Vol. 3 No. 363 About   |   Contact   |   Advertise December 15, 2023


 
 
રવાન્ડા યોજના સુનકનું ભાવિ નક્કી કરશે: બીલ બહુમતીથી પસાર

એસાયલમ સિકર્સને રવાન્ડા મોકલી આપવા માટેના ધ સેફ્ટી ઓફ રવાન્ડા (એસાયલમ એન્ડ ઇમીગ્રેશન) બિલને તા. 12ને મંગળવારે રાત્રે પાર્લામેન્ટમાં બહુમતીથી પસાર કરાવવામાં સરકારને સફળતા મળી હતી. છેલ્લી ત્રણ ટર્મથી દેશની સત્તાનું સુકાન સંભાળનાર કોન્ઝર્વેટીવ પાર્ટીમાં વ્યાપેલી બળવાખોરી અને આંતરિક વિખવાદે આગામી મહિનાઓમાં સરકારનું પતન નોંતરે એવી ભયાનક સ્થિતીનું નિર્માણ કર્યું છે. જો પાર્ટીમાંના વિખવાદનો તાકીદે અંત નહિં આવે અને સૌ સાંસદો કન્ઝર્વેટીવ પાર્ટીને સાનુકુળ હોય તેવી સ્થિતી બને તેની રાહ નહિં જુએ તો સરકારને વિખેરી નાંખીને વડા પ્રધાન ઋષિ સુનકની આગેવાની હેઠળ આગામી ચૂંટણીનું એલાન થઇ શકે છે. તમામ 350 કન્ઝર્વેટિવ સાંસદોને પાર્ટી મેનેજમેન્ટના પ્રભારીઓએ તેમનું સમર્થન આપવાનો આદેશ આપ્યો હતો, પરંતુ લગભગ 40 સાસદે મતદાન કર્યું ન હોવાનું નોંધવામાં આવ્યું છે. આ બિલ 269ના મુકાબલે 313 વોટથી પસાર થયું હતું.

Read More...
ફેમિલી વિઝા પરનું આકરૂ વલણ સૌથી વધુ અસર ભારતીય ઉપખંડના લોકોને થશે

ઇમિગ્રેશનના આંકડામાં ઘટાડો કરવા માટે યુકે સરકારે ફેમિલી વિઝા પર આકરુ વલણ અપનાવી માર્ચ/એપ્રિલથી પરિવારને બોલાવવા માટે લઘુત્તમ આવક £38,700ની કરતા સૌથી વધુ અસર ભારતીય ઉપખંડના અરજદારો પર નોંધપાત્ર અસર પડશે.

Read More...
આદર પૂનાવાલા £138 મિલિયન ચૂકવીને લંડનમાં મેન્શન ખરીદશે

‘પ્રિન્સ ઓફ વેક્સીન’ તરીકે વિખ્યાત અને વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદક કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII)ના ચીફ એક્ઝિક્યુટિવ અદાર પૂનાવાલા લંડનના હાઇડ પાર્કના મેફેરમાં આવેલું 23,000 ચોરસ ફૂટનું મેન્શન £138 મિલિયન ચૂકવીને ખરીદનાર છે.

Read More...
બ્રિટીશ હેજ ફંડ ટ્રેડર સંજય શાહનું ડેન્માર્કમાં પ્રત્યાર્પણ કરાયું

£1.44 બિલિયનની છેતરપિંડી અને મની લોન્ડરિંગનો આરોપ ધરાવતા બ્રિટીશ હેજ ફંડ ટ્રેડર સંજય શાહનું દુબઈથી ડેનમાર્કમાં પ્રત્યાર્પણ કરવામાં આવ્યું છે. શાહનું £14.7 મિલિયનનું લંડનના પ્રતિષ્ઠીત હાઈડ પાર્ક ખાતે આવેલું મેન્શન ડેનિશ સત્તાવાળાઓ દ્વારા જપ્ત કરાયું હતું.

Read More...
એશિયન અમેરિકન પરિવારોમાં દેવા, ગરીબીનું પ્રમાણ નજીવું

અમેરિકાના પ્યુ રીસર્ચ સેન્ટર દ્વારા કરાયેલા એક વ્યાપક વિશ્લેષણમાં દેશના અતિ સમૃદ્ધ અને સદ્ધર પરિવારો વચ્ચે સંપતિનો તફાવત બ્લેક અમેરિકન્સ અને સ્પેનિસ અમેરિકન્સ (હિસ્પેનિક્સ) માં સૌથી વધુ જણાયો હતો,

Read More...
ભારતીયોએ ટાઇમ્સ સ્ક્વેર ખાતે ગરબા રમી યુનેસ્કો – માન્યતાની ઉજવણી કરી

ગુજરાતના પરંપરાગત ગરબાનો યુનેસ્કોના સાંસ્કૃતિક વારસાની યાદીમાં સમાવેશની ઉજવણી કરવા માટે ઇન્ડિયન કમ્યુનિટીના સભ્યોએ ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેર ખાતે ગરબા કર્યા કર્યા હતા.

Read More...
ભારતીય બિઝનેસીસ, વિદ્યાર્થીઓ પરના ‘અન્યાયી’ વિઝા ક્રેકડાઉન સામે ચેતવણી

ભારતના કુશળ બિઝનેસીસ અને વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ કરતા જૂથોએ મંગળવારે યુકે સરકારના તાજેતરના વિઝા ક્રેકડાઉનની આસપાસ સ્પષ્ટતાના અભાવ અંગે ચિંતા વ્યક્ત કરી ઇમીગ્રન્ટ્સના આશ્રિતો પરના પ્રતિબંધને “અયોગ્ય” ગણાવ્યો છે.

Read More...
અયોધ્યામાં રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે અદાણી, બચ્ચન, કોહલીને આમંત્રણ

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે આશરે 7,000 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અથવા આરએસએસ વડા મોહન ભાગવત સહિત 30000

Read More...
યુનેસ્કોની સાંસ્કૃતિક વારસાની યાદીમાં ગરબાનો સમાવેશ

યુનેસ્કોએ ગુજરાતના પરંપરાગત ગરબાને તેની ‘માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ યાદી’માં સામેલ કરવાની મંજૂરી આપી છે, એવી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બુધવારે જાહેરાત કરી હતી.

Read More...
વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2024માં માત્ર 16 દેશ કન્ટ્રી પાર્ટનર

ગુજરાતમાં ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૪માં અત્યાર સુધી માત્ર 16 દેશોએ જ કન્ટ્રી પાર્ટનર બનવા તૈયારી દર્શાવી છે. પહેલીવાર વિદેશની ૧૪ વેપારી સંગઠનોને આમંત્રણ પાઠવીને પાર્ટનર બનાવવામાં આવ્યાં છે.

Read More...

  Sports
વેસ્ટ ઈન્ડિઝનો ત્રીજી વન-ડે, સીરીઝમાં ઈંગ્લેન્ડ સામે વિજય

વેસ્ટ ઈન્ડિઝે પ્રવાસી ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમને રવિવારે (10 ડીસેમ્બર) બાર્બાડોઝમાં રમાયેલી ત્રીજી વન-ડેમાં વરસાદના વિક્ષેપ પછી છ વિકેટે હરાવી મેચ અને સીરીઝમાં વિજય હાંસલ કર્યો હતો.

Read More...
ભારત – દ. આફ્રિકા પહેલી ટી-20 ધોવાઈ ગઈ

દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમની ટી-20 સીરીઝની રવિવારની (10 ડીસેમ્બર) ડરબન ખાતેની પ્રથમ મેચ વરસાદના કારણે સંપૂર્ણપણે ધોવાઈ ગઈ હતી.

Read More...
ભારતની ડબ્લ્યુપીએલમાં 30 ખેલાડી માટે કરોડો ખર્ચાયા

ભારતની મહિલા ક્રિકેટર્સ માટેની ટી-20 સ્પર્ધા – વિમેન્સ પ્રિમિયર લીગ (ડબ્લ્યુપીએલ) ની પાંચ ટીમ માટે રવિવારે (10 ડીસેમ્બર) મુંબઈમાં ખેલાડીઓનું ઓક્શન યોજાયું હતું.

Read More...
ભારત પ્રવાસે જનારી ઈંગ્લેન્ડની ટીમનો સુકાની બેન સ્ટોક્સ

ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે ભારત સામેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણી માટેની ટીમની જાહેરાત સોમવારે કરી હતી. 25 જાન્યુઆરીથી શરૂ થનારી આ ટેસ્ટ શ્રેણી માટે 16 સભ્યોની ટીમનું સુકાનીપદ બેન સ્ટોક્સને સોંપાયું છે.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
ફોર્બ્સની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં ચાર ભારતીય

બિઝનેસ મેગેઝિન ફોર્બ્સે 2023 માટે વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓની તેની વાર્ષિક યાદી બહાર પાડી હતી અને તેમાં ચાર ભારતીયો મહિલાનો સમાવેશ કર્યો હતો. આ મહિલાઓએ ભારતમાંથી ઉભરતા વિવિધ અને પ્રભાવશાળી અવાજોનું પ્રદર્શન કરીને વૈશ્વિક મંચ પર તેમનું નામ રોશન કર્યું છે. આ યાદીમાં કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ 32મા સ્થાને રહ્યાં હતા. યાદીમાં અન્ય ત્રણ ભારતીય મહિલાઓમાં આઇટી કંપની HCL સીઈઓ રોશની નાદર મલ્હોત્રા 60માં ક્રમે, સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ચેરપર્સન સોમા મંડલ 70માં ક્રમે અને બાયોકોનના સ્થાપક કિરણ મઝુમદાર-શો 76મા ક્રમે રહ્યાં હતા.

Read More...
અદાણીને ધારાવી પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટ સામે વિપક્ષનો વિરોધ

એશિયાની સૌથી મોટી ઝુપડપટ્ટી ગણાવતા ધારાવીના રિડેવલપમેન્ટ માટે ગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી ગ્રૂપને પ્રોજેક્ટ્સ આપવામાં આવ્યો છે. વિરોધ પક્ષો મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યાં છે. અગાઉ કોંગ્રેસે આ પ્રોજેક્ટનો વિરોધ કરીને જણાવ્યું હતું કે મોદી સરકારે આ પ્રોજેક્ટમાં અદાણી ગ્રૂપની તરફેણ કરી છે. હવે મુદ્દે શિવસેના (UBT)ના નેતા ઉદ્ધવ ઠાકરે 16 ડિસેમ્બરે અદાણી ગ્રૂપની મુંબઈ ઓફિસ સામે વિરોધ પ્રદર્શન કરશે. ઠાકરેએ આક્ષેપ કર્યો હતો કે આ પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ આપવામાં સરકારે અદાણી ગ્રૂપની દેખિતી રીતે તરફેણ કરી છે. ધારાવી પુનઃવિકાસ પ્રોજેક્ટ માટે અદાણી જૂથની તરફેણમાં ઘણા શંકાસ્પદ નિર્ણયો લેવામાં આવ્યા છે. તેમાં TDR (ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઇટ્સ)ના વેચાણની કલમ પણ સામેલ છે.

Read More...
રશિયન ડાયમંડ પર G7 દેશોના પ્રતિબંધથી ભારતને અસર થશે

સાત ધનિક દેશોના ગ્રૂપ જી-7એ પહેલી જાન્યુઆરીથી રશિયન હીરા પર સીધા પ્રતિબંધની જાહેરાત કરી હતી. આ ઉપરાંત પહેલી માર્ચથી રશિયન હીરાની પરોક્ષ આયાત પર તબક્કાવાર પ્રતિબંધો લાદવામાં આવ્યા આવશે, એમ બુધવારે એક નિવેદનમાં જણાવાયું હતું. જી-સેવન દેશોના આ નિર્ણયથી ભારતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીને મોટી અસર થવાની ધારણા છે. વિશ્વના 90 ટકા ડાયમંડનું કટિંગ અને પોલિશિંગ ભારતમાં થાય છે. તેથી ભારત અને વિશ્વના રફ ડાયમંડની સૌથી મોટી ઉત્પાદક કંપની ડી બીયર્સ આ પ્રતિબંધના અમલ અંગે કેટલીક સ્પષ્ટતા માગી હતી. બજારના 30% હિસ્સા સાથે રશિયા વોલ્યુમની રીતે વિશ્વમાં રફ ડાયમંડનું સૌથી વધુ ઉત્પાદન કરે છે.

Read More...
ભારત 2030 સુધી ત્રીજુ સૌથી મોટું અર્થતંત્ર બનશેઃ S&P

અમેરિકા સ્થિત રેટિંગ એજન્સી S&P ગ્લોબલ રેટિંગ્સે બુધવારે જણાવ્યું હતું કે ભારત 2030 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે, પરંતુ દેશ માટે એક મોટી કસોટી ‘અપાર તક’નો ઉપયોગ કરીને આગામી મોટું વૈશ્વિક ઉત્પાદન હબ બનવાની રહેશે. રેટિંગ એજન્સીએ તેના રીપોર્ટમાં જણાવ્યું હતું કે ભારતનો જીડીપી 7 ટકાના દરે વધી રહ્યો છે અને આગામી સાત વર્ષમાં અમેરિકા અને ચીન પછી ભારત સૌથી મોટી ઈકોનોમી હશે. હાલમાં જર્મની અને જાપાન ત્રીજા અને ચોથા નંબર પર છે જે હવે ભારત કરતા પાછળ રહી જશે.અમેરિકા હાલમાં 25.5 ટ્રિલિયન ડોલરના જીડીપી સાથે ટોચ પર છે,

Read More...
  Entertainment

સાઉથ ઇન્ડિયાની અધધધ… બજેટની છ ફિલ્મોથી બોલીવૂડને મોટો પડકાર

છેલ્લા ઘણા સમયથી બોલીવૂડની સામે સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો દબદબો વધુ જોવા મળે છે. સાઉથમાંથી ઘણી હિટ ફિલ્મો રીલીઝ થઇ રહી છે અને બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. હવે નજીકના ભવિષ્યમાં બે બ્લોકબસ્ટર ફિલ્મો આવી રહી છે. આ ઉપરાંત સાઉથની છ ફિલ્મો બોક્સ ઓફિસ પર ધૂમ મચાવે એવી શક્યતા છે અને આ ફિલ્મો માટે કુલ રૂ. 2,135 કરોડ ખર્ચવામાં આવ્યા હોવાનું કહેવાય છે. આ ફિલ્મોના ટીઝર જોઈને ચાહકોમાં તેની આતુરતા વધી છે. કાંતારા: એ લીજેન્ડ ચેપ્ટર 1 સાઉથની ફિલ્મ ‘કાંતારા’ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી અને હવે નિર્માતાએ ‘કાંતારા એ લીજેન્ડ ચેપ્ટર 1’નું ટીઝર જાહેર કર્યું છે. જે જોઈને લોકોમાં એક્સાઇટમેન્ટ જોવા મળે છે.

Read More...

શાહરૂખે ખરીદી ભારતની સૌથી મોંઘી EV કાર

બોલીવૂડના બાદશાહ શાહરૂખ ખાનની નવી ‘ડંકી’ની રિલીઝની તૈયારીઓ ચાલી છે. શાહરુખ ખાન વિવિધ કારનો ચાહક પણ છે. તેના કારના કાફલામાં હુંડાઈની ભારતમાંની સૌથી મોંઘી EV કારનો વધારો થયો છે. તેણે તાજેતરમાં હુંડાઈની ‘Ioniq 5 EV’ કાર ખરીદી હતી. શાહરૂખ કોરિયાની હુંડાઈ મોટર્સ કંપની સાથે 25 વર્ષથી જોડાયેલો રહ્યો છે. તેની પાસે આ કંપનીની અનેક કાર છે. ‘Ioniq 5 EV’ની કિંમત રૂ. 45 લાખ 95 હજાર છે. શાહરૂખ પાસે જેટલી કાર છે એમાં આ પ્રથમ ઈલેક્ટ્રિક વેહિકલ (EV) કાર છે. તેની પાસે ભારતની સૌથી મોંઘી કાર ‘રોલ્સ-રોયસ કલિનન બ્લેક બેજ’ છે, જેની કિંમત રૂ. સાત કરોડ રૂપિયા છે.

Read More...

અંતે કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરના અબોલા તૂટ્યા

ભારતના કોમેડી જગતમાં સૌથી હિટ જોડી કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર ફરી એકવાર સાથે જોવા મળશે. બંનેએ પોતાની દુશ્મની ભૂલીને 6 વર્ષ પછી સાથે કામ કરવાનું નક્કી કર્યું છે. આ સુપરહિટ જોડી હવે નેટફ્લિક્સ પર કોમેડી શોમાં જોવા મળશે. આ શોમાં કૃષ્ણા અભિષેક, અર્ચના પુરણ સિંહ, કીકુ શારદા અને રાજીવ ઠાકુર સહિત ‘ધ કપિલ શર્મા શો’ની આખી ટીમ મનોરંજન રજૂ કરશે. 2018માં એક વિવાદ પછી, હાસ્યકાર કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર તેમના ચાહકોને હસાવવા માટે પાછા એકસાથે પાંચ ફરી રહ્યાં છે. એક વીડિયોમાં બંનેએ સાથે મળીને આ જાહેરાત કરી છે. આ શોને હજુ સુધી કોઈ નામ આપવામાં આવ્યું નથી.

Read More...

25 વર્ષ પછી સલમાન-કરણ જોહર…હમ સાથ સાથ હૈ….

સલમાન ખાન અને કરણ જોહરે 25 વર્ષ અગાઉ સાથે એક ફિલ્મ કરી હતી. ત્યારથી તેમની વચ્ચે ઘણીવાર એકબીજા સાથે ફિલ્મ કરવાની ચર્ચાઓ થતી રહેતી હતી. પરંતુ આજ દિન સુધી કોઈ ફિલ્મ આવી નથી. હવે આખરે સલમાન ખાન અને કરણ જોહરે સાથે ફિલ્મ કરવાનું નક્કી કર્યું છે. સલમાને આ વાતની પુષ્ટિ કરી છે અને ફિલ્મનું નામ પણ જાહેર કર્યું છે. અગાઉ એવું કહેવાતું હતું કે, સલમાને વિષ્ણુ વર્ધન દ્વારા દિગ્દર્શિત ફિલ્મ સાઈન કરી છે, જેનું નિર્માણ કરણ જોહરના ધર્મા પ્રોડક્શન દ્વારા થશે. હવે અભિનેતાએ ફિલ્મનું નામ જાહેર કર્યું છે. સલમાન ખાને મીડિયાને જણાવ્યું હતું કે, “હું ધ બુલ નામની ફિલ્મ કરી રહ્યો છું.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store