Vol. 2 / No. 46 About   |   Contact   |   Advertise January 18, 2024


 
 
અયોધ્યામાં રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે સમગ્ર વિશ્વમાં અનેરો ઉત્સાહ

હિંદુ ધર્મના ઇતિહાસમાં આગામી સોમવાર, 22 જાન્યુઆરી 2024નો દિવસ સુવર્ણ અક્ષરોમાં અંકિત થશે. આ પવિત્ર દિવસે આશરે 500 વર્ષ પછી ભગવાન શ્રીરામનું બાળસ્વરૂપ અયોધ્યામાં તેમના ભવ્ય મંદિરમાં બિરાજમાન થશે. શ્રી રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ અંતિમ ચરણમાં છે. સમગ્ર વિશ્વ આ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનશે. અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સાથે વિશ્વભરના હિન્દુઓની વર્ષોજૂની આતુરતાનો અંત આવશે. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં રાજદૂતો અને સાંસદો સહિત 55 દેશોના લગભગ 100 વડાઓને આમંત્રણ અપાયું છે. રામમંદિરમાં રામ લાલાની મૂર્તિ સ્થાપિત કરવાનો સમય 22 જાન્યુઆરી 2024ના રોજ સવારે 12:29થી 12:30 સુધીનો રહેશે. પ્રાણ પ્રતિષ્ઠા માટે માત્ર 84 સેકન્ડનો શુભ સમય હશે. અયોધ્યામાં આ માટે વહીવટીતંત્ર તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. 22 જાન્યુઆરીએ માત્ર આમંત્રણપત્ર ધરાવતા લોકો જ અયોધ્યા જઈ શકશે. આ દિવસે અયોધ્યા એરપોર્ટ પર 100થી વધુ વિમાનો ઉતરવાની સંભાવના છે.

Read More...
અમેરિકામાં એશિયન મતદારોની સંખ્યામાં ઝડપી વૃદ્ધિઃ સર્વે

અમેરિકામાં મતદાન કરવા માટે લાયકાત ધરાવતા એશિયનોની સંખ્યા છેલ્લાં બે દસકામાં અને 2020થી આસમાને પહોંચી છે, તેવું એક નવા સર્વેમાં જણાયું હતું. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે દેશમાં પ્રેસિડેન્ટ પદની ચૂંટણી પણ યોજાશે.

Read More...
રાજનાથ સિંહ અને સુનક વચ્ચે લંડનમાં સંરક્ષણ સહયોગ પર ચર્ચા

ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે તાજેતરમાં લંડનની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક સાથે મુલાકાત યોજીને બંને દેશો વચ્ચે સુરક્ષા સહયોગ વધારવા સહિત કેટલાક મહત્વના દ્વિપક્ષીય મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી.

Read More...
ટાઇમ્સ અને તેના પત્રકારોને $4 લાખની કાનૂની ફી ચુકવવા ટ્રમ્પને આદેશ

ન્યૂયોર્કની કોર્ટે શુક્રવારે ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ અને તેના ત્રણ પત્રકારો સામે ખોટો કાનૂની દાવો માંડવા બદલ અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પેને 4 લાખ ડોલરની કાનૂની ફી આ વર્તમાનપત્ર અને પત્રકારોને ચુકવવાનો આદેશ આપ્યો હતો.

Read More...
યમનમાં હુથી બળવાખોરો પર અમેરિકા-યુકેની એર સ્ટ્રાઇક

અમેરિકા અને યુકેના નૌકાદળોએ શુક્રવારે વહેલી સવારે લાલ સમુદ્રમાં સમગ્ર યમનમાં હુતી વિદ્રોહીના ઠેકાણા પર હુમલાા કર્યા હતા. યુદ્ધજહાજમાંથી ટોમાહોક ક્રુઝ મિસાઇલો અને ફાઇટર જેટથી રાજધાની સના અને હુતીના લાલ સમુદ્ર બંદરના ગઢ ગણાતા સહિત 12થી

Read More...
મારી ગેરંટી છે કે ભારત ટોચના 3 અર્થતંત્રોમાં સ્થાન પામશે: મોદી

ગુજરાતના ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદ્ઘાટન સમારોહમાં બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવાર, 10 જાન્યુઆરીએ ​​વચન આપ્યું હતું કે આવનારા વર્ષોમાં ભારત વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓમાં સામેલ થશે.

Read More...
રાહુલ ગાંધીએ 67 દિવસની ‘ભારત જોડો ન્યાય યાત્રા’નો પ્રારંભ કર્યો

ચાલુ વર્ષે એપ્રિલ-મેમાં લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રવિવાર, 14 જાન્યુઆરીથી હિંસાગ્રસ્ત મણિપુરના થૌબલ જિલ્લામાંથી 67 દિવસની મણિપુરથી મુંબઈ સુધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’નો પ્રારંભ કર્યો હતો.

Read More...
મોદી ભારતના ઈતિહાસના સૌથી સફળ વડાપ્રધાનઃ મુકેશ અંબાણી

​​ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સંબોધન કરતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી ભારતના સૌથી સફળ વડાપ્રધાન છે અને વર્તમાન પેઢીના મહાન વૈશ્વિક નેતા છે.

Read More...
આર્સેલર મિત્તલ ગુજરાતમાં વિશ્વની સૌથી મોટી સ્ટીલ ફેક્ટરી સ્થાપશેઃ લક્ષ્મી મિત્તલ

બહુરાષ્ટ્રીય સ્ટીલ કંપની આર્સેલર મિત્તલ ગુજરાતમાં વિશ્વની સૌથી મોટી સિંગલ-લોકેશન સ્ટીલ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી બનાવવા માટે સજ્જ છે. કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન લક્ષ્મી મિત્તલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2024માં તેમના સંબોધન દરમિયાન જણાવ્યું હતું

Read More...
₹26.33-લાખ કરોડના MOU સાથે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું સમાપન

ગાંધીનગરમાં શુક્રવાર 12 જાન્યુઆરીએ 10મી વાઈબ્રન્ટ ગુજરાત સમિટની સમાપન સમારોહ દરમિયાન કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે ભારત 10 વર્ષ પહેલા વિશ્વના નકશા પર “ડાર્ક સ્પોટ” હતું, પરંતુ હવે “વાયબ્રન્ટ સ્પોટ” બની ગયું છે.

Read More...

  Sports
ભારતનો અફઘાનિસ્તાન સામે બે ટી-20, સીરીઝમાં વિજય

ભારતીય ક્રિકેટ ટીમે ઘરઆંગણે ત્રણ મેચની ટી-20 સીરીઝની પ્રથમ બે મેચમાં અફઘાનિસ્તાનને બન્ને મેચમાં એક સરખા માર્જીનથી, છ વિકેટે હરાવી સીરીઝ જીતી લીધી હતી. પ્રથમ મેચ ગયા સપ્તાહે ગુરૂવારે ચંડીગઢ પાસેના મોહાલીમાં તથા બીજી મેચ રવિવારે ઈન્દોરમાં રમાઈ હતી.

Read More...
રોહિત શર્માનો 150 ટી-20 ઈન્ટરનેશનલ્સનો વર્લ્ડ રેકોર્ડ

ભારતીય ક્રિકેટ ટીમના સુકાની રોહિત શર્માએ રવિવારે ઈન્દોરની મેચ રમવા સાથે ટી-20 ઈન્ટરનેશનલ્સમાં સૌથી વધુ મેચ રમવાનો વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો. આટલી મેચ રમનારો તે પહેલો ક્રિકેટર છે. રોહિતનું 2007માં ટી-20 ઈન્ટરનેશનલનું ડેબ્યુ થયું હતું.

Read More...
પેરિસ ઓલિમ્પિક્સ માટે 16 ભારતીય શૂટર્સ ક્વોલિફાઈ થયા

કુવૈત અને ઈન્ડોનેશિયામાં ચાલી રહેલી પેરિસ ઓલિમ્પિક્સ માટેની એશિયન ક્વોલિફાયર્સ શુટીંગ સ્પર્ધાઓમાં રવિવાર સુધીમાં ભારતના રેકોર્ડ 16 ખેલાડીઓ ક્વોલિફાઈ થઈ ગયા હતા. 20 વર્ષની રીધમ સાંગ્વાને 25 મીટરની એર પિસ્ટલમાં બ્રોંઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.

Read More...
સાત્વિક-ચિરાગ મલેશિયા ઓપન બેડમિન્ટનમાં રનર્સ અપ

ભારતના બેડમિન્ટનના ડબલ્સના સ્ટાર ખેલાડીઓ સાત્વિક સાઈરાજ રાન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ ગયા સપ્તાહે કુઆલાલમ્પુરમાં રમાઈ ગયેલી મલેશિયન ઓપનમાં રનર્સ અપ બની ભારત માટે શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
એડવર્ડિયન ગ્રુપે સ્ટારવુડ કેપિટલને 10 હોટલ વેચી

અગ્રણી બ્રિટિશ એશિયન હોટેલિયર અને ભારતીય ઉદ્યોગસાહસિક જસમિંદર સિંઘ OBE દ્વારા સ્થાપવામાં આવેલ એડવર્ડિયન હોટેલ્સ લંડન ગૃપે પોતાની 10 હોટેલ્સનું લગભગ £800 મિલિયનની કિંમતે યુએસ પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટ ફર્મ સ્ટારવુડ કેપિટલ ગ્રુપને વેચાણ કર્યુ. જેમાં સેન્ટ્રલ લંડન ખાતે આવેલી વિખ્યાત રેડિસન બ્લુ એડવર્ડિયનનો સમાવેશ થાય છે. ગૃરે તા. 12ના રોજ એક નિવેદનમાં જણાવ્યું હતું કે જૂથ સંક્રમણકાળ દરમિયાન પોર્ટફોલિયોનું સંચાલન કરશે.

Read More...
રિલાયન્સ હજીરામાં કાર્બન ફાઈબર ફેક્ટરી સ્થાપશે

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ગુજરાતના સુરતમાં હજીરા ખાતે દેશની પ્રથમ વર્લ્ડ કલાસ કાર્બન ફાઈબર ફેક્ટરી સ્થાપવાની જાહેરાત કરી હતી. અંબાણીએ જણાવ્યું હતું કે રિલાયન્સ 2024માં જામનગરમાં 5,000 એકરમાં ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સ સ્થાપશે. તેમણે એમ પણ કહ્યું હતું કે રિલાયન્સ અને રિલાયન્સ ફાઉન્ડેશન “ગુજરાતમાં અન્ય કેટલાક ભાગીદારો સાથે શિક્ષણ, રમતગમત અને કૌશલ્ય માળખામાં સુધારો કરવા માટે પ્રયાસ કરશે.

Read More...
ગુજરાત 2027 સુધી $500 બિલિયનનું અર્થતંત્ર બનશેઃ ભૂપેન્દ્ર પટેલ

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે તેમની સરકારે ભારતના જીડીપીમાં 10 ટકા યોગદાન આપવાનું અને 2026-27 સુધીમાં $500 બિલિયનનું અર્થતંત્ર બનવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. ગુજરાત હાલમાં દેશની જીડીપીમાંમાં 8.3 ટકાનું યોગદાન આપે છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતની વસ્તી દેશની કુલ વસ્તીના વસ્તીના 5 ટકા છે, પરંતુ દેશની જીડીપીમાં 8.3 ટકાથી વધુ યોગદાન આપે છે.

Read More...
UAEની ડીપી વર્લ્ડ ગુજરાતમાં રૂ.25,000 કરોડનું રોકાણ કરશે

યુએઇની ગ્લોબલ લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ એન્ડ સર્વિસિસ કંપની ડીપી વર્લ્ડે ગુજરાત સરકાર સાથે રૂ.25,000 કરોડના કરારો કર્યા છે, જેના ભાગરૂપે તે નવા બંદરો, ટર્મિનલ્સ અને ઇકોનોમિક ઝોન વિકસાવશે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન ગાંધીનગર ખાતે આ અંગે મેમોરેન્ડા ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર હસ્તાક્ષર કરાયા હતા.

Read More...
વડાપ્રધાન મોદીની લક્ષદ્વીપ ટ્રીપની ટ્વીટ્સે માલદીવમાં વિવાદ ઉભો કર્યો

પ્રવાસન આધારિત અર્થતંત્ર ધરાવતા ભારતના પાડોશી દેશ માલદીવે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના તાજેતરના લક્ષદ્વીપ પ્રવાસને પગલે માલદીવના ટોચના પ્રધાનોએ સોશિયલ મીડિયામાં ભારત વિશે અપમાનજનક ટિપ્પણી કર્યા પછી નવા વર્ષની શરૂઆતમાં સોશિયલ મીડિયા

Read More...
AHLA ફાઉન્ડેશને હોસ્પિટાલિટી શિષ્યવૃત્તિ માટે એપ્લિકેશન પોર્ટલ લોન્ચ કર્યુ

AHLA ફાઉન્ડેશને યુએસ હોસ્પિટાલિટી વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ એપ્લિકેશન પ્લેટફોર્મ રજૂ કર્યું છે. આ પ્લેટફોર્મ બિલ્ટ-ઇન પાત્રતા મૂલ્યાંકન સાધન ધરાવે છે, જે ખાતરી કરે છે કે વિદ્યાર્થીઓ ફાઉન્ડેશન દ્વારા હોસ્ટ કરેલ નિર્ધારિત કરેલા માપદંડોને પાર પાડીને

Read More...
નોબલ ઇન્વેસ્ટમેન્ટ ગ્રુપે હોસ્પિટાલિટી ફંડ માટે $1 બિલિયન પ્રાપ્ત કર્યા

CEO તરીકે મિત શાહની આગેવાની હેઠળના નોબલ ઇન્વેસ્ટમેન્ટ ગ્રુપે તેના નોબલ હોસ્પિટાલિટી ફંડ Vમાં $1 બિલિયન એકત્રિત કર્યા છે. આ ફંડ સમગ્ર યુ.એસ.માં સિલેક્ટ સર્વિસ અને એક્સ્ટેન્ડ સ્ટે હોટેલ્સમાં મૂલ્ય-વર્ધિત રોકાણો પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને વૈશ્વિક સંસ્થાકીય આધારમાંથી $1

Read More...
  Entertainment

બોલીવૂડમાં કોને મળ્યું અયોધ્યામાં જવાનું નિમંત્રણ?

ભારતમાં અત્યારે અયોધ્યા-રામમંદિર-રામલલ્લાની જ ચર્ચા છે.અયોધ્યાના રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે દેશ-વિદેશના અનેક લોકોને નિમંત્રણ પાઠવવામાં આવ્યા છે, તેમાંથી બોલીવૂડના સેલેબ્સ પણ બાકાત નથી. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પછી રણદીપ હુડ્ડાને અયોધ્યા રામ મંદિરનું નિમંત્રણ મળ્યું છે. રણદીપે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ પત્ની સાથે ફોટો પોસ્ટ કર્યો છે અને તેની પત્ની આમંત્રણ પત્રિકા દેખાડી રહી છે.

Read More...

શાહરુખ અને કરણ જોહર ફરીથી સાથે….

બોલીવૂડના બાદશાહ શાહરુખ ખાન અને જાણીતા દિગ્દર્શક કરણ જોહરે સાથે મળીને ‘કુછ કુછ હોતા હૈં’, ‘કભી ખુશી કભી ગમ’, ‘માય નેમ ઇઝ ખાન’ અને ‘કભી અલવિદા ના કહેના’ જેવી સુપરહીટ ફિલ્મો આપી હતી. તેના ચાહકો ઈચ્છે છે કે શાહરુખ અને કરણ જોહર ફરીથી સાથે મળીને કામ કરે અને બોલીવૂડમાં જાદુ કરે.

Read More...

શેફાલી જરીવાલાનું ટીવી પડદે પદાર્પણ

મનોરંજન જગતમાં ગુજરાતી મૂળની શેફાલી જરીવાલા કાંટા લગા ગર્લ તરીકે ઓળખાય છે. તે ટૂંક સમયમાં ‘શૈતાની રસ્મેં’ દ્વારા ટીવી પર પદાર્પણ કરી રહી છે. આ શોમાં તે કપલિકાની ભૂમિકા ભજવી રહી છે. એ માટે તેણે ઘણી તૈયારી કરી હતી. આ અંગે શેફાલીએ કહ્યું કે, ‘હું રિયલ લાઇફમાં પણ કપલિકાની ભૂમિકા ભજવી રહી છું.

Read More...

પ્રખ્યાત શાસ્ત્રીય ગાયિકા પ્રભા અત્રેનું 92 વર્ષની વયે અવસાન

પ્રખ્યાત શાસ્ત્રીય ગાયિકા અને પદ્મ વિભૂષણ વિજેતા ડૉ. પ્રભા અત્રેનું શનિવારે વહેલી સવારે 92 વર્ષની વયે પૂણેમાં તેમના નિવાસસ્થાને હાર્ટ એટેકને કારણે અવસાન થયું હતું. હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના કિરાણા ઘરાનાના અત્રેને ભારત સરકાર દ્વારા ત્રણેય પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. એક સૂત્રે જણાવ્યું હતું કે અત્રેને તેમના નિવાસસ્થાન પર ઊંઘમાં હાર્ટ એટેક આવ્યાં હતો.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store