(ANI Photo)
‘પ્રિન્સ ઓફ વેક્સીન’ તરીકે વિખ્યાત અને વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદક કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII)ના ચીફ એક્ઝિક્યુટિવ અદાર પૂનાવાલા લંડનના હાઇડ પાર્કના મેફેરમાં આવેલું 23,000 ચોરસ ફૂટનું મેન્શન £138 મિલિયન ચૂકવીને ખરીદનાર છે. જે આ વર્ષે લંડનમાં વેચાયેલું સૌથી મોંઘું બીજા નંબરનું રહેઠાણ બન્યું છે.
એબરકોનવે હાઉસ તરીકે ઓળખાતી ગ્રેડ II લીસ્ટેડ પ્રોપર્ટી પોલેન્ડના સૌથી ધનિક વ્યક્તિ સ્વર્ગસ્થ ઉદ્યોગપતિ જાન કુલ્ઝિકની પુત્રી ડોમિનીકા કુલ્ઝિકની માલીકીની છે જે તેણે ત્રણ વર્ષ પહેલાં £57 મિલિયનમાં ખરીદી હતી.
પાંચ માળનું મેન્શન સીરમ લાઇફ સાયન્સ દ્વારા હસ્તગત કરાશે જે SIIની યુકેની પેટાકંપની છે. તેણે લગભગ અડધા એસ્ટ્રાઝેનેકા કોવિડ શોટ્સનું ઉત્પાદન કર્યું હતું.
SII પોલિયો, ડિપ્થેરિયા, ટેટનસ, હેપેટાઇટિસ બી અને ઓરી સામે મદદ કરતી 1.5 બિલિયનથી વધુ રસી પ્રતિ વર્ષમાં બનાવતી હતી. 2021માં પુનાવાલા ભારતનું છઠ્ઠું સૌથી ધનિક કુટુંબ હતું, જેમની અંદાજિત સંપત્તિ $15 બિલિયન હતી.
પૂનાવાલાએ આ પ્રોપર્ટી 2021માં ભાડે રાખી હતી. આદરનું શિક્ષણ કેન્ટરબરીની સેન્ટ એડમન્ડ સ્કૂલ અને વેસ્ટમિન્સ્ટર યુનિવર્સિટીમાં થયું હતું. લંડનનું સૌથી મોંઘું ઘર 2-8A રટલેન્ડ ગેટ છે, જેને જાન્યુઆરી 2020માં સાઉદી અરેબિયાના ભૂતપૂર્વ ક્રાઉન પ્રિન્સ સુલતાન બિન અબ્દુલ અઝીઝની એસ્ટેટ દ્વારા £210 મિલિયનમાં વેચવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

4 × 4 =