ફાઇલ ફોટો (ANI Photo)

ભારતની મહિલા ક્રિકેટર્સ માટેની ટી-20 સ્પર્ધા – વિમેન્સ પ્રિમિયર લીગ (ડબ્લ્યુપીએલ) ની પાંચ ટીમ માટે રવિવારે (10 ડીસેમ્બર) મુંબઈમાં ખેલાડીઓનું ઓક્શન યોજાયું હતું. ટુર્નામેન્ટ રમી રહેલી પાંચ ટીમ પાસે ફક્ત 30 ખેલાડીઓને કરારબદ્ધ કરવાની જોગવાઈ હતી, તેની સામે ઓક્શનમાં વિદેશી સહિત 165 ખેલાડીઓ સામેલ હતી.

ભારતીય ખેલાડી કાસ્વી ગૌતમ રૂ. બે કરોડના કરાર સાથે આ વર્ષની સૌથી મોંઘી ખેલાડી બની હતી. ગુજરાત જાયન્ટ્સની ટીમે તેના માટે રૂ. બે કરોડ ખર્ચ્યા હતા. ઓસ્ટ્રેલિયાની બેટર ફોએબે લિચફિલ્ડને ગુજરાત જાયન્ટ્સે રૂ. એક કરોડમાં કરારબદ્ધ કરી હતી.

સાઉથ આફ્રિકાની ફાસ્ટ બોલર શબનિમ ઈસ્માઈલને મુંબઈ ઈન્ડિયન્સે 1.20 કરોડમાં કરારબદ્ધ કરી હતી. ભારતની બેટર વૃંદા દિનેશને યુપીની ટીમે રૂ. 1.30 કરોડ આપી કરારબદ્ધ કરી હતી. કાસ્વી ગૌતમ અત્યારસુધીની સૌથી મોંઘી અનકેપ્ડ પ્લેયર રહી હતી.

LEAVE A REPLY

12 + three =