પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

વૈશ્વિક આર્થિક સ્થિતિ ખરાબ થઈ હોવાથી આઇટી સર્વિસ પરના ખર્ચમાં કાપ મૂકાઈ રહ્યો હોવાના વધુ સંકેત મળ્યા છે. એક્સેન્ચર ગુરુવાર, 23 માર્ચે તેની વાર્ષિક આવક અને નફાના અંદાજમાં કાપ મૂક્યો હતો અને કર્મચારીમાં આશરે 2.5 ટકાનો કાપ મૂકવાની જાહેરાત કરી હતી. કંપની નોન બિલેબલ કોર્પોરેટ ફંક્શન ડિવિઝનમાં આશરે 19,000 નોકરીમાં કાપ મૂકશે.

ઊંચા ફુગાવા અને વ્યાજદરમાં વધારા વચ્ચે ગયા વર્ષના અંતિમ ભાગથી વિશ્વની દિગ્ગજ ટેકનોલોજી કંપનીઓ મોટાપાયે કર્મચારીઓની છટણી કરી રહી છે. હરીફ કંપની કોગ્નિઝન્ટ ટેકનોલોજી સોલ્યુશન્સે ગયા મહિને નબળા ગ્રોથની અંદાજ આપ્યો હતો. આઇબીએમ કોર્પ લઅને ભારતની ટોચની આઇટી કંપની ટીસીએસે પણ યુરોપના માર્કેટમાં નરમાઇની ચિંતા વ્યક્ત કરી છે.

એસેન્ચરના નવા અંદાજ મુજબ તેની વાર્ષિક આવકમાં 8થી 10 ટકાનો વધારો થશે. અગાઉનો અંદાજ 8થી 12 ટકાનો હતો. કંપનીની શેરદીઠ કમાણી 10.84થી 11.06 ડોલર રહેવાની ધારણા છે, જે અગાઉના અંદાજ કરતાં નીચી છે.

 

LEAVE A REPLY