલી વેબ સીરિઝ ‘હુશ હાથ’થી તેણે ઓટીટી પર પદાર્પણ કર્યું છે. આગળ પણ તે બીજા ઘણા પ્રોજેક્ટ કરવાની ઇચ્છા ધરાવે છે. આયેશા ઝુલ્કાએ સલમાન ખાન, આમિર ખાન, અક્ષયકુમાર જેવા કલાકારો સાથે અભિનય કર્યો છે. આયેશાનું કહેવું છે કે, મને હંમેશાં એવું લાગતું રહ્યું છે કે, એક કલાકાર તરીકે મારી પ્રતિભાઓ દર્શાવવાની તક મળી નથી. જોકે, વર્તમાનમાં એ જોઇને સારું લાગ્યું કે દિગ્દર્શક મારી જૂની છબીને આજની આયેશા સાથે જોડી રહ્યા છે. એક સમય હતો જ્યારે સુંદર ચહેરો અને સારા ડાન્સને જ વધારે મહત્વ અપાતું હતું.

Read More...

મિસીસ ચેટરજી વર્સીસ નોર્વે ફિલ્મથી નોર્વેના એમ્બેસેડર નારાજ

લાંબા બ્રેક પછી રાની મુખરજીની ફિલ્મ રિલીઝ થઈ છે. મિસીસ ચેટરજી વર્સીસ નોર્વેને ઈમોશનલ ડ્રામા જોનરની ફિલ્મ ગણવામાં આવે છે. રાની મુખરજીની એક્ટિંગ માટે વખણાયેલી આ ફિલ્મથી ભારત ખાતેના નોર્વેના એમ્બેસેડર હેન્સ જેકબ ફ્રીડેન્લુન્ડ નારાજ છે. તેઓ કહે છે કે, પોતાના દેશ અંગે ફિલ્મમાં અસત્ય અને ગેરમાર્ગે દોરનારું નિરુપણ થયું છે. તેમણે નિર્માતા સામે નારાજગી વ્યક્ત કરી છે. એક આર્ટિકલમાં તેમણે લખ્યું હતું કે, નોર્વેનો સત્તાવાર અભિગમ રજૂ કરવો અને તથ્યદોષ દૂર કરવા મારા માટે મહત્ત્વનું છે.

Read More...

તાપસીનો ડાયેટિશિયન માટે અધધધ..ખર્ચ

યુવા અભિનેત્રી તાપસી પન્નુ ધીરે ધીરે પણ મક્કમતાથી બોલીવૂડમાં પોતાનું સ્થાન જમાવી રહી છે. તે હવે શાહરુખ ખાનની સાથે ડંકી ફિલ્મમાં જોવા મળશે. તાજેતરમાં જ તાપસીએ એક ઇન્ટરવ્યૂ આપ્યો છે. જેમાં અનેક સ્પષ્ટતા કરી હતા. તાપસી પન્નુએ 1984માં સિખ રમખાણો દરમિયાન પરિવાર સાથે થયેલા ખરાબ અનુભવ વિશે વાત કરી હતી. આ સાથે જ કહ્યું હતું કે, જ્યારે આ રમખાણો થયા ત્યારે તેનો જન્મ થયો ન હતો. તેણે ખાસ વાત તો એ જણાવી હતી કે, તે દર મહિને ડાયેટિશિયન પાછળ એક લાખ રૂપિયાનો ખર્ચ કરે છે ત્યારે માતા-પિતા સાથે ઝઘડો થાય છે તે અંગે પણ વાત કરી હતી.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store