Vidyut Jamwal-Nandita broke up
(Photo by Patrick Riviere/Getty Images)

બોલિવુડ એકશન સ્ટાર અને ફિટનેસ આઇકોન વિદ્યુત જામવાલ અને ફેશન ડિઝાઇનર નંદિતા મહતાની છેલ્લા ઘણા સમયથી ડેટ કરી રહ્યા હતા. પ્રેમના પ્રતીક એવા તાજમહેલની સામે વર્ષ 2021માં બંનેએ સગાઇ કરી હતી. પરંતુ હવે આ કપલે અલગ થવાનો નિર્ણય લીધો છે.

સગાઇના બે વર્ષ બાદ બંનેનું બ્રેકઅપ થઇ ગયું છે. તાજેતરમાં વિદ્યુત અને નંદિતા ડિયાન પાંડેયની પુત્રી અલાનાના લગ્નમાં સાથે જોવા મળ્યા હતા. જોકે, આ દરમિયાન બંનેએ એકબીજાથી અંતર જાળવી રાખ્યું હતું. ત્યાં હાજર એક સૂત્રએ જણાવ્યું કે, તેમના અંતર પાછળનું  એક કારણ સામાજિક અંતર માનવામાં આવે છે. જોકે, તેઓ બંને એકબીજાનો આદર કરે છે. તેઓ સારા મિત્રો છે અને હંમેશાં એકબીજાને મદદ કરવા તૈયાર છે. વર્ષ 2021માં આ કપલે આગ્રાના તાજમહેલના સાનિધ્યમાં સગાઇ કરી હતી. નેહા ધૂપિયાએ આ સગાઇની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તસવીરમાં બંને ખૂબ જ ખુશ દેખાઇ રહ્યા હતા. નંદિતાના હાથમાં મોટી હીરાની વીંટીએ પણ બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

LEAVE A REPLY

seventeen − 3 =