Taapsee's dietician costs half
(ANI Photo)

યુવા અભિનેત્રી તાપસી પન્નુ ધીરે ધીરે પણ મક્કમતાથી બોલીવૂડમાં પોતાનું સ્થાન જમાવી રહી છે. તે હવે શાહરુખ ખાનની સાથે ડંકી ફિલ્મમાં જોવા મળશે. તાજેતરમાં જ તાપસીએ એક ઇન્ટરવ્યૂ આપ્યો છે. જેમાં અનેક સ્પષ્ટતા કરી હતા. તાપસી પન્નુએ 1984માં સિખ રમખાણો દરમિયાન પરિવાર સાથે થયેલા ખરાબ અનુભવ વિશે વાત કરી હતી. આ સાથે જ કહ્યું હતું કે, જ્યારે આ રમખાણો થયા ત્યારે તેનો જન્મ થયો ન હતો.

તેણે ખાસ વાત તો એ જણાવી હતી કે, તે દર મહિને ડાયેટિશિયન પાછળ એક લાખ રૂપિયાનો ખર્ચ કરે છે ત્યારે માતા-પિતા સાથે ઝઘડો થાય છે તે અંગે પણ વાત કરી હતી. તાપસીએ કહ્યું કે, જ્યારે સિખ રમખાણો થયા ત્યારે મારા માતા-પિતાના લગ્ન થયા ન હતા. મારા પિતા દિલ્હીના શક્તિનગરમાં રહેતા હતા જ્યારે મારી માતા પૂર્વ દિલ્હીમાં રહેતી હતી. મારી માતાનો વિસ્તાર તો સુરક્ષિત હતો પરંતુ પિતા શક્તિનગર વિસ્તારમાં રહેતા હોવાથી ત્યાં એક માત્ર સિખ પરિવાર હતો. તે સમયે બહુ જ ઓછા લોકો પાસે ગાડી હતી. ત્યારે મારા પિતાના ઘરની બહાર ગાડી ઊભી હતી. જ્યારે રમખાણકારોને ખબર પડી કે, અહીં એક સિખ પરિવાર રહે છે ત્યારે તે ઘરની નજીક આવી ગયા હોવાથી બહાર જવાનો કોઇ વિકલ્પ ન હતો.

પરિવારજનોએ ઘરની બધી જ લાઇટ બંધ કરી દીધી હતી. તે સમયે ત્યાં ત્રણ હિન્દુ પરિવાર રહેતા હતા. આ પરિવારોએ કહી દીધું હતું કે, તે લોકો ભાગી ચૂક્યા છે. આ બાદ રમખાણકારોને કંઇ ન મળતા બહારની ઊભી રહેલી ગાડી સળગાવી દીધી હતી. આ રીતે મારા પરિવારનો બચાવ થયો હતો. આ સાથે તાપસીએ કહ્યું કે, મારા પિતા બહુ જ કંજૂસ છે. આખી જિંદગી પૈસા બચાવ્યા બાદ પણ તે પોતાના માટે પૈસા ખર્ચ નથી કરતા. આટલું જ નહીં જ્યારે તાપસી પોતાના માટે પૈસા ખર્ચ કરે છે તો પણ તેઓ નારાજ થઇ જાય છે. હું ઘરે જઇશ ત્યારે તેમને ખબર પડશે કે ડાયટિશિયન પર આટલો ખર્ચ કરે છે તો પપ્પા મને ઠપકો તો જરૂર આપશે.

LEAVE A REPLY

1 × 5 =