MPs demand to allow immigrants to stay in US even after retrenchment

બિઝનેસ અથવા ટૂરિસ્ટ વિઝા (B-1, B-2) પર અમેરિકાની મુસાફરી કરનાર વ્યક્તિ નવી નોકરી માટે અરજી કરી શકશે અને ઇન્ટરવ્યુમાં પણ હાજર શકશે. જોકે અરજદારોએ નવી નોકરી કરતાં પહેલા તેમના વિઝા સ્ટેટસમાં ફેરફાર કરવો પડશે.

યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસે શ્રેણીબદ્ધ ટ્વીટમાં જણાવ્યું હતું કે ઘણા લોકોએ પૂછ્યું છે કે શું તેઓ B-1 અથવા B-2 વિઝા સ્ટેટસમાં હોય ત્યારે નવી નોકરી શોધી શકે છે. જવાબ છે, હા. નોકરીની શોધ કરવી અને હોદ્દા માટે ઇન્ટરવ્યુ આપવું તે B-1 અથવા B-2 પ્રવૃત્તિઓમાં મંજૂરીપાત્ર છે.

આની સાથે USCISએ કહ્યું કે કોઈપણ નવી નોકરી શરૂ કરતા પહેલા B-1 અથવા B-2 વિઝાનું સ્ટેટસ બદલીને રોજગાર-અધિકૃત દરજ્જામાં ફેરવવા માટેની અરજી મંજૂર થયેલી હોવી જોઇએ અને આ પછી નવું વિઝા સ્ટેટસ અમલી બને છે.

એક નોંધ અને શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં યુએસસીઆઇએસએ જણાવ્યું હતું કે નોન-ઇમિગ્રન્ટ કામદારોને છૂટા કરવામાં આવે છે, ત્યારે તેઓ તેમના વિકલ્પો વિશે જાણતા હોતા નથી અને કેટલાક કિસ્સાઓમાં ખોટી રીતે માની લે છે કે તેમની પાસે 60 દિવસમાં દેશ છોડ્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

રોજગારી સમાપ્ત થયા પછી મહત્તમ 60-દિવસનો ગ્રેસ પીરિયડ શરૂ થાય છે. આવો સમયગાળો સામાન્ય રીતે જેના માટે વેતન કે પગાર ચુકવવામાં આવ્યો તે દિવસથી શરૂ થાય છે. નોન-ઇમિગ્રન્ટ વર્કરની રોજગારી સ્વેચ્છાએ અથવા અનૈચ્છિક રીતે સમાપ્ત કરવામાં આવે છે, ત્યારે તેઓ અમેરિકામાં અધિકૃત રોકાણ માટે લાયકાત ધરાવતા હોય તો  કેટલાંક વિકલ્પોમાંથી એકની પસંદગી કરી શકે છે. આ વિકલ્પોમાં નોન ઇમિગ્રન્ટ સ્ટેટસમાં ફેરફારની અરજી, વિઝા સ્ટેટસના એડજસ્ટમેન્ટની અરજી, અનિવાર્ય સંજોગોમાં એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન ડોક્યુમેન્ટ્સની અરજી વગેરેનો સમાવેશ થાય છે. તેઓ નોકરીદાતા કંપની બદલવાની પણ અરજી પણ કરી શકે છે.

USCISએ જણાવ્યું હતું કે જો 60 દિવસ સુધીની ગ્રેસ પીરિયડ સુધીમાં આમાંથી એક વિકલ્પ અપનાવવામાં આવ્યો હોય અને તેઓ અગાઉનું નોનઇમિગ્રન્ટ સ્ટેટસ ગુમાવ્યું હોય તો પણ અમેરિકામાં અધિકૃત રોકાણનો સમયગાળો 60 દિવસ કરતાં પણ વધુ થઈ શકે છે.

જો કામદારો ગ્રીસ પીરિયડમાં આવો વિકલ્પ ન અપનાવે તો તેમણે અને તેમના આશ્રિતોએ 60 દિવસ અથવા ઓથોરાઇઝ્ડ વેલિડિટી પીરિયડ સમાપ્ત થાય ત્યારે અમેરિકા છોડવું પડે છે.

 

LEAVE A REPLY

1 × four =